________________
વ્યાપી છે તે જ રીતે એક આત્મા લોકમાં વ્યાપી શકે છે અને કેવલજ્ઞાન દ્વારા એ અલોકને પણ જાણી શકે છે. જ્ઞાનનો કોઈ છેડો નથી, એ અમાપ છે માટે એને આકાશની ઉપમા આપી. આત્માના એક પ્રદેશનું સુખ લોકાલોકમાં ન માય તેટલું સુખ હોવા છતાં ભિખારીની જેમ ચપ્પણિયું લઈને ભટકી રહ્યા છીએ આત્માના સુખ માટે આપણે પ્રતીતિ ન કરી માટે તેની રુચિનો પરિણામ ન આવ્યો. આ સુખ હું મેળવી શકું, ભોગવી શકું, પણ કોઈને અંશ પણ આપી શકું નહીં. હવે આ દિશામાં જ આપણો પુરુષાર્થથવો જોઈએ અને એ માટે અપૂર્વશ્રદ્ધા થવી જરૂરી છે. જે આત્મા સર્વાના વચન પર અપૂર્વ શ્રદ્ધા કરીને સાહસ કરે તેને અવશય સિદ્ધિ મળે જ. અનુપમ સુખને ભોગવતા પાંચમે અનંતે સિદ્ધ ભગવંતો લોકાંતે રહેલા છે. પુદ્ગલના સ્વભાવની આત્માને અસર થાય છે તે મોહના ઉદયનો પ્રભાવ છે. પુદ્ગલના સંયોગમાં પણ આત્માને પુદ્ગલના સ્વભાવની અસર ન થાય અને આત્મા પોતાના સ્વભાવને જ માણતો હોય ત્યારે સંસારથી છૂટતો જાય. સંસારી જીવ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તતો નથી ને બીજામાં ડખલગિરી કરે છે. પુદ્ગલના સ્વભાવ પ્રમાણે પરિણમે છે તે જ રીતે સહવર્તીઓ, સમાજ વગેરેમાં પણ ડખલગિરી કર્યા કરે, બધે જ માથું મારતો ફરે છે અર્થાત્ વિભાવમાં જ રમ્યા કરે છે.
પરમાત્માનું શાસન કહો, તીર્થ કહો, પ્રવચન કહો એ એ જ છે કે તમામ જીવોએ સ્વ-સ્વભાવ પ્રમાણે જ વર્તવું, આપણે ભવ્ય છીએ ને પોતાના સ્વભાવ પ્રમાણે વર્તી શકીએ છીએ. યુગલિકો ભવ્ય હોવા છતાં પણ વિરતિ લઈ શકતા નથી. આપણે વિરતિ લઈને વીતરાગતાને પ્રગટાવી શકીએ છીએ. એના બદલે રાગ-દ્વેષ કરતો થયો. સામાયિક સ્વભાવવાળો આત્મા છે એને સામાયિક લેવાનો ને પાળવાનો વ્યવહાર કરવાનો જ નથી પણ આપણે સમતામાં નથી રહેતા માટે જ જ્ઞાનીઓએ આ વ્યવહાર મૂક્યો છે અને આ સામાયિકનો વ્યવહાર કરવા દ્વારા જ રાગ-દ્વેષને વધારીએ છીએ સંસારનું સર્જન કરીએ છીએ, સામાયિકમાં સાતા છૂટે નહીં તો સમતા આવે નહીં.
સ્વ સ્વભાવ પ્રમાણે જીવે ગતિ ન કરી માટે બંધ આવ્યો. આત્મા પુદ્ગલ સાથે જોડાયો એટલે અનિશ્ચિત ગતિ પરિણામ આવ્યો અને એના કારણે બંધ પરિણામ આવ્યો. પુદ્ગલ પ્રમાણે ગતિ કરી તેથી કર્મનો બંધ થયો. જો આત્મા પોતાના સ્વભાવ પરિણામવાળો બની જાય તો બંધ છૂટતો જાય. 136 | નવ તત્ત્વ