________________
સંખ્યાત, અસંખ્યાત અને અસંખ્યાતા-અસંખ્યાત અનંત અને અનંતાનંત વગેરે માપ વડે આ સંસારનું તળિયું કેટલું ગહન અથવા કેટલું ઉંડું છે તેનો સામાન્ય ખ્યાલ આવે.
મતાંતર: (૧) સિદ્ધના જીવો (૨) નિગોદના જીવો (૩) વનસ્પતિના જીવો (૪) ત્રણે કાળના સમયો (૫) સર્વ પુદ્ગલના પરમાણુઓ (૬) સર્વલોક અને અલોકના પ્રદેશો. આ છ વસ્તુ ઉમેરીને ફરી ૩ વાર વર્ગ કરવો અને એમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનના પર્યાયો ઉમેરવા, આ રીતે નવમું ઉત્કૃષ્ટ અનંતાઅનંત થાય અર્થાત્ કર્મગ્રંથના હિસાબે ૨૧ ભેદ થાય.
લોકાલોકમાં જેટલા પદાર્થો છે તે સર્વ મધ્યમ અનંતાનંતે જ છે. તેથી નવમું ઉત્કૃષ્ટ અનંતાનંત નિપ્રયોજન છે.
નોંધ: અનંતના 9 પ્રકારોનો જયારે અંત આવે ત્યારે આઠમું અનંત આવે, ઘણા અનંતના પણ અંત આવે પણ નિગોદના જીવ સંખ્યા અને અલોક આકાશના અનંત પ્રદેશનો અંત ન આવે.
एवं अणोरपारे संसारे सायरम्मि भीमम्मि। पत्तो अणंतखुत्तो, जीवेहिं अपत्तधम्मेहिं ॥४४॥
| (જીવ વિચાર પ્ર.) જેનો પાર ન પામી શકાય એવો આ સંસારરૂપી સાગર, એમાં જીવ અનાદિ કાળથી ડૂબી રહ્યો છે, તેને પાર પામી શકતો નથી. જો ભવસાગરનું માપ કાઢવું હોય અને તેના તળિયાની ગંભીરતા સમજવી હોય તો ચારે આવર્તી સમજવા પડે. જેમ સમુદ્રમાં ઉત્પન્ન થતાં આવર્તામાં એક વખત કોઈ ફસાય પછી નીકળે નહીં તેમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપી ચાર મહાઆવર્તેથી તે ઘેરાયેલો છે તે મહાઆવર્તમાંથી મુકત થવાનો માત્ર એક જ ઉપાય જિનવચન રૂપી નાવ છે. તે જો પ્રાપ્ત થાય તો જીવ આ મહાઆવર્તથી મુક્ત થાય પણ તે જિનવચન રૂપી નાવ પણ કેટલા દીર્ઘકાળે પરિભ્રમણ કર્યા પછી તેને પ્રાપ્ત થાય છે. આથી જિનવચનની કેટલી દુર્લભતા છે એ વાત આપણને સમજાય છે અને જો એક વખત આ જિનવચન પ્રાપ્ત થયા પછી તેનો રુચિ પરિણામ કેળવાઈ જાય તો પછી જિનવચનના અમલમાં સર્વશકિતઓને લગાવી દે અને એવું પાલન કરે કે વહેલામાં વહેલી તકે જીવ આ ભવરૂપી મહાઆવર્તમાંથી સદા મુકત થઈ જાય.
70 | નવ તત્ત્વ