________________
૪) અધ્યવસાય : જ્ઞાનના પરિણામમાં મોહ ને લેગ્યા ભળે તેને અધ્યવસાય
કહેવાય. લશ્યાનું કાર્ય કષાયમાં વૃદ્ધિ કરવાનું છે, જુદી જુદી લાગણીઓ પેદા કરવાનું. પ્રશસ્ત મોહ અને શુભ લેશ્યા ભળે તો શુભ અધ્યવસાય અને અશુભ હોય તો અશુભ અધ્યવસાય. શુદ્ધોપયોગથી આત્માનું હિતઃ
આત્મા અનાદિકાળથી પર સાથે જોડાયેલો છે એટલે એ સ્વ સાથે જોડાઈ શકતો નથી તે પોતાના સ્વભાવ પ્રમાણે વર્તી શકતો નથી એનું સતત અહિત ચાલુ જ છે. પરની સાથે અભેદ ભાવે અનાદિકાળથી રહેલો છે તે જ્ઞાન પરિણામમાં ન આવે અને પોતે એનાથી ભિન્ન છે એવું ભાન ન આવે ત્યાં સુધી એનું હિત થઈ શકવાનું નથી અને જીવમાં ઉપયોગ છે તેનાથી જ આરાધનાની શરૂઆત થવાની છે બાકીના પાંચ દ્રવ્યોમાં ઉપયોગ નથી. આત્મા કદી પણ ઉપયોગ વિનાનો ન હોય. ઉપયોગ વિના આત્મા જડ બની જાય. ઉપયોગની શુદ્ધિ થાય ને શુદ્ધ ઉપયોગમાં હોય તો જ આત્મા નિર્જરા કરી શકે અને એ જ આત્માનું હિત છે અર્થાત્ પરથી છૂટા પડવું તે જ આત્માનું હિત છે. તેમજ સ્વ સાથે જોડાવું તે પણ આત્મહિત છે.
જ્ઞાનના શુદ્ધોપયોગ પૂર્વક સ્વ સ્વભાવ પ્રમાણે વર્તવું જોઈએ તેમ નથી થઈ શકતું કારણ કર્મનું આવરણ છે, એના કારણે કષાયો થાય છે. તપ કરીને દારિક કાયાને સુકાવી નાખે, પણ કર્મોને હટાવવાનું લક્ષ નથી તો નિર્જર નહીં થાય. કર્મોને હટાવવા કયો પ્રયાસ આત્મા કરે તો કર્મો હટે? મોહના પરિણામને નિષ્ફળ કરવાના છે. કાયાથી છૂટા પડવાનું મન ન થાય, કાયાનો રાગ ન જાય. જલદી આ કાયામાંથી છૂટી જાઉં એ ભાવ ન આવે તો ચોવિહારા માસખમણ પણ નિર્જરા નહીં કરાવી શકે. ભાવિમાં પણ શરીર મળે એવું કર્મ બંધાશે ને શરીર સારું મળશે તો શરીરસુખ ભોગવીને કર્મો જ બાંધશે. જેને આરાધનાનો જ ખપ છે એ શરીર સારું ન હોય તો પણ આરાધના કરી શકશે, માટે મારે મારા વીતરાગ સ્વભાવમાં જ રહેવું જોઈએ કાયમ માટે અને એ જીવ દ્રવ્યનો ગુણ છે અને દ્રવ્ય બધા પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે. માત્ર સંસારી છદ્મસ્થ જીવ દ્રવ્ય પરમાં જાય છે, તેથી છમસ્થો માટે જિનની આજ્ઞા છે કે સ્વભાવમાં રહેવું અને એના માટે છ એ આવશ્યક મૂકયા છે, માટે સ્વભાવ ધર્મની આરાધના કરવાની છે. આપણને ઉપયોગ આવે છે કે આરાધનામાં મેં શું કર્યું સામાયિકની વિધિ, ઉપકરણો વગેરેનો ઉપયોગ આવે,
102 | નવ તત્ત્વ