________________
અહીં આવી ગયા તો ભવોનું સર્જન પણ અહીં જ થશે માટે જ ભવ નિર્વેદ સૌ પ્રથમ મૂકીને મર્યાદા બાંધી દીધી અને તેની માટે “જયવીયરાય ગમવું જોઈએ. જેને વીતરાગ ગમ્યા, જેને ભવનો નિર્વેદ જાગેલો હોય તે જ આત્મા વીતરાગનો જય જય કાર મોઢાથી નહીં પણ નાભિમાંથી કરી શકે. આપણી જાતને તપાસો, શું ગમે છે? જેને વીતરાગ ગમે તેને ભવ નિર્વેદ સહજ હોય, પછી પરમાત્મા પાસે જઈને એની માંગણી શું હોય? વર્તમાનમાં આપણને વીતરાગ નહીં પણ એના દ્વારા મળતું પુણ્ય ખૂબ ગમે છે લોકો પણ જાણે છે કે જગતમાં જિનધર્મ ઊંચામાં ઊંચો છે ને એના દ્વારા જે માન-સન્માન મળે છે તે બધાને ગમે છે પણ આત્મ ધર્મ ગમવો મુશ્કેલ છે.
શાસન એટલે શું?
શાસન એટલે જ આત્માએ પોતાના સ્વભાવમાં આવવું. શાસનમાં આવશે તેવા આત્મામાં મોહનું અનુશાસન હટી જશે અને તે જ આત્મા પીડાથી દૂર થઈ શકશે એટલે કે દ્રવ્ય પીડા તો દૂર થઈ જશે પણ ભાવ પીડાથી મુકત થવા માટે મોદથી મુકત થવાનું છે અને મોહથી મુકત થવા જિન શાસનમાં આપણે આવવાનું છે. આ વાત તત્ત્વથી આપણે ન સમજ્યા તેથી જિન શાસનને પામીને જ વ્યક્તિત્વને પોષીને, સ્થાન વિધિ કે પોતાના માનેલા સત્યના ખોટા હઠાગ્રહની પક્કડ વડે પરસ્પર સંકલેશની વૃદ્ધિ થાય છે. અયોગ્ય અંદર પ્રવેશી ચૂક્યા માટે આવા કાર્યો થાય. બધા ધર્મ કરતા થઈ જાય એવી ઘેલછા લાગી ગઈ માટે યોગ્યાયોગ્યને પ્રધાનતા ન આપતા પરમ શાસન હલકા લોકોના હાથમાં ગયું. દરેક જીવ પોતાની યોગ્યતાનો વિચાર કરે તો શાસન સમજ્યા કહેવાય. ઘેલછાઓ છોડી દેવાની છે. સવિ જીવ કરું શાસન રસીની ભાવના પરમાત્માએ ભાવી પણ શાસનની સ્થાપના કરી ત્યારે પરમાત્માએ આસભવ્ય અપુર્નબંધક દશામાં જે આવેલો છે અને જેને હવે સહજ ભવનો નિર્વેદ થશે, અર્થાત્ જે જિનવચનને રુચિપૂર્વક સ્વીકારવાની યોગ્યતા ધરાવે છે, તેને ઉદ્દેશીને જ દેશના આપી.
માટે જ નમુત્થણે સૂત્રમાં લોગનાહાણ વિશેષણ મૂક્યું. ગૌતમને ગૌશાળો બને એક જ રાશિ. ગૌતમ સ્વામીને તે જ ભવમાં જિન બનવું હતું, જ્યારે ગૌશાળાને જિન કહેવડાવવું હતું. પરમાત્માએ ગોશાળાને તેજોલેશ્યા બતાવી તે તેવા પ્રકારની ભવિતવ્યતા બળવાન હશે. પરમાત્મા વિશિષ્ટ જ્ઞાની અને ઉચિત ફળદાયી
અજીવ તત્વ