________________
સતત-છૂટા થાય અને ભેગા થવા રૂપ પ્રક્રિયા બનતી હોય છે. પરમાણુ રૂપી છે અને ધર્માસ્તિકાયાદિ ત્રણેના પ્રદેશો અરૂપી છે તેથી તે સ્કંધ પણ અરૂપી છે અને આત્મા પણ અસંખ્યપ્રદેશના સમૂહરૂપ અખંડ અરૂપી દ્રવ્ય છે. જયારે પરમાણુના સ્કંધ રૂપ પુદ્ગલ પિંડ રૂપી છે. પ્રદેશ કદી નાશ પામતું નથી તેમ લાડવાથી ખરી પડેલો છેલ્લો નિર્વિભાજય અંશ કણિયારૂપ પરમાણું પણ કદી નાશ પામતું નથી.
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના પ્રદેશો અસંખ્યાતા છે. જેટલા આકાશ પ્રદેશોમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અખંડ દ્રવ્ય રૂપે રહેલા છે તેટલા આકાશ પ્રદેશને લોકાકાશ (૧૪ રાજલોક) કહેવાય છે. તે સિવાયનો આકાશ અનંત પ્રદેશ પ્રમાણ અમાપ છે જેને અલોકાકાશ કહેવાય છે. આત્માના પ્રદેશો અસંખ્ય છે, તે પણ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના પ્રદેશોના પ્રમાણ જેટલા જ છે તેથી આત્મા જયારે ૧૪ રાજલોકમાં પોતાના આત્મપ્રદેશ ફેલાવે છે ત્યારે ૧૪ રાજલોકનાના એક એક પ્રદેશ પર અને ધર્માસ્તિકાય તથા અધર્માસ્તિકાયના એક એક પ્રદેશ પર આત્માના એક એક પ્રદેશ ગોઠવાઈ જાય છે અર્થાત્ આત્મા પણ ૧૪ રાજલોક ક્ષેત્ર સુધી વિસ્તારને ધરાવનારો અસંખ્યપ્રદેશી, અરૂપી, અખંડપ્રદેશ, અછેદ્ય, અભેદ્ય અને અદાહ્ય એવો છે. ગમે તેવા શસ્ત્રના ઘા પડે તો શરીરના રાઈ રાઈ જેટલા ટુકડા થઈ શકે પણ આત્માનો એક પણ પ્રદેશ કદી આત્માથી જુદો ન પડે! ગરોળીની પૂંછડી કપાઈ ગયા પછી પૂંછડી થોડીવાર તરફડતી હોય તેજ રીતે યુદ્ધમાં પરાક્રમી લડવૈયાના ધડ તલવાર વડે મસ્તકથી જુદા પડવા છતાં થોડીવાર લડતા હોય છે કારણ તેના આત્મપ્રદેશો પૂંછડી કે ઘડમાંથી પૂર્ણ છૂટા ન પડયા હોય ત્યાં સુધી તે તરફડતા હોય પણ જેવા આત્મપ્રદેશો શરીરના ભાગોમાંથી છૂટા થઈ જાય પછી તે શરીર નિષ્ક્રિય થઈ જાય. તે પ્રસંગે પણ આત્મપ્રદેશો આત્મ દ્રવ્યથી છૂટા પડતા નથી પરંતુ અખંડ જ રહે છે.
કાળ અનંત નિગોદધામમાં, પુદ્ગલ સંગે રહ્યો. દુઃખ અનંત નકાદિથી અધિક બહુવિધ સહ્યો.
(પુગલ ગીતા) પુદ્ગલના સંગે અને પુદ્ગલનારાગે જીવ, જીવ પર દ્વેષકરી ફરી નરક, નિગોદમાં ભટકયો. નિગોદમાં જીવને પુદ્ગલરૂપ એક દારિક શરીરમાં અનંતા જીવો સાથે રહેવાનું થયું અને ત્યાં સુખનો રાગી અને દુઃખનો દ્વેષી બન્યો. એવા જીવે પોતે ત્યાં 20 | નવ તત્ત્વ