________________
હતું, પણ બનવું હતું. પરમાત્માએ ઉપ્પનેઈન કહેતા ઉપૂનેઈવા કહ્યું માટે સમજાય કે હજી અધૂરું છે માટે ફરી પ્રશ્ન પૂછ્યો. વિગમેઈવા હજી અધૂરું લાગ્યું એટલે ફરી પ્રશ્ન પૂછયો ને જવાબમાં પરમાત્માએ ધુવેઈવા કહ્યું. અહીં “ધ્રુવ’ શબ્દ આવ્યો એટલે એમને પૂર્ણ સમાધાન થઈ ગયું કે દ્રવ્ય શાશ્વત છે, સનાતન છે. ‘વા’ શબ્દ તો ઉત્પન્ન ને વિનાશ સાથે સંબંધ ધરાવે છે. દ્રવ્ય શાશ્વત છે અને પર્યાયો ઉત્પન્ન થાય છે ને વિનાશ પામે છે. દ્રવ્ય અનુત્પન્ન હોય તે શાશ્વત હોય. અનાદિકાળથી જે છે અને તે અનંતકાળ રહેવાનું છે, તેનું નામ દ્રવ્ય, ને તેમાં સ્વભાવ ને સ્વરૂપ એ બે હોય. માટે આપણું જીવ દ્રવ્ય કેવું છે? અનાદિથી છું ને અનંતકાળ રહેવાનું છે, માટે ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે આ મનુષ્યભવ કિંમતી લાગવો જ જોઈએ ને તેના એક-એક સમયને સાધી લેવાનો છે, એવા અનુબંધ અહીં પાડી શકાય છે કે જેથી અનંત ભવિષ્ય સુધરી જાય. આત્માના સ્વભાવની શરૂઆત ઉપયોગથી થાય છે. નિગોદના આત્મામાં પણ ઉપયોગ હોય અને સિદ્ધમાં પણ ઉપયોગ હોય, નહીં તો જીવ જડ કહેવાય. જીવમાં કદી પણ ઉપયોગનો અભાવ ન હોય. ચેતનાનો વ્યાપાર તે જ ઉપયોગ. ચેતના કહો કે જ્ઞાન-દર્શન કહો તે ઉપયોગ. આત્મા જ્યારે દ્રવ્યની સામાન્ય અવસ્થાનો બોધ કરે ત્યારે દર્શનનો ઉપયોગ અને જ્યારે વિશેષ સ્વભાવ રુપે ઉપયોગમાં હોય ત્યારે જ્ઞાનોપયોગ કહેવાય. શુદ્ધ ઉપયોગરુપે હોય ત્યારે નિર્જરા થાય, યોગે બંધ, ઉપયોગે નિર્જરા આ પરમ સૂત્ર છે.
પરમાત્માના દર્શન કરતી વખતે શુદ્ધોપયોગ કયારે?
પરમાત્માની અંગ રચના ખૂબ જ સુંદર હોય તો આપણો ઉપયોગ હીરાજડિત અંગરચનામાં હોય ત્યારે ઉપયોગ શુભ બન્યો એટલે લાભ થાય. અશુભમાંથી છૂટીને શુભમાં આવવાનો લાભ થાય, પણ તેને ધર્મ માની ન લેવાય. શુભક્રિયાથી પુણ્ય બંધાય. દર્શન એ ધર્મની જ ક્રિયા છે. આંખ દ્વારા પરમાત્માના દર્શન કર્યો તે વ્યવહાર કર્યો. ઘેરથી નીકળીએ ત્યારે દર્શન કરવા જાઉ છું પણ પ્રતિમાના દર્શન કરતી વખતે ઉપયોગ હોય કે આચાર્ય ભગવંતે પ્રાણ પ્રતિષ્ઠા કરીને ગુણોરૂપી પ્રાણથી પરમાત્માને પ્રતિષ્ઠિત કર્યા છે અને તેથી તે પ્રમાણે પ્રતિમામાં પરમાત્માના જ્ઞાનાદિ ગુણોના દર્શન કરવાનો ઉપયોગ લાવવાનો છે અને આવો ઉપયોગ આવે ત્યારે તે શુદ્ધ ઉપયોગ કહેવાય.
અજીવ તત્વ | 97