________________
અણગારે પ્રભુના સાનિધ્યમાં રહી એવી સંવેગ જ્ઞાનપૂર્વક તપ ધર્મની આરાધના કરી કે વીર પરમાત્માએ તેની ૧૪ હજાર સાધુઓમાં શ્રેષ્ઠ સાધુ તરીકે પ્રશંસા કરી. જેણે આત્મ સુખની અનુભૂતિ માટે કાયાને માત્ર હાડપિંજરરૂપ કરી નાંખી. આત્માના સુખની અનુભુતિ માટે કાયાના સુખનો ત્યાગ જરૂરી, તેની મમતા તોડવી જરૂરી, તે તૂટે નહીં તો આત્માના સુખની અનુભૂતિ ન થાય. આત્માના વાસ્તવિક સુખનો જો નિર્ણય અને રુચિ થઈ જાય તો જીવ તે અનુભવવા કોઈ પુરુષાર્થની કમી ન રાખે. રુચિ અનુયાયી વીર્ય જેમાં રસરુચિ તેમાં પુરુષાર્થ પ્રવૃત્તિ સહજ થાય.
આકાશનું ધ્યાન શા માટે? પૂર્વ મહર્ષિઓ ચંદ્રના પ્રકાશમાં આકાશનું ધ્યાન વિશેષથી કરતા કારણ કે આકાશ નિર્મળ, નિર્લેપ અને વિશાળ હોવાથી તેના તરફ દષ્ટિ કરવાથી દષ્ટિ વિશાળ બને છે. આકાશ નિરંજન-નિરાકાર છે તેથી દષ્ટિ વિકાર રહિત થાય. ચાલતી વખતે પણ આપણને ઉપયોગ હોવો જોઈએ કે આપણે જમીન પર ચાલીએ છીએ પણ આપણા પગ આકાશમાં ઉપડે છે. આકાશ નિર્લેપ છે. જયારે વાયુ શીતળ કે ઉષ્ણ હોય વાયુનો સ્પર્શ ગમી જાય છે. આકાશના આધારે હું છું તે ઉપયોગ આવે તો રાગ ન થાય કારણ કે આકાશ નિર્લેપદ્રવ્ય છે પણ જમીન, વાયુ પુદ્ગલ દ્રવ્ય સ્પર્શ યુકત છે તેથી તેના સ્પર્શ વડે મોહનો અનુભવ થાય. પણ જો આકાશના અસ્તિત્વની સાથે આત્માના અસ્તિત્વનો ઉપયોગ આવે તો બન્ને નિર્લેપ છે. આકાશાસ્તિકાયના ઉપયોગથી આપણે આત્માના નિર્લેપ-નિર્વિકાર સ્વરૂપને યાદ કરી પુગલના સંગમાં પણ આત્માને નિર્લેપ-નિર્વિકાર રાખવાનો પ્રયત્ન કરવાનો છે. આમ ધર્માસ્તિકાયાદિ અરૂપી એવા અજીવ દ્રવ્યના સ્વરૂપ-સ્વભાવની વિચારણા દ્વારા આત્મા પોતાના સ્વરૂપ- સ્વભાવની સહજ પ્રતીતિ કરવા વડે તેમાં જાગૃત રહી શકે છે. આકાશાસ્તિકાયનો વિશેષ લાભ એ છે કે એક વસ્તુ અને બીજી વસ્તુ વચ્ચેનું અંતર આકાશના નિમિત્તે જાણી શકાય છે. તે જ રીતે દિશા વિદિશાનું જ્ઞાન પણ આકાશના નિમિત્તે થાય છે. મેરુપર્વતના મધ્યમાં રહેલા આઠ રુચક પ્રદેશોમાંથી દિશાઓ નીકળે છે.
સ્વરૂપ એકવે તન્મય ગુણ પર્યાયે ધ્યાને ધ્યાતાનિર્મોફિવિકલ્પ જય.
(પૂ. દેવચંદ્રવિજય મ.સા.)
અજીવ તત્ત્વ | 17