________________
ખરેખર પરિભ્રમણ થયા પછી પણ જીવ સમ્યત્વની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન કરશે અને સમ્યત્વ પ્રાપ્ત થયા પછી તે સમ્યત્વની રક્ષાર્થે અર્થાત્ તે પરિણામ ન જાય માટે પણ તેટલો જ સાવધાન થઈ જાય. પુદ્ગલ પરાવર્તકાળ દ્વારા આપણા અનંત ભૂતકાળના પરિભ્રમણની ઘોર જન્મમરણની જીવે સહેલી પીડા પર અનુકંપા પશ્ચાતાપ થાય અને હવે વર્તમાનકાળ કેમ પ્રમાદથી બચાવી લેવાય તેની કાળજી પ્રગટે. અર્થાત્ સ્વભાવમાં સ્થિર થઈ તે માટે જ સર્વ પ્રયત્ન કરવાની નિશ્ચય દષ્ટિ થાય.
न सा जाइ न सा जोणी, न तं ठाणं न तं कुलं। न जाया न मुया, जत्थ सव्वे जीवा अणंतसो ॥२३॥
| (વૈરાગ્ય શતક) જિનવચન છે કે ભવિતવ્યતાને પ્રભાવે કરીને જે જીવ અવ્યવહારરાશિમાંથી નીકળીને વ્યવહારરાશિમાં આવ્યા પછી તે તેવી કોઈ જાતિ નથી કે તેવા કોઈ કુળ ન હોય કે કોઈપણ સ્થાન નહીં હોય કે જયાં જીવે જન્મ ધારણ ન કર્યો હોય, અને જન્મેલાને મૃત્યુનું દુઃખ તો અવશ્ય છે. પ્રાયઃ કરીને સર્વ જીવો માટે આ સાધારણ નિયમ છે અનંતીવાર દરેક જીવ આવી રીતે દરેક સ્થાન-યોનિ-જાતિ-કુલાદિમાં જન્મ પામી શકે છે માટે કોઈ જાતિનો-કુળનો કે સ્થાન પામ્યાનો ગર્વ કે ઈચ્છા કરવા જેવી નથી, તેમ ત્યાં રહેવાનો કે ઉત્પન્ન થવાનો અભિલાષ પણ કરવા જેવો નથી. માત્ર આ બધાથી મુકત થઈ આત્માએ પોતાના સિદ્ધાવસ્થારૂપ શાશ્વત સ્થાના સ્વભાવને- સ્વરૂપને પામવાનો જ માત્ર અભિલાષ કરવા જેવો છે. ૩. દ્રવ્ય પુદગલ પરાવર્તકાળ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્તકાળથી પણ આ વધારે સૂક્ષ્મ
છે. આઠ વર્ગણામાંથી એક આહારક વર્ગણાને છોડીને ૭ વર્ગણા (દારિક, વૈક્રિય, તેજસ, શ્વાસોચ્છવાસ, ભાષા, મન અને કાર્મણ) ને જીવ ક્રમસર ગ્રહણ કરીને છોડે. જેમકે સૌપ્રથમ દારિક વર્ગણા પછી વૈક્રિય વગેરે ક્રમસર પૂર્ણ ગ્રહણ કરી અને છોડે તેમાં જે કાળ પસાર થાય તેને સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્તકાળ કહેવાય. પ્રક્રિયામાં ક્ષેત્રથી આ વધારે સૂક્ષ્મ છે. તેનું કારણ એક આકાશ પ્રદેશમાં અનંતાનંત કાર્મણાદિ વર્ગણા સમાઈ શકે અને ક્રમસર બધી વર્ગણા પૂર્ણ કરવાની છે. બધા ભવમાં જીવ વૈક્રિય વર્ગણા ધારણ કરી શકતો
અજીવ તત્ત્વ | 73