Book Title: Mavji Damji Shah Jivan Smruti
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 9
________________ પિતે પ્રાપ્ત કરેલ જ્ઞાન ફક્ત પોતાના ઉપયોગ પૂરતું તેમણે સાચવી રાખ્યું ન હતું, પરંતુ મુંબઈની બાબુ પન્નાલાલ હાઈસ્કૂલમાં લગભગ સુડતાલીશ વર્ષ સુધી મુખ્ય ધાર્મિક શિક્ષક તરીકેના સ્થાનને શોભાવી હજારે જૈન બાળામાં ધાર્મિક શિક્ષણ દ્વારા ધર્મશ્રદ્ધાના અને ધાર્મિક આચાર– વિચારેના પાયા રોયા હતા. આજે મુંબઈમાં સંખ્યાબંધ એવી આગેવાન વગેરે વ્યક્તિઓ છે કે જેઓ આ બાબતમાં સદ્દગત માવજીભાઈના ઉપકારને હરહંમેશ યાદ કરે છે. માવજીભાઈના જ્ઞાનને લાભ અનેક સાધુ – સાધ્વીઓને પણ સારા પ્રમાણમાં મળે છે. કોઈ પણ સાધુ – સાધ્વીને સંસ્કૃત વિગેરે અભ્યાસ કરે હોય તો માવજીભાઈ ગમે તે રીતે સમય મેળવીને અભ્યાસ કરાવવા માટે હંમેશા તત્પર રહેતા હતા અને એ રીતે સાધુ – સાવીની ભક્તિને લાભ મળવા બદલ પોતાની જાતને ધન્ય માનતા હતા. સદ્ગત માવજીભાઈને કવિત્વશક્તિની કુદરતી બક્ષિસ હતી. કઈ પણ સમારંભ અથવા પ્રસંગને અનુસરતું કાવ્ય બનાવવું હોય તો તેમની કલમ અખલિત કામ આપતી હતી. તેમણે પિતાના જીવન દરમ્યાન અનેક કાવ્યો, કવિતાઓ ઉપરાંત નાની નાની પુસ્તિકાઓ તૈયાર કરવા દ્વારા આમજનતાને શિષ્ટ સાહિત્યની ભેટ ધરી છે. દેવદર્શન, પ્રભુપૂજા, સામાયિક વગેરે ધાર્મિક પ્રવૃત્તિ તેમજ ધર્મ શાસ્ત્રના અભ્યાસ વગેરેની જીવનમાં ઘણી જરૂર છે, અને તેના ફળસ્વરૂપે અંતરાત્મામાં ક્ષમા, સરલતા, નમ્રતા, સહનશીલતા વગેરે સગુણની સુવાસ પ્રગટ થાય તો જ ધાર્મિક પ્રવૃત્તિ કે ધર્મશાસ્ત્રોને અભ્યાસ એ વાસ્તવિક ગણાય છે. સદ્દગત માવજીભાઈમાં સદ્દગુણોની સુવાસ ઠીક ઠીક પ્રમાણમાં પ્રગટ થયેલી હતી. તેમની છેલ્લી લાંબી માંદગી પ્રસંગે ૧૫-૨૦ દિવસે કે મહિને-બે મહિને જ્યારે જ્યારે તેમની પાસે મારે જવાનું થયેલ, ત્યારે ત્યારે મને આ બાબતને યથોચિત અનુભવ છે. વધુ પડતી માંદગીના પ્રસંગમાં પણ સમભાવ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 176