Book Title: Mavji Damji Shah Jivan Smruti
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 10
________________ ટકી રહેવો, પંચપરમેષ્ઠિમય નવકાર મહામંત્રનું સ્મરણ ચાલુ રાખવું, શ્રી – પુત્રાદિ સ્વજનો ઉપરને મમત્વ ભાવ ઘટી જવો અને છેવટે અરિહંત – અરિહંતના ધ્યાનમાં જ આયુષ્યની સમાપ્તિ થવી, એ જ જીવનનું સાચું સરવૈયું છે. એ સાચા સરવૈયાના અમુક પ્રમાણમાં પણ તેઓ અધિકારી બની શકયા હતા. બીજમાં મધુરતા હોય તો ફળમાં પણ પ્રાયઃ અવશ્ય મધુરતા આવે; એ ન્યાય પ્રત્યેક પિતા – પુત્રમાં લાગુ પડે એવો એકાંત નિયમ હતો નથી, એમ છતાં સ્વ. માવજીભાઈના સુપુત્ર શ્રી જયંતભાઈ જેઓ આજે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને સરસ પ્રેકટીસ ધરાવવા સાથે ધર્મની ભાવનામાં પણ પ્રગતિશીલ છે, તેમની અપેક્ષાએ તે એ ન્યાય અવશ્ય લાગુ પડેલ છે. જયંતભાઈને માટે માવજીભાઈ જેમ આદર્શ પિતા હતા; તે પ્રમાણે સદ્ગત માવજીભાઈ માટે જયંતભાઈએ એક આદર્શ પુત્ર તરીકે નામના મેળવી છે. આટલે ઈંગ્લીશ અભ્યાસ અને આટલી સુંદર ધંધાની પ્રેકટીસ છતાં ગૃહસ્થાશ્રમની અપેક્ષાએ માતા - પિતાને તીર્થ તરીકે માનનાર અને માંદગી વગેરે પ્રસંગે અવિરત સેવા – ચાકરી કરનાર જયંતભાઈ જેવા સુપુત્ર કેઈક પુન્યવંત પિતાને જ પ્રાપ્ત થતા હશે. જયંતભાઈ આજે બાહ્ય તેમજ અંતરંગ દૃષ્ટિએ જે વિકાસ સાધી શક્યા છે, તેનું મુખ્ય કારણ તે સ્વ. માવજીભાઈએ નાની ઉંમરથી જ પોતાના સંતાનને આપેલ સંસ્કાર અને શુભાશિષને વારસો છે. સગત માવજીભાઈને આત્મા આજે જ્યાં હોય ત્યાં પોતાના આત્મવિકાસની વધુ સાધના કરે અને ત્યાં રહ્યા રહ્યા પોતાના કુટુંબ પરિવારને આત્મકલ્યાણની પ્રેરણાનું અમીપાન આપ્યા કરે, એ જ શુભ ભાવના. વિ. સં. ૨૦૨૧ ના આ . વદિ ૨, તા. ૧૨–૧૦–૬૫ - વિજયધર્મસૂરિ મુંબઈ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 176