________________
લેશ્યા ભળે તો ઉપયોગ અશુદ્ધ બને. જે રૌદ્ર ધ્યાન રૂપ બને (ડ) શુદ્ધ : મિથ્યાત્વનો પરિણામ જ્યારે જ્ઞાનમાંથી જેટલાઅંશે નીકળી જાય
તેટલો અને મિથ્યાત્વ ઉપયોગ શુદ્ધ બને છે. કષાયની પણ મંદતા થાય અર્થાત્ અનંતાનુબંધી કષાય ન હોય તો સમ્યગ્રદર્શનના પરિણામથી જ્ઞાન શુદ્ધ થાય. સમ્યગદર્શન શુદ્ધજ્ઞાન વિરકત્વમેવ ચાનોતિ
(તત્ત્વાર્થસૂત્રકારિકા) સાધ્યની સિદ્ધિ માટે જ્યારે આત્મા સાધના કરે ત્યારે સૂત્ર અર્થ અને તત્ત્વ અને અંતિમ ‘તત્ત્વની વાત સાધ્ય તરીકે મૂકી છે. બાકી બધું સાધન છે. સૂત્ર-અર્થ એ સાધન, ‘તત્ત્વ' એ સાધ્ય છે. માત્ર સૂત્ર, તેના અર્થનો ઉપયોગ ખરો, પણ તેની સાથે તત્ત્વનું પરિણમન નહીં તો તે સાધના નહીં. સાધના નહીં તો સાધ્યની સિદ્ધિ નહીં. સાધ્યની સિદ્ધિ માટે “સૂત્ર-અર્થ-તત્ત્વ કરી સદ્દઉં તેમ કહ્યું. જો તત્ત્વનો ઉપયોગ ન આવે તો માત્ર સૂત્ર અર્થની સાધનાથી સાધ્યની સિદ્ધિ ન થાય. ઉપયોગ એ જ્ઞાનનો પરિણામ છે. આત્માના જ્ઞાનગુણનું કાર્ય - ઉપયોગ તરીકે શેયના યથાર્થ જ્ઞાતા બનવારૂપ શુદ્ધ ઉપયોગ, તે આત્માની જાગૃતિ. જાગૃતિ કયારે? જ્યારે આત્મા પોતાના શેયના જ્ઞાતા બનવાના સ્વભાવ મુજબ થવાનો પુરુષાર્થ કરે ત્યારે જાગૃતિ આવે. મનમાં સૂત્ર અર્થને ધારણ કરનારાને જ્ઞાનનો ઉપયોગ હોય. ઉપયોગ શુદ્ધિ એટલે જ્ઞાન પરિણામમાંથી મિથ્યાત્વરૂપી કચરો નીકળી જવો.
જ્ઞાન સ્વભાવરૂપ કયારે બને?
શુદ્ધ જ્ઞાન સ્વ-પર પ્રકાશક, જ્ઞાનનો પરિણામ જે ઉપયોગરૂપે છે તે સ્વાત્માને શેય રૂપે જાણતો હોય અને પોતાને સત્તાગત જ્ઞાનાદિ ગુણની પૂર્ણતાની રુચિ આવે તો જ ઉપયોગ શુદ્ધ ગણાય. જ્યારે પણ જ્ઞાનનો ઉપયોગ હોય ત્યારે આ ઉપયોગ કરનાર (જાણનાર) મારો આત્મા છે તેનું સ્મરણ જોઈએ. પ્રાયઃ તેનો જ વાંધો હોય છે. “હું કાનથી સાંભળું છું, મુખથી બોલું છું, આંખથી જોઉં છું.” આમ ઈન્દ્રિયોનો ઉપયોગ હોય પણ મારો આત્મા કાન વડે સાંભળે છે, મુખ વડે બોલે છે કે આંખ વડે જુએ છે, તે ઉપયોગ હોતો નથી. આત્મા રાગાદિ ભાવને આધીન બને છે અને તેનું મૂળ મિથ્યાત્વમોહને વશ આત્મા થયો હોવાના કારણે તે પોતાના સ્વના ઉપયોગમાં રહેનારૂં નથી. જો આત્મા પોતાના ઉપયોગમાં આવી જાય તો તેને ઉપયોગ હોય કે
અજીવ તત્વ | 95