________________
પ્રસન્ન જ રહે, પછી કંકાસને અવકાશ ન મળે. આથી પૂજા કરતી વખતે પ્રશ્નાર્થ થવો જોઈએ તું શા માટે પૂજા કરે છે? કોની પૂજા કરે છે? જીવ અપુનબંધક દશાને જો પામેલો હોય તો આવો ઉહાપોહ થાય. • વીતરાગ પરમાત્માના દર્શન શા માટે કરવાના??
પુદ્ગલનો રાગી બનેલ, રાગની પીડાથી પીડિત થયેલો તે પીડામાંથી છૂટવા માટેનો અર્થી એવો હું, જેઓ રાગ-દ્વેષની પીડામાંથી પૂર્ણ મુકત થયા છે અને મુકત કરાવવાના સ્વભાવવાળા છે, જિણાણ-જાવયાણ એવા હું વીતરાગ પરમાત્મા પાસે જાઉં છું જેથી જડદ્રવ્ય પ્રત્યેનો મારો રાગ છૂટે, ઓછો થાય અને જીવદ્રવ્ય પ્રત્યેનો વૈષ જાય અને પ્રેમ વધે. જો આ ભાવ નહીં હોય તો આત્માના ગુણ સિવાયનું બીજું કંઈક મેળવવાનો ભાવ છૂપાયેલો હોવાનો, તો દર્શન પૂજાના વાસ્તવિક ફળને ન પમાય. પુષ્યબંધ થશે, ભવની ફરી પ્રાપ્તિ થશે. દરેક ભવ કર્મના ઉદયથી જ મળે છે, તેથી તેમાં મળતી એક પણ વસ્તુનું બહુમાન ન થવું જોઈએ. મનુષ્ય ભવ પણ કર્મના ઉદયવાળું છે. જો ભવનું બહુમાન ન હોય તો તે ભવનું વિસર્જન કરવાનું કાર્ય જે મનુષ્ય ભવમાં જ કરવાનું છે તે કરી શકે. આથી ભવનું બહુમાન ન થાય પણ સાવધાન થાય અને ફરી ભવ ન મળે તેના માટે અજન્મા બનવાની સાધના કરે.
વર્તમાનમાં દ્રવ્ય આરાધના ઘણી કરી રહ્યા છીએ પણ શું તે બધી આરાધના માર્ગ પ્રમાણે જ કરી રહ્યા છીએ? મોક્ષમાર્ગની શરૂઆત સમ્યગદર્શનથી થાય છે. સમ્યગ્દર્શનની શરૂઆત આસ્તિક્યથી થાય છે. સર્વ ધર્મકાર્યોમાં મારે મારી દષ્ટિ સર્વજ્ઞ પ્રમાણે કેળવવાની છે અને તેના માટે સૌ પ્રથમ સર્વજ્ઞ-વીતરાગ પરમાત્માના દર્શન કરવાનાં છે. સર્વજ્ઞ પ્રભુ જગતને જે દષ્ટિથી જોઈ રહ્યા છે તે જ દષ્ટિથી મારે જગતને જોતાં શીખવાનું છે. મારા પ્રભુ જગતને કેવી રીતે જોઈ રહ્યા છે પ્રભુ તુજ જાણનરીતિ, સર્વ જગદેખતા હો લાલ. નિજ સત્તાએ શુદ્ધસર્વને લેખતા હો લાલ.
| (સુવિધિનાથ સ્તવન) (પૂ. દેવચંદ્રવિજય મ.સા.) પ્રભુ જગતના સર્વ જીવોને નિજ સત્તાથી સિદ્ધ સ્વરૂપે જ જોઈ રહ્યા છે. આવી દષ્ટિ મારામાં કયારે આવશે? જયારે સર્વ જીવો પર સાચો પ્રેમ બહુમાન, મૈત્યાદિ
અજીવ તત્ત્વ | 45