________________
પૂર્ણ પ્રકાશે છે ત્યારે તે ગમતો નથી અને ઉનાળામાં વિશેષથી ગમતો નથી કારણ કે તેની ઉષ્ણતા વધે છે જે આપણને પ્રતિકૂળતારૂપે લાગે છે. આપણે તડકાથી બચવા છાયડામાં દોડીએ છીએ. અનુકૂળતાનો રાગી બનેલો જીવ સદા અનુકૂળતાની શોધવાળો ઉનાળામાં તડકાથી દૂર ભાગવા પ્રયત્ન કરે છે અને શિયાળામાં તડકાની શોધ કરી તડકામાં રહેવાનો પ્રયત્ન કરે છે. તડકો પણ પુદ્ગલ દ્રવ્ય છે. ચેતન તેનાથી નિરાળો છે. તડકો શરીરને લાગે છે, આત્માને તેની કોઈ સ્પર્શના થતી નથી. આત્મા તો માત્ર તેનો જ્ઞાતા છે. પુદ્ગલના યોગે જીવ સુખદુઃખની સંવેદનવાળો બન્યો. તડકો અનુકૂળ લાગ્યો ત્યારે તે સુખરૂપ લાગ્યું અને પ્રતિકૂળ થયો ત્યારે દુઃખરૂપ લાગ્યું. સુખદુખ કર્મ ફળ જાણો, નિશ્ચય એક આનંદોરે.
| (વાસુપૂજ્ય સ્તવન-પૂ. આનંદઘનજી મ.સા.) આત્માનો સ્વભાવ જો સદા આનંદમાં રહેવાનો છે તો તેને મેળવવા માટે સર્વજ્ઞ ભગવંતોએ તડકાથી ભાગવાને બદલે આતપના લેવાનું કહ્યું. જયાં સંસારી આત્માઓ પ્રતિકૂળતા માની કર્મના બંધ કરે ત્યાં જ જ્ઞાનીઓ સંસારથી વિપરીત એવા મોક્ષમાર્ગમાં સૂર્યની આતાપના કરવા વડે સૂર્ય સામે દષ્ટિ કરી સૂર્યના તાપને સહન કરવા વડે તે તપયોગ દ્વારા કર્મોની નિર્જરાનો માર્ગ સાધે છે. (૪) ઉદ્યોત: શીત વસ્તુનો શીતપ્રકાશ તે ઉદ્યોત. ચંદ્ર, તારા, ગ્રહ, નક્ષત્ર વગેરેના વિમાનોમાં રહેલાઓનો પ્રકાશ શીતળ છે. વિમાનમાં અંદર પણ શીતળતા આપે અને બહાર પણ શીતળતા આપે. વૈક્રિય શરીર તથા આગિયા વગેરેનો પ્રકાશ ઉદ્યોત નામકર્મના ઉદયે શીત હોય છે. ચંદ્રપ્રકાશ સામાન્યથી બધાને ગમે છે.
હું છોડી નિજરૂપને, રમ્યો પરપુગલે.
ઝીલ્યો ઉલટ આણી, વિષય તૃષ્ણા જલે. પર પુગલમાં રમે તે ભોગી - આત્માનંદમાં રમે તે યોગી.
અનાદિ કાળથી જીવને પુદ્ગલનો સંગ આત્મસુખમાં બાધક બન્યો છે. આત્મા પોતાના સ્વભાવને ભૂલીને તે પુદ્ગલના સ્વભાવને પકડે છે. આત્મા કષાયના તાપથી રહિત પરમ શીતળ છે, તેથી પરમાત્માનું વિશેષણ છે. ચદે નિખાલસરા. આઈચ્ચેનુ અહિયં પચાસથરા. પરમાત્મા ચંદ્રથી પણ અધિક શીતળ છે અને
38 | નવ તત્ત્વ