________________
મારો આત્મા અનંતસુખ ભોગવી શકવાની સમર્થતાવાળો છે છતાં કર્મને કારણે જે કાયા મળી તે કાયા કષાયના પરિણામથી પકડાઈ છે તેથી હું અનંત સુખ ભોગવી શકતો નથી, મને શાંતિનો અનુભવ નથી. મુનિ ક્રોધના ઉદયમાં પણ શાંતિનો અનુભવ કરે, કારણ ઔચિત્ય વ્યવહારથી તે ક્રોધ માત્ર દેખાવ રૂપ હોય છે પરંતુ અંદર પરમ સમાધિને અનુભવતો હોય. જયારે મુનિને લાગે અને ક્રોધ કર્યો તેથી જ પેલો બોલતો બંધ થઈ ગયો, એમ માન્યું તે ખરેખર મિથ્યાત્ત્વ છે. તે માત્ર બહારથી બોલતો નથી પણ અંદરથી વિશેષ તક જોઈ ધડાકો કરશે. અંદરથી શાંત નથી થયો પણ ઉકળી રહ્યો છે. ક્રોધનો પરિણામ તે મોહનો પરિણામ. મોહ પરિણામથી આત્માને ભાવ પીડા થાય છે. ક્રોધમાં અશાંતિ ઉકળાટ અનુભવાય પણ રાગની પીડાનો અનુભવ પીડારૂપ ન થાય કારણ કે તે વખતે જ્ઞાનમૂર્ણિત (જ્ઞાન રાગથી દૂષિત) અવસ્થાવાળું છે. તેથી તે સ્વ પર પ્રકાશિત બનતું નથી.
પ્રસન્નચંદ્ર રાજર્ષિ સૂર્યની આતાપના લેવા રૂપ અપ્રમત્ત ભાવે વિશિષ્ટ તપ સાધના કરતા હોવા છતાં એક સૈનિકના મુખે પુત્ર દુશ્મન રાજાથી ઘેરાયેલો છે તે સાંભળવા માત્રથી સ્નેહરાગમાંથી ક્રોધ પરિણામ પ્રગટયો અને યુદ્ધના પરિણામે ચડી ગયા અને ૭મી નરકના મોહયુકત દળિયા ભેગા કર્યા. કારણ કે તે વખતે મોહના પરિણામના ઉદયના કારણે જ્ઞાન મિથ્યા પરિણામમાં મૂર્ણિત થયું. હેયને ઉપાદેય માને. જેમ દારૂના નશામાં નશો ખરાબ લાગે નહીં તેમ તે વખતે મિથ્યા પણ લાગે જ નહીં. અનંતકાળથી આત્મા શા માટે અથડાયો? આત્માને પોતાનું ભાન થયું નહીં તેથી સાવધાન થયો નહીં, તેથી તે કાળનો કોળિયો બન્યો. આત્મા પરની સાથે અનુકૂળ થઈને રહે તે તેનો પ્રમાદ છે. પ્રમાદ એ ભાવ પ્રાણના મરણરૂપ છે.
દર્શન (આત્માના) બે રીતે થાય સાક્ષાત્ દર્શન અને પરોક્ષ દર્શન. વ્યવહારથી પ્રથમ પરોક્ષ દર્શન કરવાની વાત મૂકી. સાધુ ભગવંત પણ જિનદર્શન કરવા જાય છે પણ પ્રભુનું આલંબન લઈ – નિજ આત્માના દર્શન કરવા માટે. શાસ્ત્ર દ્વારા દર્શન કરે અને અભ્યાસ વડે કેવલજ્ઞાન પ્રગટ કરી કેવલજ્ઞાન વડે સાક્ષાત્ દર્શન કરે.
કોઈ પણ જીવ પ્રત્યે પ્રભુને ભેદ નથી (ભવ્ય કે અભવ્ય), તેથી આપણને પણ સામાયિક પરિણામ પ્રગટ કરવા માટે સમ્યગદર્શન પ્રગટ કર્યા પછી જ સમ્યારિત્ર પરિણામ પ્રગટ થશે. તે માટે સૌ પ્રથમ બધા જ જીવો સિદ્ધ સ્વરૂપે છે તેવા પરોક્ષ
અજીવ તત્ત્વ | 83