Book Title: Navtattva Part 02
Author(s): Vijayravishekharsuri
Publisher: Prabhaben Mangaljibhai Shah Mahuwawala

View full book text
Previous | Next

Page 300
________________ નિર્ભયતા આવે. કરોડ રૂ. ની કાચની વસ્તુ હાથમાં છે તો કેટલી સાવચેતી રાખો? કે એ જાય નહીં, તૂટે નહીં અને જાયતો? તેમાં કેટલા તદાકાર ચિત્તવાળા બનો છો. જેની સાથે અત્યંત ગાઢ સંબંધ છે ત્યાં તે ભંગાઈ ન જાય તેની કાળજી કેટલી? આત્મામાં નિશ્ચય થઈ જાય કે આત્મા અક્ષય-અમર છે તો નિર્ભયતા આવી જાય. આત્મા નાશ પામવાનો નથી ને શરીર તો નાશ પામવાનું જ છે તો ત્યાં જિનની આજ્ઞા શું? શાશ્વતને જ પકડવાનું છે. નાશવંતને છોડવાનું છે. આપણને શાશ્વતનો વિચાર નથી ને નાશવંતનો વિચાર સતત છે. આપણે અનેકોને બળતા જોયા, બાળ્યા છતાં પણ આ વાતનો સ્વીકાર નથી, અને પરમાત્માની આજ્ઞાને માનવામાં-સ્વીકારવામાંપાળવામાં કેટલા તત્પર છીએ? પરમાત્માની વાત ગમવી એ દુષ્કરમાં દુષ્કર છે. જીવને જ્ઞાન મેળવવાનો કંટાળો નથી મોટાભાગનો સમય જ્ઞાન મેવવામાં જ જાય છે. દહેરાસરના ઓટલા પર કલાકો ગામ પટલાઈ-વિકથાદિમાં પસાર થઈ જાય, પણ જિનાલયમાં? ટાઈમ થઈ ગયો, ભાગો, કારણ? આત્માના હિતનો રસ જાગ્યો નથી. ચાર સ્વરૂપનો નિર્ણય થઈ જાય તો મોહ પર વિજય પ્રાપ્ત કરવો એ હથેળીમાં છે. અભયનો પરિણામ આત્મામાં સહજ થવો જોઈએ પણ આત્મા સતત ભય સંજ્ઞાવાળો છે. પરમાત્માનું પ્રથમ વિશેષણ મૂક્યું કે અભાવથાણું. આ ન આવે ત્યાં સુધી ધર્મની શરૂઆત નથી. જયાં સુધી નાશવંત નાશવંત લાગે નહીં, શરીરનો મોહ છૂટે નહીં, તેની સાથે છૂટાછેડા લેવાનું મન ન થાય ત્યાં સુધી ધર્મના અધિકારી બનતા નથી. એટલે ભવનો નિર્વેદ. ભવ એટલે કર્મકૃત સર્વપર્યાયો સાથે અને દોષો સાથે રહેવાનો કંટાળો. શરીરાદી સર્વપર સંયોગો અનિત્ય, નાશવંત લાગે તો જ શાશ્વત આત્મા માટે ધર્મ પુરુષાર્થ થાય, નહીં તો ધર્મનો વ્યવહાર વગેરે બધું કરશો પણ ધર્મ આત્મા માટે આત્માને માટે નહીં થાય. જીવ પર પ્રેમ અને જડ પર ઉદાસીનતા એ જ ધર્મનો સાર: જડમાં જડપણાનું જ્ઞાન ન થાય ત્યાં સુધી જડમાં ઉદાસીનતા નહીં અને જીવમાં સત્તાએ સિદ્ધપણાનું ક્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી જીવ પર પ્રેમ લાવવાને બદલે જીવની વિરાધના (આસાતના) થવાની અને જવાનો રાગ પણ થયા કરવાનો. આમ જીવ સ્વપરની આશાતના વડે ૧૪ રાજલોકમાં પરિભ્રમણ કર્યા કરશે. આથી પૂ. શાંતિસૂરિ મહારાજ જીવવિચાર પ્રકરણના આરંભમાં વીર પરમાત્માને ભાવ વંદના કરે છે તે વખતે તેમનો પ્રધાન ઉપયોગ પરમાત્માના અજીવ તત્વ | 283

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338