________________
ભૂખ તરસ બધું મટી જાય. ભવ્ય જીવો તે સંગીતમય વાણી સાંભળી આનંદને પામી પોતાના ભવ્યત્વનો વિકાસ કરે છે. કાલસોકરિક કસાઈ પરમાત્માના સમવસરણમાં આ સંગીતમય વાણી સાંભળી અત્યંત આનંદમાં ડોલાયમાન થઈ ગયા અર્થાત્ જિનેશ્વર પરમાત્માની વાણી માલકોશ રાગયુકત સંગીતથી મિશ્ચિત બનેલી અનેક ભવ્ય જીવોના ઉત્થાનનું કારણ બને છે. કોઈ સમ્યગદર્શન, કોઈ સર્વવિરતિ અને કોઈ જિનવાણી સાંભળી જિન બને છે. જયારે પુગલાનંદી જીવો સંગીતમય ભવ્યવાણી સાંભળી ભવ વધારે છે. આપણા વ્યવહાર ચલાવવામાં તેને સાધન માની ઔચિત્યથી માત્ર વ્યવહાર કરવામાં આવે તો તે કર્મબંધનું કારણ બને નહીં, અન્યથા તે મહા કર્મબંધનું કારણ પણ બને.
તીર્થંકર પરમાત્માને તથા કેવલી ભગવંતોને પણ કેવલજ્ઞાન વડે જાણેલા સર્વ શેયને જગતના ઉપકાર અર્થે જણાવવા વાણીનો ઉપયોગ કરવો પડે છે. પરમાત્માનું જ્ઞાન અનંત અમાપ છે પણ શબ્દવર્ગણા મર્યાદિત છે તેથી પરમાત્મા શબ્દવર્ગણા વડે મર્યાદિત જણાવી શકે. પરમાત્મા જેટલું જાણે તેના અનંતા ભાગનું જણાવી શકે છે પરંતુ આયુષ્યની મર્યાદા અને શબ્દવર્ગણાની મર્યાદાના કારણે પ્રભુ મર્યાદિત જ જણાવી શકે છે. આથી એ નક્કી થયું કે અનંત અમાપ જાણવું હોય તો પોતે કેવલી થવું પડે. તે વિના સ્વયં સાક્ષાત્ જાણી ન શકે. ૧૪ પૂર્વી શ્રુતકેવલી પણ કેવલી જેટલું જ કહી શકે, પણ તેટલું સાક્ષાત્ જોઈ ન શકે. શબ્દ આત્મામાં સ્વયં પ્રગટ થયેલા જ્ઞાનને બહાર જણાવવા સાધનરૂપ છે. શબ્દ જ્ઞાનની આપ-લે કરવામાં જેમ સહાયક બને છે તેમ કષાય ભાવની પણ આપ લે કરવામાં સહાયક બને છે. મોહથી વાસિત શબ્દ વર્ગણામાં સાવધાન ન રહે તેને મોહાધીન કરી નાંખે છે. એ જ શબ્દ જો શુદ્ધોપયોગપૂર્વક બોલાય તો શ્રુતજ્ઞાન રૂપે થાય. શ્રુતજ્ઞાનની સહાય લઈને જ કેવલજ્ઞાન પ્રગટાવવાનું છે. શબ્દવર્ગણા એવી રીતે બોલાય કે જેથી સ્વ પરના કષાય પરિણામ વૃદ્ધિ ન પામે અને જ્ઞાન નિર્મલ થાય. જ્ઞાન મલીન ન થાય તે માટે સાવધ રહેવાનું છે.
મોટે ભાગે બે-ત્રણ જણ ભેગા થાય એટલે અંદરની વરાળ બીજા આગળ કાઢવામાં આવે, બીજાનું આછું-પાછું બોલવામાં આવે, પોતાનો ઉત્કર્ષ કરવામાં આવે. બીજાને નીચો પાડવામાં આવે ત્યારે શાંતિ થાય અર્થાત્ ભેગા થઈને શબ્દ વર્ગણાના વ્યવહાર વડે જ્ઞાનરૂપ બનવાને બદલે શબ્દવિક્રિયા બનાવી મહાઆશ્રવનું 36 | નવ તત્ત્વ