________________
સ્વભાવને છોડીને પુદ્ગલના સ્વભાવમય બની ભટકી રહ્યો છે, ભમી રહ્યો છે અર્થાત્ આત્મા પોતે પરમાત્મા સ્વરૂપ છે, અનંતજ્ઞાનાદિ ગુણ સ્વભાવવાળો છે તે ભૂલીને પુદ્ગલપિંડ-દેહરૂપ પોતાને માનીને ભટકી રહ્યો છે. આત્મા સ્વભાવે માત્ર ઊર્ધ્વગતિ કરવાના સ્વભાવવાળો હોવા છતાં અનિયત ગતિવાળા પુદ્ગલના સ્વભાવ પ્રમાણે તે ભમે છે તેનું તેને ભાન નથી. સદ્ગુરુના ચરણ શરણને સ્વીકારતો નથી. મળેલ બાહ્ય સંપત્તિ સત્તાદિથી પોતાને મહાન માની સરુના શરણે જઈ શકતો નથી અને જયાં પણ જાય ત્યાં દેહ લઈને જાય છે. ત્યાં તે દેહવાળા જીવોને દુઃખ (પીડા) આપવામાં નિમિત્ત બને છે અને પોતે પણ પીડાને અનુભવતો હોય છે પણ મોહના નશામાં પોતાને પોતાની પીડાનું ભાન નથી. આવી આત્માની દશામાં કેટલો કાળ પસાર થયો છે તેનું માપ કાઢવા કાળ દ્રવ્યની વિચારણા જરૂરી. તો તે જાણીને સ્વાત્મા પર સ્વદયાનો પરિણામ પ્રગટ થાય.
કાળ અનાદિ અતીત અનંત જે પરરકા,
સંગામિ પરિણામે વર્તે મોહાસકા પુગલ ભોગે રીઝયો ધારે પુગલ બંધ. પર કર્તા પરિણામે, બાંધે કર્મના બંધ. ૧શા
(અધ્યાત્મ ગીતા) આત્માએ પોતાના પર રીઝવાને બદલે પુદ્ગલ પર રીઝી પુદ્ગલના કર્તા બની પુદ્ગલનો (કર્મનો સંબંધ પોતાની સાથે કર્યો છે.
दुल्लहे खलु माणुसे, भवे चिरकालेण वि सव्वपाणीणं। गाढाय विवाग कम्मुणो, समयं गोयम! मा पमायए! ॥ १०-३६॥
| (ઉત્તરાધ્યયન) મહાવીર પરમાત્માએ ચોથા આરાના અંતે નિર્વાણ કાળ નજીક જાણીને ભરત ક્ષેત્રના મહાન પુણ્યોદયે લગાતાર ૧૬ પહોર દેશના આપી. તે દેશનામાં સારભૂત વાતરૂપે પરમાત્માએ ફરમાવ્યું કે, અનાદિ અનંત સંસારરુપ ભવ સમુદ્રમાં પરિભ્રમણ કરતા જીવોને ઘણા લાંબા કાળે દુર્લભ એવા મનુષ્યભવની પુણ્યના ઉદયે પ્રાપ્તિ થાય છે તો પણ આ મનુષ્ય ભવને મોટા ભાગના જીવો પ્રમાદને વશ બની નિષ્ફળ કરે છે અને હવે આવનારો પાંચમો આરો મહાપ્રમાદના કારણભૂત છે. પાચમા આરામાં
અજીવ તત્ત્વ | 53