________________
વર્તી રહ્યો છે. પરમાત્માની આજ્ઞા છે કે જીવ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તતો થાય. સમગ્ર જિનાજ્ઞાનો સાર પણ એ જ છે. જીવને પોતાને હું જીવ દ્રવ્ય છું અને હું પુદ્ગલ દ્રવ્ય - શરીર રૂપે નથી પણ શરીરમાં પૂરાયેલો શરીરથી નિરાળો આત્મા છું અને જ્ઞાનાદિ મારા ગુણો છે.” આવો નિર્ણય ન થાય ત્યાં સુધી આત્મા પોતાના જ્ઞાન સ્વભાવમાં નથી. જિનાજ્ઞા કે આત્મસ્વભાવ એક જ છે:
જ્ઞાનનું કાર્ય શું? શેયના જ્ઞાતા બનવું તે. જીવ અને અજીવ બન્ને હોય છે. સ્વભાવ ધર્મમાં આવવું એટલે જ જિનેશ્વર પરમાત્માની આજ્ઞામાં આવી જવું, જિનેશ્વર પરમાત્મા કે આજ્ઞા બંને એક જ વસ્તુ છે. જિન તરીકેનો આપણને ઉપયોગ આવવો જોઈએ. જિન છે એટલે જ રાગદ્વેષ મુક્ત આત્મા છે અને પોતાના પૂર્ણ સ્વભાવથી યુક્ત છે. જિનેશ્વર પરમાત્માની આજ્ઞા આપણે ત્યારે જ ઓળખી શકીશું કે જ્યારે પોતાનો આત્મા સત્તાએ જિન તરીકે ઓળખાય, અને પછી એનો સ્વીકાર થાય. સ્વીકાર પછી જિન આજ્ઞાની રુચિ થાય તો જિનાજ્ઞા પાલનની રુચિ થાય. રાગાદિ ભાવોથી યુક્ત આત્માને મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થાય તો, તેને સર્વજ્ઞનના વચન પર અપૂર્વ શ્રદ્ધા થાય. માત્ર નિશ્ચય થઈ જવાથી કાર્ય થવાનું નથી, વ્યવહાર કરવો પડશે. શ્રદ્ધા ન હોય તે સાહસ નહીં કરી શકે. સ્વ સ્વરૂપને સાધનામાં આલંબન રૂપે પકડે તે જ સાધના સાધ્યને સિદ્ધ કરી શકે, નહીંતો મોહનો પરિણામ દેહ ભાવ પર જ જાય. માટે હું શુદ્ધ સ્વરૂપી આત્મા છું દેહ નથી, આ પરિણામ આત્મામાં આવી જાય તો એ દેહને થતાં સુખ દુઃખના પરિણામથી હટી જાય. માટે જ્યાં સુધી સ્વ ને પરનો નિર્ણય નહીં થાય ત્યાં સુધી પ્રતીતિ નહીં થાય, પર દ્રવ્યથી આત્માનું અહિત જ થાય કદી પણ હિત ન થાય એ નિર્ણય ન થાય ત્યાં સુધી ધર્મની શરૂઆત નહીં થાય, માટે જ સાધના કરતાં સત્તાએ હું સિદ્ધ છું, શુદ્ધ છું એ નિર્ણય કરવો જ પડશે. માટે ધ્યાન પૂર્વે ભેદજ્ઞાન થવું જરૂરી. વર્તમાનમાં આપણે બે સ્વરૂપે રહેલા છીએ. જીવ તરીકે છીએ અને અજીવમય બનીને જીવી રહ્યાં છીએ. આ પ્રતીતિ થાય ત્યારે ભેદ જ્ઞાન થયું કહેવાય. હવે મારે જીવ તરીકે જીવન જીવવું હોય તો જડ કાયાને જોય રૂપે - સાક્ષી ભાવે થઈને તેના જ્ઞાતા બનીએ, સમતા સ્વભાવમય બનીએ તો જીવ તરીકે જીવવાની શરૂઆત થઈ કહેવાય. કાયાદિકનો સાખીધર રહ્યો અંતર આતમ સ્વરૂપ સુજ્ઞાની
અજીવ તત્ત્વ 91