Book Title: Mavji Damji Shah Jivan Smruti
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 8
________________ ॥ ॐ ही अहं श्री शंखेश्वर पार्श्वनाथाय नमः ।। બે બેલ જે ભાઈ માટે બે બેલ લખું છું, તે ભાઈ એક શ્રમણોપાસક ગૃહસ્થ હતા અને લખનાર હું સાધુ છું. કોઈ પણ શ્રાવક માટે સાધુપદે વિદ્યમાન કોઈ પણ મહાનુભાવ કાંઈ પણ લખે અથવા બેલે, ત્યારે સ્વાભાવિક પ્રશ્ન થાય કે સાધુ મુનિરાજ અવિરતિવંત અથવા દેશવિરતિધર શ્રદ્ધાસંપન્ન શ્રાવક માટે અનુમોદના કિંવા પ્રશંસા સ્વરૂપે કાંઈ બોલે તેમજ લખે તો તે ઉચિત ગણાય ખરું? સાધુ મુનિરાજને અવિરતિની અનુમોદનાને દોષ લાગે ખરે? આ બાબત ટુંકમાં એટલું જ કે કોઈ પણ સાધુપદની મર્યાદાને સમજનાર સાધુ કોઈ પણ શ્રાવકમાં વર્તતા રત્નત્રયીને અનુકૂલ ગુણની અનુમોદના સુખેથી કરી શકે છે. અને એવી અનુમોદના આઠ પ્રકારના દર્શનાચાર પૈકી પાંચમે દર્શનાચાર છે. સ્વ. માવજીભાઈ વર્તમાનકાળના શ્રાવકસંઘમાં એક આદર્શ શ્રાવક હતા. તેમના જીવનમાં જેનશાસન પ્રત્યે અવિચલ શ્રદ્ધા હતી, દેવ – ગુરુ – ધર્મના તેઓ પરમ ઉપાસક હતા અને દેવદર્શનેપૂજા – ભાયિક તેમજ યથાશકિત વ્રત-નિયમ એ તેમના જીવનને નિરંતર દેનિક ધાર્મિક કાર્યક્રમ હતો. નાની ઉંમરથી જ તેઓ સુવિહિત સાધુઓના સંસર્ગમાં રહેવાનું ખાસ પસંદ કરતા અને એ કારણે શ્રદ્ધાપૂર્વકની ધમ આરાધનામાં બાલ્યકાળથી જોડાયા હતા. બાલ્યવયમાં યથાયોગ્ય વ્યાવહારિક શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ યૌવનના પ્રારંભથી જ કાશી – બનારસ જેવા વિદ્યાની ઉપાસનાના કેન્દ્રધામમાં રહીને શાસ્ત્રવિશારદ સ્વ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી સ્થપાયેલ પાઠશાળા દ્વારા ધર્મશાસ્ત્રો ઉપરાંત સંસ્કૃત વ્યાકરણ, ન્યાય, સાહિત્ય તેમજ પ્રાકૃત ભાષાના તેઓ સારા અભ્યાસી તરીકે તૈયાર થયા હતા

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 176