________________
દર્શન કરીએ અને એ પહેલા પોતાનું (સ્વ) આત્મા સત્તાએ સિદ્ધ સ્વરૂપી છે તેવો સ્વીકાર કરવો જોઈએ. જયાં સુધી પોતાના આત્માને સિદ્ધ સ્વરૂપી સ્વીકારતો નથી ત્યાં સુધી ઘોર આશાતના ચાલુ રહે છે. અનંતકાળથી પોતાના સ્વરૂપનું ભાન નથી તેથી એક ભવમાંથી બીજા ભવમાં ભટકવું પડે છે. શરીર માટે જીવોની કલેઆમ કરવી પડે છે. ઘરમાં પંખાની સ્વીચ દબાવો તો કોઈ અરેરાટી થાય છે ખરી? ક્ષણિક શરીરની સાતા ખાતર સ્વ પર આત્માની કેવી પીડામાં નિમિત્ત બનો છો?
દરેક યોગમાં ઉપયોગ મૂકવા રૂપ જ પરમાત્માના દર્શન છે. ઉપયોગ મૂકવાથી જ પર વસ્તુનો બોધ થાય-પોતાને ભાન થાય કે પોતે શું કરે છે. એકેન્દ્રિય સ્થાવર કાય જીવો પણ સિદ્ધ સમાન છે, તે પણ હણવાને યોગ્ય નથી. જીવોને હણવા એટલે પોતાના આત્માને જ હણવો. સ્વાત્માને પ્રમાદવશ કરવા વડે બીજા જીવોને હણીએ તે સ્વાત્માનું જ ભાવમરણ છે. ગરમી સહન નથી થતી એટલે શરીરની સાતા માટે વાયુકાયને હણવા તૈયાર થાઓ છો ને? આત્માનું ભાન નથી માટે. આત્માને ગરમી સ્પર્શતી નથી માત્ર આત્મા ગરમીનું જ્ઞાન કરે છે. ગરમી શરીરને લાગે અને “હું શરીરથી નિરાળો છું” તેથી મારે દુઃખી થવાનું નથી. તેવા ઉપયોગમાં આત્માના દર્શન કરવા એટલે આત્માના ગુણનું સ્મરણ કરવું. તું તો અનંત આત્મવીર્ય સ્વરૂપે પ્રર્વત છે. શરીરની પ્રવૃત્તિ જયારે પણ થાય ત્યારે આત્મવીર્ય પ્રવૃત્તિ કરતું દેખાવું જોઈએ તો તરત પાપની પ્રવૃત્તિ બંધ થઈ જાય. કારણ હું આત્મા છું. હું સિદ્ધસ્વરૂપી આત્મા છું. રાગ-દ્વેષથી રહિત છું અને અવ્યાબાધ-કોઈને પીડા આપવાના સ્વભાવવાળો નથી તો કોઈને પીડા કઈ રીતે અપાય? એવો વિચાર આવવો જોઈએ. • શાન અરૂપી હોવા છતાં અરૂપી ને કેમ ન જોઈ શકે?
મોહ જડ છે. તેથી તે રૂપી છે. મોહ જ્ઞાન સાથે જોડાયેલું છે ત્યાં સુધી શુદ્ધ જ્ઞાનમાં બાધક છે. જેમ ચશ્માના કાચ ધૂળવાળા હોય તો સ્પષ્ટ ન દેખાય તેમ મોયુક્ત જ્ઞાન યથાર્થ ન જોઈ શકે. જ્ઞાન અરૂપી હોવા છતાં અરૂપીને જોઈ શકતું નથી કારણ તેમાં મોહનો ઉદય ભળેલો છે. સંપૂર્ણ મોત નીકળી જાય પછી આત્મા કેવલી બને છે, પછી તે અરૂપી-રૂપી અને પૂર્ણ સ્વરૂપે જોઈ શકે છે. આથી મોહને દૂર કરવા પ્રથમ આત્માએ પોતાના શુદ્ધ સ્વભાવમાં આવવા માટે હું શેયનો જ્ઞાતા છું. હું પ્રથમ મારા આત્માનો જ્ઞાતા છું. મારો આત્મા અરૂપી છે, મારા આત્મપ્રદેશો અરૂપી છે, મારા જ્ઞાનાદિ ગુણ પણ અરૂપી છે એનું ભાન થવું જોઈએ. 84 | નવ તત્ત્વ