________________
કાળ દ્રવ્યનું વર્તના મુખ્ય લક્ષણ છે. પુગલદ્રવ્યનું પ્રતિસમય જે પરાવર્તના થાય છે તેમાં મુખ્ય કારણ જાળદ્રવ્ય છે.
કાળ દ્રવ્યની વિચારણા દ્વારા દરેક દ્રવ્યનું ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળના અસ્તિત્વરૂપે થવું હોવું એ વર્તન કહેવાય. વર્તના એ દરેક દ્રવ્યની ત્રણે કાળની સત્તા-અસ્તિત્વ બતાવે છે. આપણા આત્માના અસ્તિત્વનો કાળદ્રવ્યની વિચારણા દ્વારા નિર્ણય કરવાનો છે. વર્તમાનકાળમાં આપણું અસ્તિત્વ રહેવાનું છે, અનંતા ભૂતકાળમાં આપણું અસ્તિત્વ હતું અને અનંત ભવિષ્યકાળમાં પણ આપણું આત્માતરીકે અસ્તિત્વ રહેવાનું છે. માટે વર્તમાનકાળમાં શુદ્ધોપયોગ ધર્મની સાધના એવી કરવી કે જેથી વર્તમાન અને અનંતો ભવિષ્ય સુધરી જાય.
અનાદિથી બગડેલા ભૂતકાળના કુસંસ્કારથી આપણા આત્મા ઉપર ચોંટી ગયેલા કર્મોને વર્તમાનકાળમાં શુદ્ધ ઉપયોગ દ્વારા સુધારીને આપણે આપણા અનંત ભવિષ્યકાળને સુધારી શકીએ છીએ. આત્માએ પોતાના સ્વભાવમાં હોવું એ વર્તનારૂપે વર્તવાનું છે, રહેવાનું છે. માટે પરમાત્માએ સમય ગોયમ મા પમાયએ કહ્યું છે એટલે કે એક સમયનો પણ તું પ્રમાદ ન કર. એટલે પોતાના શુદ્ધ સ્વરૂપના ઉપયોગમાં શ્રદ્ધારૂપે, રુચિ રૂપે રહેવું અને એ દ્વારા શુદ્ધ આત્મ અવસ્થાને પામવાના પ્રયત્નવાળું બનવું જોઈએ એટલે કે પોતાના શુદ્ધ ઉપયોગમાં રહેવા દ્વારા સ્વ સમયમાં રહેવા દ્વારા પોતાના સ્વભાવમાં સતત રમવું જોઈએ.
કાળદ્રવ્યની વિચારણા દ્વારા આપણા આત્માએ અનાદિ ભૂતકાળમાં કેટલા કાળથી કયાં કયાં, કઈ કઈ અવસ્થામાં કેટલો કેટલો કાળ પસાર કર્યો છે એનું ભાન થવા દ્વારા આપણને કાલાતીત થઈ જવાની ભાવના પુષ્ટ થાય છે અથવા પ્રગટ થાય છે, જેથી ભવિષ્યમાં આપણને કાળની કોઈપણ પ્રકારની અસર ન થાય. દિવસ, રાત, મહિના, ઋતુઓની જે અસર વર્તમાનમાં આપણને થાય છે તેની અસર ન થાય માટે હવે આપણે આપણો સ્વભાવ જે જ્ઞાતા અને દ્રષ્ટા ભાવનો છે તેને જ પામવો છે એવો દઢ નિર્ણય કરવાનો છે.
દયાનો પરિણામ શુદ્ધ કયારે થાય?
કર્મ, કષાય અને કાયાના કારણે આપણો આત્મા સત્તાએ અનંતસુખના ધામ રૂપ છે તે અનંતદુઃખમય બન્યો છે. આવો નિર્ણય થાય તો દયાનો પરિણામ આવે. 82 | નવ તત્ત્વ