________________
કર્યો કે કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી પ્રભુ પાસે ન જવું. તેમનામાં અપૂર્વ કર્મ લઘુતા હોવાથી પૂર્ણતાનો ભાવ આવ્યો. બોધ થયા પછી આત્માને જ્ઞાનનસ્પર્શતો જ્ઞાનનો પરિણામ નથી. જ્ઞાનની સ્પર્શના થાય કે કરુણા, નિર્વેદ, સંવેગ, શમના ભાવોની સ્પર્શના થાય. જગતને જણાવ્યું કે એનું કલ્યાણ પણ થયું પણ પોતાના આત્માને એનાથી શું લાભ? અભવ્ય જીવ જગતને જણાવે છે એનાથી એને એ લાભ થાય છે કે સારી વસ્તુ જણાવે છે માટે સારા ભવમાં ભમવાનું થાય પણ ભમવાનું બંધ થવા રુપ આત્મકલ્યાણ ન કરી શકે. શુદ્ધ ધર્મધ્યાન રૂપી અગ્નિની તાકાત કેટલી છે? એનું ફળ તરત મળે છે. શુકલ ધ્યાનરૂપ ક્ષપક શ્રેણી પર જીવ આરોહણ કરે ત્યારે તેમાં એટલી જબરદસ્ત ધ્યાન અગ્નિ પ્રગટ થાય કે જગતના તમામ જીવોના કર્મો તેમાં નાખવામાં આવે તો તે તમામ કર્મોને બાળીને ભસ્મ કરી શકે છે. પણ એક આત્માના કર્મો કયારેય બીજા આત્મામાં સંક્રમીત થતા નથી. જો કર્મ આત્મા પ્રદેશોથી છુટા ન પડે અને પોતે જે કર્મો બાંધે તે કર્મોને પોતે જ સચ કરવો પડે. ઉદયમાં આવે ત્યારે પોતાને જ ભોગવવું પડે. ઉપયોગને ટકાવવા યોગની જરૂર છે.
આપણને ક્રિયા ન થઈ તો દુઃખ થાય છે પણ તેમાં જ્ઞાન ભળ્યું કે નહીં તેની ચિંતા કેટલી? પરિણામ પ્રગટાવવા માટે અને તેને દીર્ઘકાળ ટકાવવા માટે જ ક્રિયા છે. એક આત્માએ નિર્ણય કર્યો કે ગમે તે પ્રસંગ આવે મારે ક્રોધ ન કરવો, બીજાએ પણ આ જ નિયમ લીધો પણ તે સામાયિકમાં બેઠો છે એટલે બંનેમાંથી બચવાનો ચાન્સ સામાયિકમાં બેઠેલાને વધારે છે. જેમ ફોનની ઘંટી વાગે તો વિચારશે કે સામાયિકમાં ફોનનલેવાય પણ છૂટા હશે તો તરત ઉપાડશે. તેમ ક્રોધના નિમિત્તમાં પણ સામાયિકના ઉપયોગના કારણે ક્રોધના ઉદયથી બચવાનો સંભવ રહે. મન, વચન, કાયાના અંગો દ્વારા કષાયના ઘરમાં જતા વાર ન લાગે, ને જેને અટકવું છે તે અટકશે. સામાયિકના પરિણામમાં ટકવા માટે યોગની જરૂર છે.
સમતાનું પરિણામ જીવોમાં કયારે આવે :
પ્રથમ સમ્યત્વમાં આવે અર્થાત્ સર્વજ્ઞની સર્વ વાત માને અને તે પ્રમાણે દેશ (અલ્પકાળ) વર્તે ત્યારે પાંચમાં ગુણસ્થાનકરૂપ અલ્પસમતા અને સર્વસંગ ત્યાગરૂપ છ ગુણસ્થાનકે સર્વસમતા પરિણામ આવે. સામાયિક એ પાંચમાં ગુણઠાણાનો પરિણામ છે.
204 | નવ તત્ત્વ