________________
આથી જિનાજ્ઞા - જિનવચન “સૂત્રરૂપે છે. સૂત્રનું પણ કાર્યઆત્માના આવશ્યક અર્થને સૂચવે તે સૂત્ર. અર્થસ્ય સૂચનાત્ સૂત્રમ્. જે આત્માના અર્થને સૂચવે તે સૂત્ર.
આથી સર્વજ્ઞ પરમાત્મા કેવલજ્ઞાનમાં પ્રકાશિત અર્થ - ભાષાવર્ગણા જે શબ્દરૂપે પ્રગટ કરે – પ્રરૂપે તે સર્વજ્ઞ વચનરૂપ સૂત્ર એ શ્રુતજ્ઞાન છે.
“આત્મ-આગમ’ જિનના વચન તે આત્માગમ અને તે જ શબ્દ વર્ગણા - વચનને ગણધરો સૂત્રરૂપે ગુંથે તે અન્તરાગમ અને તે જ તેમના શિષ્ય-પ્રશિષ્ય વડે આપણા સુધી આવ્યું તે પરંપરાગમ. આત્માગમ, અન્તરાગમ અને પરંપરાગમ રૂપ સર્વજ્ઞ વચનની ચર્તુવિધ સંઘે આત્મહિતાર્થે આરાધના કરવાની છે.
સર્વજ્ઞ ભગવંત શેનો પ્રકાશ કરે :
કેવલજ્ઞાનમાં જે વસ્તુઓનો પ્રકાશ થાય તે પ્રકાશિત કરે. તીર્થકર કેવલી નિયમા પ્રરૂપણા કરે. બીજા કેવલી કરે કે ન કરે. તીર્થકર નામ કર્મના ઉદયે ભવ્ય જીવોના હિતના કારણરૂપ જે ઉચિત હોય તે જ તીર્થકરના મુખારવિંદમાંથી પ્રકાશિત થાય. આથી જિનની વાણી – આજ્ઞા જે સ્વીકારી પાલન કરે તે જિન થાય. આથી જિનની આજ્ઞા-વચન જીવને જિન કરવાના સ્વભાવવાળી છે.
જિગાણું જાવયાણં સ્વયં જિન થયા છે અને યોગ્યને જિન થવામાં સહાયક છે. કેવલજ્ઞાન ગુણ કોનો? આત્માનો કે પરમાત્માનો?:
કેવલજ્ઞાન આત્માનો ગુણ (સ્વભાવ) છે. તે જ્યારે સત્તામાં હોય ત્યારે આત્મા કહેવાય. આત્મા એટલે અતિ સતત છતિ વાપર્યાયામ્ પોતાના સત્તાગત જ્ઞાનાદિ ગુણ તરફ જે જીવ ગતિ કરે છે અને જયારે તે કેવલજ્ઞાન પૂર્ણ થાય ત્યારે તે કેવલી પરમાત્મા. સર્વ પર ભાવોથી નિવૃત્ત થઈ જે પોતાના સત્તાગત ભાવ જ્ઞાન ગુણને પૂર્ણ થયા તે કેવલી પરમાત્મા. કેવલજ્ઞાન સ્વભાવરૂપ ને પૂર્વે વીતરાગ
સ્વભાવ પ્રગટાવવો જરૂરી અને તે સામાયિક રૂપ - માયા સામા આત્મા નિશ્ચયથી સામાયિક સ્વભાવ રૂપ જ છે. જાણ ચારિત્ર તે આત્મા નિજ સ્વભાવમાં રમતો રે. “સામાયિક એ મુખ્ય આવશ્યક છે. છ એ આવશ્યક સામાયિકમાં સમાય જાય છે. સામાયિક આવશ્યકનું ફળ સર્વજ્ઞ – કેવલજ્ઞાન આવશ્યક છે. કેવલીને સામાયિકાદિ કોઈ આવશ્યક નહીં. શા માટે? કેવલી નિશ્ચય આવશ્યક રૂપ ક્ષાયિક (યથાખ્યાત - ચારિત્ર) રૂ૫ સામાયિકમાં આવી ગયા છે અર્થાત્ સમતા સ્વભાવ રૂપ
અજીવ તત્ત્વ | 191