________________
જીવ ઉપયોગી પુગલ સ્કંધો આઠ છે અર્થાત્ અનંતપ્રાદેશિક જીવોપયોગી સ્કંધો (વર્ગણાઓ) આ વિભાગમાં છે.
૧. ઔદારિક વર્ગણા પ. ભાષા વર્ગણા ૨. વૈક્રિય વર્ગણા ૬. શ્વાસોચ્છવાસ વર્ગણા ૩. આહારક વર્ગણા ૭. મનો વર્ગણા
૪. તેજસ વર્ગણા ૮. કાશ્મણ વર્ગણા. ઔદારિકાદિ આઠ જીવોપયોગી વર્ગણામાંથી આપણે ૬ વર્ગણા ગ્રહણવિસર્જન કરવા રૂપ આત્માના વિભાવરૂપ જીવન જીવી રહ્યા છીએ. વૈક્રિય અને આહારક વર્ગણા આપણે વર્તમાનકાળે ગ્રહણ કરી શકતા નથી. કારણ વૈક્રિય વર્ગણા દેવ, નારકી તથા લબ્ધિ સંપન્ન મનુષ્યો જ ગ્રહણ કરી શકે અને આહારક વર્ગણા માત્ર ૧૪ પૂર્વધર – આહારક લબ્ધિવાળા જ મુનિ ગ્રહણ કરી શકે.
સંસાર એટલે છ વર્ગણાના સંયોગરૂપ અવસ્થા:
આત્મા સ્વરૂપે નિસંગ છે અર્થાત્ આ સર્વ વર્ગણાઓથી રહિત છે. અનાદિથી જીવને કાર્પણ અને તેજસ વર્ગણા વળગી છે તેને કારણે દરેક ભવમાં તેને ઔદારિક કે વૈક્રિય વર્ગણા ગ્રહણ કરી નવું શરીર બનાવી અને તેનો વ્યવહાર ચલાવવા તેને શ્વાસોચ્છવાસ, ભાષા તથા મનની વર્ગણા ગ્રહણ-વિસર્જન કરવાની ફરજ પડે છે. આમ આત્માનો પોતાનો સ્વભાવ પુદ્ગલ ગ્રહણ-વિસર્જન કરવાનો નથી છતાં પણ અનાદિથી આ વિભાવ પ્રગટ થયો છે અને આપણું કિંમતી આત્મવીર્ય તે પુદ્ગલના ગ્રહણ, પરિણમન અને વિસર્જનમાં પ્રવર્તે છે તેના કારણે સ્થિર એવો આત્મા અસ્થિર બને છે. કર્મબંધનું સતત કાર્ય ચાલે છે. આથી મુમુક્ષુ આત્માને આ ખ્યાલ આવવો જોઈએ કે મારે શું છોડવાનું છે. મારે જે રૂપી સંસારનો સંયોગ વળગ્યો છે તેને છોડવાનો છે. તેને છોડવા માટે જિનાજ્ઞાનું પાલન ઉત્કૃષ્ટ માર્ગે કરવાનું છે અર્થાત્ વર્તમાનમાં હું છ વર્ગણાના સંયોગ (સંસાર) રૂપ જીવન જીવી રહ્યો છું તેનાથી મારે મુકત થવાનું છે. હું રૂપી એવી છએ પુદ્ગલવર્ગણાથી રહિત એવો અરૂપી, અસંખ્યપ્રદેશ, નિરંજન, નિરાકાર, નિર્વિકાર આત્મા છું અને જ્ઞાનાદિ ગુણોની રમણતા રૂપ જીવ અજીવ સમગ્ર દ્રવ્યોને જોય રૂપે જાણી શેયના દષ્ટ બની સ્વાત્મ સિવાય સર્વત્ર ઉદાસીન પરિણામે સ્વમાં રહેલા પરમાનંદના ભોકતા બનવા રૂપ રમણતા મારે કરવાની છે.