________________
જૈન ધર્મ વિશે જિજ્ઞાસા જાગે.. જૈનશાસનની વાહવાહ થાય...”
તમે લોકો ધર્મને કોઈ બજારુ ચીજ સમજતા લાગો છો. જૈનશાસન એ કોઈ જાહેરખબર કરવાની ચીજ છે?' ભગવાન મહાવીરની આંખોમાં કરુણાનાં આંસુ છલકાયાં. તેમણે આગળ કહ્યું, “રોહિત ! તમે લોકો મારા નામે મતમતાંતરો કરો છો, તીર્થ અને તિથિના ઝઘડા કરો છો... આ કેવી વાત છે? તીર્થ માટે માલિકીભાવ શા માટે કરો છો? અને કઈ તિથિએ ક્ષમાપના કરવી એ મુદા ઉપર તમે ઘણી વખત અંદરોઅંદર ઝઘડો છો ! ક્ષમાપના તો પળે પળે કરવાની હોય. પ્રાયશ્ચિત્ત માટે તો હરપળે તૈયાર રહેવાનું હોય.. ક્ષમા અને મૈત્રીના પર્વની ઉજવણી કયા દિવસે કરવી એ માટે તમે બધા વિવાદો કરો છો, એ મને ગમે ખરું ?'
“ના, પ્રભુ ! એવું તો આપને કેમ ગમે ?”
તો હવેથી એ બધું બંધ કરવાની ખાતરી આપો છો? મારા જન્મદિવસે તમે મને આટલી નાનકડી ભેટ આપો. જૈનોના તમામ ફિરકા મતાગ્રહ છોડીને એક થઈ જાવ અને જગતમાં અહિંસા તથા મૈત્રીના મંગલ નાદ જગાવો, એટલું જ હું માનું છું. તમે એટલું મને આપશો?’
હું કાંઈ જવાબ આપું એ પહેલાં તો, જૈનોનાં ટોળેટોળાં પ્રભુ મહાવીરનાં દર્શન કરવા આવી પહોંચ્યાં. અમારો ઈન્ટરવ્યુ અધૂરો રહ્યો. જોકે ભગવાન મહાવીર ભારે ચાલાક તો ખરા હોં...! હું ગયો હતો એમનો ઈન્ટરવ્યુ લેવા માટે, પણ એમણે મારો ઈન્ટરવ્યુ જ લઈ લીધો...! એ તો સારું થયું કે, દેરાસરમાં ભીડ વધી અને હું છટકીને બહાર નીકળી ગયો... નહિર ભગવાન મહાવીરે તેમના જન્મદિવસે જે ભેટ માગી તે આપવા બેસીએ તો આપણા નવા ફિરકા આડંબરનું શું થાય?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org