Book Title: Mara Mahavir Tara Mahavir
Author(s): Rohit A Shah
Publisher: Gurjar Granthratna Karyalay
Catalog link: https://jainqq.org/explore/005348/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મારા મહાવીર, તારા મહાવીર રોહિત શાહ Jain Educationa International For Personal and Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ મારા મારા મહાવીર તારા - રોહિત શાહ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમદાવાદ-૧ Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Mara MAHAVIR Tara MAHAVIR by rohit shah Published by Gurjar Granthratna Karyalaya Ahmedabad. 1 edition 2004 Price : Rs. 50/ મારા મહાવીર, તારા મહાવીર લે. રોહિત શાહ © રોહિત શાહ પ્રથમ આવૃત્તિ મહાવીર જન્મકલ્યાણકદિન, ૨૦૦૪ પૃષ્ઠ સંખ્યા : ૮ + ૧૦૪ કિંમત : ૬૦ રૂપિયા પ્રકાશક: અમર ઠાકોરલાલ શાહ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન : ૨૨૧૪૪૬૬૩, ૨૨૧૪૯૬૬૦ ટાઈપ સેટિંગ મારુતિ પ્રિન્ટર્સ શાહીબાગ, અમદાવાદ-૪ મુદ્રક: | ભગવતી ઓફસેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-૧ Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પણ સાહિત્યના સથવારે મહાવીરના માર્ગે ચાલવાની મથામણ કરતા આદરણીય વડીલયુગ્મ શ્રી વેણીભાઈ પી. દોશી શ્રી નિર્મળાબહેન વી. દોશી (પાલિતાણા)ને... – રોહિત શાહ Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ સૌના મહાવીર | ભગવાન મહાવીરના નામે ક્યારેક અજાણતાં, ક્યારેક ઇરાદાપૂર્વક આપણે ઘણું ખોટું-ખરાબ કરી નાખ્યું અને હજી કરી રહ્યા છીએ. એમાં સૌથી વધારે ખોટું જે થયું તે પંથસમુદાય/ફિરકાભેદ. મતભેદનું તો સ્વાગત જ થાય પણ લાગણીભેદ કદીય ના પોસાય. સમગ્ર જીવસૃષ્ટિ આ માટે મૈત્રીનો મંત્ર આપનાર મહાવીરના ભક્તો અંદર-અંદર જ લડે ? મહાવીરે આપેલા “અનેકાંત'ના સિદ્ધાંતનો, એમના જ ભક્તો ઉલાળિયો ન કરે તો મહાવીરનું દિલ દુભાય. નવાં નવાં તીર્થો બનાવવા માટે ભવ્યાતિભવ્ય ધમપછાડા કરતા જૈન સાધુઓ, જૈનોની એકતા માટે જીવન સમર્પિત કરવા બિલકુલ તૈયાર નથી. મહાત્મા ગાંધીજીએ દેશની આઝાદીને જીવનનું ધ્યેય બનાવ્યું હતું એટલી પરાકાષ્ઠાએ કોઈ જૈન સાધુ “જૈન એકતાને પોતાનું ધ્યેય બનાવવા સંકલ્પબદ્ધ છે ખરા ? જૈન ગૃહસ્થોના મનમાં તો કદાચ કોઈ વૈમનસ્ય ) નથી. દરેક ફિરકાના જૈનો સાથે મળીને ધંધા-નોકરી કરે છે, આડોશપાડોશમાં સારા સંબંધો રાખીને જીવે છે, લગ્ન-વ્યવહાર પણ કરે છે અને નભાવે છે. ગૃહસ્થોમાં કદીય શ્વેતાંબર – દિગંબર વચ્ચે વિવાદ નથી. ગૃહસ્થોમાં ક્યાંય દેરાવાસી અને સ્થાનકવાસી વચ્ચે ધાર્મિક મતભેદોના ઝઘડા નથી. આવા ઝઘડા અને સિદ્ધાંતના નામે સંઘર્ષ પેદા કરનારા તો. Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ આ મોટાભાગે સાધુઓ જ છે. ભવિષ્યનો શાણો જૈનસમાજ આવા વાડાબંધીવાળા સાધુઓની ઉપેક્ષા કરતો થશે તો એ માટે સાધુઓ પોતે તે જ જવાબદાર હશે. જૈનોની એકતાની વાતો કરવી અને એકતા માટે નિષ્ઠાપૂર્વક સમર્પિત થવું આ બે વચ્ચે આભ-અવનિનું અંતર છે. “સામેની વ્યક્તિ સાચી હોઈ શકે એવા અનેકાંતના ઉજાસમાં મહાવીરને પામવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. મહાવીર જો મળે તો સંવાદમાં જ મળે વિવાદમાં નહિ, મૈત્રીમાં જ મળે વૈમનસ્યમાં નહિ, સાધનામાં જ મળે આડંબરમાં નહિ, દિલમાં જ મળે દેરાસરમાં નહિ. મહાવીરને પામવાની સાચી મથામણનો પ્રારંભ જૈનોની એકતા દ્વારા જ થઈ શકશે. આપણે “મારા મહાવીર', “તારા, મહાવીર' એવા વિભાજનમાં મહાવીરને શોધવાના ઉધામા કરીએ તો, મહાવીરથી વધારે વેગળા જ થઈ જઈએ... કોણ સાચું અને કોણ ખોટું એવો વિવાદ જે મૂરખાઓને કરવો હોય તે ભલે કરે, આપણે મારા મહાવીર- તારા મહાવીરનો વિવાદ મૂકી દઈને “સૌના મહાવીર' એ સત્યનું સ્વાગત કરીએ... જૈનોની એકતા ન સાધી શકાય તો હજારો નવાં જિનાલયોનું નિર્માણ અને હજારો આવાં પુસ્તકોનું પ્રકાશન અને હજારો સાધુઓનાં હજારો વ્યાખ્યાનો તથા અગણિત તપસ્યાઓ, વરઘોડા બધું જ સાવ ફોગટ છે, મિથ્યા છે એવું હું નમ્ર છતાં દઢપણે માનું છું. Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકમાં પ્રગટ થયેલા લેખો પૈકી મોટાભાગના લેખો અગાઉ વિવિધ દૈનિકપત્રો તથા સામયિકોમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. એ તમામના તંત્રીશ્રીઓનો ઋણસ્વીકાર કરું છું. સાથે સાથે આ પુસ્તક સુંદર રીતે અને સમયસર તૈયાર કરવામાં ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયના શ્રી મનુભાઈ શાહ અને શારદા મુદ્રણાલયના શ્રી રોહિત કોઠારીનો પ્રેમાળ સહયોગ મળ્યો છે તેની સાભાર નોંધ લઉં છું. આ પુસ્તકના કેટલાક લેખો જૈન સમાચાર'માં મારા તંત્રીલેખ રૂપે પ્રગટ થયેલા છે એ બદલ જૈન સમાચાર'ના પ્રકાશક શ્રી ભદ્રેશ શાહનો પણ આ તબક્કે આભાર માનું છું. જુદી જુદી ફાઈલોમાંથી લેખો અલગ તારવીને પુસ્તક માટે પ્રેસ કોપી તૈયાર કરવામાં સુપુત્રી ચિ. દૃષ્ટિએ લાગણીપૂર્વક પુરષાર્થ કર્યો છે. આ લેખો જ્યારે જ્યારે અખબારોમાં પ્રગટ થતા ત્યારે અગણિત અજાણ્યા વાચકો તરફથી પ્રતિભાવ મળતા રહ્યા હતા. કેટલાક વાચકો પ્રોત્સાહક | શબ્દો વડે અભિનંદન પાઠવતા હતા, તો કેટલાક વાચકો રોષ પણ વ્યક્ત કરતા હતા. એ સૌનો પણ હું ઋણી છું. આપના પ્રતિભાવની પ્રતીક્ષા કરવાનું મને ગમશે. તા. ૧૫ માર્ચ, ૨૦૦૪ - રોહિત શાહ અનેકાન્ત’ ડી-૧૧, રમણકલા એપાર્ટમેન્ટ, સંઘવી હાઈસ્કૂલ રેલવે ક્રોસિંગ પાસે, નારણપુરા, અમદાવાદ-૩૮૦ ૦૧૩. ફોન : ૨૭૪૭૩૨૦૭ Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ક્રમની કેડીએ ૧. ભગવાન મહાવીરે મારો ઈન્ટરવ્યુ લીધો ! / ૯ ૨. મારા મહાવીર, તારા મહાવીર | ૧૩ ભગવાન મહાવીર આપણી રાહ જુએ છે / ૧૬ ભગવાન મહાવીરનો એમાં શો વાંક? | ૨૦ મહાવીર એટલે ઉત્કૃષ્ટ ચારિત્ર્યનો સુગંધિત ચમત્કાર/ ૨૫ ભગવાન મહાવીરનું વ્યક્તિત્વ આજેય તાજું જ છે !! ૨૮ ૭. મહાવીરે કહ્યું છે યૌવનકાળે સાધુપણું દુષ્કરછે !/ ૩૧ ૮. મહાવીરે કહ્યું છે ધર્મનો નિર્ણય બુદ્ધિ દ્વારા જ થઈ શકે !! ૩૪ ૯. બુઝાતો દીપક શાશ્વત ઓજસ પાથરી ગયો ! / ૩૭ ૧૦. ભગવાન મહાવીર માત્ર જૈનોના નહિ, સમગ્ર જનસમુદાયના હતા ! |૪૩ ૧૧. મહાવીરે વટ પાડવા માટે કશું જ નહોતું કર્યું! | ૪૭ ૧૨. ભગવાન મહાવીર કદીય ભૂતકાળ બની શકે નહિ! | ૫૦ ૧૩. ભગવાન મહાવીરનો અનુયાયી શાસ્ત્રનો ઓશિયાળો ન હોય / પ૩ Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૪. મહાવીરનો અધ્યાત્મ-પ્રભાવ યુગો પર્યંત ઓજસવંતો બની રહેશે | પ૭ મહાવીરના સમ્યક દર્શનને સમજવા સમ્યફ આત્મસૂઝ જરૂરી છે / ૬૦ ૧૬. આપણે મહાવીરના પૂજારી છીએ, મહાવીર અહિંસાના પૂજારી હતા / ૬૩ ૧૭. માણસ બુદ્ધિશાળી પ્રાણી તો છે, પરંતુ શું તે સર્વશ્રેષ્ઠ પ્રાણી છે? / ૬૭ ૧૮. મહાવીર અને મોહન (કૃષ્ણ)ના જીવનની સમાંતર ઘટનાઓ શું સૂચવે છે? / ૭૦ ૧૯. મતભેદ ભલે રહે, હૃદયભેદ ન થવા દઈએ ! | ૭૪ ૨૦. મહાવીર વૈજ્ઞાનિક અભિગમવાળા મહાસાધક હતા! / ૭૭ ૨૧. મહાવીરની નવી આજ્ઞા : જૈન જોબ બ્યુરો | ૮૧ ૨૨. એક ભવ્યાતિભવ્ય વરઘોડો કેટલામાં પડે? | ૮૫ ૨૩. તમને ખબર છે કે તમારા ભગવાન કેવા છે? | ૮૮ ૨૪. મુનિને મુનિ રહેવા દો, મુનીમ ના બનાવો ! | ૯૨ ૨૫.તીર્થ બનાવવાની આ કૉમ્પિટીશન ક્યાં જઈને અટકશે? | ૯૬ ૨૬.દુઃખ વેઠવું એ પુણ્ય નથી, સુખ ભોગવવું એ પાપ નથી / ૧૦૧ ૨૭.મહાવીરને તીર્થકર નહિ, આપણા સ્વજન બનાવીએ ! / ૧૦૪ ૨૮ સુગંધ આપવા માટે ફૂલને દીક્ષા લેવી પડતી નથી / ૧૦૭ ૨૯. જૈનધર્મનું અસ્તિત્વ રહે કે ના રહે, મહાવીરના સિદ્ધાંતો અવશ્ય રહેશે ! / ૧૧૦ Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરે મારો ઈન્ટરન્યૂ લીધો ! ભગવાન મહાવીરના ર૬૦૦મા બર્થ ડે પ્રસંગે મને તેમનો ઈન્ટરવ્યુ લેવાની ઈચ્છા થઈ. હું તેમની એપોઈન્ટમેન્ટ લેવા માગતો હતો. પરંતુ તેમનો ફોન નંબર-ફેક્સ નંબર, મોબાઈલ નંબર કશું જ મારી પાસે નહોતું. હું એપોઈન્ટમેન્ટ વગર જ ભગવાન મહાવીરના નજીકના એક દેરાસરે પહોંચી ગયો. મને જોતાં જ ભગવાન મહાવીરે કરુણા અને મૈત્રીભર્યું સ્મિત કરીને મને આવકાર્યો. હું ધન્ય ધન્ય થઈ ગયો. મેં વિનયપૂર્વક કહ્યું, “ભંતે ! જૈન સમાચાર' તરફથી આપનો ઈન્ટરવ્યુ લેવા આવ્યો છું. આપ મારી જિજ્ઞાસા તૃપ્ત કરશો જ તેવી શ્રદ્ધા છે.” મહાવીરે મને પૂછ્યું, “તારું નામ ?' હું બોલ્યો, “રોહિત શાહ...” “જૈન છે તું ?' “હા, ભંતે !” “શ્વેતાંબર કે દિગંબર...?' Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ‘હું... તો...’ હું જરા મૂંઝાયો. ‘રોહિત, તું શ્વેતાંબર જૈન છે કે દિગંબર જૈન ?’ મહાવીરે ફરીથી પૂછ્યું. ‘હું તો આડંબર જૈન છું...' મારાથી સાચુ બોલાઈ ગયું. આ કોઈ નવો ફિરકો છે ?’ ‘હા, ભંતે !’ ‘આડંબર ફિરકાની કોઈ વિશેષતા ખરી ?' ‘હા, ભંતે ! આ ફિરકો બાકીના તમામ ફિરકાઓને ખૂબ માફક આવે છે. વળી એની ખૂબી એ છે કે, એમાં તમે જે કહ્યું હોય એ પ્રમાણે જ વર્તવાનું અમારા માટે કમ્પલસરી નથી. સૌ પોતપોતાની રીતે, ક્યારેક તો પોતપોતાના ધર્મગુરુની પ્રેરણાથી અને તેમની નિશ્રામાં ભવ્યાતિભવ્ય આડંબર કરી શકે છે. આ ફિરકામાં ફુલ્લી ફ્રિડમ છે, ભંતે !' ‘ભાઈ, રોહિત ! મેં સાંભળ્યું છે કે શ્વેતાંબરો અને દિગંબરોમાં સાધુઓએ વસ્ત્રો પહેરવાં કે નહિ તે બાબતે મતભેદ છે, એ સાચું છે ?’ ‘હા, પ્રભુ ! આપે ગૃહત્યાગ કર્યો ત્યારે છેલ્લે વસ્ત્રદાન પણ કરી દીધું હતું. આપ તદ્દન નિર્વસ્ત્ર થઈ ગયા હતા. એટલે દિગંબર જૈનો એમ માને છે કે, મોક્ષમાર્ગે જવા માટે – મહાવીરના માર્ગે જવા માટે વસ્ત્રો છોડવાં જ જોઈએ. જ્યારે શ્વેતાંબર જૈનો એમ સમજે છે કે, વર્તમાન સાધુઓને કાંઈ જંગલોમાં જઈને રહેવાનું નથી, સમાજમાં જ રહેવાનું હોય છે. તેથી પ્રેક્ટિકલ થઈને સાદગીપૂર્ણ મર્યાદા જળવાય તેવાં શ્વેત વસ્ત્રો પહેરવાં જોઈએ...’ ‘રોહિત, મેં તો એમ પણ સાંભળ્યું છે કે દિગંબર જૈનો કહે છે કે મેં લગ્ન કર્યાં જ નહોતાં, જ્યારે શ્વેતાંબર જૈનો એમ કહે છે કે મેં લગ્ન કર્યાં હતાં. મારે દીકરી પણ હતી, જમાઈ પણ હતા... શું આવો મતભેદ પ્રવર્તે છે ?’ ‘હા, પ્રભુ ! પણ એમાં તો એવું છે કે... એ બંને સાચા છે.’ ‘એવું કઈ રીતે બને, વત્સ રોહિત ?’ ‘દિગંબરો, કહે છે કે આપનાં લગ્ન થયાં જ નહોતાં. શ્વેતાંબરો કહે છે કે આપનાં લગ્ન થયાં હતાં અને આપને એક પુત્રી તથા એક જમાઈ પણ હતાં. Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્વેતાંબરો સ્થૂળ દષ્ટિએ સાચા લાગે છે. ઇતિહાસમાં આપની પુત્રી તેમજ જમાઈના ઉલ્લેખો મળે છે... આપના જમાઈ એક વખત આપના વિરોધી બન્યા હતા એવી પણ કથા મળે છે.. પછી પાછળથી તે આપના અનુયાયી બની ગયા હતા. દિગંબરો સૂક્ષ્મ દૃષ્ટિએ સાચા લાગે છે. આપનાં લગ્ન થવા છતાં આપને કોઈ વળગણ નહોતું. પત્નીપ્રેમ, પુત્રી પ્રેમ વગેરે આસક્તિઓથી આપ અળગા રહ્યા હતા. મોહ-માયા આપને સ્પર્શી શક્યાં નહોતાં... અનાસક્ત ભાવે કરેલી ક્રિયા, ન કર્યા સમાન જ ગણાય... એ દૃષ્ટિએ દિગંબરો પણ ખોટા તો નથી જ.” અચ્છા, રોહિત ! હવે એક બીજો પ્રશ્ન પૂછું ?” મહાવીર બોલ્યા. હું ધન્ય થઈશ, પ્રભુ !' ‘તમે દેરાસરે જઈને મારી મૂર્તિ ઉપર સોના-ચાંદી, હીરા-માણેકની આંગીઓ ચઢાવો છો તેનો શો અર્થ? શું તમને ખબર નથી કે મેં તો વસ્ત્રોનો મોહ પણ છોડ્યો હતો ?' “એ તો ખબર છે, પ્રભુ ! પણ આપને સોના-ચાંદીની આંગીઓ ચઢાવવા નિમિત્તે અમે અમારી ત્યાગવૃત્તિ પોષીએ છીએ. એ નિમિત્તે અમારામાં પણ ત્યાગ અને અનાસક્તિના ભાવ જાગે એવો હેતુ છે...' એ સારી વાત છે, પણ તમે એ ઠઠારા મારા ઉપર ઠાલવો એ કઈ રીતે વાજબી ગણાય? તમારી ત્યાગવૃત્તિને જગાડવા માટે કે પોષવા માટે તમે મારા ત્યાગને અભડાવો એ કેમ ચાલે ? સામાન્ય લોકો તો મને સોના-ચાંદીના મોહવાળો જ સમજે ને? વળી, મેં તો કહેલું કે વનસ્પતિમાં પણ જીવ છે... છતાં તમે મારી મૂર્તિ ઉપર ફૂલોના ઢગલા કરો છો... મને કેટલું દુઃખ થાય એનો તમે વિચાર જ કરતા નથી ?' સૉરી, ભંતે !' ઠીક, હવે મને એ કહે કે તમે મારા નામે વરઘોડા કેમ કાઢો છો? શું તમે એમ માનો છો કે મને એવું બધું ખૂબ પસંદ છે ?' ભંતે ! વરઘોડા કાઢવાથી તો ધર્મનો પ્રચાર થાય... જૈનેતરોને પણ Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ વિશે જિજ્ઞાસા જાગે.. જૈનશાસનની વાહવાહ થાય...” તમે લોકો ધર્મને કોઈ બજારુ ચીજ સમજતા લાગો છો. જૈનશાસન એ કોઈ જાહેરખબર કરવાની ચીજ છે?' ભગવાન મહાવીરની આંખોમાં કરુણાનાં આંસુ છલકાયાં. તેમણે આગળ કહ્યું, “રોહિત ! તમે લોકો મારા નામે મતમતાંતરો કરો છો, તીર્થ અને તિથિના ઝઘડા કરો છો... આ કેવી વાત છે? તીર્થ માટે માલિકીભાવ શા માટે કરો છો? અને કઈ તિથિએ ક્ષમાપના કરવી એ મુદા ઉપર તમે ઘણી વખત અંદરોઅંદર ઝઘડો છો ! ક્ષમાપના તો પળે પળે કરવાની હોય. પ્રાયશ્ચિત્ત માટે તો હરપળે તૈયાર રહેવાનું હોય.. ક્ષમા અને મૈત્રીના પર્વની ઉજવણી કયા દિવસે કરવી એ માટે તમે બધા વિવાદો કરો છો, એ મને ગમે ખરું ?' “ના, પ્રભુ ! એવું તો આપને કેમ ગમે ?” તો હવેથી એ બધું બંધ કરવાની ખાતરી આપો છો? મારા જન્મદિવસે તમે મને આટલી નાનકડી ભેટ આપો. જૈનોના તમામ ફિરકા મતાગ્રહ છોડીને એક થઈ જાવ અને જગતમાં અહિંસા તથા મૈત્રીના મંગલ નાદ જગાવો, એટલું જ હું માનું છું. તમે એટલું મને આપશો?’ હું કાંઈ જવાબ આપું એ પહેલાં તો, જૈનોનાં ટોળેટોળાં પ્રભુ મહાવીરનાં દર્શન કરવા આવી પહોંચ્યાં. અમારો ઈન્ટરવ્યુ અધૂરો રહ્યો. જોકે ભગવાન મહાવીર ભારે ચાલાક તો ખરા હોં...! હું ગયો હતો એમનો ઈન્ટરવ્યુ લેવા માટે, પણ એમણે મારો ઈન્ટરવ્યુ જ લઈ લીધો...! એ તો સારું થયું કે, દેરાસરમાં ભીડ વધી અને હું છટકીને બહાર નીકળી ગયો... નહિર ભગવાન મહાવીરે તેમના જન્મદિવસે જે ભેટ માગી તે આપવા બેસીએ તો આપણા નવા ફિરકા આડંબરનું શું થાય? Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ મારા મહાવીર, તારા મહાવીર ભગવાન મહાવીર કોના હતા : શ્વેતાંબરના ? દિગંબરના ? તેરાપંથના? સ્થાનકવાસીના ? કે કોઈને નહીં ? આમ તો આવા પ્રશ્નો જ મિથ્યા છે કે ભગવાન મહાવીર કોના હતા, ખરો પ્રશ્ન એટલો જ હોઈ શકે આપણે ભગવાન મહાવીરના છીએ કે નહિ? ભગવાન મહાવીર કોઈ સંપ્રદાયવિશેષના જ હોય? શું ભગવાન મહાવીર કોઈ નાનકડા ટોળાના હોય ? જેમની પર્ષદામાં (સભામાં) પશુપંખીઓ આવતાં હોય, જેમના દ્વારા અનેક પશુ-પંખીઓ તથા માનવાત્માઓનો ઉદ્ધાર થયો હોય તેમને કોઈ એક નાનકડા પંથ, સંઘ કે સંપ્રદાયવિશેષના કહેવા કોઈ રીતે વાજબી કેમ કહેવાય ? તેમનો જન્મ ક્ષત્રિય પરિવારમાં થયો હતો. ગોવાળને તેમણે ક્ષમા આપી હતી. બ્રાહ્મણોને તેમણે બ્રાહ્મણધર્મ સમજાવ્યો હતો. શુદ્રોને તેમણે નિર્મળ વહાલ કર્યું હતું. જૈન ધર્મની તેમણે યશપતાકા લહેરાવી હતી. એવા ભગવાન Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ મહાવીરને તમે કોઈ એક જ ધર્મ કે સંપ્રદાયના કઈ રીતે કહી શકો ? હા, ભગવાન મહાવીરના શાસનમાં સર્વજીવોને પ્રવેશનો અધિકાર છે. તમે ચાહે ગમે તે ધર્મ-સંપ્રદાયના હો; પણ પ્રેમ, મૈત્રી, કરુણા, અપરિગ્રહ વગેરેનો સ્વીકાર કરીને ભગવાન મહાવીરના અનુયાયી બની શકો છો. મહાવીરને ક્યાં કોઈ વાડાબંધી હતી...? દિગંબરો અને શ્વેતાંબરો તીર્થ કાજે ઝઘડે તો મહાવીરને ગમે ખરું ? તિથિના નામે વૈમનસ્યનાં વિષ ઘોળાય તો વહાલપના વીર મહાવીરને ગમે ખરું ? કોણ સાચું ને કોણ ખોટું એની વાહિયાત ચર્ચા ક૨વાનો અવસર ક્યાં છે ? આજે તો મહાવીરનું નામ લઈને તમામ જૈનો એક થઈ જાય એ જરૂરનું છે. દિગંબરો માને છે કે ભગવાન મહાવીર આજીવન બ્રહ્મચારી હતા. યશોદા સાથે તેમનાં લગ્ન થવા અંગે કહેણ આવેલું પણ તેનો સ્વીકાર થયો નહોતો. શ્વેતાંબરો માને છે કે તેમનાં લગ્ન યશોદા સાથે થયાં હતાં અને તેમને એક પુત્રી તથા જમાઈ પણ હતાં. દિગંબરો માને છે કે ભગવાન મહાવીરના નિર્વાણ પછી પ્રથમ આચાર્ય ગૌતમસ્વામી હતા. શ્વેતાંબરોના મત મુજબ પ્રભુ વીરના નિર્વાણ પછી પ્રથમ આચાર્ય સુધર્મા હતા. દિગંબરો માને છે કે મહાવીરની દીક્ષા વખતે તેમનાં માતા-પિતા બન્ને હયાત હતાં. શ્વેતાંબરો માને છે કે, માતા-પિતા દિવંગત થયા પછી જ ભગવાન મહાવીરે દીક્ષા લીધી હતી. ઇતિહાસના સત્ય માટે આટલા ભિન્ન ભિન્ન મત કેમ પ્રવર્તે છે ? કોઈ એક સાચું હોય અથવા બન્ને ખોટા હોય તે શક્ય છે. વિવાદનું પરિણામ સારું નથી આવતું. મહાવીર સંઘર્ષના નહિ સમાધાનના પુરસ્કર્તા હતા. આપણે તેમના અનુયાયી થવું હોય તો વિવાદ વેગળો કરીને સંવાદ સ્થાપવો જોઈએ. જો વિવાદ અટકાવી ન શકીએ તો મહાવીરના નામે ગમે-તેટલા વરઘોડાના ઠાઠમાઠ કરીએ કે પ્રવચનો કરીએ એ બધું દંભ બની રહેશે. નવી પેઢીને માસ મહાર્પર, તાસ મહાવીર Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ વારસામાં વિવાદ આપવો છે કે સંવાદ ? નવી પેઢી મહાવીરને ઓળખે તેવું કરવું છે કે તેના નામે ઝઘડનારાઓને ઓળખે તેવું કરવું છે ? ભગવાન મહાવીર ક્રાન્તિકારી સાધક હતા. તેઓ મહાન વૈજ્ઞાનિક હતા. તેમની અહિંસા માત્ર ધાર્મિક ખ્યાલ નહોતો. તેમાં પર્યાવરણ અંગેના પ્રદૂષણનું સમાધાન હતું. અનેકાન્ત-સ્યાદ્વાદ દ્વારા તેમણે સત્ય સુધી જવાનો માર્ગ ઉપલબ્ધ-પ્રશસ્ત કરી આપ્યો. શાસ્ત્રોમાં ગોથાં ખાઈને કે ક્રિયાકાંડમાં અટવાઈને સત્ય સુધી પહોંચી ન શકાય. કોરું જ્ઞાન અને જડ ક્રિયા બન્ને નકામાં છે. આજે જૈન ધર્મના તમામ ફિરકામાં ઉત્તમ ગુણવાન-ચારિત્ર્યવાન સાધુ સાધ્વીજીઓ છે. ભગવાન મહાવીરના જન્મકલ્યાણક દિવસ નિમિત્તે સૌ તમામ વિવાદ અને વિખવાદથી ૫૨ થઈને એક થઈ જાય તો એમનું સાધુત્વ ગૌરવથી ઝળકી ઊઠે. હા, એમની એકતા છીછરી કે માત્ર દેખાવ પૂરતી ન હોવી જોઈએ. આધ્યાત્મિકતાને આડંબર સાથે કોઈ નાતો ન હોય. પોતાની સસ્તી વાહવાહ માટે એકતાની માત્ર વાતો કરીને ભગવાન મહાવીરનું નામ વટાવનારાઓનો તોટો નથી, પણ જૈનોની એકતા માટે કુરબાન થવા કોણ તૈયાર છે ? ભગવાન મહાવીરને નિગ્રંથ કહીએ છીએ. જેમના મનમાં કોઈના પ્રત્યે રાગ-દ્વેષની કોઈ ગ્રંથિ ન હોય તે નિગ્રંથ. આજે આપણે વિવાદમુક્ત અને નિગ્રંથ થવાની સાધના કરવાની છે. તપ, ત્યાગ, સંયમ અને સાદગી જૈન ધર્મના પાયામાં છે. અહિંસા અને કરુણા તથા ક્ષમા અને મૈત્રી જૈન ધર્મનાં મૂળભૂત લક્ષણો છે. આ બધાથી વિમુખ થઈને આપણે જૈન બની શકીએ નહિ. ભગવાન મહાવીર ક્રાન્તિકારી સાધક હતા. તેઓ મહાન વૈજ્ઞાનિક હતા. એમના વિચારોનો મર્મ સમજીએ તો વિવાદ ટળી જાય. એમના સિદ્ધાંતોની સાક્ષીએ સંવાદ સ્થાપવાનું અશક્ય નથી. એ માટે સાધુસમાજ સૌથી વધુ સહયોગ આપી શકે. તીર્થો સ્થાપવા કરતાં જૈનોની એકતા સ્થાપવાનું મહત્ત્વનું છે એવું જૈન સાધુઓએ સૌને સમજાવવાની જરૂર છે. Jain Educationa International માત્ર મહાધાર, તાન મહાવીર For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ h ભગવાન મહાવીર આપણી રાહ જુએ છે મારો આ લેખ વાંચીને જૈનોની કહેવાતી ધાર્મિક લાગણીને જરાક ધક્કો લાગશે, તો મારું લખ્યું સાર્થક સમજીશ હું. ભગવાન મહાવીરના નામે આપણે જે હોબાળા કરીએ છીએ, એમાં આપણી મહાવીર પ્રત્યેની નિષ્ઠા કેટલા કેરેટની હોય છે એનો કદી વિચાર કરીએ છીએ ખરા ? મહાવીર જે માર્ગે ચાલ્યા તે માર્ગે ચાલવાની આપણી સો ટચની નિષ્ઠા છે ખરી ? મહાવીરે જે કહ્યું તેનું અણિશુદ્ધ પાલન કરવાની આપણી દાનત છે ખરી ? મહાવીરના જે જે ગુણોની આપણે ગાથાઓ ગાતા રહીએ છીએ, એ ગુણોને આપણા જીવનમાં ચરિતાર્થ કરવાની પારદર્શક ઉત્સુકતા આપણે ધરાવીએ છીએ ખરા ? Jain Educationa International ભગવાન મહાવીરનો જન્મકલ્યાણક દિવસ આવે એટલે જાતજાતના કાર્યક્રમો યોજવા માટે કેટલાક ધંધાદારી આયોજકો હડીએ ચઢી જાય છે. કેટલાક ધંધાદારી વક્તાઓ શ્રોતાઓને મુગ્ધ કરી મૂકવા મેદાને પડે છે. અમુક સાધુ-સાધ્વીજી મહારાજો આ નિમિત્તે, આડકતરી રીતે પોતાની પ્રતિષ્ઠા મા મહાવીર તાણ મીર For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ જમાવવાનો પુરુષાર્થ કરે છે. મહાવીરે વાણીનો સંયમ કરવાનું કહ્યું, આપણે વાણીવિલાસ કરીને મહાવીરનો જાયે-અજાણ્યે અનાદર તો નથી કરતા ને? મહાવીરે સંયમ અને સાદગીનો મહિમા કર્યો હતો, આપણે સોના-ચાંદીની આંગીઓ રચીને અલ્ટીમેટલી શું સાબિત કરવા ઇચ્છીએ છીએ? મહાવીર તપ માટે એકાંતમાં ગયા હતા, આપણે જાહેરમાં વરઘોડા-શોભાયાત્રાના આડંબર કરીએ છીએ. શબ્દોની ચાલાકી અને ચતુરાઈથી ખદબદતાં વ્યાખ્યાનો-પ્રવચનો સાંભળીને શ્રોતાઓ રાજી થાય છે, તાળ ના પાડે છે અને ત્યાંથી ઊઠીને ઘેર ગયા પછી એ જ પૂર્વવત્ પ્રવૃત્તિઓમાં પરોવાઈ જાય છે. મહાવીરની વાણીનો પ્રભાવ પશુ-પક્ષીઓ ઉપર પણ પડતો હોવાનું કહેવાય છે, આજના કહેવાતા ધર્મગુરુઓની વાણીનો પ્રભાવ તેમના શિષ્યો અને ભક્તો ઉપર પણ કેમ પડતો નથી? હૃદયમાંથી નીકળેલો શબ્દ હૃદય સુધી પહોંચે છે. માત્ર વટ પાડવા અને વાહવાહ કરાવવા માટે યોજાયેલાં વ્યાખ્યાનો બહુબહુ તો શ્રોતાના માત્ર કાન સુધી જ પહોંચે છે. મહાવીરે પોતે પણ કેવળજ્ઞાની થયા પહેલાં દેશના (વ્યાખ્યાન) આપવાનું કામ કર્યું નહોતું, આપણે દેશના શ્રા - વ્યાખ્યાનશૂરા છીએ. આચરણશુદ્ધિ આપણને પરવડતી નથી એટલે નારા ગજાવીને, હોબાળા કરીને સંતોષ પામવાની મથામણ કરીએ છીએ. વાણી અને ચારિત્ર વચ્ચે સુમેળ હોય, તો જ એ વાણીનો પ્રભાવ પડે છે. વક્તાની (ભલે તે ગૃહસ્થ હોય કે સાધુ) વાણી ત્યારે જ પાણીદાર બને છે જ્યારે એમાં ચારિત્ર્યનું તેજ હોય, સચ્ચાઈની ખુમારી હોય. તે સિવાયના વક્તા તો પ્રોફેશનલ મિમિક્રિ આર્ટિસ્ટ જેવા જ લાગે છે. | દર વર્ષે મહાવીર જન્મકલ્યાણકના દિવસે ઠેર ઠેર નગરે નગરે મહાવીર સ્વામીના નામને કેટલાક માર્ગ, ચૉક સાથે જોડવામાં આવે છે. મહાવીરના માર્ગે આપણે ચાલી શકતા નથી એટલે આપણે જે માર્ગ ઉપર ચાલતા હોઈએ તે માર્ગને મહાવીર માર્ગ એવું નામ આપી દીધું. કેવું સસ્તામાં પતી ગયું! હવે પછી, જે જે શહેરમાં મહાવીરના નામના માર્ગનું નામકરણ થયું એ માર્ગે Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ચાલનારા સૌ કોઈ એવો દાવો કરી શકશે કે અમે ભગવાન મહાવીર સ્વામી માર્ગ ઉપર જ દરરોજ ચાલીએ છીએ ! મોક્ષ પામવાની ઘેલછામાં પણ આપણે ખોટા હેરાન થઈએ છીએ. સરળ માર્ગ તો આપણી પાસે છે. આ પૃથ્વીને જ આપણે મોક્ષ નામ આપી દેવું જોઈએ. પછી આપણે મોક્ષ પામ્યાનો સંતોષ માણી શકીશું. કોઈક ઝૂંપડીને ‘શાહી પેલેસ’ નામ આપી દેવાથી આપણને મહેલની મોજ મળી જતી હોય તો એ સોદો કરવામાં વિલંબ શા માટે કરવો ? અમદાવાદમાં અત્યારે ગાંધીમાર્ગ છે, રીલિફ રોડ છે. ત્યાં છાશવારે તોફાનો ફાટી નીકળે છે. હિંસા થાય છે. ત્યારે લોકો કહે છે કે, ‘ગાંધીમાર્ગ ઉપર હિંસા થઈ.’ ‘રીલિફ (ગુજરાતીમાં એનો અર્થ થાય આરામ) રોડ ઉપર તોફાનો થયાં.’ અમદાવાદના ૧૩૨ ફીટ રીંગ રોડને ‘ભગવાન મહાવીર સ્વામી અહિંસા માર્ગ’ નામાભિધાન થયું. એક વખત આ રોડને સગીનજરે જોવાની જરૂર છે. ગાયો અને ગંદકીથી ખદબદે છે. આ રોડને મહાવીર સ્વામીનું નામ આપવાને બદલે, એ માર્ગને સ્વચ્છ, પ્રદૂષણરહિત, સુરક્ષિત, અઘતન વ્યવસ્થાઓથી પરિપૂર્ણ બનાવ્યો હોત તો લોકોને વધુ ઉપયોગી બન્યું હોત. ભવિષ્યમાં કોઈ વ્યક્તિ ‘મહાવીર આમલેટ સૅન્ટર' નામની દુકાન શરૂ કરશે ત્યારે ય આપણે તો આમ જ રાજી થઈશું કે, ‘વાહ ! એ માણસે અમારા મહાવીરનું નામ તો આપ્યું !' આજના મહાવીરભક્તોને જોયા પછી કોઈ વ્યક્તિ જો મહાવીરનું મૂલ્યાંકન ક૨વા બેસે તો એ કેવું મૂલ્યાંકન કરે ? આજના ગાંધીવાદીઓને જોઈને ગાંધીજીનું મૂલ્યાંકન કેવું થઈ શકે ? જૈનો પ્રબુદ્ધ છે. બુદ્ધિજીવી છે. વણિકબુદ્ધિનો હંમેશાં સમાજમાં આદર થતો રહ્યો છે. આજે એ જ જૈનો કેમ પ્રજ્ઞાહીન અને દિશાહીન બનવાની સ્પર્ધામાં ઊતર્યા છે ? છીછરાપણામાં છબછબિયાં કરવાનું શા માટે એમને ગમે છે. ? સાચું સમજવા છતાં સાચું કહેવાનું સાહસ કરવા કેમ કોઈ તૈયાર નથી ? Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ મહાવીરનો માર્ગ શ્રેષ્ઠ હોવાની આપણે વાતો કરીએ છીએ અને એ માર્ગથી તદ્દન વિપરીત આપણે ચાલીએ છીએ. પછી મહાવીરદર્શન ક્યાંથી થાય ? મહાવીર તો જગતના સર્વ જીવોનું મંગલ ઇચ્છનારા હતા. એ આપણું ય મંગલ જ ઇચ્છે છે... પણ આપણે જ ઇરાદાપૂર્વક એમના માર્ગથી વિપરીત ચાલી રહ્યા છીએ... આપણે જાણી જોઈને ખોટા માર્ગે ચાલી રહ્યા છીએ, બાકી મહાવીર તો આપણી રાહ જોઈ જ રહ્યા છે ! Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરનો એમાં શો વાંક ? ભગવાન મહાવીરનો જન્મકલ્યાણક દિન ટૂકડો આવી રહ્યો છે. ઠેર ઠેર તેની ઉજવણી માટે સમિતિઓ રચાઈ ચૂકી છે. બેનર્સ બનાવવા આપી દીધાં છે. બેન્ડવાજાંવાળાને ઑર્ડર્સ અપાઈ ગયા છે. આ બધા માટે ફંડ એકત્ર કરવાનાં આયોજનો પુરજોશમાં ચાલે છે ! જે મહાવીરે અપરિગ્રહનો બોધ આપ્યો, એના જ જન્મોત્સવની ઉજવણી માટે પરિગ્રહથી પ્રારંભ કરવો પડશે, કારણ કે જેટલો ભવ્ય દંભ કરવો હશે તેટલો તગડો ખર્ચ તો થશે જ ! હાઉ ફની ! રેડીમેડ વક્તાઓ સ્ટેજ ઉપરથી હંમેશની જેમ ડાહી ડાહી વાતો કરશે અને મહાવીરના નામે પોતાને જે કહેવું હશે તે રજૂ કરશે. ધર્મગુરુઓ પોતાના મમત્વને મહત્ત્વ મળે એ રીતે મહાવીર જન્મોત્સવ ઊજવવા પોતાના ખાસ ભક્તોને પ્રેરણા આપશે.. વેવલા ભક્તો ધન્ય ધન્ય થઈને જયજયકાર કરીને અપાસરા ગજાવશે. બેનર્સ, સૂત્રોચ્ચાર, બેન્ડવાજાં સહિત વરઘોડા નીકળશે. થોડાંક પુસ્તકો પ્રગટ થશે... (આમાંનું કશું ય મહાવીરે કર્યું હતું ખરું? આવું કશું ય કરવાનું મહાવીરે ક્યાંય કહ્યું – લખ્યું છે ખરું?) . 20ા મારા "મહાવીર, તા. મહાબીર નાના * દરા TE. Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના ૨૬00મા જન્મોત્સવને આપણે દંભોત્સવ બનાવી દઈએ તો એમાં મહાવીરનો શો વાંક? આજ સુધી ખૂબ ઠઠારા કર્યા... હવે કાંઈક સાચું અને સાત્વિક કરીએ. મહાવીર રાજી થાય એવું કાંઈક કરીએ. મહાવીરને દંભ અપ્રિય હતો અને સત્ય પ્રિય હતું એ વાત ધ્યાનમાં રાખીને લેટઅસ થીંક... સૌ પ્રથમ તો મહાવીર જન્મોત્સવની ઉજવણી સમિતિમાં જે મહાનુભાવોની પસંદગી થઈ હોય તે તમામ મહાવીર-પ્રેમીઓએ પરિગ્રહ પરિમાણ વ્રત સ્વીકારવું. દર મહિને પચાસ હજારથી વધુ જે કાંઈ આવક થાય એટલે કે વાર્ષિક રૂ. છ લાખથી વધુ) તે બધી જ આવક સ્વૈચ્છિક રીતે દાનમાં આપી દેવી. પાંચથી સાત વ્યક્તિઓનો પરિવાર સામાન્ય મોજ-મસ્તીથી જીવે તો મહિને વધુમાં વધુ પચાસ હજારનો ખર્ચ આવે. એટલું ભલે પોતે રાખે. બાકીની ઇન્કમનો પરિગ્રહ છોડે. આવું કરવા તૈયાર ન થનાર વ્યક્તિ મહાવીરનો ભક્ત કે અનુયાયી ન જ હોઈ શકે. મહાવીરે પરિગ્રહને પાપ કહ્યો છે, મહાવીરનો ભક્ત પરિગ્રહી હોઈ જ ન શકે ! પરિગ્રહ ન છોડી શકે તેવી વ્યક્તિ મહાવીર જન્મોત્સવની સમિતિમાં સૂત્રધાર બને તો શો અર્થ ? વેરી સિમ્પલ. બીજી વાત છે ચારેય ફિરકા અને તમામ ગચ્છ-સમુદાયની એકતાની. કોણ સાચું અને કોણ ખોટું એની ચર્ચા જરૂરી નથી. મહાવીરના નામે એકતા માટે જે સૌ પ્રથમ પગ ઉપાડે કે હાથ લંબાવે એ જ સાચો ! મહાવીરે અનેકાન્તનો સિદ્ધાંત આપ્યો છે. અનેકાંત હોય ત્યાં વિવાદ, સંઘર્ષ અને હુંસાતુંસી હોય જ કઈ રીતે? દરેક વ્યક્તિ પોતાની દષ્ટિએ સાચી હોઈ શકે. દરેકને પોતાની રીતે ધર્મ કરવાની સ્વતંત્રતા હોઈ શકે. એમાં જ અનેકાન્ત છે. એકતા થવી જ જોઈએ એમ તો સૌ કહે છે અને માને છે, પણ એ માટે બાંધછોડ કરવા કોઈ તૈયાર નથી ! મહાવીરનો ભક્ત જડ ન હોય, વટ મારનારો ન હોય...! જે નમતું મૂકવાનું શાણપણ દાખવે તે મહાન. વિવાદને પોષે તે અધમ છીછરા લોકો અથવા કહેવાતા ધર્મગુરુઓને ચારે ફિરકાની એકતાની વાત પસંદ જ જાઓ "મારા મહાવીર, તામહાવીર 21 Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ નથી આવતી. આપણે એવા મહાવીર-ભ્રષ્ટ લોકોથી બચવું જરૂરી છે. વોટ ડયુ થીંક ? આપણે અવાર-નવાર જાહેર કાર્યક્રમો વખતે સંઘ-જમણ કે સાધર્મિક ભક્તિ કરીએ છીએ. તે સારી વાત છે. પણ આજે “સાધર્મિક આજીવિકા ભક્તિ' જરૂરી છે. પછાત કોમના લોકો માટે તો સરકાર અનામત નોકરીઓ રાખે છે. સવર્ણો માટેની જગાઓ સતત ઘટતી જાય છે. ઊંચી-શૈક્ષણિક લાયકાતનાં ફરફરિયાં લઈને નોકરી માટે વલખાં મારતા જૈનોને નોકરી આપવાની નિષ્ઠા દાખવો. મહાવીરના જન્મોત્સવ નિમિત્તે આપણે એક પ્રતિજ્ઞા લઈએ કે આ એક વર્ષ દરમ્યાન એક પણ જૈન યુવક-યુવતી નોકરી વ્યવસાય વગર નહિ રહે. કાં તો નોકરી આપીએ, કાં તો વ્યવસાય માટે મદદ આપીએ. શ્રાવકને શરમિંદગીવાળી જિંદગી ન જીવવી પડે તે માટે તેને પગભર બનાવીએ. ઓ.કે. ? બીજી વાત છે ઠેર ઠેર યોગ્ય પાઠશાળાઓ સ્થાપવાની. પાઠશાળાના શિક્ષકોને યુનિવર્સિટી કક્ષાનાં વેતન આપવાં જોઈએ અને ત્યાં અભ્યાસ માટે વિદ્યાર્થીને ઉત્તમોત્તમ તકો મળવી જોઈએ. આજે આપણી કેટલીક પાઠશાળાઓની કબ્રસ્તાની હાલત જોઈને રંજ થાય છે. ત્યાંના શિક્ષકને માંડ પાંચસો રૂપિયા મળતા હોય છે અને માંડ પાંચ-પંદર છોકરાં ભણવા આવે છે ! પાઠશાળાઓ કેમ સૂની પડી છે? તજજ્ઞ દ્વારા તેનો અભ્યાસ અને ઉકેલ થાય તો સાચી દિશા જરૂર મળે. એમ આઈ રાઈટ? તીર્થ અને તિથિના વિવાદો કરતાં મહાવીરના સિદ્ધાંતો વધુ મહત્ત્વના છે. આ વર્ષે થોડાક ક્રાન્તિકારી નિર્ણયો પણ લેવા જોઈએ. જેમ કે : (૧) બાળદીક્ષા નાબૂદીઃ જે વ્યક્તિ દીક્ષા લેવા માગતી હોય તે સ્નાતક સુધી ભણેલી હોવી જ જોઈએ. આ લાયકાત નક્કી થાય તો દીક્ષાર્થીની શારીરિક અને માનસિક બંને યોગ્યતા પક્વ થઈ જાય. તે પોતાની સમજણ અને મરજીથી દીક્ષા લેશે. ભગવાન મહાવીરે પણ પુખ્તવય પછી જ સંસારત્યાગ કર્યો હતો. Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ લગ્ન માટે પુર્ણવય જરૂરી છે, તેમ દીક્ષા માટે પણ પુખ્તવય જરૂરી છે. સાચી સમજણ વગર, ઉછીની દોરવણીથી સંસાર માંડવાનું કે છોડવાનું બંને યોગ્ય ન જ ગણાય. (૨) નવાં દેરાસરોના નિર્માણ ઉપર પ્રતિબંધઃ બે દેરાસર વચ્ચે ઓછામાં ઓછું ત્રણ કિલોમીટરનું ડિસ્ટન્સ હોવું જ જોઈએ. પ્રાચીન જિનાલયોના જિર્ણોદ્ધાર કે પુનઃસ્થાપનની સંપૂર્ણ વ્યવસ્થા ન થઈ જાય ત્યાં સુધી નવાં દેરાસરો બાંધવાં ન જોઈએ. (૩) પક્ષાલમાં દૂધનો ઉપયોગ ટાળવો: પ્રક્ષાલનો મૂળ ઉદેશ અલ્ટીમેટલી તો મૂર્તિની સ્વચ્છતાનો છે, તે માટે દૂધની કોઈ અનિવાર્યતા જણાતી નથી. માત્ર અલ્પતમ પાણી વડે જ પ્રક્ષાલ કરવાની પરંપરા શરૂ કરવી જોઈએ. (૪) વીતરાગની મૂર્તિને સોના-ચાંદીથી અભડાવીએ નહિઃ વિતરોગની મૂર્તિ ઉપર સોના-ચાંદીના ઠઠારા શોભતા નથી. એ પણ એક રીતે પરિગ્રહ છે. દેરાસરમાં પરિગ્રહ હોય એટલે ભરી બંદૂકના ચોકીપહેરા જોઈએ ! કોઈ પણ દેરાસર ચોવીસે કલાક ખુલ્લું રાખી શકાય, ચોકીપહેરા વગર રાખી શકાય તેવું હોવું જોઈએ. ભગવાનનાં દર્શન માટે કદીય બંધ દરવાજા જોઈને ભક્તને નિરાશા ન થવી જોઈએ. જે તીર્થકરે વસ્ત્રો પણ છોડ્યાં હતાં, તેમને સોના-ચાંદીની આંગીઓની શી જરૂર હોય? માણસને સોના-ચાંદીનો મોહ હોય છે, તેથી એ મોહને તે મૂર્તિ ઉપર ચઢાવે છે. એમાં ભાવુકતા છે, ધર્મ નથી. (૫) આડંબરો અટકાવીએઃ સામૈયાં, કંકોત્રીઓ-પત્રિકાઓ, પંચાંગો, મહોત્સવો વગેરે પાછળ જે આડંબર થાય છે તે અટકાવવા જોઈએ. જેમણે સંયમનો માર્ગ સ્વીકાર્યો હોય તેમણે આવા ઠાઠમાઠથી દૂર રહેવું જોઈએ. વેવલા ભક્તો આગ્રહ કરતા હોય તો પણ તેમના અજ્ઞાનને દૂર કરી સાચા ગુરુઓએ સમજાવીને વારવા જોઈએ. * કોઈ પણ જૈનમુનિ ગ્રંથ છપાવા ઇચ્છે તો એણે પસંદગી સમિતિ પાસેથી Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ તે ગ્રંથ પ્રકાશનની અનુમતિ મેળવવાની ફરજિયાત કરવી જોઈએ. આવી સમિતિમાં બે વિદ્વાન શ્રાવકો, એક વિદ્વાન ધર્મગુરુ, બે-ત્રણ શ્રીમંત શ્રાવકો તથા થોડાક સાચા જિજ્ઞાસુ ભાવકો હોવા જોઈએ. તેમની સંમતિ પછી જ નવાં પુસ્તકો સાધુઓ છપાવી શકે તેમ નક્કી કરવાની જરૂર છે. આજકાલ તો શ્રીમંત ભક્તોના પૈસે અનેક સાધુઓ અર્થહીન, જોડણીદોષોથી ભરપૂર, ફાલતુ પુસ્તકો છપાવીને જ્ઞાનના પ્રચારના બહાને અજ્ઞાનની બદબૂ ફેલાવતા રહે છે. નવા યુગને પથદર્શક બને, તેવાં રોચક પુસ્તકો જ પ્રગટ થાય તેવો આગ્રહ રાખવો જોઈએ. પોતાના સમયમાં સમગ્ર સમાજની અનેક જડ માન્યતાઓ, પરંપરાઓનું વિચ્છેદન કરનાર ક્રાન્તિકારી ભગવાન મહાવીરનો જન્મકલ્યાણક મહોત્સવ પણ ક્રાન્તિકારી રીતે જ ઊજવવો જોઈએ. બીબાંઢાળ જયકારા કરવાથી કાંઈ દહાડો વળવાનો નથી. 24. A મારા મહ્મવીર, તાય. મહાવીર આ Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ મહાવીર એટલે ઉક્ટ ચારિત્ર્યનો સુગંધિત ચમાર ધર્મની ઓળખ ચમત્કાર નથી, પણ ચારિત્ર્ય છે. ચમત્કારમાંથી ચારિત્ર્ય નથી પ્રગટતું, પણ ચારિત્ર્યમાંથી ચમત્કાર પ્રગટી શકે છે. જૈન ધર્મ એટલે ચારિત્ર્યની સુગંધનો ધર્મ. જૈન ધર્મનો મુખ્ય ચારિત્ર્યસ્તંભ ભગવાન મહાવીર છે. કોઈ પણ વ્યક્તિ કેટલી ચારિત્ર્યશુદ્ધ છે એ જાણવું હોય તો એ વ્યક્તિ કેટલી અભય (ભયમુક્ત) છે એ જાણવું પડે. મહાવીર એટલે અભયની ઓળખ. ભયભીત વ્યક્તિ મહાવીરની અનુયાયી પણ ન બની શકે. મહાવીરે કહ્યું છે કે અભય થવું હોય તો તમે કોઈને ભય ન પમાડો. અહિંસા અને અભય સગાં ભાઈ-બહેન છે. મહાવીર વૈજ્ઞાનિક હતા? અઢી હજાર વર્ષ પહેલાં એમણે વનસ્પતિમાં જીવ હોવાની વાત કરી હતી. જળમાં અસંખ્ય જીવો છે અને ક્ષણે ક્ષણે અસંખ્ય નવા જીવો પેદા થતા રહે છે એ વાત મહાવીરે શી રીતે કહી હશે? વિજ્ઞાને તો વર્ષો પછી એના પુરાવા આપ્યા ! મહાવીર પર્યાવરણવાદી હતા? અઢી હજાર વર્ષ પહેલાં જ્યારે પ્રદૂષણની સમસ્યા કોઈને પજવતી નહોતી ત્યારે મહાવીરે કહ્યું હતું કે દરેક નગરને એક ઉદ્યાન હોવો જોઈએ અને દરેક ઘરને એક વૃક્ષ હોવું જોઈએ. પર્યાવરણની જ મારી મઢાવીર, તારા મહાવીર 25 Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ માવજત માટેની આટલી સજાગતા સદીઓ પૂર્વે મહાવીરે બતાવી હતી. મહાવીર જ્યાતિષી હતા? અઢી હાજર વર્ષ પૂર્વે તેમણે કરેલી તમામ આગાહીઓ આજે સાચી પડી રહી છે. તેમણે એક આગાહી એવી કરી હતી કે સાચા સાધુઓ ઉપેક્ષા પામશે અને કસાધુઓ જાહોજલાલી ભોગવશે ! મહાવીર સાધક હતા? પળનો ય પ્રમાદ નહિ કરવાનો ઉપદેશ તેમણે પોતાના શિષ્ય ગણધર ગૌતમને આપ્યો હતો. શિષ્ય ગૌતમે પ્રતિપ્રશ્ન કરેલો, પ્રભુ, આટલા મોટા જીવનમાં એક પળની શી વિસાત ? માત્ર એક પળનો પ્રમાદ આત્માનું શું અહિત કરી શકે? મહાવીરે કહ્યું, “એક પળમાં અંધકાર થઈ શકે છે અને માત્ર એક જ પળમાં અજવાળું પણ થઈ શકે છે !' મહાવીર અર્થશાસ્ત્રી હતા? તેમણે કહ્યું કે પરિગ્રહ (અર્થસંગ્રહ) ધર્મના માર્ગનો સૌથી મોટો અવરોધ છે. મુનિચર્યા માટે તો તેમણે અર્થનો-ધનનો સર્વથા ત્યાગ પ્રબોધ્યો અને શ્રાવક (ગૃહ) ધર્મમાં પણ અર્થસંગ્રહ ઉપર નિયંત્રણ આવશ્યક ગણાવ્યું. મહાવીર જ્ઞાની હતા ? એક વખતે એમને પૂછવામાં આવ્યું કે પ્રભુ, આપણે અજાણતાં કોઈ પાપકર્મ આચર્યું હોય તો એની સજા ભોગવવી પડે ?” મહાવીરે જવાબ આપેલો, “કોઈ વ્યક્તિ અજાણતાં વિષપાન કરી લે તો એનું મૃત્યુ થાય કે નહિ ?' મહાવીરને પામવામાં આપણે ક્યાં પાછા પડ્યા છીએ તે વિચારવાની જરૂર છે. તેમની બહુમુખી પ્રતિભાને આપણે સંકુચિત ખ્યાલોમાં કેદ કરીએ તો આખરે એ આપણા જ માટે ખોટનો ધંધો છે. ચારિત્ર્યની સુગંધને સગા કાને સાંભળવી હોય તો દિલમાં મહાવીરની વાણી સાંભળવાની તીવ્ર ગરજ પેદા થવી અનિવાર્ય છે. તીર્થકર મહાવીર અને ભગવાન કૃષ્ણ બન્નેનો સમય અલગ અલગ હોવા છતાં તે બન્નેના જીવનની ઘટનાઓમાં ઘણું બધું સામ્ય જોવા મળે છે. તીર્થંકર મહાવીરે પોતાના જમણા પગના અંગૂઠા વડે મેરુ પર્વતને ડોલાવ્યો હતો તો ભગવાન કૃષ્ણ પોતાની ટચલી આંગળી દ્વારા ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો. તીર્થકર મહાવીરે દષ્ટિ વિષધારી વિકરાળ સર્પ ચંડકૌશિકને ઉગાર્યો હતો, તો ભગવાન કૃષ્ણ કાલિંદી (યમુના) નદીમાં રહેતા કાલીનાગને નાથ્યો હતો. તીર્થકર મહાવીરે ચંદનબાળાનો ઉદ્ધાર કર્યો હતો, તો ભગવાન કૃષ્ણ કુબ્બાનો Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉદ્ધાર કર્યો હતો. તીર્થંકર મહાવીરે મુનિ મેઘકુમારની અવઢવ દૂર કરી હતી અને તે માટે જે શ્લોકો રજૂ કર્યા તે “સંબોધિ' તરીકે ઓળખાયા, ભગવાન કૃષ્ણ મહાભારતના સંગ્રામ વખતે અર્જુનની અવઢવ દૂર કરી હતી અને તે માટે જે શ્લોકો રજૂ કર્યા તે ભગવદ્ ગીતા તરીકે ઓળખાયા. આવા અનેક પ્રસંગોમાં સામ્ય જોવા મળે છે. આ સામ્ય સ્વાભાવિક હશે કે પ્રયોજનપૂર્વક હશે ? અલબત્ત મહાવીર સંયમમાર્ગના પુરસ્કર્તા રહ્યા છે, જ્યારે કૃષ્ણના વ્યક્તિત્વમાં રસિકતા જોવા મળે છે. મહાવીર સાધક હતા, કૃષ્ણ કર્મયોગી હતા. અલબત્ત, “તે બન્નેમાં અપ્રમાદ તો કેન્દ્રમાં જ છે. શાશ્વતના શિખર ઉપર પહોંચવા માટેના જાણે એ બન્ને કોઈ નિરાળા પથદર્શકો હોય એમ આપણને લાગે છે. મહાવીરનું જીવન અનેક જીવોના કલ્યાણનું નિમિત્ત બન્યું છે. કલ્ય એટલે રોગ અને આણ એટલે ટાળવું (દૂર કરવું). ભવરોગ ટાળે તે કલ્યાણ. કલ્યાણ અને માંગલ્ય એક જ સિક્કાની બે બાજુઓ છે. જગતના પ્રત્યેક જીવનું કલ્યાણ કરીને તેને માંગલ્યની ઉપલબ્ધિ કરાવવાનું ધ્યેય મહાવીરનું હતું. પ્રત્યેક તીર્થકર આવા પરમ ધ્યેયના પુરસ્કર્તા હોય છે. એટલે જ જૈન ધર્મમાં કોઈ પણ તીર્થંકરની જન્મતિથિને “જન્મજયંતી તરીકે નહિ, પરંતુ “જન્મકલ્યાણક' તરીકે ઓળખવાની આગવી પરંપરા છે. અનેક ઉપસર્ગો શાંત અને સ્વસ્થ ચિત્તે સહન કરીને તીર્થકર મહાવીરે જગતને સમતાનો બોધ આપ્યો. દ્વેષ કરનાર પ્રત્યે પણ લેશમાત્ર કટુતા વ્યક્ત ન કરીને તેમણે મૈત્રીનો મંત્ર જગતને આપ્યો. “શત્રુને પણ માફ કરો” આવું તો અનેક મહાત્માઓએ આપણને શીખવ્યું હતું પરંતુ સર્વ જીવો મારા મિત્રો જ છે આ વાત માત્ર મહાવીરે જ આપણને સમજાવી છે. શત્રુને શત્રુ તરીકે સ્વીકારવો અને એને માફ કરવો એ વિરોધાભાસી વાત છે. કોઈને શત્રુ માનવો જ નહિ, સર્વ જીવો મારા મિત્ર છે એમ સમજવું એ અદ્દભુત વાત છે. મહાવીરે સૌથી મોટી વાત તો અનેકાન્ત વિશે કરી છે. અનેકાન્ત એટલે સત્યને પામવાની ખુલ્લી સમજ. વિરોધી વ્યક્તિની વાત પણ સત્ય હોઈ શકે, બીજાની વાત પણ સત્ય હોઈ શકે, એવી નમ્ર-નિખાલસ સમજણ કેળવ્યા પછી જ આપણે મહાવીરના અનુયાયી બની શકીએ. મહાવીર એટલે ઉત્કૃષ્ટ ચારિત્ર્યનો સુગંધિત ચમત્કાર ! Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરનું વ્યક્તિત્વ આજેય તાજું જ છે ! અસ્તિત્વ એટલે હોવું. વ્યક્તિત્વ એટલે કંઈક વિશેષ હોવું. જેની પાસે પોતાનું મૌલિક વ્યક્તિત્વ હોય છે, તેનું અસ્તિત્વ ઇતિહાસનું ગૌરવ બને છે. અસ્તિત્વ તો પ્રાણીમાત્રનું હોય છે, કિન્તુ વ્યક્તિત્વ વિકાસની તક એક માત્ર માનવીને જ મળી છે. અસ્તિત્વ નષ્ટ થઈ શકે છે, વ્યક્તિત્વ શાશ્વત છે, ભગવાન મહાવીરનું વ્યક્તિત્વ, આજે અઢી હજાર વર્ષ પછીય એવું જ તાજું, એવું જ પ્રેરક અને એવું જ પથદર્શક લાગે છે અને હજી યુગો યુગો સુધી એમના વ્યક્તિત્વ અને એમની વાણીનો પ્રભાવ જગત ઉપર રહેશે. ભગવાન મહાવીર મર્મદર્શી હતા. એમના વ્યક્તિત્વમાં સિદ્ધાંત અને સાધનાનો સમન્વય હતો. એક વખત એમના શિષ્ય ગણધર ગૌતમે એક ગરીબ માણસ તરફ જોતાં કહ્યું, “હે પ્રભુ ! આ માણસ કેવો અપરિગ્રહી છે ! તેની પાસે કોઈ વસ્તુનો પરિગ્રહ દેખાતો નથી.” ભગવાન બોલ્યા, “ભાઈ, એ દીન છે, પણ અપરિગ્રહી નથી.” પ્રભુ ! દીન વ્યક્તિ અપરિગ્રહી જ કહેવાય ને! પરિગ્રહ તો શ્રીમંતો 28 n મારા મહ્મવીર, તારા મહાવીર પર ખડક , Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ કરે... ગરીબ માનવી પરિગ્રહ કરી શકે ખરો ?’ ‘હા...’ ‘શી રીતે, પ્રભુ ?’ ‘મનથી...’ ‘એટલે ?’ ‘વત્સ ! ભૌતિક અર્થમાં તો ગરીબ માનવી અપરિગ્રહી જ દેખાય છે, પરંતુ વૈચારિક રીતે તે પરિગ્રહી હોઈ શકે છે. તેના મનમાં ‘કંઈક મેળવવાની ઝંખના’ હોય, કશુંક પ્રાપ્ત કરવાની લાલસા હોય ત્યાં સુધી તે અપરિગ્રહી ન ગણાય. અપરિગ્રહ એ અનાસક્તિનો પર્યાય છે. વસ્તુ હોય પણ તેની વાસના, તેની આસક્તિ ન હોય તો તે અપરિગ્રહ છે. ભગવાન મહાવીર અહિંસાના આરાધક હતા એમ કહેવા કરતાં મૈત્રીના ઉપાસક હતા એમ કહેવું વિશેષ ન્યાયપૂર્ણ છે. ભગવાન મહાવીર ક્ષમાના પુરસ્કર્તા હતા એમ કહેવા કરતાં અભયના પુરસ્કર્તા હતા એમ કહેવું અધિક યોગ્ય છે. મૈત્રીનો મંગલમંત્ર ભગવાન મહાવીરે જગતને આપ્યો. જ્યાં પૂર્ણ મૈત્રી હોય, શુદ્ધ મૈત્રી હોય ત્યાં હિંસા શક્ય જ નથી. જ્યાં અભય હોય ત્યાં વૈર ક્યાંથી હોય ? જે બીજા જીવોને અભયદાન આપે છે તે જ અભય રહી શકે છે. બીજાને ભય પમાડનાર પોતે પણ ભયભીત રહે છે. ઉંદરને ભય પમાડનાર બિલાડીને કૂતરાનો ભય લાગે છે. કૂતરાને વાઘનો ભય લાગે છે. અભય આપો, અભય પામો. ખૂન કરનાર બીજાને અભયદાન નથી આપતો, તેથી તે કાયદાથી અને પોલીસથી તેણે સતત ડરતા રહેવું પડેછે. સાચી વ્યક્તિને ભય નથી હોતો. ભગવાન મહાવીર સ્વયં એક ચમત્કાર હતા. તેઓ કદીય કોઈ ચમત્કાર નહોતા કરતા. હા, એમણે એક ચમત્કાર કર્યો છે ખરો. તેમણે કોઈ અવતારી પરમાત્માની જેમ અવતાર નથી લીધો. એક સામાન્ય બાળકની જેમ ત્રિશલા માતાની કૂખે જન્મ લીધો છે અને ત્રીસ વરસ સુધી સંસારમાં રહ્યા. લગ્ન કર્યાં. પુત્રી પણ થઈ. આ બધું હોવા- થવા છતાં એમનું ચિત્ત અનાસક્ત હતું. સંયમ લઈને સાડા બાર વર્ષ સાધનામાં વીતાવ્યાં, તપ અને કાઉસગ્ગ કર્યા. દેહની દરકાર માર માર્યા, તાર મહાર Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ પણ ન રહી. ચિત્તની સાધના પરમ કોટિએ પહોંચી અને તેમને કેવળજ્ઞાન થયું. કેવલી તરીકે ત્રીસ વર્ષ રહીને આશરે બોતેર વર્ષની ઉંમરે જીવન સમેટી લીધું. એક સામાન્ય માનવીની જેમ જન્મીને પરમાત્મ પદ સુધી પોતે પહોંચ્યા અને જગતના જીવો સમક્ષ એક ઉદાહરણ પૂરું પાડ્યું કે કોઈ પણ જીવ આ રીતે પરમ પદના શિખરે પહોંચી શકે છે. આવો ઉમદા ચમત્કાર ભગવાન મહાવીરે કર્યો હતો ! - તેઓ વર્ધમાન મટીને “મહાવીર' શા માટે કહેવાય? બીજાને જીતવાનું કામ તો સરળ છે. સરળ કામ કરનારને વીર ન કહેવાય. પોતાને જીતવાનું જ સૌથી દુષ્કર છે. પ્રભુએ દુષ્કર કાર્ય સહજ રીતે પાર પાડ્યું તેથી તેઓ “મહાવીર' કહેવાયા. બીજાઓ ઉપર વિજય મેળવે તે વીર હોઈ શકે, પણ પોતાની જાત ઉપર વિજય પામનાર તો મહાવીર જ હોય ભગવાન મહાવીર સૂક્ષ્મ સત્યના સફળ સાધક હતા. એક વખત એમને એક જિજ્ઞાસુએ પ્રશ્ન પૂછયો, “હે પ્રભુ! આળસુ થવું સારું કે ઉદ્યમી ?" પ્રભુએ કહ્યું, “બને...” “એવું કઈ રીતે ? જે અસંયમી છે તે આળસુ હોય તો સારું, જેથી તેવી વ્યક્તિ અન્યનું અકલ્યાણ ન કરે, પરંતુ જે વ્યક્તિ સંયમી છે તે ઉદ્યમી હોય તો સારું. કારણ કે સંયમી વ્યક્તિ તો સદાય પારકાના હિત માટે જ ઉદ્યમ કરશે.' ભગવાન મહાવીર મમત્વના નહિ, સત્યના સાધક હતા. અન્ય ધર્મો પ્રત્યે એમના દિલમાં કટુભાવ નહોતો. જીવમાત્રને સમાનભાવે જોનાર ભગવાન મહાવીરની જન્મશતાબ્દી ઊજવતી વખતે આપણા અંતરમાં એમણે પ્રેરેલી ભાવનાઓ ભરપૂર રૂપે છલકાઈ ઊઠવી જોઈએ. તેઓ કહેતા કે માત્ર જ્ઞાન અને માત્ર ક્રિયા બને અપૂર્ણ છે. જ્ઞાન અને ક્રિયાના સમન્વય વિના મોક્ષ અસંભવિત છે. તો આવો, જ્ઞાન અને ક્રિયાના સમન્વયથી આપણે આપણા વ્યક્તિત્વને સભર કરી દઈએ...! Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ મહાવીરે કહ્યું છે યૌવનકળે સાધુપણું દુક્ર છે ! ભગવાન મહાવીરને માત્ર જૈનોના અધ્યાત્મ પુરુષ કહેવા એ તો ભગવાન મહાવીરને અન્યાય કરવા જેવી વાત છે. ચંદ્રની ચાંદનીને છાબડીમાં ભરી શકાય ખરી ? ફૂલ કદી કોઈ એક ચોક્કસ સંપ્રદાયનું હોઈ શકે ખરું? હવા, પાણી, આકાશ, મેઘધનુષ વગેરેને દેશ-કાળ કે સંપ્રદાયની સીમાઓ હોઈ જ ન શકે. મહાવીર જન્મ ક્ષત્રિય હોવાથી હિન્દુ હતા, જૈન ધર્મના પુરસ્કર્તા હોવાથી જૈન તીર્થકર હતા. પરંતુ એથીય વિશેષ તો એમણે જગતને જે માર્ગદર્શન આપ્યું તે છે. એમના વિચારો, એમનું જ્ઞાન, એમનું ચિંતન અને તેમનું જીવન કોઈ એક ચોક્કસ સંપ્રદાય માટેનું નહોતું. જીવમાત્રની ચિંતા કરનાર, જીવમાત્રનું કલ્યાણ ઝંખનાર વ્યક્તિને સાંપ્રદાયિક આરાધ્ય તરીકે સ્વીકારવામાં અલ્ટીમેટલી આપણને જ ખોટ જાય ! ભગવાન મહાવીરની અણમોલ વાણીનાં થોડાંક રસપ્રદ વચનો મમળાવીએ. કાલે કાલ સમાયરે”અર્થાત્ યોગ્ય વેળાએ યોગ્ય કાર્ય કરી લેવું. સમય સતત સરતો રહે છે. એ સરકતી ક્ષણો પ્રમાદમાં પસાર કરી દેનાર વ્યક્તિ Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ પતન પામે છે. પ્રત્યેક પળનો સદુપયોગ કરવાથી એ પળ ઊજળી તક બની જાય છે. મહાવીરે જીવનની પ્રત્યેક પળને “તક' બનાવવા કહ્યું છે. દુક્કરે કરેઉ તારુષ્ણ સમણત્તર્ણ” અર્થાત યૌવન અવસ્થામાં સાધુપણાનું પાલન અઘરું છે. આપણે ત્યાં નાનાં બાળકોને સંસાર પ્રત્યે વૈરાગ્ય જગાડવા માટે ભ્રામક વાતો કરીને, તેને સાધુ બનાવી દેવાના ખૂબ પ્રયત્નો થાય છે. બાળદીક્ષાને હું તો વ્યક્તિગત રીતે પાપ અને અપરાધ સમજું છું. બાળક જ્યારે યુવાન થાય ત્યારે એના માટે સાધુપણું અસહ્ય બની રહે તે શક્ય છે. અલબત્ત, ઉદાહરણ રૂપે બે-પાંચ સાધુઓ યૌવનમાં ય સાધુપણાને વફાદાર રહ્યા હોય તે શક્ય છે. પણ એની સામે યુવાવસ્થામાં સાધુપણામાંથી સ્થૂળ રીતે નહિ તો, સૂક્ષ્મ રૂપે ચલિત થયેલા સાધુઓનાં અસંખ્ય ઉદાહરણો મળશે. મહાવીરે આ પ્રકૃતિસહજ બાબતનો કેવો ભાવભર્યો આદર કર્યો છે ! યૌવનની વસંત વીતી ગયા પછી જ સાધુત્વ ગ્રહણ કરવું જોઈએ. જં છન્ન તં ન વત્તવ્ય'અર્થાત્ જે વાત ગુપ્ત રાખવા યોગ્ય હોય તે વાત કોઈને કહેવી નહિ. મહાવીર અહીં કોઈને મીંઢા થવાનો ઉપદેશ નથી આપતા, પણ ખાનદાની નિભાવવાની ભલામણ કરે છે. કોઈ વાત ગુપ્ત રાખવા યોગ્ય હોય તો એને જાહેર કરવી એ અપરાધ છે. દા.ત., કોઈક વ્યક્તિની અંગત વાત બીજાઓ સમક્ષ કરી દેવાથી સમાજમાં તે વ્યક્તિની પ્રતિષ્ઠા જોખમાતી હોય તો એ વાત કહેવાનું ટાળવું જોઈએ. કોઈએ અંગત લાગણીથી, વિશ્વાસથી કોઈ વાત કહી હોય તો એ પણ ખાનગી રાખવી જોઈએ. હા, કોઈક વાત જાહેર કરવામાં અનેક લોકોનું કલ્યાણ થવાનું હોય તો એવી શુદ્ધ અને શુભ પ્રેરણાથી એ ગુપ્ત વાત જાહેર કરી જ દેવી જોઈએ. મહાવીરે તેનો ક્યાંય વિરોધ કર્યો નથી. પરિગ્નેહ નિવિટાણં વેરં તેસિં પવડુઢઈ એટલે કે, પરિગ્રહ વધારનાર વ્યક્તિ શત્રુતા (વર) વધારે છે. પરિગ્રહ પાપનું મૂળ છે, અન્યાયનું આરંભબિંદુ છે. એક જગાએ પરિગ્રહ (સંગ્રહ) થાય એટલે બીજી જગ્યાએ અછતતંગી ઊભી થાય જ. એમાંથી જ હિંસા, ચોરી, લૂંટફાટ વગેરે અનિષ્ટો પાંગરતાં હોય છે. તેથી જ તો ભગવાન મહાવીર પરિગ્રહ નહિ કરવાનો બોધ આપે છે. અલબત્ત, મહાવીરે કદીય એમ નથી કહ્યું કે અમુકથી વધારે આવક - કમાણી 32 આજ મારા મઢવીર, તાસ પાવીર કાળા ના Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ન કરો. ઉદ્યમ અને પ્રામાણિક પુરુષાર્થ દ્વારા મબલક કમાણી કરવામાં કશું જ ખોટું નથી, પણ એનો સતત સવ્યય કરતા રહેવું જોઈએ. પરિગ્રહ ન કરવો જોઈએ. પોતાની જરૂરિયાતો સતત ઘટાડતા રહીને, સંયમપૂર્વક જીવવામાં અનિવાર્ય જણાય તેટલું રાખીને વધારાનું હોય તેનો દાનમાં, સમાજહિતમાં વ્યય કરવો જોઈએ. “અલ બાલસ્ટ સંગેણં” અર્થાત્ બાળકબુદ્ધિના (મૂર્ખ, નાદાન, અજ્ઞાની, અયોગ્ય) માણસનો સંગ કદી કરવો નહિ. મહાવીર જાણતા હતા કે, સંગનો રંગ લાગ્યા વગર રહેતો નથી. તેથી હંમેશાં સજ્જનો અને ચઢિયાતા લોકોનો જ સંગ કરવો જોઈએ એમ તેમણે ઉપદેશ્ય. આવાં તો અઢળક વિચારમોતી, મહાવીરવાણીમાંથી મળે છે. એમાં ક્યાંય કોઈ સાંપ્રદાયિક વાત નથી. “જીવો અને જીવવા દો દ્વારા મહાવીરે કરેલી “અહિંસાની વાત આજના યુગમાં સૌથી વધુ પ્રસ્તુત છે. મહાવીરે અહિંસાના જે સૂક્ષ્મ અને ભવ્ય અર્થ આપ્યા છે, તે જોતાં હું તો ભગવાન મહાવીરને બીજું કોઈ નામ આપવું હોય તો ભગવાન અહિંસા' જ કહું. અહિંસા અને મહાવીર વચ્ચે સો ટચનું અદ્વૈત છે. કડકડતી છે . . ' Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ મહાવીરે ક્યું છે ધર્મનો નિર્ણય બુદ્ધિ દ્વારા જ થઈ શકે ! કેટલાક લોકો કહે છે કે ધર્મ, બુદ્ધિનો વિષય નથી માત્ર શ્રદ્ધાનો જ વિષય છે. જો ધર્મને બુદ્ધિના વિષય તરીકે ન સ્વીકારીએ તો એની ઉપર માત્ર મૂર્ખ લોકોનો જ અધિકાર સ્થપાઈ જાય ને ? ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્ર (૨૩/૨પ)માં કહ્યું છે કે, “પન્ના સમિખિએ ધુમ્મ" એટલે કે ધર્મનો નિર્ણય બુદ્ધિ દ્વારા જ થઈ શકે. બુદ્ધિ-પ્રજ્ઞા વડે જ ધર્મ શું છે, તેનો નિર્ણય થઈ શકે છે. શ્રદ્ધા વડે નિર્ણય નથી લેવાનો, માત્ર આચરણ કરવાનું છે. બુદ્ધિ વડે ધર્મને પૂરેપૂરો સમજ્યા પછી જ, શ્રદ્ધાથી તેનું પાલન કરવું જોઈએ. - જે લોકો ધર્મના નિર્ણયમાં બુદ્ધિનો ઉપયોગ નથી કરતા, તે લોકો અંધશ્રદ્ધાના ઉપાસકો બની જાય છે અને ઘેટાંનાં ટોળાંની જેમ ગતાનુગતિક રીતે જડ પરંપરાને વળગી રહે છે. પ્રાચીન કાળમાં હિંસક યજ્ઞો થતા હતા. ભોગ અને બલિ ચઢાવાતા હતા અને આ બધું ધર્મ અને શાસ્ત્રના નામે થતું હતું ! અંધશ્રદ્ધાળુઓનાં ટોળેટોળાં આવી હિંસક ક્રિયાઓનો જયજયકાર કરતાં હતાં. પરંતુ ભગવાન મહાવીરે હિંસાને અધર્મ કહીને, ધર્મમાં અહિંસાની સ્થાપના કરી. 34 માસક મહાતીર, તાસ મહ્મવીર Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ધર્મને સમજવા માટે બુદ્ધિ અનિવાર્ય છે. બુદ્ધિ વિનાના લોકો ધર્મ કે અધર્મને જાણ્યા વિના, શાસ્ત્રને સમજ્યા વિના સ્થૂળ ક્રિયાઓ કર્યા કરે છે. આવા ભક્તોમાં દઢતા હોય છે ખરી, પણ એ દઢતાને શ્રદ્ધા ના કહેવાય, એને નરી જડતા જ કહેવાય ! કોઈ પણ ધર્મની દિવ્યતા વ્યક્તિપૂજામાં નથી, પણ વ્યાપક જીવનમૂલ્યોની માવજતમાં રહેલી છે. પોતાના ગુરુના નામે જાતજાતનાં નિમિત્તો ઊભાં કરીને રથયાત્રાઓ યોજવી, તેમના નામના મિથ્યા જયજયકાર કરવા, ભવ્ય કીર્તિસ્મારકો ઊભાં કરવાં. આ બધું ગમેતેટલું સુંદર લાગે અને તેમાં ભલે હજારો લાખો ભક્તોની ભીડ જમા થાય તોપણ એ ધર્મ નથી, માત્ર આડંબર છે અને કોઈ પણ આડંબર ગમેતેટલો રૂપાળો અને ભવ્ય હોય તોપણ એ ધર્મ તો નથી. આડંબરને ધર્મ માનવો એ વિડંબના છે. વ્યક્તિપૂજા હોય ત્યાં ધર્મ ટકી જ ના શકે. કોઈ એક વ્યક્તિના (ભલે તે ગુરુ હોય) નામે વરઘોડા કાઢવા કરતાં, એના નામે નિરક્ષરોને ભણાવવાનું કે દુઃખી-બીમારને મદદરૂપ થવાનું કામ થાય તો એથી સમાજને વધુ લાભ થાય. ભૂતકાળમાં અમુક વ્યક્તિએ ભવ્ય વરઘોડા કાઢ્યા હતા એમ કહીને આપણે એનાથી પણ અધિક ભવ્ય વરઘોડા કાઢવા ગાંડાઘેલા થઈ ઊઠીએ તો એ .અંધશ્રદ્ધા જ છે. ધર્મ કરતાં દંભ કદીય મહાન હોઈ જ ન શકે. જગતના કોઈ પણ દેશ કરતાં, ભારત દેશમાં દાનની રકમો મોટા પ્રમાણમાં આપવામાં આવે છે. દરરોજ કરોડો અબજો રૂપિયાનાં દાન ઉઘરાવવામાં આવે છે. છતાં, આપણે વધુ ને વધુ ગરીબ અને દુઃખી થતા રહીએ છીએ. આટલાં બધાં દાન વ્યક્તિપૂજામાં, જડ વિધિવિધાનોમાં વેડફાય છે. તેનો ઉત્પાદનલક્ષી અને રચનાત્મક વિનિયોગ કરવામાં આવે તો ધર્મ, રાષ્ટ્ર અને સમાજનો ઉત્કર્ષ ચમત્કારિક રીતે થઈ જાય ! - ભગવાન મહાવીર કાન્તદ્રષ્ટા હતા. માનવીને મનના ઊંડા જ્ઞાતા હતા. વૃત્તિઓ અને ભાવનાઓના અભ્યાસુ હતા. તેમને ખ્યાલ હતો જ કે સમય વીતતો જશે તેમ તેમ દંભી, ધર્માત્માઓ સામાન્ય માનવીને ધર્મને નામે અંધશ્રદ્ધાનાં અફીણ પિવડાવશે અને પોતાના સ્વાર્થ સાધશે. તેથી જ તો એમણે ધર્મના નિર્ણય કરવામાં બુદ્ધિની મહત્તાનો આદર કર્યો ! જે લોકો એમ કહે Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ છે કે ધર્મ માત્ર શ્રદ્ધાનો વિષય છે, તેને બુદ્ધિની ફૂટપટ્ટીથી માપવાનો પ્રયત્ન કરી જ ના શકાય તે દંભી તો છે જ, સાથોસાથ ભગવાન મહાવીરનો પણ વિરોધી છે. શ્રદ્ધા તો બહુ મોટી તાકાત છે. ધર્મ તો વિશ્વનું માંગલ્ય કરનારું બળ છે. પણ બુદ્ધિ વિના ધર્મ સમજી ન શકાય અને બુદ્ધિ વિના ધર્મમાં શ્રદ્ધાને સ્થિર કરી ન શકાય. પ્રાચીન કાળમાં આપણે ત્યાં ધર્મક્ષેત્રે અવારનવાર શાસ્ત્રાર્થ માટે જ્ઞાનીઓ વિવિધ સ્પર્ધાઓ કરતા. તેમાં બુદ્ધિ અને તર્ક વડે ધર્મનો મર્મ જાણવાનો પ્રયત્ન થતો. હજારો લોકો ભેગા થઈને ધર્મસભાઓમાં શાસ્ત્રાર્થ જાણવા પ્રયત્ન કરતા. આજે શાસ્ત્રાર્થ નથી થતા પણ વિવાદ અને વિખવાદ થાય છે. હવે સત્યનો આદર કરવાને બદલે મમત્વને મહત્ત્વ આપવામાં આવે છે. આજે કહેવાતા ધર્માત્માઓ પોતાના હિતનું રક્ષણ થાય તેવા ઉપદેશો આપે છે. શાસ્ત્રોના છીછરા અર્થની ભક્તોને લહાણી કરે છે અને ભક્તોનું ટોળું હરખપદુડું થઈને દોટ મૂકે છે. પરિણામે ધર્મનો પ્રચાર-પ્રસાર થવાને બદલે સામાન્ય માનવી પણ પરમાત્મા બની બેસે છે. કોઈ ગુરુને અંધશ્રદ્ધાથી ભગવાન બનાવીને તેની પૂજા કરવા લોકો ટોળે વળે છે ત્યારે ધર્મ દૂર ખૂણામાં ઊભોઊભો ડૂસકાં ભરે છે. ચાલો, પ્રભુ મહાવીરે પ્રબોધેલા સત્યને સમજીએ અને શુદ્ધ ધર્મને પામીએ. માટે વીર તાણ કાવીર Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ બૂઝાતો દીપક શાશ્વત ઓજસ પાથરી ગયો ! કેટલીક ક્ષણો યુગોને અતિક્રમી જતી હોય છે. સદીઓ વીતી જાય, પણ પેલી એક ક્ષણનો પ્રભાવ યથાવત્ રહે છે. ખરેખર, યુગ કરતાં ક્ષણ મહાન આજથી અઢી હજાર કરતાં પણ વધુ વર્ષો પહેલાં આવી જ એક ક્ષણ સમગ્ર માનવસમાજને લાભાન્વિત કરી ગઈ. એ ધન્ય ક્ષણે ભગવાન મહાવીર જેવી વત્સલ-વિભૂતિ વિશ્વને ભેટ ધરી. સહજ રીતે જ મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે ભગવાન મહાવીરમાં એવી તે કઈ વિશેષ વાત હતી કે અઢી હજાર વર્ષની સમયાવધિ વીતી જવા છતાં હજી આજે પણ જગત એમને યાદ કરે છે ? માત્ર જૈન સંપ્રદાય જ નહિ, સમગ્ર જનસમુદાય ભગવાન મહાવીરના અસ્તિત્વને સગૌરવ શા માટે આજેય સ્તરે છે ? ભગવાન મહાવીર કોઈ અવતારી પરમાત્મા નહોતા. ત્રિશલા માતાના ગર્ભમાં નવ માસ રહીને ઈ.સ. પૂર્વે ૫૯માં તેમનો જન્મ થયો હતો. પિતાનું નામ સિદ્ધાર્થ હતું. તેમના જન્મ પછી પિતાની સમૃદ્ધિમાં વૃદ્ધિ થઈ હતી, તેથી તેમનું નામ વર્ધમાન રાખ્યું. બાળપણથી જ વીરતા, અભય, અહિંસા, અક્રોધ હતી આ બાજુ આ જ મારી મહાવીર, તા. મહાવીર 37 Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ અને સમતા જેવા ગુણો એમના વ્યક્તિત્વને દીપાવતા હતા. ભાઈ નંદીવર્ધન, બહેન સુદર્શના, પત્ની યશોદા, પુત્રી પ્રિયદર્શના સર્વસ્વનો ત્યાગ કરીને એમણે આત્મમાંગલ્યનો માર્ગ સ્વીકાર્યો હતો. શરીર ઉપરનાં વસ્ત્રોનો પણ મોહ એમને રહ્યો નહોતો. અઠ્યાવીસ વર્ષની યુવાનવયે સંયમ સ્વીકાર્યા પછી અનેક પરિષદો અને અવરોધો પાર કરીને મહાવીર સમતાભાવે સાધનામગ્ન રહ્યા. અનેક આત્માઓને એમણે ઉગાર્યા. એમની ખૂબી એ હતી કે તેઓ ચમત્કારના પુરસ્કર્તા નહોતા. કેટલાક લોકોએ વધુ પડતા ભક્તિભાવથી ભગવાન મહાવીરના જીવનની અમુક ઘટનાઓને ચમત્કારરૂપે વર્ણવી છે, પરંતુ હકીકતમાં મહાવીર ચમત્કારના નહિ, સંયમના સાધક હતા. મૈત્રી, ક્ષમા અને વાત્સલ્ય વડે કોઈ પણ માનવી આજે પણ ભગવાન મહાવીરની જેમ જીવી શકે છે. ખરેખર તો એક સામાન્ય માનવીની જેમ જન્મીને સંયમ અને સાધનાનાં સોપાનો સર કરતા રહીને તેઓ પરમ પદને પામ્યા હતા, એ જ એકમાત્ર તેમનો ચમત્કાર હતો ! ભગવાન મહાવીરના જીવનની કેટલીક ઘટનાઓ આજના યુગસંદર્ભમાં પણ પ્રેરક નીવડે તેમ છે. રાજગૃહી નગરીમાં કાલસૌરિક નામનો એક કસાઈ દરરોજ પાડાઓની હત્યા કરતો હતો. નગરના રાજા શ્રેણિકે તેને અંધારા કૂવામાં નાખી દીધો. પછી ભગવાન મહાવીર પાસે આવીને કહ્યું, “ભગવાન ! મેં કાલસૌરિકને અંધારા કૂવામાં નાખી દીધો છે. હવે એ નિર્દોષ પાડાની હત્યા નહિ કરી શકે. કૂવામાં પાડા હોય તો એની હત્યા કરે ને? મેં કાલસૌરિકને હિંસાના માર્ગેથી પાછો વાળી દીધો છે.' તરત જ ભગવાન મહાવીરે કહ્યું, “અસંભવ ! કાલસૌરિકને અંધારા કૂવામાં નાખવો એ તેની હિંસાનો ઉપાય નથી. એના મનની ભાવનાઓમાં પરિવર્તન આણવું પડે. વૃત્તિઓનું પરિમાર્જન થયા વિના વર્તનમાં પરિવર્તન સંભવિત નથી. માટે કાલસૌરિકને કૂવામાંથી બહાર કાઢો.” જ્યારે સિપાઈઓ કાલસૌરિકને લેવા ગયા ત્યારે તે કૂવામાં બેઠો બેઠો માટીમાંથી પાડા બનાવીને તેની હિંસા કરી રહ્યો હતો ! આ વાત જાણીને શ્રેણિક રાજાને લાગ્યું કે સાચી વાત તો માનવીના 38ા મારા મહ્મવીર, તારા, મહાવીર સમાવા ખાવાના છે Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ હૃદયપરિવર્તનની છે. દુષ્ટ વૃત્તિઓ ન બદલાય તો માનવી કાલ્પનિક રીતે પણ પાપકૃત્યો આચર્યા કરે છે. ભગવાન મહાવીરનો શિષ્યસમુદાય અત્યંત બૃહદ્ હતો. તેમાં ગણધર ગૌતમ અને ભગવાન મહાવીર વચ્ચેના અસંખ્ય સંવાદોમાં જિજ્ઞાસા અને તેના ઉત્તરો મળે છે. એક વખત ગણધર ગૌતમે પૂછ્યું : ‘પ્રભુ ! જીવ શેનાથી ડરે છે ?’ ‘જીવ દુ:ખથી ડરે છે.' ‘દુ:ખોનો કર્તા કોણ છે ?’ ‘જીવ.’ ‘દુઃખનું કારણ શું છે ?’ ‘પ્રમાદ.’ ‘તો પછી હે પ્રભુ, દુઃખોનો અંત કોણ લાવી શકે ?’ ‘જીવ પોતે જ !’ ‘દુઃખોના અંતનો ઉપાય શો ?' ‘અપ્રમાદ...’ આ સંવાદમાં ભગવાન મહાવીર અપ્રમાદને સઘળાં દુઃખોનું નિરાકરણ બતાવીને કહે છે કે ભય અને દુઃખ પ્રમાદ દ્વારા જ જાગે છે. એક પળનોય પ્રમાદ ન કરો. પ્રમાદ એટલે આળસ. ભગવાન મહાવીર જાગૃતિના એવા શિખર ઉપર આરૂઢ હતા કે જ્યાં આત્મા સ્વયં પરમાત્મા બની રહે છે. ‘જાગૃતિ એ જ પરમ સાધના છે, એવો જીવનમંત્ર ભગવાન મહાવીરે પોતાના આચરણ દ્વારા જગતને આપ્યો. આત્મજાગૃતિ આવે તો પછી અનેક ગુણો ત્યાં પાંગરે છે. ભગવાન મહાવીરને તેમની ઉગ્ર સાધના દરમ્યાન સંગમે અનેક અંતરાયો કર્યા હતા. પ્રભુને પારવાર કષ્ટો આપ્યાં હતાં. પણ પ્રભુ કદીય વિચલિત થયા નહોતા. છેવટે થાકીને સંગમ, પ્રભુ પાસે આવીને ક્ષમા માગે છે. એ ક્ષણે પ્રભુની આંખમાંથી આંસુ વહી આવે છે. સંગમ વિસ્મયથી પૂછે છે, ‘હે પ્રભુ ! આજપર્યંત મેં આપને અગણિત મારા મહાવીર, તારા મહાવીર 39 Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ સંતાપ આપ્યા... અપાર કષ્ટો આપ્યાં... એ બધું તો આપ સ્વસ્થ અને શાંતચિત્તે સહન કરતા રહ્યા... હવે તો હું પ્રાયશ્ચિત્ત ઝંખું છું. આપની ક્ષમા માગવા આવ્યો છું. ત્યારે આપ રડી રહ્યા છો? આપનાં આંસુ મને ક્ષમા નહિ કરે શું ?' ભગવાન મહાવીરે વત્સલવાણીમાં કહ્યું, “એવું નથી, સંગમ ! તે જે સંતાપ અને કષ્ટો આપ્યાં એ તો મને નહિ, મારા શરીરને જ આપ્યાં હતાં. હું તો આત્માર્થી છું. મને તારા પ્રત્યે રોષ હોય જ નહિ, પરંતુ મારી તપશ્ચર્યામાં અવરોધ કરવાથી તેને પાપ-દોષ લાગ્યો. એથી તારા આત્માનું અકલ્યાણ થશે ને એ માટે હું અનિચ્છાએ પણ નિમિત્ત બન્યો તેની વ્યથા મારી આંખોમાંથી અશ્રુરૂપે વહી રહી છે !' ભગવાન મહાવીરે સદાય બહાના શત્રુઓને ક્ષમા આપવાની અને ભીતરના શત્રુઓ એટલે કે રાગ, દ્વેષ, મોહ, માન, માયા વગેરે ઉપર વિજય મેળવવાની વાત કરી છે. બહારની શત્રુતાનો ઉપાય છે સંયમ, સ્નેહ અને સંયમની સાધના દ્વારા કોઈ પણ સાધક “મહાવીર' બની શકે છે. ભગવાન મહાવીરની વાણી એમના ચારિત્ર્ય જેવી પારદર્શક હતી. તેમણે કહેલી કેટલીક માર્મિક વાતો હવે પછીની સદીઓ સુધી પ્રેરણાનાં ઓજસ પાથર્યા કરશે. તેમણે કહ્યું છે કે, “ક્રિયા વગરનું જ્ઞાન અને જ્ઞાન વગરની ક્રિયા બને વ્યર્થ છે. જંગલમાં આગ લાગે ત્યારે પંગુ માનવી આગને જોવા છતાં દોડી શકતો નથી અને આંધળો માણસ દોડવાને સમર્થ હોવા છતાં આગને જોઈ શકતો નથી. તેથી બન્ને બળી મરે છે. પરંતુ જો પંગુ માણસ આંધળા માણસના ખભા ઉપર બેસીને તેને દિશાદર્શન કરે તથા આંધળો માણસ પંગુના દિશાદર્શન મુજબ દોડી જાય તો બંને બચી શકે. જ્ઞાન અને ક્રિયા પરસ્પરમાં ઓતપ્રોત થવાં જોઈએ. જ્ઞાન અને ક્રિયાનો સમન્વય પ્રભુએ આ ઉદાહરણ દ્વારા સમજાવ્યો છે. ચારિત્ર્યનું મૂલ્ય સમજાવતાં ભગવાન મહાવીર કહે છે કે, “ચંદનનો ભાર ઊંચકીને વહન કરવા છતાં ગધેડાના ભાગમાં માત્ર બોજ આવે છે, ચંદનની સૌરભ નહિ. તેમ જ્ઞાની વ્યક્તિ પણ જો ચારિત્ર્યહીન હોય તો તેના ભાગમાં જ્ઞાન તો આવે છે, પરંતુ એ જ્ઞાનના ફળ સ્વરૂપ સદ્ગતિ એને કદીય મળતી નથી.' 40" મારા મહાવીર, તારા મહાવીર Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ એક વખત ભગવાન મહાવીર કૌશામ્બી નગરીમાં પધાર્યા હતા. ત્યાં મહારાજા શતાનિકની બહેન જયંતીએ એમને પ્રશ્ન પૂછ્યો, ‘પ્રભુ ! જાગવું સારું કે ઊંઘવું સારું ?' કે પ્રભુએ કહ્યું, ‘અધર્મી જીવો માટે ઊંઘવું સારું છે, જેથી તેઓ અન્ય જીવોને દુભવે નહિ; પરંતુ ધર્મી જીવો માટે જાગવું સારું છે કારણ કે તેઓ પોતાનું અને સર્વનું હિત કરે છે.’ ભગવાન મહાવીરની વાણી આજના યુગમાં પણ વિશ્વશાંતિ અને વિશ્વબંધુત્વ માટે અત્યંત પ્રેરક છે. એમની અહિંસા એટલે કાયરની ભાગેડુવૃત્તિ નહિ, પણ વીરની ક્ષમાભાવના. બીજાને અભય ક૨ના૨ જ પોતે અભય બની શકે છે. બોતેર વર્ષનું આયુષ્ય ભોગવીને ઈ.સ. પૂર્વે ૫૨૮માં પાવાપુરી મુકામે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા. લગભગ ત્રીસ વર્ષ સંસારમાં ગાળ્યાં, સાડા બાર વર્ષ સાધનામાં વીતાવ્યાં અને ત્રીસ વર્ષ જેટલો સમય કેવલી અવસ્થામાં એમણે પસાર કર્યો. એમના જીવનની છેલ્લી એક ઘટના જોઈએ. પોતાના પરમ શિષ્ય ગણધર ગૌતમને પ્રભુએ પોતાના નિર્વાણની પળે પાસેના ગામમાં દેવ શર્મા નામના બ્રાહ્મણને ઉપદેશ આપવા મોકલ્યા. ગણધર ગૌતમ પાછા ફરતા હતા ત્યારે જોયું તો નગરમાં ભયંકર સન્નાટો છવાયો હતો. હવા જાણે થંભી ગઈ હતી. પશુઓ અને પંખીઓ પણ જાણે વિષાદગ્રસ્ત બન્યાં હતાં. હા, ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા હતા. જ્યારે ગૌતમે આ જાણ્યું ત્યારે એમના વિલાપની સીમા ના રહી. એ નાના બાળકની જેમ રડી પડ્યા અને બોલ્યા, ‘હે પ્રભુ ! આપ તો સર્વજ્ઞ હતા. આપ આપનો અંતિમકાળ જાણતા જ હશો. છતાં આપે મને આ છેલ્લી પળે આપનાથી દૂર શા માટે મોકલ્યો ? હવે મને આ ભવબંધનમાંથી કોણ છોડાવશે ? કોણ મારું રાહબર બનશે ?' ગણધર ગૌતમનો વિલાપ અને પ્રલાપ પરાકાષ્ઠાએ પહોંચ્યો, ત્યાં જ એકાએક એમના ચિત્તનો વિચારપ્રવાહ પલટાયો : એકાએક એ બોલ્યા, મારા મહાવીર, તાણ મહાવીર Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ ! મને ક્ષમા કરો ! આજ સુધી મારા અંતરમાં આપના માટે રાગ અને મોહ હતો. આપને માટે હું આસક્ત હતો. આપે અંતિમ પળે મને આપનાથી અળગો કરીને અંતર્મુખ કર્યો. આત્મદશાનું મને ભાન કરાવ્યું. આપના માટેની આસક્તિ મને રુદન કરાવતી હતી, હવે હું એ આસક્તિમાંથી મુક્ત બન્યો છું...!' ને એ જ ક્ષણે ગણધર ગૌતમ કેવળજ્ઞાન પામ્યા. એક બુઝાતો દીપક જગતને શાશ્વત ઓજસ આપતો ગયો. ભગવાન મહાવીરનો એ નિર્વાણદિન હતો આસો વદ અમાસ, એટલે કે દીપાવલિનો દિન. પ્રભુ મહાવીરે પ્રબોધેલા જ્ઞાનની દીપાવલિ સમગ્ર જગતને અજવાળતી રહે એ જ અભ્યર્થના...! ક Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર માત્ર જેનોના નહિ સમગ્ર જનસમુદાયના હતા ! સમય ઘડિયાળને અનુસરતો નથી, ઘડિયાળ સમયને અનુસરે છે. ઘડિયાળ આગળ કે પાછળ થઈ શકે છે, સમય તેની નિશ્ચિત ગતિએ અવિરત વહ્યા કરે છે. જે નિશ્ચલ છે તે સત્ય છે અને જે સત્ય છે તે શાશ્વત છે. સત્યને સદીઓની અવધિ પણ ભૂંસી શકતી નથી. - ભગવાન મહાવીરરૂપી પરમ સત્ય અઢી હજારથી પણ વધુ વર્ષોથી જગતના જીવોને ઝળાંહળાં ઓજસનો અનુભવ કરાવે છે. આમ તો જૈન સંપ્રદાયના ચોવીસમા તીર્થકર તરીકે સૌ એમને ઓળખે છે. પણ, વાસ્તવમાં ભગવાન મહાવીર જૈન ધર્મના જ નહિ, જનસમુદાયના હતા એમ કહેવું વિશેષ યથાર્થ છે. સત્ય, અહિંસા, અપરિગ્રહ, અસ્તેય અને બ્રહ્મચર્ય જેવાં પાંચ મહાવ્રતો ઉપરાંત ભગવાન મહાવીર અપ્રમાદ અને જાગ્રતતાના ખાસ પુરસ્કર્તા હતા. આત્મા પ્રત્યેની જાગ્રતતા એ જ પરમાત્માનો સાક્ષાત્કાર છે એવું તે માનતા હતા. આત્માની વિસ્મૃતિ એટલે પ્રમાદ અને આત્માની સ્મૃતિ એટલે અપ્રમાદ એવા સૂક્ષ્માથે તેમને અભિપ્રેત હતા. જ હા માસ મહાવીર, તાસ મહાતીર 43 છે જ છે Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ એક વખત ભગવાન મહાવીરના શિષ્ય ગણધર ગૌતમસ્વામી સહજ જિજ્ઞાસાથી પ્રભુને પૂછે છે : ‘હે પ્રભુ ! આપ કહો છો કે એક પળનોય પ્રમાદ ન કરો, તો શું માત્ર એક જ પળનો પ્રમાદ આત્મા માટે અહિત કરી શકે ખરો ? પળભરનો પ્રમાદ આત્માને કેવું નુકસાન પહોંચાડે છે ?’ ત્યારે ભગવાન મહાવીરે કહ્યું, ‘વત્સ ! તેં સળગતો દીપક તો જોયો જ હશે. પ્રગાઢ અંધકારની વચ્ચે નાનકડો દીવો પેટાવીએ તો શું પરિણામ આવે ?’ ‘હે પ્રભુ ! પ્રગાઢ અંધકારની વચ્ચે દીવો પ્રગટાવીએ તો તિમિરના પરમાણુઓ તૈજસમાં પરિવર્તિત થઈ રહે છે. અંધકાર ખતમ થાય છે અને પ્રકાશ પથરાઈ જાય છે.' ‘હે ગૌતમ ! એ પ્રકાશ કેટલો સમય ટકે છે ?’ ‘જ્યાં સુધી દીપક જલતો રહે છે ત્યાં સુધી. . .’ ‘અને દીપક બુઝાઈ જાય તો શું પરિણામ આવે ?‘ ‘તો પુનઃ અંધકાર થઈ જાય. તૈજસ પરમાણુ પુનઃ તિમિરના પરમાણુ બની જાય...' ‘હે ગૌતમ ! દીપકનું જલવું અને બુઝાઈ જવું એ પળભરની જ ઘટના છે. દીપકનું બુઝાઈ જવું અને અંધકાર પથરાઈ જવો એ અલગ ઘટનાઓ નથી. તેમની વચ્ચે ક્ષણનું ય અંતર નથી. બસ એ જ રીતે પળનો પ્રમાદ અને આત્માનું અકલ્યાણ એ બે ઘટનાઓ પણ ભિન્ન નથી. પ્રમાદ આવ્યો અને પતન થયું. પ્રમાદ અંધકાર છે. પ્રમાદ દિશાશૂન્યતા છે. પ્રમાદ અજ્ઞાન છે. પ્રમાદ પાપ છે અને પાપથી મોટું અકલ્યાણ જગતમાં બીજું કોઈ નથી !” ભગવાન મહાવીર એક વખત પરિષદમાં બિરાજમાન હતા. એક જિજ્ઞાસુ સાધકે એમને પ્રશ્ન કર્યો, “પ્રભુ ! આપના વ્યક્તિત્વનો વિરોધાભાસ જોઈને મને વિસ્મય થાય છે...” “કેવો વિરોધાભાસ ?' “આપ અગાઉ એકલા જ રહેતા હતા. એકાંતમાં સાધના કરતા હતા. ઉપદેશ પણ આપતા નહોતા, મૌન રહેતા હતા અને હવે આપ પરિષદની વચ્ચે - મારા મહાવીર, તાસ મહાવીર Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ પધારો છો. મૌન છોડી ઉપદેશ પણ આપો છો...' “એક રીતે તારી વાત સાચી છે, વત્સ ! પરંતુ અનેકાન્ત દૃષ્ટિએ વાત જોઈશ તો તને તેમાં વિરોધાભાસ નહિ લાગે.” “એ શી રીતે ?” “જો વત્સ ! હું સાધના કરવા માટે બહારના એકાંત સ્થળે હતો ત્યારે અંદરથી સભર હતો. સંસ્કારોની પરિષદ મારી ભીતર હતી. આજે હું બહારની પરિષદની વચ્ચે હોવા છતાં ભીતરથી એકલો છું. રાગ-દ્વેષ, આસક્તિથી મુક્ત છું. વળી અગાઉ હું સત્યના સાક્ષાત્કારની સાધનામાં મગ્ન હતો ત્યારે મારી વાણી મૌન હતી. આજે વાણીમાં મને લાધેલું સત્ય પ્રગટ થઈ રહ્યું છે.’ જ્યારે વ્યક્તિ અંતર્યાત્રા કરે છે ત્યારે બાહ્યજગત એને માટે કોઈ અર્થ ધરાવતું નથી. ભગવાન મહાવીર સતત અંતર્યાત્રા કરતા હતા. એમની વાણી એમની સાધનાનો નીચોડ છે. એમને મન ધર્મ અને સંપ્રદાયના વાડાઓ કરતાં ‘જીવ' વધુ મહત્ત્વનો હતો. જીવમાત્ર પ્રત્યે અનુકંપા અને ક્ષમાસભર મૈત્રી કેળવવાનો મહામૂલો મહામંત્ર ભગવાન મહાવીરે આપ્યો. ભગવાન મહાવી૨ સાચા અર્થમાં વીર હતા. દુશ્મન ઉપર વિજય મેળવે તે વીર, પણ દુશ્મનને મિત્ર બનાવી તેનો ઉદ્ધાર કરે તે મહાવી૨. ભગવાન મહાવીર કહેતા કે તમારા બાહ્ય શત્રુઓને વહાલથી જીતો અને તમારા ભીતરના શત્રુઓ (એટલે કે દુવૃત્તિઓ અને દોષો અને અવગુણો)ને સંયમ વડે જીતો. વહાલ અને સંયમના ચમત્કાર જેવો જગતમાં અન્ય કોઈ ચમત્કાર નથી. ભગવાન મહાવીરે સાધનાપથે જતી વખતે પોતાનાં વસ્ત્રોને પણ અનિવાર્ય માન્યાં નહોતાં. દેહની આસક્તિથી પણ પોતે દૂર નીકળી ગયા હતા. આજે જો આપણે ભગવાન મહાવીરની મૂર્તિને સોના-ચાંદીની આંગીથી સજાવી દઈએ કે ફૂલોના ઢગલાથી પ્રભુની મૂર્તિને ઢાંકી દઈએ, પણ પ્રભુએ બતાવેલા માર્ગે એક ડગલું ય જો ન ભરીએ તો એ દંભ જ કર્યો કહેવાય. જેને વસ્ત્ર પણ અનિવાર્ય ન લાગ્યાં હોય તેને સોના-ચાંદીના ઠઠારા કેમ ગમે ? જેણે જગતને અપરિગ્રહનો મહિમા સમજાવ્યો હોય તેને ચડાવા અને બોલીઓની શી આવશ્યકતા ? માનવી પોતાની રીતે શાસ્ત્રાર્થો કરતો રહે છે. પોતાની રીતે ધર્મના અર્થ કરતો રહે છે. મારા માટે તામ મહાર Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ પરિણામે પોતાની જ સંકુચિતતાઓમાં એ ગૂંગળાયા કરે છે. મોક્ષની વાતો કરવાથી મોક્ષનો સાક્ષાત્કાર ન થાય. “મહાવીર જન્મકલ્યાણક' દર વરસે આવે છે. આપણે એક દિવસ માટે ભારે ઉત્સાહમાં આવીને ઉત્સવને ઊજવી લઈએ છીએ. બીજા દિવસથી વળી પાછા આપણી “માયા'માં પડી જઈએ છીએ. મહાવીર જન્મકલ્યાણકની સાચી ઉજવણી આત્માની દુવૃત્તિઓનું પરિમાર્જન કરવામાં છે. ભગવાન મહાવીર તો શત્રુ પ્રત્યે ય વહાલ કરવાનું કહી ગયા છે. આપણે તો સ્વજનો અને મિત્રો સાથે ય સ્વાર્થનાં પલાખા માંડીએ છીએ. આપણને મહાવીર જન્મકલ્યાણક ઊજવવાનો હક્ક શી રીતે મળે ? એક વખત અભયકુમારે ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો, “હે પ્રભુ! શ્રેષ્ઠ કોણ, સાધુ કે ગૃહસ્થ ?' ભગવાને કહ્યું, “હું તો સંયમને શ્રેષ્ઠ સમજું છું. જો કોઈ ગૃહસ્થજીવનમાં રહીને, સંસારીજીવન જીવીને પણ ઉત્તમ સંયમ નિભાવે તો તે સાધુ જેટલો જ શ્રેષ્ઠ છે, વંદનીય અને પૂજ્ય છે. જો કોઈ સાધુ સંયમવ્રત સ્વીકાર્યા પછી ય અસંયમી બની જાય તો તે કોઈ રીતે શ્રેષ્ઠ નથી. માત્ર માથું મૂંડાવવાથી શ્રમણ (સાધુ) બનાતું નથી. સંયમ અને ચારિત્ર્યનો ઉત્તમ ભાવ ચરિતાર્થ થવો જોઈએ.” ભગવાન મહાવીરે અપરિગ્રહ, અહિંસા, બ્રહ્મચર્ય ઇત્યાદિના જે સૂક્ષ્માર્યો આપ્યા છે તે અપૂર્વ છે. આજથી અઢી હજાર વર્ષ પૂર્વે ભગવાન મહાવીરે સ્ત્રી ઉત્કર્ષની વાત કરી હતી. ભગવાન મહાવીર એક સામાન્ય માનવીની જેમ જન્મ્યા અને સાધનાનાં સોપાનો સર કરતા રહીને પરમ પદને પામ્યા. અન્ય અવતારી દેવો પૂજ્ય હોવા છતાં સામાન્ય માનવી માટે આદર્શ નથી બની શકતા. ભગવાન મહાવીરે જગતને સમજાવ્યું કે જીવમાત્ર આત્મસાધના, મૈત્રી અને માંગલ્ય દ્વારા પરમપદ સુધી પહોંચી શકે છે. ક્ષત્રિયકુંડમાં જન્મ અને પાવાપુરીમાં નિર્વાણ - આ બે ઘટનાઓની વચ્ચેનું ભગવાન મહાવીરનું જીવન એટલે જલતો દીપક. અને એ દીપકનાં શાશ્વત ઓજસ આગામી સદીઓ સુધી વિશ્વને વહાલ અને અહિંસા અને ક્ષમા અને અપરિગ્રહ અને માંગલ્યનું અમૃત બક્ષશે. ભગવાન મહાવીરનાં ચરણોમાં ભાવભરી વંદના. 46 મારા મહાવીર, તાસ મહાવીર અ Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ મહાવીરે વટ પાડવા માટે ક્યું જ નહોતું ! વટ પાડવા માટે થતી કોઈ પણ પ્રવૃત્તિમાં વિવેકનો સદંતર અભાવ હોય છે. વિવેકપૂર્વક થયેલી પ્રત્યેક પ્રવૃત્તિનો વટ પડતો હોય છે, પરંતુ એ વટ ઝટ નજરે ચઢે એવો નથી હોતો. પિત્તળને સોના જેવો વટ મારવા માટે પોતાનો બાહ્ય ચળકાટ જરાય ઝાંખો ના પડે એની ચિંતા કરવી પડે છે. સોનું એવી ચિંતાથી મુક્ત હોય છે. સોના અને પિત્તળ વચ્ચે પાયાનો એક મુખ્ય તફાવત છે. સોનું હંમેશાં પોતાને કોઈ સાચી રીતે પરખનાર પાત્ર મળે એની પ્રતીક્ષામાં રહે છે. પિત્તળ હંમેશાં પોતાને કોઈ સાચી રીતે પરખી (ઓળખી) ન કાઢે એવી ચિંતામાં અને એવા રઘવાટમાં રહે છે. પિત્તળ હંમેશાં ઉતાવળ કરે છે. પોતાનું મૂલ્ય જલદી થઈ જશે તો સારું નહિતર જો કાટ લાગી જશે તો અસલી સ્વરૂપ પ્રગટ થઈ જશે એવો ભય એને વળગેલો રહે છે. સોનું નિર્ભય રહીને યોગ્ય સમયની પ્રતીક્ષા કરે છે. ભગવાન મહાવીરને વટ પાડવાની ગરજ નહોતી. એમણે તો જે કાંઈ કર્યું તે સહજરીતે કર્યું. ઉપવાસ કરવાના સંકલ્પ વગર જ ઉપવાસ કર્યા. વસ્ત્રો છોડવાની વૃત્તિ વગર જ વસ્ત્રો છોડ્યાં. આવું ક્યારે થઈ શકે ? જ્યારે શરીરનું ભાન ગૌણ બની ગયું હોય અને પૂર્ણ રૂપે આત્મામય બની જવાયું હોય ત્યારે...! બાજુ આ જ માર મહાવીર, તારા... મધ્યવીરો અAT Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ મહાવીરે દીક્ષા લેવાની ઉતાવળ પણ કરી નહોતી. માતા-પિતાની હયાતીમાં સંસાર છોડવાથી માતા-પિતાને દુઃખ લાગશે એટલો સમજણભર્યો વિવેક એમણે કર્યો હતો. કારણ કે મહાવીરે વટ પાડવા માટે દીક્ષા નહોતી લીધી. મોટાભાઈ નંદીવર્ધનના આગ્રહનો પણ એમણે આદર કર્યો હતો. મોટાભાઈના આગ્રહથી બે વર્ષ મોડી દીક્ષા એમણે સ્વીકારી હતી. સંસારમાં રહીને પણ વિવેકપૂર્ણ સંયમધર્મની વાટ એ સંકોરતા રહ્યા હતા. દીક્ષા પછી (ગૃહત્યાગ પછી) પણ વ્રત, ઉપવાસ, વસ્રત્યાગ વગેરે બાબતો તરફ તેમણે ધ્યાન આપ્યું નહોતું. તેમનું લક્ષ્ય આત્મસાધનાનું હતું. આત્મામાં ઓળઘોળ થયા પછી શરીરની પળોજણ છૂટતી ગઈ... છૂટતી ગઈ... ભોજનનું ભાન ન રહ્યું એટલે ઉપવાસ થઈ ગયા અને વસ્ત્રનું મમત્ત્વ ન રહ્યું એટલે દિગંબરત્વ સિદ્ધ થઈ ગયું. આજે મહાવીરના નામે આપણે જે કરીએ છીએ તેમાં વિવેક કરતાં વટ પાડવાની વૃત્તિ વિશેષ હોય છે. એટલે બને છે એવું કે આપણે ઉપવાસ ઘણા કરીએ છીએ, ત્યાગનો આડંબર પણ ઘણો કરીએ છીએ; છતાં સાચા અર્થમાં મહાવીરના અનુયાયી બનવાનું દૂર રહી જાય છે. આત્મસાધના વગર માત્ર શરીરને કષ્ટ આપવાથી કોઈ મહાવીર બની શકે ખરું ? આપણા પાડોશીને રૂપાળી પત્ની હોય એ ય આપણા માટે સુખદ ઘટના છે. ભલે એ રૂપાળી પત્ની ઉપર આપણો નૈતિક કોઈ અધિકાર ન હોય છતાં એ પાડોશમાં રહેતી હોવાને કારણે વારંવાર એને જોયાનો સંતોષ મેળવી શકીએ છીએ. ક્યારેક એમ લાગે છે કે મહાવીરને પામવામાં પણ આપણે એવો જ સ્થૂળ સંતોષ લઈ રહ્યા છીએ. મહાવીરને જરા પણ અનુસર્યા વગર, મહાવીરને જરા પણ સમજ્યા વગર અમથા-અમથા જ આપણે વટ મારતા રહીએ છીએ કે મહાવીર અમારા છે ! મહાવીરના જન્મકલ્યાણક દિવસે ઝાક-ઝમાળવાળા હોબાળા કરનારા લોકોને મહાવીર સાથે ભાગ્યે જ કશી લેવા-દેવા હોય છે ! આપણા પાખંડ આગળ તો મહાવીર પણ લાચાર છે ! મહાવીરને ઝાકઝમાળ સાથે દૂરનોય કોઈ સંબંધ હોઈ શકે ખરો ? મોટા મોટા ફંડફાળા, ભવ્યાતિભવ્ય વરઘોડા, ગળાં ફાડી ફાડીને થતાં ભાષણો વગેરે આપણે મહાવીરના નામે કરતા રહીએ હું મારા મહાવીર, તારા મહાવીર Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ એ મહાવીરને ગમતું હશે ખરું? સ્તવનમાં આપણે એક પંક્તિ ઘણી વખત ગાઈએ છીએ કે, “પ્રભુ, તારા જેવા મારે થાવું છે... મહાવીર જો ઉપસ્થિત થાય તો આપણને પૂછશે, “આ બધા ઠઠારા અને આડંબર કરીને તમે મારા જેવા કેવી રીતે થઈ શકશો ?' આપણી પ્રત્યેક ક્રિયા વટ પાડવા માટેની હોય છે એટલે વિવેક ચૂકી જવાનું સાવ સહજ છે. જીવદયા માટે લાખો રૂપિયાનું દાન આપનારો દાનવીર શ્રીમંત પોતાની પેઢી ઉપર પ્રામાણિક પરસેવો પાડતા કર્મચારીને થોડોક પગાર વધારી આપવામાં ગલ્લાં-તલ્લાં કરે છે ! કારણ કે જીવદયા માટે જાહેરમાં દાન આપવાથી યશ-પ્રતિષ્ઠા મળે છે. દંભી ગુરુની નિશ્રામાં શાલ અને શ્રીફળ દ્વારા પોતાનું બહુમાન થાય છે. આપણા કર્મચારીને પગારવધારો આપવાથી યશ (જાહેરમાં) નથી મળતો ! મહાવીર આપણી વૃત્તિઓ અને પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરે તો પછી કેવો નિર્ણય કરે? એ સામે ચાલીને કદાચ કહી જ દે કે, ‘તમે આ રીતે મારું નામ વટાવશો નહિ, વટલાવશો નહિ ! મારે તમારા તીર્થકર પદેથી રાજીનામું આપી દેવું છે ! પ્લીઝ, તમારું ધાર્યું કરવા માટે તમે મારા સિદ્ધાંતોને ખંડિત કરશો નહિ ! હે ભોળા ભક્તજનો ! મારી વાણી સમજવા માટે તમારે પાખંડી સાધુઓના પગ પકડવાની જરૂર નથી. એ લોકો તો એમના પોતાના અહંકાર માટે તમને મારા નામે મીસગાઈડ કરી રહ્યા છે. મેં તો કહ્યું જ છે કે “અપ્પો દીવો ભવ”એટલે કે તું સ્વયં તારો દીવો થા. ઉછીનાં અજવાળાં ગોતવાની તારે જરૂર નથી. તું સ્વયં મહાવીર જ છે ! માત્ર આત્મસાક્ષાત્કારની નિષ્ઠા જગાડ !' આપણે આટલું કરી શકીશું ખરા ? Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ) ભગવાન મહાવીર દીય ભૂતકાળ બની શકે નહિ ! એક પત્રકારે મને પૂછ્યું, “ભગવાન મહાવીરનો ર૬૦૦મો જન્મકલ્યાણક દિવસ ઊજવાઈ રહ્યો છે, તેની આજે શી ઉપયોગિતા છે ? મહાવીરના અસ્તિત્વને અઢી હજાર કરતાં પણ વધારે વર્ષ વીતી ગયાં છે... મહાવીર અતીત છે, ભૂતકાળ છે. ભવિષ્ય તરફ ચાલવામાં અતીત કઈ રીતે ઉપયોગી બને ?” મારે એટલું જ કહેવું છે કે, કેટલીક બાબતો કાળથી પર હોય છે. તે ના તો કદી અતીત બને છે કે ન તો કદી ભવિષ્ય બને છે. હવાને આપણે શું કહીશું? સૂરજને આપણે શું કહીશું? આકાશને આપણે શું કહીશું? હવા, સૂરજ, આકાશ વગેરે કદીય વાસી બને ખરાં ? એ કદીય અતીત બને ખરાં ? મહાવીર ગઈકાલે પણ વર્તમાન હતા, આજે પણ વર્તમાન છે અને આવતીકાલે પણ વર્તમાન જ રહેશે. અસ્તિત્વ ઉપર કાળનો પ્રભાવ પડી શકે, વ્યક્તિત્વ ઉપર નહિ. મહાવીર વ્યક્તિત્વ છે. તે સ્થળ અને કાળથી પર છે. મહાવીર ત્યાગી હતા, વીતરાગ હતા છતાં તેમણે સમાજના પ્રત્યેક ક્ષેત્રની સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. મહાવીરના સિદ્ધાંતો સદાય તાજા અને તાજગીપૂર્ણ જ રહેશે. Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ મહાવીરે પ્રબોધેલા મુખ્ય ત્રણ સિદ્ધાંતોની સંક્ષેપમાં ચર્ચા કરીએ. અહિંસા, અપરિગ્રહ અને અનેકાંત, આ ત્રણ તેમના મુખ્ય સિદ્ધાંતો છે. આ સિદ્ધાંતો ગઈકાલે પણ યથાર્થ હતા, આવતીકાલે પણ યથાર્થ રહેશે. આજે તો તે સિદ્ધાંતોની યથાર્થતા સૌથી વધુ છે. માત્ર ભારતમાં જ નહિ, જગતના તમામ દેશોમાં આ ત્રણ સિદ્ધાંતો શાશ્વત સ્વરૂપે યથાર્થ બની રહેશે. હિંસાના શિખર ઉપર બેઠેલો આજનો માણસ દુઃખી છે. હિંસા કદીય સુખ આપી શકે નહિ, હિંસા કદીયે કોઈ સમસ્યાનું સમાધાન બની શકે નહિ. લોહીના ડાઘ લોહી વડે ધોઈ શકાય ખરા ? હિંસા અને પ્રતિહિંસાનું ચક્ર ચાલ્યા જ કરે તો એનો અંત શો આવે ? જો આપણે હિંસા ઉપર વિશ્વાસ મૂકીને ચાલ્યા કરીએ તો એક ક્ષણ એવી આવે કે જગતમાં કોઈ પણ જીવનું અસ્તિત્વ જ નહિ રહે. સર્વનાશ પછી તો આપણે અહિંસા તરફ વળવું જ પડશે. કોઈ જીવ બચ્યો જ નહિ હોય ત્યારે કોણ કોની હિંસા કરશે ? પછી તો હિંસાનું કોઈ પ્રયોજન પણ નહિ રહે ! એના કરતાં માણસ સમજણ કેળવે, સહૃદયતા બતાવે અને સંવેદનશીલતા ટકાવી રાખે તો એમાં સુખ અવશ્ય છે. અહિંસા વગર સુખ અને શાંતિ કદીયે કોઈને મળ્યાં નથી અને મળી શકે તેમ પણ નથી. આજે માણસ ધર્મ અને કોમવાદના નામે ઝનૂની બન્યો છે. ધર્મ તો શાંતિ અને સમાધાન આપે. ધર્મ તો પ્રેમ અને પવિત્રતા આપે. તેને બદલે આજે માણસ વૈર અને અહિંસાના માર્ગે - અધર્મના માર્ગે સુખ-શાંતિ શોધવા હવાતિયાં મારી રહ્યો છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે જીવો અને જીવવા દો. તમારે સુખેથી જીવવું હોય તો બીજાને સુખેથી જીવવા દો. બીજાને મારશો તો તમે સલામત નહિ જ રહો. હિંસા ઉપર વિજય મેળવવા માટે પણ અહિંસા જ આચરણમાં મૂકો. આપણે જો અંગ્રેજો પાસેથી હિંસાના માર્ગે આઝાદી મેળવવાનો પ્રયત્ન કર્યો હોત તો કદાચ એમની સામે પરાજય પામ્યા હોત. મહાત્મા ગાંધીએ અહિંસાના માર્ગે આઝાદી મેળવીને સમગ્ર વિશ્વને અહિંસાની તાકાતનો સાક્ષાત્કાર કરાવ્યો હતો. જે દેશદ્રોહી છે, આતતાયી છે તેવા લોકોની સામે પણ હિંસા આચરવાની જરૂર નથી. ગાંધીજીએ અસહકારની લડત કરી હતી, એમ આપણે પણ એવા આતતાયીઓ સામે સો ટચની અસહકારની લડત લડીને સો ટકા વિજયી બની શકીશું. માસ મહાવીર, તાસ મહાવીર Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ મહાવીરનો બીજો મહત્ત્વનો સિદ્ધાંત અપરિગ્રહનો છે. સંગ્રહ ના કરો. જરૂરિયાત કરતાં વધારાનું કશું પણ રાખવું એ પાપ છે. પરિગ્રહ વૃત્તિ આપણી જરૂરિયાતો વધારે છે, આપણી અંદર લોભ અને લાલચ વધારે છે. એક વ્યક્તિ પરિગ્રહ કરશે એટલે બીજી વ્યક્તિએ અભાવ સહન કરવો પડશે. સામાજિક અસંતુલન પેદા થશે. એમાંથી હિંસા પ્રગટશે. સુખેથી જીવવું હોય તો સંગ્રહ ના કરો. મહાવીરે, પહેરેલાં વસ્ત્રોનો પણ ત્યાગ કરી દીધો હતો. જે વ્યક્તિ સર્વસ્વ છોડી દેવા ઇચ્છતી હોય, તેને જગતની કોઈ તાકાત દુઃખી કરી શકતી નથી. આપણને તો આપણી પરિગ્રહ વૃત્તિ જ દુઃખી કરી રહી છે. જેટલું છે તેમાં સંતોષ નથી. “હજી વધારે મળે તો સારું' એ વૃત્તિ “જે મળેલું છે તેનું સુખ પણ આપણને ભોગવવા દેતી નથી ! જગતમાં એક પણ અપરિગ્રહી વ્યક્તિ તમને દુઃખી દેખાય છે ખરી? એ જ રીતે એક પણ પરિગ્રહી માણસ તમને ખરેખરો સુખી દેખાય છે ખરો ? હવે જાતે જ નિર્ણય કરો કે આપણે કેવા બનવું ? મહાવીરે ત્રીજો સિદ્ધાંત આપ્યો અનેકાંત. મહાવીરે બીજો કોઈ સિદ્ધાંત ન આપ્યો હોત અને માત્ર અનેકાંતનો જ સિદ્ધાંત આપ્યો હોત તોપણ તેઓ આટલા જ આદરણીય બની રહ્યા હોત ! સામેની વ્યક્તિ પણ સાચી હોઈ શકે, હુંય કદાચ ખોટો હોઈ શકું – આટલી વિનમ્રતા દ્વારા જ સત્યને પામી શકાય છે. તમામ આગ્રહો ઓગળી જાય ત્યારે અનેકાંત પ્રગટે છે. સત્યને પામવાના અનેક માર્ગો હોઈ શકે, આપણો જ માર્ગ સાચો છે અને બીજા લોકોનો માર્ગ ખોટો છે એવા જડ ખ્યાલમાંથી મુક્ત થવું એ જ અનેકાંત છે. આટલી ઉદાર સમજણ આવી જાય તો જગતના તમામ સંઘર્ષો એક જ ક્ષણમાં સમાપ્ત થઈ જાય ! આ ત્રણ સિદ્ધાંતો મહાવીરને કદીય અતીત નહિ થવા દે, કદીય વાસી નહિ થવા દે. માણસ વાર્યો નહિ વરે તો હાર્યો વરશે એ નક્કી. કારણ કે સુખ અને શાંતિ પામવા માટે આ ત્રણ સિદ્ધાંતોનો અન્ય કોઈ જ વિકલ્પ નથી ! sen મારી મહાવીર, તારા મહાવીર ક , ક૬૮ ખાવા જ Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરનો અનુયાયી શાસ્ત્રનો ઓશિયાળો ન હોય એક જૈન મુનિએ એક વખત પોતાના પ્રવચન દરમિયાન કહ્યું હતું કે, “આજ મહાવીર કો માનને વાલે તો બહુત હૈ, લેકિન મહાવીર કો જાનને વાલે બહુત કમ હૈ.' અઢી હજાર વર્ષથી જૈનો ભગવાન મહાવીરને જાણવા-સમજવાનો પુરુષાર્થ કરતા રહ્યા છે, પરંતુ પોતાની અંગત માન્યતાઓ, મિથ્યા ખ્યાલો, સંકુચિત દષ્ટિ વગેરેનો સંપૂર્ણ ત્યાગ કર્યા વગર ભગવાન મહાવીરને કોઈ સમજી શકે ખરું ? ભગવાન મહાવીર તો એક જ હતા, તો પછી તેમના અનુયાયીઓમાં અનેક ફાંટા કઈ રીતે પડ્યા? તથાકથિત જ્ઞાનીઓએ અને કહેવાતા ધર્માત્માઓએ પોતાની સ્વાર્થી-સંકુચિત દૃષ્ટિથી ભગવાન મહાવીરને મૂલવીને પોતપોતાના અલગ વાડાઓ ઊભા કર્યા. જૈન સંઘનું નેતૃત્વ મહદ્અંશે જૈન સાધુઓના હાથમાં રહ્યું છે, છતાં તેમણે આ વિસંવાદિતાઓને ટાળવાને બદલે વધુ સંગીન બનાવવાનું જ કામ કર્યું હોય તેમ લાગે છે. માન્યતાઓની ખોટી માપપટ્ટી લઈને મહાવીરને મૂલવનારાઓએ જ જૈન સંઘને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાન મહાવીરે “અનેકાન્ત” (સ્યાદ્વાદ)ને ધર્મનું પ્રથમ ચરણ કહ્યું હતું. - મારા મહાવીર, તાસ મહાવીર ST Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ “અનેકાન્ત” એટલે એક જ સત્યને પામવા માટેના અનેક માર્ગોનો સમજપૂર્વકનો સ્વીકાર. મારું એટલું જ સાચું નહિ, પણ સાચું એટલું મારું એવી વિનમ્ર વૃત્તિ એમાં છલોછલ હોવી જોઈએ. વિરોધી વ્યક્તિના વિચારોમાં પણ સત્ય હોઈ શકે છે, એ બાબતને સહજરૂપે સ્વીકારવી એ અનેકાન્ત છે. તિથિ અને તીર્થના ઝઘડામાં અટવાયેલો કોઈ જૈન પોતાને ભગવાન મહાવીરનો અનુયાયી કહી શકે ખરો ? અને કદાચ કહે તો એના જેવો દંભી બીજો કોણ હોય ? દિગંબર જૈનો એમ સમજે છે કે ભગવાન મહાવીર આજીવન બ્રહ્મચારી હતા. શ્વેતાંબર જૈનો કહે છે કે તેમણે યશોદા સાથે લગ્ન કર્યા હતાં અને તેમને પ્રિયદર્શના નામે એક દીકરી પણ હતી. આ બન્ને વિરોધી ખ્યાલોમાંથી તટસ્થ જૈન કોની વાત સ્વીકારશે? ભગવાન મહાવીર એક જ હતા એ તો બન્ને પક્ષ માને છે. તો પછી કાં તો એ બ્રહ્મચારી જ હોય અને કાં તો વિવાહિત તથા અબ્રહ્મચારી જ હોય. બન્ને એકસાથે શી રીતે હોઈ શકે ? અર્થાત્ આ બે પક્ષમાંથી કોઈ એક પક્ષ સાવ ખોટો છે. તટસ્થ જૈન વ્યક્તિ મહાવીરના સિદ્ધાંતોને વફાદાર રહે તો પૂરતું છે, કારણ કે અર્થહીન વિવાદોથી શાસનની અવહેલના અને ભગવાન મહાવીરની અપ્રતિષ્ઠા જ થાય. એક તર્ક એવો પણ છે કે મહાવીરને પત્ની-પુત્રી બધું જ હતું, પરંતુ તેમના પ્રત્યે આસક્તિ નહોતી. એટલે બધું જ હોવા છતાં કશું જ ન હોવા જેવું હતું. આપણે કયો અને કોનો તર્ક સ્વીકારી શું ? ભગવાન મહાવીરે વર્ષો પહેલાં વૃક્ષોની માવજત કરવાનું સૂચવ્યું હતું. દરેક નગરને એક ઉદ્યાન હોવો જોઈએ એ વાત તેમણે કરી હતી. આજે પ્રદૂષણની સમસ્યા માઝા મૂકી રહી છે અને વિજ્ઞાનીઓ વૃક્ષોનું જતન કરવા કહે છે ત્યારે મહાવીરના વૈજ્ઞાનિક અભિગમ પ્રત્યે સ્વાભાવિક રીતે જ અહોભાવ પ્રગટે છે. જીવદયાની અને અહિંસાની વાત ભગવાન મહાવીરે જ્યારે રજૂ કરી ત્યારે આટલા બધા વ્યાધિઓ નહોતા અને આટલી વિનાશક અણુવિસ્ફોટક શક્તિ પણ નહોતી. પ્રકૃતિમાં ખલેલ પાડવાની માનવીની અનુચિત વૃત્તિએ જગતને આજે વિનાશના જડબામાં લાવીને ગોઠવી દીધું છે. ભગવાન મહાવીરની દીર્ધદષ્ટિએ ભવિષ્યને કેટલી હદે આત્મસાત્ કર્યું હશે ! જ્યારે આપણે તો ભૂતકાળમાં ય ભૂલા પડીને ગોથાં ખાઈએ છીએ. 5: 15: ઉજડી મારા ગળાવીરા તારી મહાવી Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ આજે આપણી સરકારની વાયદા, વિલંબ અને ધક્કાની નીતિ જોઈએ છીએ ત્યારે ભગવાન મહાવીરનો ઉપદેશ યાદ આવે છે. તેમણે કહેલું, “હે ગૌતમ, તું પળનો ય પ્રમાદ ન કરીશ.' શિષ્ય ગૌતમે પ્રશ્ન કર્યો, “પ્રભુ, માત્ર એક જ પળનો પ્રસાદ કેવો અનર્થ સર્જી શકે ? શું આપની વાત આત્યંતિક નથી ?' પ્રભુએ કહ્યું, “હે ગૌતમ, સળગતો દીવો એક પળમાં બુઝાઈ શકે છે અને બુઝાયેલો દીવો ફરીથી એક પળમાં પ્રજ્વલિત થઈ શકે છે. જીવ પણ દીપક સમાન છે, કઈ પળે તે કેવી ગતિ પામશે તેની ખબર નથી. માત્ર એક પળ પણ જીવનને અંધકારમાં ધકેલી શકે છે અને જાગૃતિની એક જ પળ તેને પ્રકાશમાં લાવી શકે છે.' ભગવાન મહાવીરે જ્ઞાન અને ક્રિયાને પરસ્પરનાં પૂરક કહ્યાં છે. માત્ર જ્ઞાન હોય અને તે અનુસાર ક્રિયા (વર્તન) ન હોય તો એ જ્ઞાન નર્યો બોજ છે. એ જ રીતે માત્ર ક્રિયા હોય અને તેમાં જ્ઞાનનો અભાવ હોય તો એ ઢસરડો છે, વૈતરું છે. ધર્મ એ માત્ર જ્ઞાન નથી કે માત્ર ક્રિયા નથી. ધર્મ અને ક્રિયાના સમન્વયવાળો ધર્મ જ આત્માનું કલ્યાણ કરી શકે છે. આપણે કઈ દિશામાં છીએ ? શાની વર્ગ ક્રિયાથી વિમુખ અને ક્રિયાકાંડવાળો વર્ગ જ્ઞાનથી વંચિત હોય તેવું વ્યાપક સ્વરૂપે નથી દેખાતું શું? ભગવાન મહાવીરે કહ્યું છે કે માત્ર માથું મૂંડાવી દેવાથી સાધુ બનતું નથી. સમ્યફ આચરણ, સમ્યફ જ્ઞાન અને સમ્યફ અભિગમ વગરનો બાહ્ય ભેખ તો પ્રપંચ બની રહે છે. લક્ષ્મીનો ત્યાગ કરીને, લક્ષ્મીવાનોની કદમબોસી કરનારો સાધુ ભગવાન મહાવીરનો દ્રોહી જ ગણાય. પોતાના જ નામનાં ટ્રસ્ટોફાઉન્ડેશનો ઊભાં કરવાં, હજૂરિયા શ્રીમંતોને ટ્રસ્ટીઓ બનાવવા, ટ્રસ્ટનું ભંડોળ સતત છલકાતું રહે તે માટે ઉજાગરા કરવા, ભાડૂતી લેખકો પાસે લખાવીને પોતાને નામે પુસ્તકો પ્રગટ કરવાં, ઇમ્પોર્ટેડ ઘડિયાળો-પેનો વાપરવી, બીજા સમુદાયના સાધુ પ્રત્યે દ્વેષભાવ રાખવો આવાં અઢળક અનિષ્ટોમાં ડૂબેલો માણસ પોતાને ગચ્છાધિપતિ કહેવડાવે કે પરમ તારક મહારાજા કહેવડાવે, એ ભગવાન મહાવીરનો દ્રોહી જ છે. મોક્ષની બડી બડી વાતો કરનારો આવો કોઈ ધર્માત્મા પોતાનું સામાન્ય જીવન પણ સુધારી શકતો નથી, એ આપણને મોક્ષ શું બતાવશે ? બાબા રામ બાપાના મારા મહાવીર, તારા મહાવીર ૬ Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરનો અનુયાયી અંધશ્રદ્ધાવાળો ન હોય. ખુદ મહાવીરે જ કહ્યું છે કે ધર્મ અને અધર્મ, સત્ય અને અસત્ય, શુભ અને અશુભનો વિવેક બુદ્ધિ વડે કરવો જોઈએ. માત્ર શ્રદ્ધા ક્યારેક અવળા રસ્તે દોરી જાય છે. બુદ્ધિ એટલે કે પ્રજ્ઞાસભર શ્રદ્ધા જ માનવીને તારે છે. ભગવાન મહાવીરનો અનુયાયી વર્ગ ગાડરિયો પ્રવાહ ન બનવો જોઈએ. શાસ્ત્ર દ્વારા સત્યને જાણવાનું હોય છે. સત્યની ઉપેક્ષા કરીને સત્યને કોઈ પામી શકે નહિ. સત્ય શાસ્ત્રનું ઓશિયાળું નથી એટલે ભગવાન મહાવીરનો કોઈ અનુયાયી શાસ્ત્રનો ઓશિયાળો ન હોવો જોઈએ. - મારા મહાવીર, તાસ મહાવીર Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મહાવીરનો અધ્યાત્મ-પ્રભાવ યુગો પર્યત ઓજસવંતો બની રહેશે ક્ષણના ગર્ભમાં યુગ સમાયેલો હોય છે. કેટલીક ક્ષણોનો યુગ-પ્રભાવ સદીઓની કાલાવધિને અવિરત લાભાન્વિત કરતો રહે છે. ભગવાન મહાવીરની અધ્યાત્મદષ્ટિ શાશ્વત હતી. એમનાં વિચાર અને વાણી, એમના યુગ માટે જ નહિ, આજે પણ એટલો જ ક્રાન્તિકારી લાગે છે. સામાન્ય માનવીની જેમ માતાની કૂખે નવ માસ ગર્ભમાં રહીને તેમનો જન્મ થયો હતો, એટલે તેઓ કોઈ અવતારી આત્મા નહોતા તેમણે સાધનામય જીવનના શિખર સુધીની પુનિત યાત્રા કરીને એ સિદ્ધ કરી બતાવ્યું કે કોઈ પણ આત્મા પરમ પદ સુધી પહોંચી શકે છે. એ માટે જરૂર છે જાગૃતિની, આવશ્યકતા છે અપ્રમાદની અને જીવમાત્ર પ્રત્યેના વહાલની. ભગવાન મહાવીરના જન્મદિવસને જૈન પરિભાષામાં “જન્મકલ્યાણક” કહેવાય છે. જેનો જન્મ જગતના કલ્યાણ માટેનું નિમિત્ત બન્યો તેનું જન્મકલ્યાણક. ભગવાન મહાવીરે વેશ કરતાં ચારિત્ર્યનું ગૌરવ વિશેષ કર્યું છે. તેમણે કહ્યું છે કે માથું મૂંડાવાથી સાધુત્વ નથી મળતું. સાધના અને ચારિત્ર્ય વડે જ " માં મારા મહાવીર, તારા મહાવીર 57 જો , સરકાર Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ સાધુત્વ પામી શકાય. આ ઉપરાંત જ્ઞાન અને ક્રિયાનો સમન્વય પણ તેમણે જરૂરી લેખ્યો છે. તેઓ કહે છે કે અપંગ માણસ જંગલમાં આગ લાગેલી જોવા છતાં તેનાથી ભાગીને દૂર જઈ શકતો નથી. એ જ રીતે આંધળો માણસ ભાગી જવા માટે સમર્થ હોવા છતાં આગ જોઈ શકતો નથી તથા દિશાહીન છે. તેથી તે પણ બચતો નથી. જ્ઞાન અને ક્રિયાનો સમન્વય થાય ત્યારે જ આત્મા શુભત્વને પામી શકે છે. બોંતેર વર્ષનું અલ્પાયુષ્ય ભોગવવા છતાં, ભગવાન મહાવીરના વ્યક્તિત્વનો પ્રભાવ યુગો યુગો સુધી ઓજસ્વી બની રહ્યો છે. પળનો ય પ્રમાદ ન કરીશ’ એમ કહેનાર પ્રભુ મહાવીરે એ બોતેર વર્ષમાં અપ્રમાદ અને જાગૃતિની કેવી ઉપાસના કરી હશે એ વિચારીને, તેમાંથી પ્રેરણા લેવાનો આ ધન્ય અવસર છે. ભગવાન મહાવીરે જ્ઞાનની વાતો લોકબોલીમાં અને લોકભાષામાં કરી, તેથી તેઓ વધુ આદરપાત્ર બન્યા હતા. આમ તો ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ બન્ને સમકાલીન હતા. બન્નેએ પ્રેમ, ક્ષમા, અહિંસા અને મૈત્રીના મંગલ મંત્રોથી ધરતીને ધન્ય કરી હતી. ભગવાન બુદ્ધે કહ્યું કે બહુજનહિતાય’ પ્રવૃત્તિ કરો. તમારા જીવનનો ઉપયોગ ઘણાબધા લોકોના શ્રેય અને પ્રેમ માટે કરો. ભગવાન મહાવીરે એમાં થોડો ફેરફાર કર્યો. “બહુજનહિતાયને બદલે “સહુજન હિતાયની વાત કરી. આ થોડો ફેરફાર ભારે મોટો અર્થભેદ કરનારો બની રહ્યો. એ જ રીતે, એ વખતે એમ કહેવાતું કે તમારા શત્રુને પણ મિત્ર સમજો . ભગવાન મહાવીરે તેમાં પણ થોડો ફેરફાર કર્યો અને કહ્યું કે, બહારના જગતમાં કોઈને શત્રુ માનશો જ નહિ. શત્રુને પ્રથમ શત્રુ કહેવો અને પછી તેને મિત્ર બનાવવો એના કરતાં એને શરૂથી જ મિત્ર બનાવવાની વાત મહત્ત્વની છે. જે વ્યક્તિ બહારના શત્રુઓ ઉપર વિજય મેળવે તે વીર છે, પરંતુ રાગદ્વેષ, મોહ ઈત્યાદિ જેવા ભીતરના શત્રુઓને જીતે તે મહા-વીર છે. ભગવાન મહાવીરના જન્મકલ્યાણકને ઊજવવા માટે જો આપણે પણ ક8 મા મહાવીર, તાસ. મહાવીર સ્વામી " Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ માત્ર ભાષણો કરવા થનગની ઊઠીએ કે પછી માત્ર વરઘોડા કાઢીને જ ઇતિશ્રી સમજી લઈએ તો એમાં મહાવીરનું કશું ગૌરવ થતું નથી. સાચી વાત તો એ છે કે આ ધન્ય દિવસે આપણા જીવનમાં સાત્વિક પરિવર્તન આવવું જોઈએ. શત્રુ પ્રત્યે સ્નેહ દાખવવાની વાત તો ઘણી દૂરની છે. આપણે તો સ્વજનો પ્રત્યે પણ દ્વેષ ધરાવીએ છીએ ! મિત્ર માટે પણ સ્વાર્થનાં પલાખા દાખવીએ છીએ ત્યાં નિખાલસ અને વિશુદ્ધ સંબંધની વાત ક્યાંથી થઈ શકે ? ભગવાન મહાવીરનો સાચો અનુયાયી વરઘોડામાં બરાડા પાડીને નારા લગાવવા કરતાં પોતાના ભીતરના દોષોને દૂર કરવાનું જ પસંદ કરે. મનની દુવૃત્તિઓ અને લાલસાઓ અને વાસનાઓને ઢાંકવાના દંભ માટેનું આ કોઈ લૌકિક પર્વ નથી. જૈન એટલે ઈન્દ્રિયો ઉપર વિજય મેળવનાર. જૈન એટલે તીર્થકરની આજ્ઞાનું પાલન કરનાર. ભગવાન મહાવીર માટે એક ઉત્તમ અને ઉચિત વિશેષણ પ્રયોજાયું : નિગ્રંથ મહાવીર. ગ્રંથિ એટલે ગાંઠ. જેના મનમાંથી રાગ-દ્વેષ, મોહ-માયા, આસક્તિ, વગેરેની ગાંઠો છૂટી જાય તેને નિગ્રંથ કહેવાય. એવા નિગ્રંથ મહાવીરના જન્મકલ્યાણક દિન નિમિત્તે આપણે સૌ નિગ્રંથ બનીને આત્મશ્રેયના સાધક બની રહીએ. હા પાન ખાવા મારા મહાવીર, તાસ મહાવીર પ ક Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મહાવીરના સમ્યક્ દર્શનને સમજવા સમ્યક્ આત્મસૂઝ જરૂરી છે પાણી તરસને બુઝાવે છે અને ઠંડાં પીણાં તરસને બહેકાવે છે. સોનાનો ગિલેટ ભાવને ઘટાડી શકતો નથી, પણ તેનો વિકલ્પ જરૂર બને છે. એક સજ્જનને સજ્જન બનાવવામાં દુર્જનનો જેટલો ફાળો હોય છે તેટલો તો કદાચ એ સજ્જનનો પોતાનો ય નથી હોતો ! બધા લોકો સજ્જનો હોત તો કોઈ એકાદ-બેની સજ્જનતા માટે આપણને આટલો બધો આદરભાવ ન થાત ! માનવી અધ્યાત્મના સાત્ત્વિક આનંદથી જેટલો અલિપ્ત રહે છે, તેટલો તેના જીવનનો આનંદ પણ તકલાદી થતો જાય છે. ઘરમાં નવું એરકંડીશનર આવે છે ત્યારે સૌના ઉત્સાહમાં ગરમી આવી જાય છે. પરંતુ સમય વીતતો રહે છે તેમ, એ ઉત્સાહ ઠંડો પડતો જાય છે. ભૌતિક પદાર્થોનો આનંદ એવો ક્ષણિક હોય છે. ગીતાના તમામ અધ્યાયો કંઠસ્થ કરનાર કરતાં, તેનો એકાદ અધ્યાય આચરણમાં ઉતારનાર મહાન છે. ટેપરેકૉર્ડર ગમેતેટલાં સુંદર ગીતો રજૂ કરે, તો ય શ્રેષ્ઠ ગાયકનો એવૉર્ડ તેને મળી શકતો નથી. ધર્મ એ ગોખવાની ચીજ નથી, જીવવાની ચીજ છે આ સત્ય આપણને સમજાઈ જાય તો અત્યાર સુધીમાં આપણે જે પુરુષાર્થ (કે ઉધામા ?)કરી ચૂક્યા છીએ તેનો માત્ર અફસોસ જ 60 - મારા મહાવીર, તાસ મહાવીર Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ કરવાનો રહે ! ત્યાગ શબ્દ બહુ મોટો છે. કશુંક પણ ત્યાગવું હોય તો એ પહેલાં મેળવવું જરૂરી બને છે. મેળવવાનો પ્રયત્ન નથી ત્યાગવાનો, પણ મેળવેલી ધૂળ સામગ્રી બહુજનહિતાય ત્યાગવાની હોય છે. જેનામાં મેળવવાનું સામર્થ્ય નથી એનો ત્યાગ તો માત્ર પ્રપંચ જ કહેવાય. મેળવ્યા વિના ત્યાગશો શું? જાહેરમાં વરઘોડા કાઢીને “ત્યાગ” કરતો માણસ પછી ખાનગીમાં ઘણું બધું ભેગું કરી લેવા અધીરો થઈ ઊઠે છે. આટલો ભ્રષ્ટાચાર તો રાજકારણમાં ય જોવા નથી મળતો ! એક વખત ભગવાન મહાવીર પાસે બેઠેલા તેમના શિષ્ય ગૌતમે દૂરથી જતા એક દરિદ્ર માણસ તરફ સંકેત કરીને કહ્યું, “પ્રભુ ! પેલો માણસ કેવો અપરિગ્રહી છે ! તેની પાસે કોઈ જ ભૌતિક સામગ્રી નથી. સુખ-સાહ્યબીની વાત તો ઠીક, તેની પાસે પ્રાથમિક આવશ્યકતાઓ પૂરતું પણ કશું જ નથી. ગજબનો અપરિગ્રહ કેળવ્યો છે તેણે !” ભગવાન મહાવીરે પૂછ્યું, “ગૌતમ ! એ દરિદ્ર માનવીના હાથ તો ખાલી છે, પણ શું એનું મન પણ ખાલી છે ખરું ?' ના પ્રભુ ! એના મનમાં તો ઘણુંબધું હોવાની સંભાવના છે.” તો પછી એ પરિગ્રહી નથી. ત્રણ વાતો યાદ રાખોઃ જેની પાસે કોઈ જ સામગ્રી નથી પણ તેને મેળવવાની મૂર્છા કે આસક્તિ છે તે માણસ પરિગ્રહપ્રિય દરિદ્ર છે. જેની પાસે આવશ્યકતા જેટલી સામગ્રી છે પણ તે માટેની આસક્તિ નથી તે સંયમી છે, અને જેની પાસે કોઈ પ્રકારની સામગ્રી તો નથી જ અને તે સામગ્રી માટેની મૂર્છા કે આસક્તિ પણ નથી, એ જ સાચો અપરિગ્રહી છે.' ભગવાન મહાવીરના સમ્યફ દર્શનને સમજવા માટે સમ્યફ આત્મસૂઝ કેળવવી જરૂરી બને છે. એક વખત ગૌતમે તેમને પૂછ્યું, “પ્રભુ ! શરીરને કષ્ટ આપવું કે તેને સંતાપવું તે ધર્મ છે?” “એવું કહી શકાય નહીં કે તે ધર્મ છે.” “તો શું તે અધર્મ છે ?' આ " મા મહાવીર, તારકમહાવીર મ ાં Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ‘એમ પણ નહિ કહી શકાય કે તે અધર્મ છે.’ ‘તો પછી એને શું સમજવું ?' ‘હે ગૌતમ ! કોઈ બીમાર માણસ કડવી દવા પીએ તો તે અનિષ્ટ કરે છે એમ કહેવાય ખરું ?' ‘ના.’ ‘તો કોઈ રોગી માણસ મિષ્ટાન્ન જમે એને ઇષ્ટ કહેવાય ખરું ?' ‘ના, પ્રભુ !' બસ, એ જ રીતે શરીરને કષ્ટ આપવું કે ન આપવું તે મહત્ત્વનું નથી, પણ તેમાં સાધનાની કેટલી ઊંડાઈ છે તે મહત્ત્વની વાત છે !’ ભગવાન મહાવીરની ભક્તિ કરવાનો અધિકાર એને જ મળી શકે છે, જે એમની વાણીનું સમ્યક્ આચરણ કરવાની તત્પરતા ધરાવતો હોય ! મારા મહાવીર, તાસ મહાવીર Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ આપણે મહાવીરના પૂજારી છીએ, મહાવીર અહિંસાના પૂજારી હતા જગતમાં સૌથી મોટી તાકાત કોની તલવારની? તમંચાની ? કે પછી તોપની ? અરે, ભાઈ ! સૌથી મોટી તાકાત તો પ્રેમની અને અહિંસાની જ હોય ! એક કવિએ પણ કહ્યું છે કે – જેણે મચક ના આપી તલવારની અણીને, એ દિલ થયું નિછાવર પ્રેમાળ લાગણીને !” તલવાર વડે બહુ બહુ તો શત્રુની હિંસા કરી શકાય, પણ પ્રેમ વડે તો શત્રુને મિત્ર બનાવી શકાય ! તલવાર શત્રુનો નાશ કરે છે, જ્યારે પ્રેમ શત્રુતાનો નાશ કરે છે. શત્રુને મિત્ર બનાવનાર પ્રેમ અને અહિંસાની તાકાત જગતની સૌથી મોટી તાકાત છે. જૈનધર્મના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર એટલે અહિંસાનું મૂર્તિમંત સ્વરૂપ ! ભગવાન મહાવીર એટલે અહિંસા અને અહિંસા એટલે ભગવાન મહાવીર. આપણે મહાવીરના પૂજારી છીએ, મહાવીર અહિંસાના પૂજારી હતા. લગભગ અઢી હજાર વર્ષ પહેલાં આ ધરતી ઉપર એક પુષ્પ ખીલ્યું હતું, Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ જેને જગત ભગવાન મહાવીરના નામે ઓળખે છે. સદીઓથી એ ફૂલની સુગંધ પ્રસરી રહી છે અને યુગો યુગો સુધી એ સુગંધ પ્રસરતી રહેશે. મહાવીર નામના એ માનવપુષ્પ જગતને અહિંસાનો માત્ર ઉપદેશ જ નથી આપ્યો, એમણે અહિંસાની નવી વ્યાખ્યા પણ આપી છે. - સૌ પ્રથમ તો મહાવીરે કહ્યું કે અહિંસા એટલે અર્વર. કોઈ પણ જીવ પ્રત્યે વૈરભાવ ન રહે એ જ ખરી અહિંસા. “શત્રને માફ કરવો જોઈએ.” એવું તો અનેક મહાત્માઓએ કહ્યું, પરંતુ મહાવીરની વાત નિરાળી છે. એ એમ કહે છે કે જગતના સર્વ જીવો મારા મિત્ર છે. મારે કોઈની સાથે શત્રુતા નથી. કોઈને શત્રુ માનવો અને પછી તેને માફ કરવો એ વાત બરાબર નથી, સુસંગત નથી. કોઈને શત્રુ માનવો જ નહિ એ વાત સાચી છે ! મહાવીરે બીજી મહત્ત્વની વાત એ કરી કે અહિંસા એટલે અભય. ભય એને જ લાગે છે જે હિંસા આચરે છે, જે બીજા લોકોને ભય પમાડે છે, બીજા લોકોને ત્રાસ આપે છે એને જ ભય હોય છે. જો આપણે અભય બનવું હોય તો આપણા દ્વારા કોઈને કોઈ પણ પ્રકારનો ભય ના લાગવો જોઈએ. પોતાના કરતાં જે દુર્બળ કે નબળા હોય એમને ભયભીત કરનાર વ્યક્તિ, પોતાના કરતાં સમર્થ અને બળવાન વ્યક્તિથી હંમેશાં ડર્યા જ કરે છે. મહાવીરે કહ્યું કે જગતના સર્વ જીવોને અભયદાન આપો અને સ્વયં અભય બનો. મહાવીરે અહિંસાનો ત્રીજો અર્થ આપ્યો : કરણા. કરણા એટલે દયા. તમામ જીવો પ્રત્યે કરુણાભાવ જાગી જાય તો પછી હિંસા ટકી જ ના શકે ! સંગમ નામના એક વ્યંતર દેવે ભગવાન મહાવીરને અનેક કષ્ટ આપ્યાં. મહાવીર તપ કરતા હોય કે સાધનામાં લીન હોય ત્યારે સંગમ એમને ખૂબ પજવતો. પણ મહાવીર સ્વસ્થ હતા. શાંત હતા. મહાવીર ન તો ગુસ્સે થયા કે ન તો ડરીને પાછા વળ્યા. છેવટે સંગમ થાક્યો અને એણે ભગવાન મહાવીર સામે રડતી આંખે ક્ષમા માગી. એ બોલ્યો, “પ્રભુ ! મને ક્ષમા કરો ! મેં આપને અનેક ઉપસર્ગો આપ્યા. આપને વારંવાર પજવ્યા. હું આપને ડરાવવા માટે પ્રયત્ન કરતો રહ્યો પણ આપ ના ડર્યા કે ના ડગ્યા !' એ જ ક્ષણે મહાવીરની આંખો ભીની થઈ. મહાવીરની આંખમાં આંસુ જોઈને સંગમ બોલ્યો, “પ્રભુ ! આ શું? મેં આપને અનેક યાતનાઓ આપી Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ત્યારે તો આપ શાંત રહ્યા અને હવે હું જ્યારે ક્ષમા માગું છું ત્યારે આપની આંખોમાં આંસુ છલકાયાં ?’ મહાવીરે જવાબ આપ્યો, ‘સંગમ ! તેં મને કષ્ટ આપ્યાં એની તો મને કોઈ જ પીડા નથી, પણ મને કષ્ટ આપવાને કારણે તને પાપ લાગ્યું. મારા તપને તોડવાના નિમિત્તે તારે હવે પાપની સજા ભોગવવી પડશે એ વિચારને કારણે મારી આંખમાં આંસુ આવી ગયાં !' કેવી કરુણામય વાત ! પોતાનું અહિત કરનાર પ્રત્યે પણ આટલી કરુણા પ્રગટે તો જ અહિંસા સાકાર બને ! હિંસાની ટોચ ઉપર બેઠેલા આજના માનવીને કદાચ અહિંસા અને કરુણા જેવાં સંવેદનો સ્પર્શતાં પણ ના હોય. તો પણ એક વાત નક્કી છે કે અંધકાર ગમે તેટલો ગાઢ હોય તોપણ નાનકડી જ્યોત સામે એ ધ્રૂજી ઊઠે છે. હિંસા ગમે તેટલી વ્યાપક હોય તો પણ એણે અહિંસા સામે ઝૂકવું જ પડે છે ! ભગવાન મહાવીરે અહિંસાનો ઉપદેશ માત્ર ચાર શબ્દોમાં જ આપ્યો છે : ‘જીવો અને જીવવા દો.’ જગતના તમામ ધર્મોનો સરવાળો આ ચાર શબ્દોમાં સમાયેલો છે. એ તો અહિંસાનો મંત્ર છે. મહાવીરે સૌને એક વાત સરળ ભાષામાં સમજાવી કે, ‘જેવી રીતે આપણને મૃત્યુ પસંદ નથી, તેવી રીતે તમામ જીવોને મૃત્યુ પસંદ નથી. જેમ તને પીડા કે અપમાન પસંદ નથી, તેમ જગતના સઘળા જીવોને પણ અપમાન અને પીડા પસંદ નથી. જે વાત આપણા માટે અનુકૂળ નથી તે સૌ કોઈ માટે અનુકૂળ નથી. માટે આપણને પસંદ ના હોય તેવી પરિસ્થિતિ કોઈ પણ જીવ માટે પેદા ન કરવી જોઈએ. કોઈપણ જીવને પીડા આપવી, તેનું શોષણ કરવું, તેના દિલને દુભવવું, વિશ્વાસઘાત કરવો એ તમામ હિંસાના જ વિવિધ પ્રકારો છે. અગ્નિને અગ્નિ વડે બુઝાવી શકાતો નથી, લોહીના ડાઘને લોહી વડે ધોઈ શકાતા નથી. એ જ રીતે વૈરનો ઉપાય વૈર નથી. વૈરનો ઉપાય વહાલ છે. વૈરીને પણ વહાલ કરવાનું શરૂ કરવામાં આવે તો વૈરભાવ ટકી શકે ખરો ? ભગવાન મહાવીરે અહિંસાનો અર્થવિસ્તાર કરતાં એમ પણ કહ્યું કે કઠોર መላ ዘመን ዝብ በእር 65 Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ અને કટુવાણી ના બોલો. કોઈની નિંદા કે ટીકા ના કરો. વિરોધી વ્યક્તિની વાતમાં પણ સત્ય હોઈ શકે છે. માટે સમભાવ કેળવીને, એની વાત સાંભળો અને એમાં રહેલા સત્યને પામવાનો પુરુષાર્થ કરો. ભગવાન મહાવીર અહિંસાનું ઉદાહરણ હતા. અજાણતાં પણ હિંસા ના થઈ જાય એ રીતે જીવન જીવતા હતા. હિંસા આચરવી એ તો પાપ છે જ, પણ મહાવીરના શાસનમાં તો કોઈ બીજી વ્યક્તિ દ્વારા હિંસા કરાવવી એ પણ પાપ છે. અરે, કોઈ હિંસા આચરતું હોય એને અનુમોદન કે પ્રોત્સાહન આપવું એ પણ પાપ છે અને એથી ય આગળ વધીને ભગવાન મહાવીર તો એમ કહે છે કે કોઈ જીવની હત્યા કરવાનો કે તેને પીડા આપવાનો માત્ર વિચાર કરીએ એમાં પણ પાપ છે ! અહિંસાનો આટલો સૂક્ષ્મ અને આટલો વ્યાપક અર્થ ભગવાન મહાવીરના જીવનમાં ડગલે ને પગલે જોઈ શકાય છે. 66 માસ અહ્મવીર, તાસ મહાવીર સાવ અજાણકારી Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ માણસ બુદ્ધિશાળી પ્રાણી તો છે, પરંતુ શું તે સર્વશ્રેષ્ઠ પ્રાણી છે ? અહિંસામાં શ્રદ્ધા હોવી એ આપણું માણસપણાનું સર્ટિફિકેટ છે. અહિંસા એ કોઈ ધર્મનો ઓશિયાળો સિદ્ધાંત ન હોઈ શકે. જે માણસને અહિંસામાં શ્રદ્ધા ન હોય તેને પોતાના જીવનને બરબાદ કરવાનો પતનસિદ્ધ અધિકાર છે. અહિંસાનો આપણે અનાદર કરીએ તો એમાં આપણા ધર્મનું અપમાન છે. એ કેવો ધર્મ કે જેના અનુયાયી હિંસા આચરવા માટે મુક્ત હોય ? એ કેવો ધર્મગ્રંથ કે જે માણસના દિલમાં અહિંસાનાં શાશ્વત ઓજસ ન પાથરી શકે ? એ કેવા ધર્મગુરુ કે જે પોતાના અનુયાયીઓને અહિંસા તરફ અભિમુખ ન કરી શકતા હોય ? અહિંસા અને જીવદયા એ બે સગી બહેનો છે. જીવદયાની શરૂઆત પોતાના ઉપરની દયાથી થતી હોય છે. મારે જીવવું છે, મારે જીવવાની ગરજ છે તો મને અન્ય કોઈ જીવની હિંસા કરવાનો અધિકાર ન હોઈ શકે. “જીવો અને જીવવા દો એ સિદ્ધાંતમાં થોડુંક પરિવર્તન કરીને કહેવું જોઈએ કે, જિવાડો અને જીવો.” અન્ય જીવોને જિવાડ્યા વગર આપણા જીવનની સલામતી નથી, આ સત્ય સમજવામાં એક પળનો પણ વિલંબ થાય તે હવે આપણને પરવડે તેમ નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ બીજાને મારી શકે તેને વીર ન કહેવાય, બીજાને બચાવી શકે એ જ સાચો વિર કહેવાય. કોઈની હત્યા કરવી એ કાંઈ મોટી વાત નથી, પરંતુ કોઈને પોષવું એ મોટી વાત છે. અહિંસાને જે લોકો કાયરતા સમજે છે, એ તો ગેરમાર્ગે દોડી રહેલા છે. આજે માણસ અત્યંત ભયભીત જીવન જીવી રહ્યો છે. તેની સામે આર્થિક, સામાજિક, વ્યાવસાયિક અનેક સમસ્યાઓ છે, પરંતુ એ તમામ કરતાં સૌથી મોટી સમસ્યા તો પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાની છે. હિંસાને કારણે પર્યાવરણ સામે અનેક પ્રશ્નાર્થ ચિહ્નો ઊભાં થયાં.. પ્રદૂષણની સમસ્યા વિકરાળ બની... નૈતિકતાનાં મૂળિયાં હચમચી ઊઠ્યાં... આવી વિષમતાઓ અને વિટંબણાઓ વચ્ચે ઘેરાયેલો માણસ અભય શી રીતે રહી શકે...? જૈન ધર્મ કહે છે કે જો તમારે અભય બનવું હોય તો... તમારા અસ્તિત્વની સલામતી જોઈતી હોય તો તમે બીજા જીવોને અભય કરો, બીજા જીવોના અસ્તિત્વ સમક્ષ કોઈ પણ પ્રકારની છેડછાડ ન કરો. અહિંસાને આપણે ધર્મ સાથે જોડી દઈને એક બહુ જ મોટી ભૂલ કરી બેઠા છીએ. કારણ કે એમ કરવાથી અહિંસાનું ક્ષેત્ર માત્ર ધર્મ પૂરતું જ સીમિત થઈ ગયું. અહિંસાને અસીમ કરવાને બદલે, તેને સીમિત કરી દેવામાં આવી, અહિંસા આપણા દૈનિક જીવન સાથે, આપણી પ્રત્યેક પ્રવૃત્તિ સાથે ભાવનાત્મક રીતે જોડી દેવી જરૂરી હતી. જેવી રીતે સવારે ઊઠીને ટૂથબ્રશ કરવું, સ્નાન કરવું, જીવનનિર્વાહ માટે વ્યવસાય કરવો, રાત્રે નિદ્રા લેવી વગેરે દૈનિક પ્રવૃત્તિઓને આપણે રોજિંદા જીવનક્રમ સમજીએ છીએ એવી જ રીતે અહિંસાને પણ આપણા દૈનિક જીવનક્રમ સાથે જોડી દેવી જોઈએ. મહાવીરનું અહિંસા-દર્શન ગ્રંથમાં આચાર્ય મહાપ્રજ્ઞજીએ એક પ્રકરણમાં માર્મિક વાત કરી છે : માણસ તમામ પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે, એવા ખ્યાલના આધારે તેના માટે કાંઈ પણ કરવાનું ક્ષમ્ય ગણી લેવામાં આવ્યું. વર્તમાન ચિકિત્સા ક્ષેત્રમાં લાખોકરોડો-મૂક-મૂંગા પશુઓની પરીક્ષણ માટે હત્યા કરવામાં આવે છે, શું આવી હિંસાના આધારે જીવતો માણસ અહિંસાના વિકાસની વાત વિચારી શકે ખરો ? શું માણસ અમર છે ? શું તે અમર રહેશે ? રોગોને રોકવા માટે Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ સ્વાભાવિક પ્રયત્નો કરવા એ વાત વાજબી છે, પણ અસ્વાભાવિક પ્રયત્નોની જે પરંપરા શરૂ થઈ છે તેના કારણે અગણિત પ્રશ્નો પેદા થયા છે, માણસ બુદ્ધિશાળી પ્રાણી છે એ ખરું, પરંતુ શું તે સર્વશ્રેષ્ઠ છે ખરો ? બુદ્ધિશાળી હોવું એ અલગ વાત છે, અને સર્વશ્રેષ્ઠ હોવું એ અલગ વાત છે. જેવી રીતે સ્વચ્છતા અને પવિત્રતા બે અલગ બાબતો છે, તેવી જ રીતે બુદ્ધિશાળી હોવું અને સર્વશ્રેષ્ઠ હોવું એ પણ અલગ જ વાતો છે. બુદ્ધિશાળી વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે બીજાનું અહિત કરતાં કે બીજાની હિંસા કરતાં અચકાતો નથી. સર્વશ્રેષ્ઠ માણસ બીજાઓના હિત અને બીજાના રક્ષણ માટે પોતાનું સર્વસ્વ દાવ ઉપર લગાવી દઈને ધન્યતા અનુભવે છે. સ્વચ્છતા અને પવિત્રતા અંગેની ગેરસમજ પણ અનેક અનર્થો પેદા કરે છે. પવિત્ર ગણાતાં અનેક મંદિરોમાં આપણે એઠવાડ, કચરો, ધૂળ, વગેરેની પારાવાર ગંદકી ઘણી વખત સગી નજરે જોઈ છે. જે મંદિર સ્વચ્છતાનો આગ્રહ ના રાખે, તેને પવિત્ર માની લેવાની ઉતાવળ કરવા જેવી નથી. હિંસાની ગંદકીવાળો કોઈ વિચાર ધર્મનો પુરસ્કર્તા ના હોય. Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ મહાવીર અને મોહન (કૃષ્ણ)ના જીવનની સમાંતર ઘટનાઓ શું સૂચવે છે ? ભગવાન મહાવીરને સમજવામાં ગોથું ખાઈ જવું એ પણ ગૌરવપ્રદ ઘટના છે. તળેટીમાં બેઠેલો માણસ શિખર ઉપરની ચીજને ન જોઈ શકે તો ભલે, પરંતુ તળેટીમાં બેઠેલા માણસની નજર શિખર તરફ મંડાયેલી હોય એટલું ય ક્યાં ઓછું છે? મહાવીર વિશે આપણે કોઈ ગેરસમજ ન કરીએ તો આપણે માણસ શાના ? અને મહાવીર વિશે આપણને બધું જ સમજાઈ જાય તો પછી એ મહાવીર શાના ? મહાવીરને માનનારા સૌ કોઈ મહાવીરને જાણનારા છે એવો ભ્રમ ગમેતેટલો પ્રિય હોય તોપણ, એને પંપાળ્યા કરવાથી કોઈ જ લાભ ન થઈ શકે. જ્ઞાનના દંભ કરતાં અજ્ઞાનની નિખાલસતા ચઢિયાતી હોય છે. કારણ કે જ્ઞાનનો દંભ માણસની જિજ્ઞાસાને ખતમ કરી નાખે છે, જ્યારે અજ્ઞાનની નિખાલસતા ભીતરની જિજ્ઞાસાને સતત સંકોરતી રહે છે. અજ્ઞાની વ્યક્તિ જિજ્ઞાસાની કેડીએ ચાલીને-ચઢીને જ્ઞાનના શિખરે પહોંચે છે. મહાવીર વિશેનું આપણું અજ્ઞાન જેમ જેમ ઘટતું જશે તેમ તેમ આપણે સ્વયં સાચા અર્થમાં “મહાવીર' બનતા જઈશું. હા 70 મારા મહાવીર, તારા મહાવીર માં Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ મહાવીર વિશે કાંઈ પણ કહેવાની મારી અપાત્રતા હું જાણું છું. છતાં મારી એ અપાત્રતા મહાવીરને ચાહવામાં મને ક્યારેય, ક્યાંય નડતરરૂપ થતી નથી ! મહાવીરને ચાહવાનો મને જિજ્ઞાસાસિદ્ધ અધિકાર છે. હું મહાવીરને એટલા માટે ચાહું છું કે તેમના હૃદયમાં જગતના તમામ જીવો પ્રત્યે નર્યો અને નીતર્યો મૈત્રીભાવ હતો. તેઓ સ્વયં મૈત્રીના સ્રોત સમાન હતા. મહાવીરે ક્યારેય કોઈને એમ નથી કહ્યું કે તું મારા શરણે આવી જા. એમણે તો સૌને એમ જ કહ્યું કે તું તારો દીવડો થા ! મહાવીર અને મોહન (કૃષ્ણ)ના જીવનની ઘટનાઓનો જો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે તો ઠેર ઠેર સમાનતા જોવા મળે છે. મોહન હિન્દુઓના આરાધ્ય છે અને મહાવીર જૈનોના આરાધ્ય છે. મોહન નટખટ, રસિક અને કર્મવીર છે જ્યારે મહાવીર સહજ, સૌમ્ય, ત્યાગમૂર્તિ અને ધર્મવીર સાધક છે. આ દૃષ્ટિએ બંનેની જીવનશૈલી અલગ જ હોય. છતાં તે બંનેના જીવનની કેટલીક ઘટનાઓમાં જોવા મળતી અચરજપ્રેરક સમાનતાઓ આપણી જિજ્ઞાસાને સળી કરતી રહે છે. મહાવીર અને મોહનના જીવનની ઘટનાઓની સમાનતાઓ અંગે વિચાર કરીએ તે પહેલાં, તે બંનેના જીવનની એક અસમાનતાનો ઉલ્લેખ કરી લઈએ. કૃષ્ણ પોતાના ભક્તને કહે છે કે તું મારા શરણે આવી જા. ‘સર્વધર્માન્જરિત્યજ્ય મામેકં શરણં વ્રજ, અહંત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ” અર્થાત્ સઘળા ધર્મોનો ત્યાગ કરી દઈને તું મારા શરણમાં આવી જા. હું તને તમામ પાપોથી મુક્ત કરી દઈશ. જ્યારે મહાવીર કોઈને પોતાના શરણમાં બોલાવતા નથી. એ કહે છે કે, “અપ્પો દીવો ભવ.'તું તારો દીવડો થા અને સ્વયં પ્રકાશ પામ. આ વિધાનમાં મૈત્રીની સુગંધ છે. બીજાના અસ્તિત્વનો આટલો બધો આદર કદાચ મહાવીર જ કરી શકે. બીજાને પોતાના શરણે લાવીને પોતાની મહત્તા દર્શાવે તો એ મહાવીર નહિ ! હવે આપણે એ વિચારીએ કે મહાવીર અને મોહનની કઈ કઈ જીવનઘટનાઓમાં સામ્ય જોવા મળે છે. મોહન (કૃષ્ણ)નો જન્મ જેલમાં થાય છે. કંસ તેનો વધ ન કરી નાખે તે માટે તેને યશોદાના ઘેર મોકલી દેવામાં આવે છે અને ત્યાં જ તેનો ઉછેર થાય Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ છે. મોહનને જન્મ આપનાર માતા દેવકી છે તો તેની પાલક માતા યશોદા છે. તેને બે બે માતાઓ છે. તો મહાવીરને પણ કંઈક એવી જ પરિસ્થિતિ છે. મહાવીર સૌ પ્રથમ તો દેવાનંદા નામની એક બ્રાહ્મણ સ્ત્રીની કૂખે ગર્ભરૂપે આવ્યા હતા. પરંતુ તીર્થકરોને જન્મ આપવાનો હક માત્ર ક્ષત્રિયાણીને જ હોય... તેથી અંતે દેવાનંદાની કૂખમાં રહેલા ગર્ભને ત્રિશલાદેવીના ગર્ભમાં મોકલી આપવામાં આવ્યો હતો. કોઈ પણ પ્રકારના ઑપરેશન વગર આ રીતે ગર્ભને ટ્રાન્સફર કરી દેવાનું શક્ય ખરું? નવી પેઢી તો કદાચ એમ પણ પૂછે કે, જો આ રીતે ગર્ભને ટ્રાન્સફર કરવાનું સામર્થ્ય હતું તો, શરૂથી જ મહાવીરને ગર્ભને દેવાનંદાની કૂખે જવા જ કેમ દીધો? પહેલાં ગંભીર ભૂલ કરવી અને પછી તદન અશક્ય લાગે એ રીતે ભૂલને સુધારી નાખવી... આવી વાતો ચમત્કારના રવાડે ચડેલી ભોળી પ્રજાને ગમે, પણ મહાવીરના સાચા આશિકને તો આવી વાતો વાહિયાત, તર્કહીન જ લાગે ને ! શ્રી કૃષ્ણ જન્મ પછી બંદીવાન માતા-પિતાને બંધનમુક્ત કરીને સુખ આપ્યું હતું. તો મહાવીરે જન્મ પહેલાં જ ગર્ભાવસ્થા દરમ્યાન જ અભિગ્રહ કર્યો હતો કે માતા-પિતા જીવતાં હશે ત્યાં સુધી સંયમના માર્ગે જઈને હું તેમની લાગણીને આઘાત નહિ આપું. માતાના ગર્ભમાં રહેલા પ્રભુ મહાવીર વિચાર કરે છે કે જો હું હલન-ચલન કરીશ તો માતાને પીડા થશે. એટલે તે સ્થિર થઈને રહે છે. જરાપણ હલન-ચલન કરતા નથી. ત્રિશલા માતાને વહેમ પડે છે કે શું મારો ગર્ભ જીવિત તો હશે ને ? કાંઈ અમંગળ તો નહિ થયું હોય ને? મહાવીર ગર્ભાવસ્થામાં આ જાણી જાય છે અને વિચારે છે કે જે માતાએ હજી મને જન્મ આપ્યો નથી... જેણે હજી મારું મોં પણ જોયું નથી. એ માતા મારા વિશેની અમંગળ કલ્પના કરીને આટલો બધો વિલાપ કરે છે તે માતાને છોડીને હું સાધનાના કઠોર માર્ગે જઈશ તો તેને કેવો આઘાત લાગશે ! આમ વિચારીને, માતા-પિતાને આઘાતથી બચાવવા તથા માતા-પિતાના સુખનો આદર કરીને પોતે અભિગ્રહ કરે છે કે જ્યાં સુધી માતા-પિતા હયાત હશે ત્યાં સુધી પોતે પ્રવજ્યાના પંથે પગ નહિ માંડે. મોહન જન્મ પછી માતા-પિતાને બેડીમુક્ત કરીને સુખી કરે છે, મહાવીર જન્મ પહેલાંથી જ માતા-પિતાના સુખ માટે અભિગ્રહ કરે છે. 12 મારા મહ્મવીર, તારા મહાવીરના Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ મોહને (શ્રી કૃષ્ણ) એક વખત પોતાના હાથની માત્ર ટચલી આંગળી વડે ગોવર્ધન પર્વત ઊંચકી લીધો હતો. આ તરફ મહાવીરે પણ પોતાના જન્માભિષેક દરમ્યાન પોતાના જમણા પગના અંગૂઠા વડે મેરુપર્વતને દબાવી દઈને સમગ્ર લોકને પ્રકંપિત કરી દીધું હતું ! મોહન અને મહાવીરના સામર્થ્યને પ્રગટ કરવા માટે બંનેના જીવનમાં આ પહાડ-ઘટનાઓ ગૂંથી લેવાયેલી જોવા મળે છે. શ્રી કૃષ્ણ બાળમિત્રો સાથે ગેડીદડો રમતા હતા. એ વખતે દડો યમુના નદીમાં રહેતા ભયંકર વિષધર કાળીનાગ પાસે જાય છે. કૃષ્ણ દડો લેવા યમુના નદીમાં જાય છે અને કાળીનાગને નાથે છે. આ તરફ મહાવીર પણ બાળસખાઓ સાથે આમલી-પીપળી રમતા હતા ત્યાં ઓચિંતો સાપ આવી ચડતાં અન્ય બાળસખાઓ ડરીને નાસી જાય છે. મહાવીર એ સાપને ઊંચકીને દૂર મૂકી આવે છે. અલબત્ત, મુખ્ય સમાનતા તો એ છે કે, કૃષ્ણે કાળીનાગને નાથીને પોતાનો વિજય કર્યો હતો તો મહાવીરે ચંડકૌશિક નાગને ક્ષમા દ્વારા શાંત કરીને પોતાનો વિજય મેળવ્યો હતો. બંનેના જીવનમાં ભયાનક સાપ સાથેના વિજયની ઘટના છે. કૃષ્ણએ કુબ્બા નામની એક ઉપેક્ષિત સ્ત્રીનો ઉદ્ધાર કર્યો હતો... મહાવીરે પણ ચંદનબાળા નામની કન્યાનો ઉદ્ધાર કર્યો હતો. ચંદનબાળાને પોતાની પ્રથમ સ્ત્રીશિષ્યા બનાવી હતી. કૃષ્ણને બાળપણથી પુતના જેવી રાક્ષસી શક્તિઓ અને રાક્ષસો સામે લડવું પડ્યું હતું તો મહાવીરને પણ સંગમ જેવા વ્યંતર દેવોએ આચરેલા અનેક ઉપસર્ગો સહન કરવા પડ્યા હતા. આમ તે બંનેના જીવનમાં નારી ઉદ્ધારની તથા અનિષ્ટો સામેના સંઘર્ષની ઘટનાઓ જોવા મળે છે. મહાભારતના સંગ્રામમાં અર્જુન હતાશ થઈ જાય છે ત્યારે તેને કર્તવ્યબોધનું જ્ઞાન આપીને શ્રીકૃષ્ણ પ્રેરણા-પ્રોત્સાહન આપે છે અને એ માટેના શ્લોકો ભગવદ્ ગીતા બને છે. એ જ રીતે સંયમમાર્ગે પદાર્પણ કર્યા પછી મુનિ મેઘકુમારનું મન પણ ડામાડોળ થાય છે ત્યારે મહાવીર તેને ધર્મબોધનું જ્ઞાન આપીને પુનઃ સંયમમાર્ગે સ્થિર કરે છે. મહાવીરે આપેલા ધર્મબોધના શ્લોકો “સંબોધિ તરીકે પ્રચલિત છે. મોહન અને મહાવીરના જીવનની આ સમાન ઘટનાઓ આકસ્મિક જ હશે કે પછી એમાં કવિકલ્પનાની રંગોળીઓ હશે ? જે હોય તે, પરંતુ એક કર્મવીર અને બીજા ધર્મવીરના જીવનની ઘટનાઓ આકર્ષક અને પ્રેરક તો છે જ. જા" મારા મહાવીર, તારા મહાવીર A 13 Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૯ મતભેદ ભલે રહે, હૃદયભેદ ન થવા દઈએ ! બે મુદા સમજવામાં મને ભારે મુસીબત પડે છે. એક તો ભગવાન મહાવીર માત્ર જૈનોના જ હોય એમ હું સમજી કે સ્વીકારી શકતો નથી અને બીજો મુદ્દો એ કે આજના તમામ જૈનો મહાવીરના અનુયાયી હોય તેવું પણ હું જોઈ કે માની શકતો નથી. ભગવાન મહાવીરે એક પણ વાત માત્ર જૈનોને જ લાગુ પડે એવી કરી નથી. એમના ચિંતનમાં સમગ્ર ચેતનસૃષ્ટિ હતી. સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવ માટે પણ એમના દિલમાં સહજ આદર હતો. જ્યાં તમામ વિરોધો શાંત થઈ જાય, જ્યાં તમામ આવેગો શમી જાય એવા એક નિર્મળ અને સહજ વ્યક્તિત્વને આપણે ભગવાન મહાવીરના નામે ઓળખીએ છીએ. પવન, અગ્નિ વગેરેને કોઈ સંપ્રદાય સાથે જોડી દઈ શકાય તો જ મહાવીરને માત્ર જૈન ધર્મ સાથે જોડી શકાય. મહાવીરે એવી એક પણ વાત નથી કરી કે જૈનોએ આમ કરવું જોઈએ અને જૈનેતરોએ આમ કરવું જોઈએ ! મહાવીરે કોઈ જગાએ જૈન અને જૈનેતરના ભેદ કર્યા નથી. એમણે માત્ર જીવની વાત કરી છે. એમણે જીવમાત્રની વાત કરી છે. જીવને ક્યો ધર્મ હોય ? આત્માના ઊધ્વરોહણની વાત મહાવીરે કરી. ભીતરમાં છલોછલ ચેતના છે એનો સાક્ષાત્કાર કરવાની વાત એમણે કરી. બીજા ધર્માત્માઓ એમ કહેતા હતા કે ઈશ્વરનું અસ્તિત્વ ઉપર છે... ઉપર જુઓ, 74 મારા મહાવીર, તા. મહાવીર Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ જ્યારે મહાવીરે એમ કહ્યું કે તારું ચૈતન્ય એ જ પરમ તત્ત્વ છે... એનું અસ્તિત્વ ઉપર ક્યાંય નથી... એ તો તારા ભીતરમાં છે. સ્વયંનો સાક્ષાત્કાર થાય તો પરમાત્માનો સાક્ષાત્કાર બાકી રહી જતો નથી. સ્વયનો સાક્ષાત્કાર એ જ પરમનો સાક્ષાત્કાર. એ માટે ઉપર નહિ, અંદર જોવાનું મહાવીરે કહ્યું. મહાવીરે માત્ર જૈનો માટે જ કોઈ સત્ય કે કોઈ સિદ્ધાંતની સ્થાપના કરી નથી. જૈનો અમથેઅમથા મહાવીર ઉપર પોતાનો એકાધિકાર બતાવે છે. મહાવીર જન્મથી ક્ષત્રિય હતા. એમના શિષ્યોમાં બ્રાહ્મણ પણ હતા. શુદ્રોનો પણ તેમણે સહૃદયતાથી ઉદ્ધાર કર્યો હતો. ચંડકૌશિક નાગને પણ એમણે ઉગાર્યો હતો. આમાં એવી કઈ વાત છે કે જે માત્ર જૈનોને જ લાગુ પડે ? માટે જ હું કહું છું કે ભગવાન મહાવીર માત્ર જૈનોના જ હોય એમ હું સમજી કે સ્વીકારી શકતો નથી. મોતી કદીય કોઈ ખાબોચિયાનું હોઈ શકે જ નહિ... મોતી તો મહાસાગરમાં જ પાકે અને મરજીવા જ એને પામે. અને હવે બીજો મુદો. આજના તમામ જૈનો ભગવાન મહાવીરના અનુયાયી હોય તેવું પણ હું જોઈ કે સમજી શકતો નથી. જે મહાવીર જગતના સર્વ જીવોને સમાન સમજતા હતા એમના અનુયાયી હોવાનું ગૌરવ અનુભવતા જૈનો અંદર-અંદર ભેદભાવ કરે, વિભાજન કરે, વૈમનસ્ય બતાવે, પંથ-ફિરકાના કલહ કરે... તો એમને મહાવીરના અનુયાયી શી રીતે માનવા ? જે જૈન મહાવીરના નામે પણ એક થવા તૈયાર ના હોય તેમને ભગવાન મહાવીરના અનુયાયી માનવા એ તો બુદ્ધિનું દેવાળું ફૂંકવા જેવી વાત છે. વિચારભેદ અને મતભેદ પણ એવો રૂપાળો હોવો જોઈએ કે જેમાં બંને પક્ષનું ગૌરવ પ્રગટ થતું હોય. પ્રત્યેક વ્યક્તિને સ્વતંત્ર મસ્તિષ્ક મળેલું છે. દરેક વ્યક્તિ પોતાના વિચારનો સ્વામી છે. વિચારભેદ એ ખરેખર તો ચિત્તની સજાગતા બતાવે છે. મડદાં પાસે ચિંતન કે વિચાર નથી હોતાં. જડ અને મૂરખ લોકો પાસે ચિંતન અને વિચાર ન હોય તે સ્વાભાવિક છે. પરંતુ ચેતના હોય, પ્રજ્ઞા હોય, મસ્તિષ્ક હોય ત્યાં તો ચિંતન અને વિચાર હોય જ અને જ્યાં સ્વતંત્ર વિચાર હોય ત્યાં વિચારભેદ પણ હોય જ. એટલે વિચારભેદ અને મતભેદ છે . આ મારા મહાવીર, તાણ મહાવીરા 15 #spep Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ એ તો તંદુરસ્ત અને સક્રિય મસ્તિષ્કની ઓળખ છે. પરંતુ માત્ર મસ્તિષ્ક વડે જ નથી જીવવાનું. આપણને એક હૃદય પણ મળ્યું છે... સંવેદનશીલ હૈયું પણ મળ્યું છે. જ્યાં તમામ મતભેદો અને વિચારભેદો શાંત પડી જાય છે. જેવી રીતે વિચારભેદ અને મતભેદ એ તંદુરસ્ત મસ્તિષ્કની ઓળખ છે એવી જ રીતે વિરોધી વિચારની વ્યક્તિ પ્રત્યે પણ સો ટચનો નિર્મળ ભાવ ટકાવી રાખવો એ તંદુરસ્ત હૃદયની ઓળખ છે. આજના જૈનો પાસે સ્વતંત્ર મસ્તિષ્ક નથી એટલે સ્વતંત્ર વિચાર નથી. કહેવાતા ધર્મગુરુના ઉછીના વિચારો અને ઉધાર મતભેદોનું આજના જૈનો વહન કરે છે. એ જ રીતે એમની પાસે તંદુરસ્ત હૃદય પણ નથી. ભાવનાત્મક એકતા જેને ના ખપતી હોય એવો માણસ ન તો જૈન હોય અને ન તો ભગવાન મહાવીરનો અનુયાયી હોય. ભગવાન મહાવીરના જન્મકલ્યાણક દિને તમામ જૈનો, સાધુઓને બાજુએ મૂકીને એક થઈ જાય તો જ એ સાચા મહાવીરભક્તો કહેવાય. સાધુઓને આપણે સ્પષ્ટ કહી દેવું છે કે, વૈમનસ્ય પેદા થાય તેવા તમારા સડેલા વિચારો અમને ના આપો. અમારે તો ભગવાન મહાવીરની ભક્તિરૂપે એકતાનું દિવ્ય ગાન સાંભળવું છે અને ગાવું છે. 16 મારા મહાવીર, તાસ મહાવીરાના Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ૨૦ મહાવીર વૈજ્ઞાનિક અભિગમવાળા મહાસાધક હતા ! સમય ઘડિયાળનો ઓશિયાળો નથી. ઘડિયાળ તો યંત્ર છે, તે આગળ કે પાછળ થઈ જઈ શકે છે. સમયની ગતિ એકસરખી જ રહે છે. સત્ય પણ શાસ્ત્રનું ઓશિયાળું નથી. શાસ્ત્રની રચનામાં કદાચ કોઈ ગે૨સમજ, પૂર્વગ્રહ કે તત્કાલીન અર્થ પૂરતું સત્ય હોઈ શકે છે, પણ પૂર્ણ સત્ય કાલાતીત છે. શાસ્ત્રાતીત છે. Jain Educationa International ભગવાન મહાવીર સત્યના ઉપાસક હતા. અનેકાન્ત દ્વારા સત્ય સુધી તેઓ પહોંચ્યા હતા. તેમણે જગતના કલ્યાણ માટે પોતાના આયુષ્યની પળેપળ ખરચી. તેમની સાધના અપ્રમાદની હતી, તેમનો ધર્મ જીવદયા અને કરુણાનો હતો, તેમનો મંત્ર નિર્મોહી અને નિગ્રંથ થવાનો હતો. ભગવાન મહાવી૨ સમતોલ વિચારના સાધક હતા. કોઈ પણ વાતને આત્યંતિક રૂપે સ્વીકારવાથી સત્ય બહાર રહી જાયછે, એમ તેઓ માનતા હતા. એક વખત તેમના શિષ્ય ગણધર ગૌતમે સવિનય પ્રશ્ન કર્યો : ‘પ્રભુ ! દેહને અતિશય કષ્ટ આપવું એ શું ધર્મ છે ?’ ભગવાન મહાવીરે કહ્યું, ‘રોગનો ઉપાય દવા છે. મીઠી દવાથી વ્યાધિ મટતો હોય તો કડવી દવા આવશ્યક નથી. સ્નિગ્ધ પકવાન્ત દેહને પોષે છે, માત્ર મીર, તારા મહાબીર For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ પણ રોગીને તે ભારે નુકસાન પહોંચાડે છે. શરીરને કષ્ટ આપવું કે ન આપવું તેને આધારે ધર્મની વ્યાખ્યા કરી શકાય નહિ. ધર્મ તો એક પ્રકારની સંસ્કા૨શુદ્ધિ છે. સંસ્કાર-શુદ્ધિ માટે દેહને કષ્ટ આપવું પડે તો આપવું, નહિતર આત્મચિંતન કરવું.’ ભગવાન મહાવીરની સાધના અંગે કેટલાક લોકો એમ સમજે છે કે, તે અત્યંત કષ્ટપ્રધાન માર્ગે સાધના કરતા હતા. હકીકતમાં તેમને મન કષ્ટ નહોતું સાધન કે નહોતું સાધ્ય. કષ્ટ તો આડકતરી રીતે સહન કરતા રહ્યા હતા. તેમણે ક્યારેય એમ નથી કહ્યું કે તમે કષ્ટોને નિમંત્રણ આપો. તેમણે કદીય ધર્મમાં કષ્ટને અનિવાર્ય કહ્યું નથી. તેમનો માર્ગ વીરનો માર્ગ હતો. તેમણે માત્ર એટલું જ કહ્યું કે, તમારા માર્ગમાં આવતાં તમામ કષ્ટોને સમભાવથી સહન કરો. સમભાવ અને સદ્ભાવપૂર્વક માર્ગમાં આવતા અંતરાયોને પાર કરનાર જ ‘મહાવીર’ બની શકે છે. સાધનાકાળમાં ભગવાન એકાંતમાં રહ્યા હતા. પછી તેઓ લોકોની વચ્ચે રહેવા લાગ્યા. કોઈકે તેમને પૂછ્યું : ‘પ્રભુ ! અત્યાર સુધી આપ એકાંતમાં રહેતા હતા અને હવે આપ સમૂહની સાથે રહો છો. શું આ વિરોધાભાસ નથી !' પ્રભુએ કહ્યું ! ‘એક રીતે એમાં સ્પષ્ટ વિરોધાભાસ છે, પણ બીજી રીતે તેમાં કોઈ જ વિરોધાભાસ નથી.’ ‘એ કઈ રીતે, પ્રભુ ?’ ‘જુઓ પહેલાં હું એકાંતમાં રહેતો હતો ત્યારે હું બહારની ભીડથી દૂર હતો પણ ભીતરમાં સંસ્કારોની ભારે ભીડમાં ઘેરાયેલો હતો. હવે હું બહારની ભીડમાં રહું છું, પણ ભીતરમાં સંસ્કારોની ભીડ રહી નથી એટલે એકાંતનો અનુભવ કરી રહ્યો છું !' કેવી માર્મિક સચ્ચાઈ ! માનવીને આજે બહારની ભીડનું વ્યસન વળગ્યું છે. એને પોતાની વાહવાહ ગમે છે. એને પ્રદર્શન કરવું ગમે છે. વૃત્તિઓ ઉપર નિયંત્રણ કેળવવાને બદલે વૃત્તિઓથી પ્રેરાઈને પ્રવૃત્તિઓ આચરે છે. એ બાહ્ય તપ કરે છે, પણ તેમાં તાત્ત્વિકપણું નથી. એ સંયમનો પણ આડંબર કરે છે ! એ ત્યાગનો પણ 78 મારા મહાવીર તાસ મહાવીર Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ભપકો કરે છે ! જ્યાં ભપકો છે ત્યાં ભડકો થશે જ. જ્યાં છીછરાપણું છે ત્યાં આત્મછલના જ થશે. આડંબર એ ધર્મ નથી. ભગવાન મહાવીર જ્ઞાનના ઉપાસક હતા. વિવેક બુદ્ધિ વડે જ ધર્મ અંગેનો નિર્ણય થઈ શકે તેમ તેઓ કહેતા હતા. એનો અર્થ એ થયો કે અંધશ્રદ્ધા કે જડ માન્યતાના માર્ગે ચાલીને મહાવીરે બતાવેલા ધર્મને પામી શકાય જ નહિ. સત્યનો સાધક સદાય ખુલ્લા મનનો હોય. રાગ-દ્વેષથી મુક્ત હોય. તેને કોઈ કષ્ટની પીડા ના હોય. તેને કોઈ શત્રુ ન હોય. તેને કોઈના પ્રત્યે પૂર્વગ્રહ ન હોય. તો પછી ભગવાન મહાવીરના અનુયાયીઓમાં કેમ આટલા બધા ફાંટા પડી ગયા? સમન્વય અને એકતા અને મૈત્રીનો પુરસ્કર્તા ભગવાન મહાવીરના અનુયાયીઓ કેમ નાનાં નાનાં મમત્વને પંપાળી પંપાળીને ઉછેરતા થયા ? નક્કી, ક્યાંક કશુંક ખૂટે છે. ભગવાન મહાવીરને માનનારા તો ઘણા છે, પણ તેમને જાણનારા કેટલા છે ? પ્રથમ જાણો પછી માનો. જાણ્યા વગર ધર્મની તટસ્થ વિવેકબુદ્ધિ પ્રગટશે શી રીતે ? ભગવાન મહાવીરે પ્રથમ ધ્યાન કર્યું પછી બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું. બુદ્ધત્વ પ્રાપ્ત કર્યા વગર બોધ આપી શકાય જ નહિ. પોતે જ અતૃપ્ત હોય તે બીજાને તૃપ્ત શી રીતે કરી શકે ? જે સ્વયં અધૂરો હોય, ખાલી હોય તે બીજાને શું આપી શકવાનો હતો ? મહાવીરે જગતના કલ્યાણ માટે પગે ચાલીને કપરા વિહાર ક્ય. લોકશૈલીમાં સૌને ધર્મબોધ પ્રબોધ્યો. માટે જ તો એમના જન્મદિવસને જન્મકલ્યાણક તરીકે ઊજવવામાં આવે છે ! ભગવાન મહાવીર વૈજ્ઞાનિક અભિગમવાળા સાધક હતા. પર્યાવરણની ચિંતા તેમણે પરાકાષ્ઠાએ પહોંચીને કરી હતી. તેમની જીવદયા કેવળ ધર્મરંગી નહોતી, પ્રકૃતિરંગી હતી. એમનો એ દૃષ્ટિકોણ અસ્તિત્વવાદનો પર્યાય હતો. જીવદયા અને અહિંસા વગર કોઈ જીવનું અસ્તિત્વ સુરક્ષિત નથી. ભગવાન મહાવીરનું એ ચિંતન આજે કેટલું બધું ઔચિત્યપૂર્ણ લાગે છે ! જે યુગમાં નારીને કોઈ ગૌરવ નહોતું, તે યુગમાં ભગવાન મહાવીરે નારીને પણ મોક્ષની અધિકારિણી કહી. એટલું જ નહિ, ચંદનબાળા જેવી નારીને પોતાના સંઘમાં ઉત્કૃષ્ટ સ્થાન આપ્યું. આપણા બાજુ માં મારા મહાવીર, તારા, મહાવીર 79 Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ક્રાન્તદર્શી હતા. તેથી જ તો આજે અઢી હજાર વર્ષ પછી પણ તેમનું ચિંતન જરાય વાસી નથી લાગતું ! તેમનો ઉપદેશ આજે પણ તાજગીભર્યો લાગે છે !. ભગવાન મહાવીરનું અસ્તિત્વ કાલાતીત છે. 8ી આ મારા માવીતારા મઢાવીરા જાણવા ક Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ૨૧ મહાવીરની નવી આજ્ઞા જૈન જોબ બ્યૂરો લૉર્ડ મહાવીર મને રાત્રે સ્વપ્નમાં મળ્યા. મેં પૂછ્યું, ‘પ્રભુ, આપ સ્વયં ?’ ‘હા ! અને સાંભળ... ! હું એકલો નથી આવ્યો. મારી પૂર્વેના ત્રેવીસ તીર્થંકરો પણ મારી સાથે છે...!' ‘પ્રભુ, આપ ચોવીસે તીર્થંક૨ મારા જેવા નાદાન અને નાસ્તિક માણસને મળવા આવ્યા ? કોઈ પ્રયોજન ?’ મેં પૂછ્યું. ‘પ્રયોજન તો છે જ...! કેટલાક દંભી-પાખંડી ગુરુ ઘણી વખત એવી વાતો કરે છે કે મને ફલાણા લૉર્ડ સ્વપ્નામાં આવ્યા હતા અને તેમણે જિનાલય બનાવવાની પ્રેરણા આપી હતી... ટુ બી વૅરી ફ્રેન્ક... અમે કોઈને સ્વપ્નામાં મળવા જતા નથી અને અમારા માટે જિનાલયો બનાવવાની પ્રેરણા આપતા નથી’ ‘ઓ.કે...... પ્રભુ ! આમે ય હું તો પાખંડીઓનાં એવાં જૂઠાણાં કદીય માનતો જ નથી.’ વચ્ચે બોલ બોલ ન કર ! ધ્યાનથી સાંભળ મારી વાત...' ‘સૉરી, પ્રભુ ! બોલો..’ Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ તારે કાલે સવારે સૌને કહેવાનું કે મને ચોવીસ તીર્થંકર સ્વપ્નમાં મળવા આવ્યા હતા... ચોવીસ તીર્થકરોએ સામૂહિક સ્વરમાં કહ્યું છે કે હવે અમારા માટે નવાં જિનાલયો બનાવવાની કોઈ જરૂર નથી..” પ્રભુ ! આ તે કેવી આજ્ઞા...! આમાં તો ઘણા મોટા મોટા વેપારી ગુરુઓની દુકાનો બંધ થઈ જશે...! પાછો વચ્ચે બોલ્યો? તારે સૌને કહેવાનું છે કે હવે અમારા માટે કોઈ નવું જિનાલય બનાવવાનું નથી... હવેથી તમારે એક નવું જ તપ કરવાનું છે... પર્યુષણ દરમ્યાન તપ કરવું અને સાધર્મિક ભક્તિ કરવી એમ અગાઉ મેં કહેલું જ હતું... એ ફરીથી યાદ કરાવું છું...” “પ્રભુ ! તપ અને સાધર્મિક ભક્તિ તો સૌ કરે જ છે...' પણ મારે નવા તપની વાત કરવી છે...' નવું તપ ?' મેં વિસ્મય ફીલ કર્યું. હા, તમે લોકો જેવી રીતે જૈન મૅરેજ બ્યુરો ચલાવો છો ને, એવી રીતે હવે જૈન જૉબ બૂરો શરૂ કરો... જે જૈનને નોકરીની જરૂર હોય તેની વિગતોમાહિતી મેળવી રાખો... અને કોઈ પણ જૈન શ્રેષ્ઠીની પેઢી ઉપર કોઈ જગા ખાલી હોય ત્યારે પેલા જૉબલેસ જૈનને લાયકાત પ્રમાણે મોકલી આપો..!” “જૈન જૉબ બૂરો ! વાહ... ક્યા બાત હૈ...!' હું હરખાઈ ગયો. “અને ઑલ શ્રીમંત જૈનોને કહી દેજે... મારી આજ્ઞા છે કે, હવે પછી તેમની પેઢી ઉપર, ફેક્ટરીમાં, સંસ્થામાં ક્યાંય પણ કોઈ નોકરી ખાલી પડે તો માત્ર જૈનને જ નોકરી આપે...” - “પ્રભુ! જૈન જૉબ બ્યુરો શરૂ કરવામાં તો બહુ તકલીફ પડે... ઑફિસ વગેરે માટે ખાસ્સા પૈસા જોઈએ... અને પ્રભુ, આપ તો જાણો જ છો... હું આ જૈન સમાચાર છાપું માંડ માંડ ચલાવું છું... એનો ખર્ચ જ ભારે પડે છે... ત્યાં જૈન જૉબ બૂરો ક્યાંથી શરૂ કરું ?' કોઈ સારો ગુરુ શોધી લેજે..” મળશે ખરો ?' નિરાશ ના થા..! જરૂર મળશે...' પણ સારા અને સાચા ગુરુનો તો પ્રભાવ જ ક્યાં પડે છે? આજકાલ 82 મારો હીર, તાસ મહ્મવીર Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ તો ભવ્યાતિભવ્ય આડંબર કરનારા પાખંડીઓને જ સૌ પૂજે છે...!' ‘તું વાતોમાં ટાઇમ બહુ વેસ્ટ કરે છે... મારી વાત સાંભળ... સૌને તારે જણાવી દેવાનું છે. કે હવેથી એક પણ જૈન નોકરી વગરનો હોય ત્યાં સુધી અમારા માટે કોઈએ મંદિર બનાવવાનું નથી... સાધર્મિક ભક્તિ એ પર્યુષણનું એક કર્તવ્ય છે... હવેથી દિગંબર, દેરાવાસી, સ્થાનકવાસી, તેરાપંથી તમામ જૈનોએ પર્યુષણ પર્વ વખતે જૉબલેસ જૈનોને નોકરી અપાવવાનું તપ કરવાનું છે. એ માટે પચ્ચખાણ લેવાનું રહેશે...' ‘પ્રભુ ! આપની વાત મને ગમી તો છે, પણ...' ny ‘હજી મારી વાત પૂરી નથી થઈ... તારે તમામ જૈનોને કહેવાનું છે, કે તમારા ફિરકાભેદ અને મતભેદ અંગે નિખાલસ ચર્ચા ભલે ચાલ્યા કરે... પણ હવે જૉબલેસ જૈનોને નોકરી આપવાનો યુગધર્મ નિભાવવાનો છે. એમાં બેદ૨કા૨ી કરવાનું હવે પરવડે એમ નથી... સ્વામીવાત્સલ્યના જમણવારોમાં લાખો રૂપિયા ખરચીને એક વખતનું ભોજન તમે ક૨ાવો છો... એ ઠીક છે ... પણ વધારે સારું અને તાકિદનું કરવા જેવું કામ આ છે... એક જ વખત કોઈકનું પેટ ભરવું એવી સાધર્મિક ભક્તિ ક૨વા કરતાં સામેની વ્યક્તિને પેટ ભરવાનો પ્રશ્ન કાયમીરૂપે ઉકેલી આપવો એ ચઢિયાતી સાધર્મિક ભક્તિ છે......! હવેથી પર્યુષણ પર્વનું આ નવું તપ ઉમેરી લેજો... પાખંડી ધર્મગુરુઓ તારી વાત નથી માનતા... એમના પેટમાં ચૂંક આવે છે એની મને ખબર છે. . . છતાં એમને પણ સમજાવજે. કે. કયા ગુરુએ ભવ્ય વરઘોડા કાઢ્યા અને કયા પાખંડીનાં ભવ્ય સામૈયાં થયાં એના આધારે નહિ, પણ હવે પછી કયા ગુરુએ કેટલા જૉબલેસ જૈનોને જૉબ મેળવી આપવાની પ્રેરણા આપી તેના આધારે જ તેની મહત્તા પુરવાર થશે...’ ‘પ્રભુ ! હું તો આપની ‘‘જૈન જૉબ બ્યૂરો’’ની મોડર્ન, લેટેસ્ટ તપસ્યાની વાતથી રોમાંચિત થઈ ઊઠ્યો છું... પણ અમારે ત્યાં લોકોને ગુરુનાં ચરણ પકડીને બેસી જવાની આદત છે, ગુરુના આચરણને કોઇ સમજતું જ નથી. .!' ‘હવે નવી પેઢી જાગૃતિ રાખનારી આવી રહી છે. વેવલી અંધશ્રદ્ધા કરતાં નક્કર વાસ્તવિકતાનો આદર કરવાનું એ જાણે છે... ક્રિયાકાંડોના ચક્રવ્યૂહમાં અટવાઇ જવાને બદલે નવી પેઢી પ્રેક્ટિકલ વાતોનો સ્વીકાર મારા મહાવાર, તારા મણીર Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ કરવાનું વિશેષ પસંદ કરે છે. અને તું તો જાણે જ છે કે કોઈ પણ નવી ક્રિાંતિકારી વાત આવશે એટલે ખોટા લોકો હોબાળો કરશે જ... મારા જમાનામાં મારી સાચી વાતના પણ ઘણા વિરોધો થયા હતા... આજે મારી દરેક વાત તમને સાચી લાગે છે...!' એ તો ખરું, પ્રભુ !” ચાલ, અમે હવે જઈએ છીએ... આ બીજા ત્રેવીસ તીર્થકરોને ઉતાવળ છે... પણ યાદ રાખજે... હવેથી પર્યુષણ પર્વની નવી તપસ્યા – જૈન જોબ બૂરો ! જે સૌથી વધુ જૈનોને જોબ અપાવવાનું પચ્ચખાણ લેશે તેને હું જીવતેજીવ મોક્ષસુખનો આહ્વાદ આપીશ...' પ્રૉમિસ, પ્રભુ?” “મારું તો પ્રત્યેક વચન પ્રૉમિસ જ ગણાય, વત્સ !” કહીને પ્રભુ અંતર્બાન થઈ ગયા. . Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ એક ભવ્યાતિભવ્ય વરઘોડો ટલામાં પડે ? જૈનશાસનને જયવંતુ અને ગૌરવવંતુ રાખવાની જવાબદારી માત્ર જૈન સાધુઓના માથે ન મૂકી શકાય. જૈનશાસનને જયવંતુ રાખવા માટે વિચારવંતા શ્રાવકોની સક્રિયતાની અપેક્ષા રહે છે. વિચારથી વેગળા રહેવાનું સાચા વણિકને કેમ પાલવે ? - સાચો સાધુ અને સાચો શ્રાવક એને જ કહેવાય, જે મહાવીરને વફાદાર હોય. માત્ર પોતાના ગચ્છ-ફિરકા કે સમુદાયને જ વફાદાર હોય તેવો સાધુ તો કદાચ મહાવીરને પણ નહિ જ ખપે. મહાવીર કયા ફિરકાના હતા ? મહાવીર દિગંબર હતા ? મહાવીર શ્વેતાંબર હતા ? મહાવીર સ્થાનકવાસી હતા ? મહાવીર તેરાપંથી હતા ? શું આવો ફિરકાભેદ મહાવીરે પેદા કર્યો હતો ? ના, ના, અને ના. આ ફિરકાભેદ તો મહાવીરના નિર્વાણ પછી વિચારહીન, સ્વાર્થી અને મમત્વી માણસોએ જ ઊભા કર્યા છે. પોતે સાચા છે અને બીજા સૌ ખોટા છે એવા જડ આગ્રહમાંથી જ આ ભેદભાવો પેદા થયેલા છે. જૈનશાસનનો સૌથી ઉત્તમ અને સૌથી ઉત્કૃષ્ટ સિદ્ધાંત જો કોઈ હોય તો તે અનેકાન્ત છે. અનેકાન્તનો આટલો ગહન અને વ્યાપક આદર જગતના અન્ય કોઈ ધર્મમાં થયેલો જોવા મળતો નથી. દુર્ભાગ્યની વાત એ છે કે કેટલાક ના કાન જ મારા મહાવીર, તા. મહાવીર જ85 Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ મુઠ્ઠીભર એકાંતવાદીઓ જૈનશાસનનું સંપ્રદાય-ફિરકામાં વિભાજન કરીને તેને કલંકિત કરતા રહ્યા છે. જૈન ધર્મનું બીજું કોઈ યોગ્ય નામ આપવું હોય તો અનેકાન્ત ધર્મ આપવું જોઈએ. જૈન ધર્મ કદીય એ નથી જોતો કે કોણ કઈ વાતનો વિરોધ કરી રહ્યું છે, એ તો હંમેશાં એમ જ જુએ છે કે વિરોધી વિચાર વ્યક્ત કરતી વ્યક્તિ પણ કદાચ સાચી હોઈ શકે છે. મહાવીરનો અનુયાયી વ્યક્તિપૂજક નહિ, સત્યપૂજક જ હોય. વિચાર વગરની શ્રદ્ધા કરતાં, શ્રદ્ધા વગરનો વિચાર મારે મન તો વધારે મહત્ત્વનો છે. કારણ કે શ્રદ્ધામાંથી વિચાર કદીય નથી પ્રગટતો, પણ વિચારમાંથી જ શ્રદ્ધાનું પ્રગટીકરણ થાય છે. વિચાર ના હોય ત્યાં વિવેક ટકી જ ન શકે. શ્રદ્ધાથી માથાં ઝુકાવનારા હજારો લોકોનાં ધાડાં પેદા કરી શકાય, પણ ધર્મનું તેજ વધારનાર એકાદ મહાવીર પેદા ન કરી શકાય. માર્બલના દેરાસરની ફર્શ ઉપર બેસીને એક ટોળું “પ્રભુ, તારા જેવા મારે થાવું છે....' સ્તવન લલકાર્યા કરે ત્યારે મહાવીરને એ દંભ નહિ સમજાતો હોય? ભક્તિ કરવા ભેગા થયેલા લોકોને જ્યારે ઘર યાદ આવે છે ત્યારે મોટા અવાજે રાગડા તાણે છે, “ગીત તમારાં ગાતાં ગાતાં અમે સમયનું ભાન ભૂલ્યાં....” વર્તુળનો પરિઘ હોય છે, પાખંડને નહિ. પ્રભુના જેવા થવાની માત્ર વાતો કરવી અને પ્રભુભક્તિમાં સમયનું ભાન ભૂલી ગયા હોવાની તદન અફવાઓ ફેલાવવી એ કદાચ શ્રદ્ધાળુ લોકોને જ પોસાય, વિચારવાન ધર્મપ્રેમીને નહિ. ( શ્રદ્ધા એ નૌકા છે અને વિચાર એનું હલેસું છે. હલેસા વગરની નૌકા દિશાહીન હોય છે. એ ગમે ત્યાં ફંગોળાતી રહે છે. પણ વિચાર પાસે સ્પષ્ટ દિશા હોય છે. વિચારોનું હલેસું શ્રદ્ધાની નૌકાને હાલકડોલક થવા દેતું નથી. ગમે તેવા તોફાનમાંય, ગમે તેવા મઝધારમાંય વિચારનું હલેસું સલામત હોય તો પછી કોઈ ભય રહેતો નથી. ભ્રમણાઓ અને ભ્રાંતિઓ, પરંપરાઓ અને પ્રાચીનતાઓ ગમે તેટલાં પ્રિય હોય તોય, આપણી નજર તો સત્ય ઉપર અને ભવિષ્ય તરફ જ મંડાયેલી રહેવી જોઈએ. એક વિચારકે અત્યંત માર્મિક વાત કરી છે. એ કહે છે કે તમે મારી આગળ આગળ ન ચાલશો, કદાચ હું તમને નહિ અનુસરું. તમે મારી પાછળ 86 મારા સાવર, તારા મહાવીર સાવરકર પાવાવા લાગી છે Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ પાછળ ન આવશો, કદાચ હું તમને સાચી દિશામાં નહિ દોરું. તમે મારી સાથે સાથે ચાલજો. આપણી યાત્રા સહયાત્રા બની રહે, વિચારયાત્રા બની રહે તેમ થવું જોઈએ. ‘આપણો સંગાથ’ વિચારમય અને ખુલ્લા મનનો હોય એ જ બહેતર ગણાય. એક વાત વારંવાર કહેવાની લાલચ હું રોકી શકતો નથી. આડંબર અને પાખંડ ગમે તેટલા ભવ્યાતિભવ્ય હોય તોય એ ધર્મ નથી અને ધર્મ ગમે તેટલો સાદગીપૂર્ણ, શાંત અને સૌમ્ય હોય તોય એનો પ્રભાવ ઓછો હોતો નથી. સાચી વાત તો એ છે કે ધર્મ સદાય સાદગીપૂર્ણ જ હોય. એક ભવ્યાતિભવ્ય વરઘોડો કેટલાનો પડે ? કોઈ વરઘોડા-પ્રભાવક મહારાજશ્રીને પૂછવું પડે. એ વરઘોડાના ખર્ચ જેટલી બે નંબરની કમાણી કરવા કેટલું પાપ કરવું પડે ? કોઈ નિખાલસ, શ્રીમંત શ્રાવકને પૂછવું પડે. એ કમાણી માટે કરેલું પાપ કોના માથે ? આગમ ગ્રંથોમાં શોધવું પડે. ચંપા શ્રાવિકાના વરઘોડાનો કહેવાતો પ્રભાવ અપવાદ ગણીએ તો ત્યારપછીના લાખો વરઘોડાઓનો શો પ્રભાવ પડ્યો ? કેટલા લોકો ધર્મબોધ પામ્યા ? જેનું પરિણામ ૦૦.૦૦૦૦૦૧ આવવાની માત્ર સંભાવના હોય તેના માટે ૧,૦૦,૦૦૦.૦૦ રૂપિયા વેડફવાનું શાણા શ્રાવકોને કેમ પોસાય ? અને પાછું તેય ભગવાન મહાવીરના નામે ? Jain Educationa International મારા મહર, તારા માટ For Personal and Private Use Only 87 000000000 Page #89 -------------------------------------------------------------------------- ________________ ૨૩ તમને ખબર છે કે Jain Educationa International તમારા ભગવાન કેવા છે ? કેટલાક ભક્તોને એવો વહેમ હોય છે કે તેમનો ભગવાન બહેરો છે એટલે એ ભક્તોને ભક્તિ કરવામાં લાઉડસ્પીકરની ગરજ વધુ રહે છે. કેટલાક ભક્તોને એવો વહેમ હોય છે કે તેમનો ભગવાન ખાઉધરો છે એટલે જ્યારે જ્યારે મંદિરમાં જાય ત્યારે ત્યારે કંઈક ખાવાનું સાથે લેતા જ જાય છે અને મંદિરમાં મૂકતા આવે છે. કેટલાક ભક્તોને એવો વહેમ હોય છે કે એમનો ભગવાન લાંચ-રુશ્વત ખાનારો છે એટલે ભગવાનની સામે ઊભા રહે છે ત્યારે ભગવાનને લાંચની લાલચ આપે છે. જેમ કે : ‘હે પ્રભુ ! તું જો આટલું કામ કરી દઈશ તો તને આટલા રૂપિયાની સુખડી (પ્રસાદ) ધરાવી જઈશ !' અથવા તો ‘હે દેવી ! તું જો મને આટલી સહાય કરીશ તો તને ચુંદડી ચઢાવી જઈશ.' વગેરે... કેટલાક ભક્તોને એવો વહેમ હોય છે કે તેમનો ભગવાન મૂરખ છે, આપણે જે માગીશું તે આપી દેશે ! એટલે કેટલાક તો ભગવાન પાસે ન હોય તેવું અથવા તો ભગવાને જેનો ત્યાગ કર્યો હોય તેવી ચીજો માગે છે, જેમ કે સંપત્તિ, સત્તા, સંતાન, ભૌતિક સામગ્રી વગેરે... કેટલાક ભક્તોને એવો વહેમ છે કે તેમનો ભગવાન ઊંઘણશી છે. મેં મારા મહાવીર, તાસ મહાવીર For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ વારંવાર ઊંઘી જાય છે. તેથી જ્યારે જ્યારે મંદિરમાં પગ મૂકે છે ત્યારે ત્યારે ઘંટ વગાડીને ભગવાનને જગાડે છે અને જાણે કહે છે, “હે ભગવાન! મારી આજની હાજરી પૂરી લેજે... ભૂલી ન જતો !' કેટલાક ભક્તોને એવો વહેમ હોય છે કે તેમનો ભગવાન એવો ગંદોગંધાતો છે કે તે માત્ર પાણીથી સાફ નહિ થાય એટલે તેઓ ઘી-દૂધ, પાણી અને પંચામૃત વગેરે દ્વારા તેને નિયમિત નવડાવતા રહે છે ! કેટલાક ભક્તોને વળી એવો વહેમ હોય છે કે તેમનો ભગવાન તો સાવ નાદાન છે. એને જાત જાતની ચીજો ભેટ આપીને રાજી કરી લેવાશે. એટલે એ સોના-ચાંદીની આંગીઓ – આભૂષણો, હીરા-મોતીના અલંકારો, ચુંદડી - ચોખા, અબીલ-ગુલાલ વગેરેના ઢગલા કરતા રહે છે. કેટલાક ભક્તોને એવો વહેમ હોય છે કે તેમનો ભગવાન બિચારો અંધારામાં અટવાઈ ગયો છે એટલે તેઓ દીવડા કરીને અજવાળું પાથરવા પ્રયત્ન કરતા રહે છે...! - સાચું કહું? ભક્તોની આવી વેવલાઈ જોઈને, ભગવાન પોતે જ દુઃખી થઈ ગયા હશે. પાખંડી ધર્મગુરુઓ ભગવાન વિશે જાતજાતની અફવાઓ ફેલાવે છે અને મૂરખ ભક્તોનું ટોળું ભક્તિના નામે ભવ્યાતિભવ્ય હોબાળો કરીને ધન્ય ધન્ય થઈ જાય છે. સાચો ધર્મ અને સાચો ભગવાન આ ઠાઠમાઠના પ્રદર્શનમાં ક્યાંક ખોવાઈ ગયો છે. ધર્મગુરુઓ ભગવાનના એજન્ટ બની બેઠા છે. જાણે ભગવાન એમના ઈશારે નાચતો ન હોય ! મારા ભગવાન તો આવા “એજન્ટ’ વગરના છે, તમારા ભગવાન કેવા છે ? કોઈ નાસ્તિક માણસ જેટલો હાનિકારક નથી હોતો એટલો, કહેવાતો આસ્તિક માણસ સમાજને હાનિકારક હોય છે. કહેવાતા આસ્તિકોનું ધર્મઝનૂન તો ક્યારેક ભક્તિને નામે હિંસક અને આતંકવાદી બની જતું હોય છે. મંદિરમસ્જિદનો પ્રશ્ન ઊભો કરીને ત્રાસ ફેલાવવામાં કદી કોઈ નાસ્તિકનો હિસ્સો નથી હોતો. નાસ્તિક માણસ કદીય વહેમ, અંધશ્રદ્ધા અને ચમત્કારનાં જૂઠાણાં નથી ફેલાવતો. પોતાની સફળતા કે નિષ્ફળતાની જવાબદારીનો ટોપલો તે કર્મ કે ધર્મના માથે ચઢાવીને છટકી જતો નથી. આસ્તિક લોકો મોટે ભાગે ખરાબ પરિણામ માટે ભાગ્યને કે કર્મને જવાબદાર ગણાવીને પોતે બચી જવા મથે દિકરી રાજા ના મારા મહાવીર, તારા મહાવીર 89 Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ છે. પોતાના પુરુષાર્થની ઊણપ, પોતાની અણઆવડત, પોતાની ખામી, પોતાની ભૂલોને ઢાંકવા માટે કરમ અને નસીબ તેમને વધારે માફક આવે છે. કહેવાતા આસ્તિક લોકો એટલા કાયર હોય છે કે પોતાની નિષ્ફળતાઓને નસીબના ખાતામાં જમા કરાવી દે છે. નાસ્તિક માણસ બહાદુર અને સાહસિક હોય છે. જગતમાં નાસ્તિક લોકો કરતાં આસ્તિક લોકોનું ટોળું મોટું હોય છે. છતાં નાસ્તિક લોકો એ મોટા ટોળાની વિરુદ્ધમાં એકલા ચાલવાનું સાહસ કરે છે. કેટલાક આસ્તિક માણસો તો વાહિયાત પરંપરાઓને જાણ્યા-સમજ્યા વગર જ પાળતા-પંપાળતા રહે છે. એમના મનમાં સતત ભય-વહેમ અને દહેશત રહે છે કે જો મારી કંઈક ભૂલ થશે તો દેવ કે દેવી કોપી ઊઠશે. દેવ અને દેવી કદી કોપે ખરાં? જે કોપે તેમને દેવ-દેવી કહેવાનું ફરજિયાત ખરે? કોપવાનું લક્ષણ દાનવનું હોય, દેવનું નહિ. પરંતુ એટલો વિશ્વાસ અને એટલી સમજણ પોતાની મૌલિક વિચારશક્તિમાંથી તેઓ પ્રગટાવી શકતા નથી. એટલે ગાડરિયા પ્રવાહની જેમ અગાઉથી ચાલ્યું આવતું હોય તે પ્રમાણે જ જીવવાનું તેમને માફક આવે છે. પોતાની પ્રતિભા કે પ્રજ્ઞાનો પ્રયોગ કરવાનું સાહસ તેમનામાં નથી હોતું. આસ્તિક લોકોએ અને કહેવાતા ભક્તોએ ભગવાન વિશે જેટલી ગેરસમજો અને અફવાઓ ફેલાવી છે તેટલી ગેરસમજો અને અફવાઓ નાસ્તિક લોકોએ ભગવાનના અસ્તિત્વની વિરુદ્ધમાં કદીય ફેલાવી છે ખરી? નાસ્તિક માણસ કોઈકનાં વહેમ - અંધશ્રદ્ધા જોઈને દુઃખી થાય છે, કરુણા અનુભવે છે પરંતુ તે ક્યારેય ક્રૂર નથી થતો. જ્યારે આસ્તિક લોકો નાસ્તિક વ્યક્તિની વાત સાંભળીને તરત જ ઝનૂની બની તેનો પ્રતિકાર કરવા ધસી જાય છે. નાસ્તિક માણસ કુદરત (નેચર)નો આદર કરે છે. દરેક ઘટનાને તે કાંતો સહજ સમજે છે અથવા તો પોતાના પુરુષાર્થના પરિણામ સ્વરૂપ સમજે છે. તેના પ્રત્યેક વિચારમાં તટસ્થ વિવેક હોય છે, નિખાલસ જિજ્ઞાસા હોય છે, સ્પષ્ટ વાત હોય છે. એણે આડંબર અને દંભ કરીને કશુંય છુપાવવાનું હોતું નથી. કહેવાતા આસ્તિક લોકોએ તો અગમ-નિગમની વાતો કરીને, ચમત્કારની અફવાઓ ફેલાવીને ઘણું ઘણું છુપાવવાનું હોય છે. મારી અંગત સ્પષ્ટ માન્યતા એવી છે કે દંભી વ્યક્ત કરતાં નિખાલસ 9ી મારી મહાવીર, તારી મહાવીર Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ નાસ્તિક માણસ પરમાત્માની વધુ નજીક હોય છે. કદાચ તેથી જ મને નાસ્તિક માણસો વધારે ગમે છે. કારણ કે એ લોકો ક્યારેય આસ્તિક લોકોને નડતા નથી, વગોવતા નથી.... જ્યારે કહેવાતા આસ્તિકો તો ડગલે ને પગલે નાસ્તિકોને વગોવતા ફરે છે. ભગવાન મહાવીરનો જન્મોત્સવ ઊજવવા થનગની ઊઠતા મોટાભાગના લોકો, મહાવીરના વિચારોની ઠાઠડી ઊંચકનારા ડાઘુઓ જેવા હોય છે. તેઓ પોતાના વર્તનમાં - જીવનમાં મહાવીરના વિચારને ઉતારવાને બદલે મહાવીરની આરતી ઉતારતા રહે છે. મારો નમ્ર છતાં દઢ ખ્યાલ છે કે, ભગવાન મહાવીરે ભલે પોતાને પારાવાર ઉપસર્ગો આપનારને ક્ષમા બક્ષી હોય... પરંતુ જે લોકોએ મહાવીરના નામે વાડા-પંથ અને ફિરકા પેદા કર્યા છે એમને તો એ ક્ષમાં નહિ જ આપે ! મારા "માસ મઢાવીર, તારા વિહારી જાય છI Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ મુનિને મુનિ રહેવા દો મુનીમ ના બનાવો ! સાધુ સદાય આદરણીય હોય છે. એમાં ય જૈન સાધુ વિશેષ આદરણીય હોય છે. તેની કઠોરતમ આચારસંહિતા અને તેની અનુમોદનીય જીવનશૈલીને કારણે માત્ર જૈનો જ નહિ, જૈનેતરો પણ પૂજ્યભાવે તેની સામે મસ્તક નમાવે છે. આચાર્ય ભગવંત, સાધુ-સાધ્વી ભગવંત, આચાર્યદેવ જેવાં વિશેષણો દ્વારા સાધુને “ભગવાન”ની કક્ષાએ મૂકવામાં આવે છે. જૈન સાધુને ભગવાનની કક્ષા અમથી નથી મળી. કોઈ વ્યક્તિ જ્યારે જૈન ધર્મમાં દીક્ષિત થાય છે, ત્યારે એને મુમુક્ષુ કહેવાય છે. મુમુક્ષુ એટલે મોક્ષ મેળવવાની ઝંખના ધરાવનાર. “દીક્ષા લીધી” એના માટે જૈન ધર્મમાં વિશિષ્ટ બે શબ્દો પ્રયોજાય છે : (૧) સંયમ લીધો, (૨) ચારિત્ર્ય લીધું. આ ઉપરાંત પ્રવજ્યા, અણગારપદ વગેરે પ્રયોગો પણ જોવા મળે છે. “સંયમ' અને “ચારિત્ર'એ અધ્યાત્મનાં શિખરો છે. વિશ્વવત્સલ તીર્થકર મહાવીરના અનુયાયી મનાતા જૈન સાધુની ઉત્કૃષ્ટ બાબતો કઈ ? (૧) એની આંખોમાં અપાર કરુણા હોય છે. (૨) એના હૈયામાં 92 મારા મહાવીર, તારા મહ્મવીર Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ જીવમાત્ર પ્રત્યે છલોછલ વહાલ હોય છે. (૩) રાગ-દ્વેષ અને અહંકારથી એ મુક્ત રહે છે. (૪) એ પરમ ત્યાગી છે. માત્ર વૈભવવિલાસ જ નહિ, પોતાનું સાંસારિક નામ પણ એ છોડી દે છે. (૫) મોહ-માયાનાં વળગણો એને પજવતાં નથી. (૬) પૈસાને તે સ્પર્શ પણ કરતો નથી. (૭) અજાણતાં થયેલા પાપકર્મનું પણ પ્રતિક્રમણ કરે છે. (૮) સમભાવ અને સમતામાં સ્થિર રહે છે. (૯) કોઈ પણ સાંસારિક સંદર્ભો અને સંબંધોથી એ ખરડાતો નથી. (૧૦) સૌ કોઈને ધર્મનો ઉપદેશ આપે છે. (૧૧) પગે ચાલીને વિહાર કરે છે, ક્યાંય સ્થિરવાસ કરતો નથી. (૧૨) કેશલોચ કરે છે. (૧૩) ગુરુની આજ્ઞામાં રહે છે. (૧૪) વિવાદ અને વૈમનસ્યથી વેગળો રહીને સંઘની એકતામાં નિષ્ઠા ધરાવે છે. (૧૫) ઘેર ઘેર ફરીને ગોચરી વહોરી પોતાનો નિર્વાહ કરે છે. પોતાનું નામ સુધ્ધાં છોડીને વ્યક્તિ મુનિ બને છે અને મહાવીરના માર્ગનો અનુગામી બને છે. પવિત્ર અને પારદર્શક જીવન જીવવા માટે એ પ્રતિજ્ઞાબદ્ધ બને છે. શ્રાવકોએ એના ચારિત્ર્યધર્મની અનુમોદના કરીને, તેની પવિત્રતાની માવજત કરવાની હોય છે. મોટા ભાગના શ્રાવકો ભક્તિભાવે સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ કરે છે અને ધર્મલાભ પામે છે. પરંતુ ક્યારેક શ્રાવકોની વાહિયાત વેવલાઈ સાધુના માર્ગમાં અવરોધો પેદા કરે છે. કોઈ સાધુને વંદન કરવા જઈએ ત્યારે, “ગુરુજી ! આપને શાનો અભ્યાસ ચાલે છે?' એમ પૂછવું જોઈએ એના બદલે, “મહારાજ સાહેબ, કોઈ ચીજનો ખપ છે?' એમ પૂછવામાં આવે છે. ઘણા ભક્તો તો સંયમધારી સાધુને ઇમ્પોર્ટેડ પેનો, ઘડિયાળો અને અન્ય સામગ્રી ભેટ આપી આવે છે. ભક્તોની લાગણીનો અનાદર કરવાનું શક્ય ના બને ત્યારે સાધુ એનો સ્વીકાર કરે છે. આપણે એના ઉજ્જવળ સંયમની સરાહના કરવાને બદલે સ્થળ અને ભૌતિક ભેટસોગાદો અર્પણ કરીએ છીએ. એ રીતે એના સંયમને અભડાવીને દોષમાં પડીએ છીએ. મહારાજને કોઈ પુસ્તક છપાવવું હોય, કોઈ તીર્થ બનાવવું હોય તો એમાં એમની માત્ર પ્રેરણા જ પૂરતી છે. પુસ્તક કયા પ્રેસમાં છપાવવું, તેનું વેચાણ કઈ રીતે કરવું, તેનું ટ્રસ્ટ ક્યા નામે બનાવવું, કોને કોને ટ્રસ્ટી બનાવવા વગેરે Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ બાબતોમાં સાધુને ભેળવવાનો પ્રયત્ન કરીને આપણે તેમના સંયમને ભ્રષ્ટ કરીએ છીએ. ઘણી વખત કોઈ તીર્થની પ્રેરણા કરનાર મહારાજશ્રીને આપણે જે તે તીર્થના માલિક માની લઈએ છીએ. એ તીર્થમાં કોઈપણ કાર્ય કરાવવાનું હોય, કોઈ અન્ય સમુદાયનાં સાધુ-સાધ્વીને (ચોમાસુ) રોકાણ કરાવવું હોય, જિર્ણોદ્ધાર કરાવવાનો હોય, સાલગીરી ઊજવવાની હોય ત્યારે વેવલા-હજૂરિયા ટ્રસ્ટીઓ ગુરુ મહારાજના પગ પકડી રાખે છે. અરે ભાઈ, એ તો આચાર્ય છે, સાધુ છે. એ કાંઈ તીર્થના માલિક થોડા છે ? એમને વહીવટી કાર્ય સાથે શી લેવા-દેવા હોય ? સાધુ કાંઈ હિસાબ-કિતાબ તપાસનારા ઓડીટર થોડા છે ? અણઘડ, નાદાન અને છીછરી મનોવૃત્તિના હજૂરિયા ટ્રસ્ટીઓ ‘બાપજી, બાપજી' કરીને ચારિત્રવાન ગુરુને પતન તરફ ખેંચી જાય છે. એમ કરનાર વ્યક્તિ દોષમાં પડે છે. એવો કોણ ભ્રષ્ટ સાધુ હોય કે જે પોતાને તીર્થનો માલિક સમજતો હોય ? એવો કોણ છીછરો સાધુ હોય કે જેને પોતાના નામનાં ટ્રસ્ટો-ફાઉન્ડેશનો બનાવવાની ગરજ હોય ? એવો કોણ દંભી સાધુ હોય કે જેને પોતાના જયજયકાર કરાવવાનું અને સામૈયાં તથા ભવ્યાતિભવ્ય વરઘોડા કાઢીને શ્રાવકોના લાખો રૂપિયાના ધુમાડા કરવાનું પ્રિય હોય ? એવો કોણ વેપા૨ી વૃત્તિનો સાધુ હોય કે જેને પોતાનાં પુસ્તકોનું કેટલું વેચાણ થયું અને બાકીનાં પુસ્તકોનું કઈ રીતે વેચાણ કરવું વગેરે બાબતોમાં રસ હોય ? સાધુ તો સદાય સાધનામય, સાદગીમય, સંયમમય જીવન જીવવા કટિબદ્ધ હોય છે પણ આપણે જ મુનિને મુનીમ બનાવી દઈએ છીએ ! જે સાધુ આપણને સદુપદેશ આપે છે એને જ આપણે દુરાચાર તરફ ઢસડી જઈએ છીએ. આપણી સાંસારિક અને વ્યાવસાયિક સમસ્યાઓના ગરબા ગાઈને મુનિને ભ્રષ્ટ કરીએ છીએ. ઘણા વેવલા ભક્તોએ તો સાધુઓને ફોન, ટી.વી. જેવી ચીજો પણ ભેટ આપી છે, બોલો ! અરણ્યના એકાંતમાં આરાધના કરી રહેલા મહાવીર માટે કોઈકે ઘાસની - માસ મહાવીર, તાસ મહાવીર Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ કુટિર બનાવી આપી હતી. એ કુટિરનું ઘાસ પશુઓ ખાઈ જતાં હતાં. મહાવીરને એ કુટિરની પણ સગવડ જોઈતી નહોતી. તેમના અનુયાયી સાધુઓને આરાધના માટે આરસપહાણના ઉપાશ્રયોની ગરજ ક્યાંથી હોય ? જે મહાવીરે પોતાના શરીરની પણ પરવા ન કરી હોય તેવા મહાવીરના માર્ગે ચારિત્ર્યમય જીવન જીવતાં સાધુ-સાધ્વીજીને ગુરુમંદિરો, પોતાનાં અલગ તીર્થધામો બનાવવાનું ક્યાંથી ગમે ? આપણે સંસારીઓ જ પેલા સંયમી આત્માઓના સંયમમાર્ગને લપસણો બનાવીને દોષમાં પડીએ છીએ. આપણે શ્રાવકો આપણો શ્રાવકધર્મ સમજીએ તથા યાદ રાખીએ તે આજના યુગમાં અનિવાર્ય બાબત છે. આપણે પવિત્ર જીવન ના જીવી શકીએ તો ઠીક છે, પણ જે વ્યક્તિ પવિત્ર જીવન જીવવા ઝંખે છે તેને શા માટે અપવિત્રતા તરફ દોરી જવી ? Jain Educationa International મારા મહાવીર, તાસ મહાર For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ તીર્થ બનાવવાની આ ક્રેપિટીશન ક્યાં જઈને અટશે ? એક સાવ સિમ્પલ લૉજિકની વાત મારે તમને કરવી છે. જો તમે તટસ્થ રીતે સત્ય સમજવા ઉત્સુક હશો તો મારી વાત તમારા ગળે તરત ઊતરી જશે. કારણે કે સત્ય તો સદાય સહજ, સરળ અને સુગમ હોય છે. જો વચ્ચે કોઈ સ્વાર્થી, દંભી ગુરુ પ્રવેશે નહિ તો સત્ય ઇઝીલી સમજાઈ જતું હોય છે. શાણા માણસને સત્ય સમજવામાં વાર લાગતી નથી. વાર તો જૂઠાણાંને અને પાખંડને સમજવામાં લાગે છે, કારણ કે એ જટિલ હોય છે. મને ઘણી વખત એક વિચાર આવે છે કે, આપણે મહાવીરને તીર્થંકર રૂપે આરાધીએ છીએ, ભજીએ છીએ. પ્રશ્ન એ છે કે મહાવીર કોની ભક્તિ કરીને તીર્થકર બન્યા હતા? કદાચ તેમની આગળના ત્રેવીસ તીર્થકરોની ભક્તિ એમણે કરી હશે. તો પ્રથમ (આદિ) તીર્થકર ઋષભદેવે કોની ભક્તિ કરી હશે? એ કોની ભક્તિ કરીને તીર્થંકર-પદ પામ્યા હશે ? કારણ કે એમની પૂર્વે તો કોઈ જ તીર્થંકર નહોતા ! ભગવાન ઋષભદેવ શું કોઈની ભક્તિ કરીને તીર્થકર બન્યા હશે ? પ્રથમ પરમાત્માએ કોનાં મંદિરો બનાવ્યાં હશે? કોની પ્રતિષ્ઠા કરાવી હશે? કોના નામના જાપ કર્યા હશે? કોના નામનાં રટણ કર્યા હશે? કોના નામનાં સ્તવનોસ્તુતિઓ રચ્યાં હશે ? . હિં Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ તો ય એ તીર્થંકર - પરમાત્મા બની શક્યા. એનો અર્થ એ થયો કે તીર્થંકર બનવા માટે આ બધી માયાજાળ કમ્પલસરી નથી. મહાવીરે કોઈ દેરાસર બનાવ્યું હોય એવું જાણવા મળ્યું નથી ! મહાવીરે પોતાની નિશ્રામાં કોઈ પ્રતિષ્ઠા મહોત્સવો કરાવ્યા હોય તેવા ઉલ્લેખો મળતા નથી. ઇન શોર્ટ, પરમાત્માપદ પામવા માટે સુકૃત્ય જરૂરી છે, વેવલી ભક્તિ નહિ ! દેરાસરો બાંધવાનું આજે એટલું બધું સ્પર્ધાત્મક બની ગયું છે કે એ જોઈને ભક્તિભાવ જાગવાને બદલે દયાભાવ જાગે છે ! પુણ્ય કમાવા માટે ગાંડા થયેલા હરખઘેલાઓને વાચતુર ધર્માત્માઓ (?) આબાદ રીતે બાટલામાં ઉતારી દેતા હોય છે. શ્રીમંતોની બે નંબરની કમાણી ભેગી કરીને પ્રતિસ્પર્ધી સાધુના તીર્થ કરતાં ચઢિયાતાં તીર્થસ્થળો ઊભાં ક૨વાની અત્યારે જે કોમ્પીટીશન ચાલી છે એમાં દર્શન કરતાં પ્રદર્શન વધુ જોવા મળે છે. હાઈવે ઉપર પાંચ-સાત કિ.મી.ના અંતરે નવાં નવાં તીર્થો બનતાં જાય છે. શાળા-કૉલેજનાં મકાનો વધે એટલે શિક્ષણ વધ્યું એમ ન કહી શકાય. ઈંટ-ચૂનાનાં તીર્થો વધે એટલે ધર્મ વધ્યો એમ ના કહી શકાય. આજકાલના મોટા ભાગના સાધુ-મહારાજે સાધના છોડીને તીર્થ બનાવવા પાછળ પડી ગયા હોય તેમ લાગે છે. એમાં એમણે તો માત્ર પ્રેરણા જ આપવાની ને ! ભોળા શ્રીમંતોને ભક્તિ અને મોક્ષના બહાને ખંખેરવાના, કરોડો રૂપિયાનાં ભંડોળ ભેગાં કરીને તીર્થો બનાવવાનાં પછી લાખોના ખર્ચે પ્રતિષ્ઠા-મહોત્સવો કરવાના.... પ્રેરક તરીકે બાપજીનું નામ તખ્તી ઉપર કોતરાઈ જાય... ! પ્રતિષ્ઠા પતી ગયા પછી જેમણે ધનના ઢગલા કર્યા હોય એ શ્રીમંતો તો પોતાના બિઝનેસકારોબારમાં ગૂંથાઈ જાય... અને પેલા બાપજી એ તીર્થના માલિક બની બેસે ! હા, હજૂરિયા ટ્રસ્ટીઓ હોય,પણ એ તો બિચારા બાપજીની આંગળીના ઇશારે નાચનારા હોય ! દેરાસર (તીર્થ) સ્થપાય એટલે ત્યાં ચડાવા થાય, મહોત્સવો થાય, ભંડાર મુકાય, ધર્મશાળા બનાવીને જાતજાતના નકરા લેવાય... મબલક Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ઊપજ થાય. ઊપજ હોય ત્યાં ઉપદ્રવ થાય... ઢગલો હોય ત્યાં ઝઘડો થાય...! એક ગુરુના બે-પાંચ ચેલાઓ હોય અને ગુરુ અવસાન પામે તો પછી એ ગુરુએ સ્થાપેલા તીર્થનો અધિપતિ કયો ચેલો બને એના ઝઘડા હવે આપણને જોવા મળશે. (અન્ય ધર્મો-સંપ્રદાયોમાં આવા કલહ જોવા મળે જ છે.) - ભક્તિ કરવા માટે સત્કર્મ જરૂરી છે. સત્કર્મની વ્યાખ્યા દંભી ગુરુઓ પાસેથી શીખવાની જરૂર નથી. તીર્થંકર-પદ પામવા માટે પણ દેરાસર બનાવવું જરૂરી નથી ! મહાવીરના માર્ગે ચાલીને મહાવીર બની શકાય. પાખંડીના માર્ગે ચાલીને પાખંડી બની શકાય. મહાવીરને કદીય કોઈ શ્રીમંત ભક્તોની કદમબોસી કરવી પડી નહોતી. આજના પાખંડીઓને શ્રીમંત ભક્તો વગર જરાય ચાલતું કેમ નથી ? આજકાલ તીર્થોનો અતિરેક થઈ રહ્યો છે. ભગવાનનાં મંદિરોની જેમ ગુરુજીનાં મંદિરો બનાવાય છે ! વ્યક્તિપૂજાએ મર્યાદા વટાવી છે. છીછરો અહોભાવ ગંધાઈ રહ્યો છે. સાધુ-મહારાજની આ સ્પર્ધામાં શ્રાવકોના કરોડો રૂપિયા ખર્ચાય છે. આવા કરોડો રૂપિયા ખર્ચીને સાત્ત્વિક સત્કાર્યો ઘણાં થઈ શકે. પાઠશાળા, સાધર્મિક ભક્તિ, સાધર્મિકને રોજી-રોટીની વ્યવસ્થા (નોકરી) વગેરે અનિવાર્ય બાબતો તરફ વિશેષ લક્ષ્ય આપી શકાય. અલબત્ત એવાં કાર્યો અત્યારે પણ થાય જ છે, પરંતુ એનું પ્રમાણ ઓછું છે. મારું સ્પષ્ટ મંતવ્ય છે કે સંયમના માર્ગે ચાલેલા ધર્માત્માઓ જો વારંવાર મલ્ટીકલર કંકોત્રીઓ છપાવવાનો મોહ છોડે, તો એટલી જ રકમમાંથી દર વર્ષે હજારો જૈનોને માટે વ્યવસાયલક્ષી નક્કર આયોજનો થઈ શકે. એક વાત પ્રેક્ટિકલી વિચારવાની જરૂર છે : તીર્થો અને દેરાસરો માણસ માટે છે, માણસો તીર્થ-દેરાસર માટે ના હોઈ શકે. સંસારમાં એક પણ માણસ ન રહ્યો હોય તેવા વખતે મંદિરો-દેરાસરો કોના માટે હશે ? આલંબન રૂપે મૂર્તિ અને મંદિર અમુક હદે જરૂરી હશે, પણ એનો અતિરેક કોઈપણ પ્રાજ્ઞ પુરુષને કઈ રીતે ઉચિત લાગશે ? આપણે પરમાત્માની શોધમાં નીકળ્યા હતા અને પ્રતિમા મેળવીને મન 98 મીટા કાવીર, તારા સિહાબીર કાનુગા બાપા છે Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ મનાવી લીધું ! નાના હતા ત્યારે મહોલ્લામાં બાળકો ભેગાં મળીને આપણે ઘરઘરની રમત રમતાં હતાં. ખોટે ખોટું ઘર માની લેવાનું, ખોટેખોટું રસોઈકાર્ય ક૨વાનું, ખોટેખોટું ડીનર લેવાનું...! તોય એ વખતે એ બધું સાવ સાચેસાચું માનીને આપણે રોમાંચ અને આહ્લાદ અનુભવતા હતા. અધ્યાત્મના ક્ષેત્રે આપણે કદાચ બાળક જ રહ્યા છીએ એટલે તીર્થતીર્થની રમત રમી લઈને મોક્ષમાં રિઝર્વેશન કરી લીધાનો રોમાંચ માણી રહ્યા છીએ. ઘણી વખત પ્રતિષ્ઠા મહોત્સવોમાં ઊભરાતી ભીડ જોઈને જાણે ભક્તિના ઉલ્લાસનું મોજું આવ્યું હોવાનું માની લેવામાં આવે છે. મારું એક નમ્ર સૂચન છે. કોઈ પણ સ્થળે પ્રતિષ્ઠા મહોત્સવ હોય ત્યાં પ્રભાવના, સ્વામીવાત્સલ્ય (ભોજન-વ્યવસ્થા) ના રાખશો. પછી જોજો કે કેટલા ભાવિકજનો ઊભરાય છે ? ભીડ ભેગી કરવા માટે ભગવાનની ભક્તિ કરતાં ય વિશેષ ભોજનવ્યવસ્થા અને ભવ્ય પ્રભાવનાઓ ક૨વી પડે છે. મહોત્સવમાં ઉપસ્થિત રહેનારે પોતાના ખર્ચે ભોજન કરવાનું ફરજિયાત રાખો તો કેટલી ભીડ થશે ? ભગવાન માટે, ધર્મ માટે, પોતાની શ્રદ્ધા માટે સો ટચના સાચા ભક્તો એટલુંય ન કરી શકે ? વ્યક્તિ પોતાના વ્યાવસાયિક કામકાજ માટે બહારગામ જાય છે ત્યારે રહેવા-જમવાની વ્યવસ્થા પોતે જ કરે છે. ભગવાન પ્રત્યેની ભક્તિ સાચી હોય તો ભક્તો આટલું તો અવશ્ય કરી જ શકે ને ! ધર્મને આપણે વરવા પ્રદર્શનની ચીજ બનાવી દીધી છે. એમાં કહેવાતા ધર્મગુરુઓનો સ્વાર્થ ભળ્યો છે. અજ્ઞાન અને અંધશ્રદ્ધાના અતિરેકને અધર્મ જ કહેવો પડે. રોજ સવા૨ પડે છે અને કોઈ નવા તીર્થના પ્રતિષ્ઠા--મહોત્સવના સમાચાર મળે છે. તીર્થ બનાવવાની આ કૉમ્પીટીશન ક્યાં જઈને અટકશે ? જૈનોની મહાજન પરંપરા કેવી ભવ્ય હતી ! માનવતા ધર્મ બતાવવાનો હોય ત્યારે જૈનો સદાય મોખરે રહેતા હતા. આજે એ પરંપરા અસ્તાચળ તરફ ઢળી છે. જ્ઞાનની ઉપાસનાને બદલે આડંબર વધ્યો છે. સાત્ત્વિક્તાની ગ્રહનતાને બદલે પ્રદર્શનના ખાબોચિયામાં છબછબિયાં વધ્યાં છે. મારા મહાવીર, તારા મહાવીર Jain Educationa International For Personal and Private Use Only 99 Page #101 -------------------------------------------------------------------------- ________________ મહાવીરે શું કહ્યું હતું અને આપણે કરી રહ્યા શું છીએ? સહેજ પાછું જોઈને કોઈક તો વિચારો, ભાગ્યશાળી! અત્યારે જે બધું ચાલી રહ્યું છે એને જ સાત્ત્વિક ધર્મ કહીએ તો આડંબર કોને કહીશું? દંભ અને પ્રદર્શન કોને કહીશું ? Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ૨૦ દુઃખ વેઠવું એ પુણ્ય નથી, સુખ ભોગવવું એ પાપ નથી સુખ ઝંખતા માણસને આપણે ‘પાપી’ કહીને અમથા અમથા વગોવતા રહીએ છીએ. કોઈ વ્યક્તિ મોટર-બંગલાનું સુખ ઇચ્છે તો તેને આપણે ભૌતિકવાદી કહીને એનો અનાદર કરીએ છીએ. એ જ રીતે કોઈ માણસ સુખનો વિરોધ કરે, એકાંત-વાસમાં રહે તો એને આપણે કશાય કારણ વગર અહોભાવથી મહાત્મા' કહીને તેનો આદર કરવા લાગી જઈએ છીએ. સુખ એટલે પાપ અને દુઃખ એટલે પુણ્ય એવું સમીકરણ આપણી સમજણને અવરોધીને બેઠું છે. ‘બે રોટી અને એક લંગોટી' સિવાયનું બીજું બધું મિથ્યા છે, વળગણ છે, મોપ્રેરિત છે. એનાથી બચવું જોઇએ, એવી ગેરસમજ આપણને મિથ્યા ચિંતનની ઊંડી ખાઈમાં ધકેલતી રહે છે. જગતના સઘળા માણસો ત્યાગી-વૈરાગી થઈ જાય એવી અપેક્ષા રાખવી એ ભ્રમણા છે. કેટલાક લોકો એવી દલીલ કરે છે કે, ભૌતિક સુખો શાશ્વત નથી હોતાં. મોટર-બંગલા વગેરે મૃત્યુ પછી સાથે નથી આવતાં. બધું અહીં જ મૂકીને જવું પડે છે. આપણે ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ જવાનું છે એટલે ભૌતિક સુખો પાછળ ભટકવાની જરૂર નથી ! મારો પ્રશ્ન એટલો જ છે કે, ખાલી હાથે આવ્યા (જન્મ) અને ખાલી હાથે જવાનું (મૃત્યુ) એ બે ઘટનાઓ મારા મહાવીર, તારા મહાવીર 101 Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ આપણા હાથમાં નથી, પરંતુ એ બે ઘટનાઓની વચ્ચે જીવન છે એ આપણા હાથમાં છે. જીવનને શા માટે મનગમતાં સુખોથી ના શણગારવું? ધર્મગુરુઓ એટલી હદે સુખનો વિરોધ કરે છે કે જાણે સુખ નકામું હોય ! ધર્મગુરુઓના સુખવિરોધી બરાડા સાંભળીને ‘દ્રાક્ષ ખાટી' હોવાનો આપણો વહેમ મજબૂત થઈ જાય છે. સુખ મેળવવા માટે મહેનત કરવી પડે, સંઘર્ષો વેઠવા પડે... સુખ કોઈનેય અમથું-અમથું રસ્તામાં પડેલું જડી જતું નથી. પુરુષાર્થ અને સંઘર્ષોથી ભયભીત લોકો સુખને વગોવીને દૂર ભાગી જાય છે. કોઈ ખૂણામાં બેસી જઈને કશુંય કર્યા વગર દુઃખનો જયજયકાર કરવા મંડી પડે છે અને સુખવિરોધી રાગડા તાણે છે. બાવળના સૂકા થડિયાનો આદર કરનારા લોકો ગુલાબના ફૂલછોડ પ્રત્યે ધૃણા કરનારા થઈ જાય છે. દરેક ધર્મગુરુને થોડાક વેવલા ભક્તોની અને કહ્યાગરા ચેલાઓની તીવ્ર વાસના હોય છે. કહેવાતા ત્યાગીઓ પોતાના સંયમજીવનના અમુક વર્ષ પૂર્ણ થાય એટલે ઉજવણી કરાવે છે. દંભ અને આડંબરની પરાકાષ્ઠા તો ત્યારે આવે છે કે જ્યારે ગુરુએ પોતે જ ઉજવણીના ભવ્યાતિભવ્ય મહોત્સવનું આયોજન કરાવ્યું હોય અને છતાં ડાહ્યા થઈને એમ કહેતા હોય કે આવું બધું કરવાની મને તો કોઈ જ જરૂર જણાતી નથી, ભક્તોની લાગણીનું માન જાળવવા ખાતર જ આ કાર્યક્રમ યોજાયો છે...! પોતે પાટ ઉપર પલાંઠી વાળીને બેઠા હોય, સામસામે માન-સન્માન, બહુમાન કરાવતા હોય, બુલંદ સ્વરે પોતાના જ નામના જયજયકાર કરાવતા હોય. છતાં પોતાને એ બધામાં જરાય રુચિ નથી એમ વારંવાર કહ્યા કરતા હોય ત્યારે સામે બેઠેલા ટોળામાં જે શાણા લોકો હોય છે તે મૂછમાં મલકતા રહે છે ! જે ધર્મગુરુના ભીતરમાં ઉજવણીની પજવણી સતત રહ્યા કરતી હોય, એનાથી દૂર રહેવામાં જ ભક્તોની ભલાઈ છે. ગુરુને ખાવા માટે ભોજન જોઈએ છે અને ગૃહસ્થને પણ ભોજન જોઈએ ગુરુને પહેરવા માટે વસ્ત્રો જોઈએ છે, ગૃહસ્થને પણ પહેરવા માટે વસ્ત્રો જોઈએ છે. ગુરુને રહેવા માટે મઠ-ઉપાશ્રય કે આશ્રમ જોઈએ છે તો ગૃહસ્થને પણ 102 માં મારા મહાવીર, તારા મહાવીર જાઓ Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ઘર જોઈએ છે. ગુરુને ચેલાઓ જોઈએ છે તો ગૃહસ્થને સંતાનો જોઈએ છે. ફરક માત્ર એટલો જ છે કે ગુરુ પોતાની જરૂરિયાતો બીજાઓ દ્વારા પૂરી કરે છે અને ગૃહસ્થો પોતાની જરૂરિયાતો માટે પોતે પુરુષાર્થ કરે છે. જે સ્વયં પુરુષાર્થ કરે છે - સ્વાવલંબી છે તેને પાપી કહીને તિરસ્કૃત કરવામાં આવે છે અને જે લોકો બીજાઓ ઉપર નભનારા છે – પરાવલંબી છે તેમને મહાત્મા કહીને તેમનો આદર કરવામાં આવે છે. આવું તો માત્ર આપણા દેશમાં જ ચાલે હોં ! - ત્યાગનો જેટલો મહિમા થયો છે તેટલો તેનો મર્મ સમજાયો નથી. ત્યાગ સહજ હોય. ત્યાગ આડંબરમુક્ત હોય. ત્યાગ ઉજવણીથી વેગળો હોય. નદી સાગરને મળવા જાય છે ત્યારે સહજ રીતે પર્વતને છોડે છે, એ વખતે નદી વરઘોડા કાઢતી નથી અને પોતે કેટકેટલું છોડ્યું તેનો હિસાબ બતાવતી નથી, છોડ્યું એટલે છોડ્યું ! સાચી વાત તો એ છે કે કશું ય છોડવાની જરૂર નથી, સહજ રીતે કાંઈક છૂટી જાય તો ઉત્તમ છે. જીવનમાં મનગમતું સુખ મેળવવું એ કોઈ પાપ નથી, પરંતુ બીજાના સુખને છીનવી લેવું એ પાપ છે. બીજા કોઈના સુખમાં અંતરાય પેદા કર્યા વગર જો હું મારું મનગમતું સુખ મેળવતો હોઉ તો એમાં કોઈ અધર્મ નથી. દુઃખી થવું, કષ્ટ વેઠવું એ જ બધું જો પુણ્ય કહેવાતું હોય તો ઘાંચીનો બળદ અને કુંભારનો ગધેડો સૌથી વધારે પુણ્ય કરે છે એમ માનવું પડે. પ્રસન્નતા અકબંધ રહે એ જ સૌથી મોટી સિદ્ધિ છે, આટલી વાત આપણને સમજાઈ જાય તો જગતના સઘળા ધર્મોનો સરવાળો આપણને ઉપલબ્ધ થઈ જાય. આસક્તિ વગર તમામ સુખો ભોગવવાં એને જ હું તો મોક્ષ માનું છું. Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ મહાવીરને તીર્થક્ય નહિ, આપણા સ્વજન બનાવીએ ! સંસારમાં એક માત્ર સમય જ એવો છે કે જેને આળસ નથી. સમય કદીય થોભતો નથી, વિરામ લેતો નથી, સમાપ્ત થતો નથી. એ સમયના દરવાજે અત્યારે ભગવાન મહાવીરનું જન્મકલ્યાણક પર્વ ટકોરા મારી રહ્યું છે. જન્મકલ્યાણક એટલે બર્થ ડે. ભગવાનનો બર્થ ડે આપણા જીવનના વ્યર્થડે ને સાર્થક કરી શકે તો જ પર્વની ઉજવણી લેખે લાગે. જે ઉજવણી લેખ ના લાગે તે ઉજવણી માત્ર પજવણી જ બની રહે. સૌથી પાયાનો પ્રશ્ન એ છે કે જો આપણે ભગવાન મહાવીરનો બર્થ ડે ન ઊજવીએ તો એથી ભગવાન મહાવીરને કશી ખોટ જાય ખરી ? આપણે શું ભગવાન મહાવીર ઉપર ઉપકાર કરવા માટે એમનો જન્મકલ્યાણક ઊજવીએ છીએ ? બીજો પ્રશ્ન એ છે કે આપણે જે રીતે ભગવાન મહાવીરનો જન્મકલ્યાણક દિન ઊજવીએ છીએ એ રીત ભગવાન મહાવીરને મંજૂર છે જ એની કશી પ્રતીતિ આપણને ખરી ? . ભગવાન મહાવીરને આપણે પ્રભુ, પરમાત્મા, તીર્થકર કહીને એટલા 1M T મારા મહાવીર, તારા મહાવીર Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ બધા ઉચ્ચ સ્થાને બિરાજમાન કરી દીધા કે એમના સુધી પહોંચવાનું આપણા માટે કપરું થઈ ગયું. મહાવીરને આપણે સ્વજન બનાવી શક્યા હોત તો કદાચ આપણે એમનાથી આટલા દૂર ચાલ્યા ગયા ના હોત. સ્વજન સદાય આપણી સાથે રહે, આપણને માર્ગદર્શન આપે, આપણને હૂંફ આપે, આપણા મનમાં કોઈ અનિષ્ટને પ્રવેશવા જ ન દે ! પરંતુ મહાવીરને આપણે તીર્થકર અને પરમાત્મા બનાવી દીધા. બહુ અંતર પડી ગયું. મહાવીર તો સામાન્ય માણસની જેમ જ માતાના ગર્ભમાં રહીને જન્મ પામ્યા હતા, એ કોઈ અવતારી પુરષ નહોતા. એમણે લગ્ન પણ કર્યા હતાં. એમને એક પુત્રી પણ હતી. જમાઈ પણ હતો. રાજસુખ ભોગવતો પરિવાર હતો. માતા-પિતાના અવસાન પછી દીક્ષા લેવા માગતા મહાવીરે મોટા ભાઈની લાગણીનો આદર કરીને દીક્ષા લેવામાં પ્રતીક્ષા પણ કરી હતી. અનેક કષ્ટો વેઠીને તપ-ત્યાગ અને સાધના એ કરતા રહ્યા હતા. અહીં સુધી તો કશું ય અસાધારણ હતું જ ક્યાં ? મહાવીરને માપવાની મથામણમાં પડી જઈને આપણે મહાવીરને પામવાનું ચૂકી ગયા છીએ. મહાવીરે સાધના દ્વારા જે સિદ્ધિઓ મેળવી, જે જ્ઞાનનું ઉપાર્જન કર્યું તેના ઉપર પણ પોતાની માલિકીભાવ રાખવા એ તૈયાર નહોતા. એટલે જ તો ખુલ્લા પગે, ટાઢ-તાપ વેઠીને ફરતા રહ્યા... ગામ-ગામ વિચરતા રહ્યા અને સંસારને પોતાના જ્ઞાનની લહાણી કરતા રહ્યા...! જો એમને ઉચ્ચ પદે બેસી જવું હોત તો, એ શા માટે સંસારમાં લોકોને મળવા - તેમને ઉપદેશવા ચાલ્યા હોત ? પોતાને જે કાંઈ ઉપલબ્ધિ થઈ એને એ વહેંચવા નીકળ્યા હતા. એ તો આપણા સ્વજન બની રહેવા ઝંખતા હતા. પરંતુ આપણે જ એમને પરમાત્મા અને તીર્થકર બનાવી દીધા! કદાચ, એમના ઉપદેશને ઝીલવાની પાત્રતા આપણામાં નહોતી. વાત આટલેથી અટકી હોત તો ઠીક હતું – મહાવીર કદાચ આપણો એટલો દોષ માફ કરી પણ દેત. પરંતુ આપણે મહાવીરના સિદ્ધાંતોનું મનઘડંત અર્થઘટન કરીને વિવાદો આ જ મારા મહાવીર, તારણ મહાવીર a Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ અને વિખવાદો પેદા કરતા રહ્યા. પોતપોતાના પંથ અને પોતપોતાના સંપ્રદાયો ઊભા કરીને મહાવીરનું વિભાજન કરતા રહ્યા. આપણે મહાવીરના માર્ગે ન ચાલી શક્યા એટલે છેવટે આપણે જે માર્ગ ઉપર ચાલતા હતા એ માર્ગને ‘મહાવીરમાર્ગ’ એવું નામ આપીને મન મનાવતા રહ્યા. આજે અનેક મોટાં શહેરોમાં કેટલાક જાહેર માર્ગોને આપણે ‘ભગવાન મહાવી૨માર્ગ' તરીકે નામ આપી દીધું છે. મહાવીર તો પોતાનો માર્ગ પોતે જ કંડારી શકે એટલા સમર્થ હતા, આપણે એમને કેવા છીછરા બનાવી દીધા ! મહાવીરને આપણે પરમાત્મા સમજીને એમનાથી દૂર રહેવાને બદલે, એમને આપણા સ્વજન બનાવીને આપણી સાથે રાખી શકીએ એમાં જ આપણું સૌનું હિત છે. એમના જન્મકલ્યાણકની ઉજવણી પાછળ થતા દંભ અને આડંબર તો કદાચ એમને ખુદને ય પસંદ નહિ જ હોય...! સંપ્રદાયના ભેદભાવ ટાળીને આપણે સૌ એક અને નેક બની જઈએ, તો જ એમનો જન્મકલ્યાણક સાચા અર્થમાં ઊજવ્યો ગણાશે. મહાવીરને દેરાસરમાં પ્રતિષ્ઠિત કરવાને બદલે આપણા દિલમાં પ્રતિષ્ઠિત કરી શકીએ તો જ આપણે તેમના સાચા અનુયાયી બની શકીએ ! મહાવીરનો ઉપદેશ આપણા સૌના જીવનપંથને અને જીવનધર્મને અજવાળી રહો ! 106 માર્ચ મહાવીર, તારા મહાવીર Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ સુગંધ આપવા માટે ફૂલને દીક્ષા લેવી પડતી નથી નરકનો ભય ન હોત તો આપણે પાપથી દૂર રહેવાનું પસંદ કર્યું હોત ખરું? અને મોક્ષની લાલચ ન હોત તો આપણે આટલી ભક્તિ કરવા પ્રેરાયા હોત ખરા ? સો ટચની નિખાલસતાપૂર્વક આ પ્રશ્નનો ઉત્તર આપણે મેળવવાનો છે. હૈિયા ઉપર થોડી ચચરાટી થાય તો ભલે, પણ આપણી જાતને જરા પણ છેતર્યા વગર આ પ્રશ્નના ઉત્તર વિશે વિચાર કરવાનો છે. આપણી ભક્તિ સહજ ભક્તિ છે ખરી ? જો નરકનો ભય ન હોત તો આપણે સખણા રહ્યા હોત ખરા? જો મોક્ષની લાલચ ન હોત તો આપણે ભક્તિના આટલા ઊભરા ઠાલવ્યા હોત ખરા ? જે ભક્તિ ભયમાંથી પ્રગટેલી હોય અને લાલચની ગોદમાં જ ઊછરેલી હોય એ ભક્તિ કહેવાય ખરી ? ફૂલ સહજ રીતે જ સુગંધ પ્રસરાવે છે. ફૂલને એવો કોઈ ભય નથી કે હું સુગંધ નહિ ફેલાવું તો મારું અધઃપતન થશે. ફૂલને એવી પણ કોઈ લાલચ નથી કે, હું સુગંધ ફેલાવીશ તો મને માંગલ્યની પ્રાપ્તિ થઈ જશે. ફૂલ સહજ રીતે ખીલે છે, સહજ રીતે સુગંધ પ્રસારે છે, સહજ રીતે ખરી પડે છે. સહજતા જ પાસ મહ્મવીર, તાર મહાવીર જબ 107 Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ એ ફૂલનું વ્યક્તિત્ત્વ છે. વૃક્ષ સહજતાથી છાંયડો આપે છે, સૂરજ સહજતાથી તાપ આપે છે, ચંદ્ર સહજતાથી ચાંદની આપે છે, આકાશ સહજતાથી વિસ્મય આપે છે, નદી સહજતાથી નર્તન કરે છે... આમાં ક્યાંય દંભ અને પ્રદર્શન છે ખરાં ? શ્રોતાઓની ગરજ વગર કોયલ વનમાં એકલી હોય તોય ટહુકો વહેતો મૂકી શકે છે. પ્રેક્ષકોની ગેરહાજરીમાં ય મોર પોતાના થનગનાટને નર્તનમાં ગૂંથતો રહે છે. માણસ પાસે આવી અણિશુદ્ધ સહજતા ખરી ? ફૂલને સુગંધ આપવા માટે દીક્ષા લેવી પડતી નથી. વૃક્ષોને છાંયડો તથા ફળ આપવા માટે આધ્યાત્મિક શિબિરોમાં જવું પડતું નથી. કોયલ કોઈ પાઠશાળામાં જઈને ટહુકા ગોખતી નથી. મોર કોઈ પણ પ્રકારના રિહર્સલ વગર નૃત્ય કરી શકે છે. પવન ક્યાંય આરસની તક્તિ ઉપર પોતાનું નામ કોતરાવ્યા વગર શીતળતાનું દાન કરતો રહે છે. એક સાવ નિર્દોષ વાત કહું? કુદરતનાં આ તમામ તત્ત્વો તદન સહજ અને નિખાલસ છે એટલે તાજગીથી છલોછલ લાગે છે ! તમે કોઈ વૃક્ષને કે કોઈ ફૂલને ઉદાસ બનેલું જોયું છે ? માણસે સહજતા છોડી દીધી છે, એટલે એણે આડંબર અને પ્રદર્શનો કરવાં પડે છે. સહજતા નથી એટલે પ્રસન્નતા નથી. પાપથી બચવાની વૃત્તિ આપણે ગુમાવતા રહીએ છીએ, એટલે પુણ્યનાં પ્રદર્શનો કરીને મન મનાવવું પડે છે. આકાશની પ્રત્યેકછટા ભવ્યાતિભવ્ય હોય છે. નદીના જળનું વહન દિવ્યાતિદિવ્ય હોય છે. જ્યાં સહજતા હોય ત્યાં ભવ્યતા અને દિવ્યતા સ્વયે આવીને બેસી જાય છે. પર્યુષણ આવે એટલે જ ભક્તિના ઊભરા આવે એવું કેમ? મહાવીરનો જન્મકલ્યાણક દિવસ આવે ત્યારે જ મહાવીરભક્તિ છલકાતી જોવા મળે એવું શા માટે ? ધર્મ શું કોઈ સમયના ચોકઠામાં પુરાઈ રહેનારી ચીજ છે? પૂનમના દિવસે અથવા બેસતા મહિનાના દિવસે મંદિરોમાં કહેવાતા ભક્તોની ભીડ છલકાય છે... બાકીના દિવસોમાં શું થાય છે? અમાસના દિવસે ય એ જ મંદિર, એ જ જિનાલય છે. એ જ મૂર્તિ છે, એ જ મંત્ર છે, એ જ સ્તુતિ છે...! 108 a મારા મહાવીર, તારા મહાવીર પાન Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ સંવત્સરીના દિવસ સિવાય પણ આપણે ક્ષમાપના કરીએ તો શું ખોટું? લોકોને જન્મદિવસ ઊજવવાની આદત છે. આખો જન્મારો વૈતરું કૂટવું, દુવૃત્તિઓને બહેકવા દેવી અને પછી કોઈ એક ફિક્સ દિવસે ભક્તિ કરીને ધન્ય ધન્ય થઈ જવાનું તો કોઈ મહાદંભીને જ પરવડે ! જીવનની પ્રત્યેક પળ પર્વ બની રહે, તેવું પવિત્ર જીવન જીવવું એ જ ધર્મ છે. કોઈને છેતરવાનો કે કોઈને નડવાનો વિચાર પણ મનમાં ના જાગે એ જ સાચું અધ્યાત્મ છે. આપણને મૂર્તિ તો મળે છે, પણ ભગવાન નથી મળતા. પર્યુષણનાં પાંચ કર્તવ્યોને પર્યુષણના દિવસોમાં જ આપણે યાદ કરીએ અને બાકીના દિવસોમાં તે કર્તવ્યોને જીવનમાંથી બાદ કરીએ તો એ નર્યો આડંબર જ કહેવાય. આપણી ભક્તિ સહજ નથી, એટલે એમાં ઉધામા તો બહુ હોય છે પણ પ્રસન્નતા નથી હોતી. કોઈ સાધુ નિરાંતે વિચારવા તૈયાર નથી કે હવે નવાં નવાં તીર્થોના નિર્માણ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવાની શી જરૂર છે? કોઈ આચાર્ય પોતાના સામૈયા-વરઘોડા પાછળ શ્રાવકોના રૂપિયા નહિ વેડફવાની પ્રતિજ્ઞા લેવા તૈયાર નથી ! સંયમની ચાદર હેઠળ ઢંકાયેલો મોહ ભારે વિકરાળ અને વિકૃત હોય છે. સહજ રીતે પોતાનાં કર્તવ્યો પ્રત્યે નિષ્ઠાબદ્ધ રહેવું... ભય અને લાલચ વગર શુદ્ધતમ જીવન જીવવા સંકલ્પબદ્ધ રહેવું... અને વેવલાઈથી વેગળા રહેવા કટિબદ્ધ બનવું... આટલું થઈ જાય તો મોક્ષ ક્યાં છેટે છે ? ભગવાન મહાવીરના નામે જૈનોની એકતા થાય એ માટે આજીવન મથામણ કરવા કોઈ સાધુ તૈયાર છે ખરા ? મતભેદો ભલે ચાલ્યા કરે, મનભેદો ટાળવા કોઈ સાધુ તૈયાર તૈયાર છે ખરા? નવાં તીર્થો બનાવીને જયજયકાર કરાવનારા સાધુઓનો ઉત્સાહ જૈનોની એકતા બાબતે કેમ ઠંડો પડી જાય છે ? મહાવીરના સિદ્ધાંતોની વાતો કરવી અને અંગત ગેરસમજોને પંપાળ્યા કરવી. આ રીતે જૈનશાસન જયવંતું રહી શકશે ખરું? મહાવીરનો અનુયાયી અને અનેકાન્તનો ઉપાસક હોય તેવા જૈનને જૈનોની એકતાથી ઓછું કશુંય ખપે જ નહિ ! ભાભા ના અમારા મહાવીર, તારા મહાવીર 109 - રાજ રાજકીય Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૨૯ જૈનધર્મનું અસ્તિત્વ રહે કે ના રહે, મહાવીરના સિદ્ધાંતો અવશ્ય રહેશે ! બિહારમાં લોકસેવાની સુગંધ પ્રસારતી સંસ્થા “વીરાયતનનાં પ્રણેતા સાધ્વી આચાર્યા શ્રી ચંદનાજી ક્રાંતિકારી પ્રતિભાનાં સ્વામિની છે. દેશવિદેશમાં જૈનધર્મના પ્રચાર માટે તેમજ માનવસેવાની બહુવિધ પ્રવૃત્તિઓ માટે ઉદ્યમ કરતાં, પાંસઠ વર્ષનાં આ. ચંદનાજી સાથેની એક રસપ્રદ પ્રશ્નોત્તરીના થોડાક અંશો આપણે માણીએ. પ્રશ્ન : આપની દષ્ટિએ ભગવાન મહાવીરની સૌથી મોટી વિશેષતા કઈ ? ઉત્તર : ભગવાન મહાવીરે માણસના જીવનની સ્વાયત્તતાનો સહજ સ્વીકાર અને આદર કર્યો એ તેમની સૌથી મોટી વિશેષતા છે. ઈશ્વરની સામે પણ યાચના ન કરો. દીન-હીન જીવન ના જીવો. કોઈની શરણાગતિ ન સ્વીકારો. સાધનાની કેડીએ આરોહણ કરીને સિદ્ધિનાં શિખરો સર કરો, આ વાત મહાવીરે આપણને સમજાવી છે. એક સામાન્ય માણસની જેમ જન્મીને સાધના દ્વારા પરમ અવસ્થા એમણે પ્રાપ્ત કરી હતી, અને એ રીતે સૌ કોઈ એ સિદ્ધિ પામી શકે છે. પરિશ્રમનો પુરસ્કાર કરીને માનવીમાત્રની-જીવમાત્રની સ્વાયત્તતાનો આટલો ભવ્ય આદર એમણે કર્યો એ મારે મન એમની સૌથી મોટી વિશેષતા છે. 110 મારી મહાવીર, તારા મહાવીર Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન : ભગવાન મહાવીર આજે હયાત હોત તો તેઓ શું કરત? ઉત્તર : ભગવાન મહાવીર જે કાળમાં થઈ ગયા તે કાળનાં તમામ ક્ષેત્રોના પ્રશ્નોનાં સમાધાનો તેમણે આપ્યાં હતાં. કોઈપણ ક્ષેત્ર તેમને માટે અસ્પૃશ્ય નહોતું. તેમણે સામાજિક, આર્થિક, પશુપાલન, ધર્મ વગેરે તમામ ક્ષેત્રના સર્વમાન્ય નિયમો બનાવ્યા હતા. ક્રિયાકાંડોનાં પૂળ પ્રદર્શનનો તેમણે વિરોધ કર્યો હતો. મહિલાઓના અધિકારોની વાત પણ તેમણે કરી હતી. ભગવાન મહાવીર આજે હયાત હોત તો, વર્તમાન યુગની પ્રત્યેક ક્ષેત્રની સમસ્યાઓ માટે તેમણે માર્ગદર્શન આપ્યું હોત. પ્રશ્ન : આપની દષ્ટિએ જૈનધર્મનું ભવિષ્ય કેવું છે ? ઉત્તર : જૈનધર્મ ભવિષ્યમાં રહે કે ના રહે, પણ મહાવીરના સિદ્ધાંતો અવશ્ય રહેશે. હિંસા, અસત્ય અને દુરાચારથી ખતમ થઈ ગયેલું જગત ભવિષ્યમાં એમ કહેશે કે ભગવાન મહાવીરે અહિંસા, સત્ય અને સદાચારની જે વાત કરેલી તે સાચી હતી, કારણ કે એમાં જીવમાત્રનું કલ્યાણ છે. પ્રશ્ન : ભગવાન મહાવીર આપને મળી જાય તો આપ તેમને શું કહેશો ? ઉત્તરઃ ભગવાન મહાવીર આજે જો પુન: ધરતી પર આવે તો, કદાચ આપણે જૈનો તેમને ઓળખી જ નહિ શકીએ. મહાવીરના નામે આપણે જે જૂઠાણાં અને આડંબર રચ્યાં છે, એ દષ્ટિએ સાચા મહાવીરને ઓખળવાનું મુશ્કેલ બની જશે. આંગીઓથી સુશોભિત મહાવીરને આપણે ઓળખીએ છીએ, તપ-ત્યાગની સૌમ્ય મૂર્તિ સ્વરૂપ મહાવીરને ઓળખવાની પાત્રતા આપણે ખોઈ બેઠા છીએ. આમ છતાં મહાવીર મને જો મળી જાય તો હું તેમને માત્ર એટલી જ વિનંતી કરું કે, હે પ્રભુ ! આપ જ મને માર્ગદર્શન આપો કે મારે શું કરવું જોઈએ? ' પ્રશ્ન : મહાવીરના જીવનમાં બનેલા કહેવાતા કેટલાક ચમત્કારો શું સાચા હશે ખરા ? ઉત્તર : મહાવીરના જીવનની ચમત્કારિક ઘટનાઓ સિમ્બોલિક (પ્રતીકાત્મક) છે. તેનો સ્થૂળ અર્થ પકડવાને બદલે, તેનો મર્મ સમજવાની મથામણ કરવી જોઈએ. અખબાર માસ મહાવીર, તારા મહાવીર"dil Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન : નવી પેઢી સમક્ષ મહાવીરને કેવી રીતે રજૂ કરવા જોઈએ કે જેથી તેને ધર્મમાં શ્રદ્ધા જાગે ? : ઉત્તર ઃ નવી પેઢી સમક્ષ જૈનધર્મનું અખંડ અને સમગ્ર સ્વરૂપ રજૂ કરવું જોઈએ. પ્રેમ, મૈત્રી અને કરુણાનો મહિમા કરીને, કોઈનો ય અનાદર નહિ કરીને, ભેદભાવ વગરની આબોહવાનું નિર્માણ કરીને નવી પેઢી સમક્ષ મહાવીરને રજૂ કરવા જોઈએ. પ્રશ્ન : આપ વિદેશમાં જૈનધર્મનો પ્રચાર કરી રહ્યાં છો. અનેક દેશોમાં આપે આ કાર્ય કર્યું છે. વિદેશના લોકો જૈનધર્મનો કઈ રીતે સ્વીકાર કરે છે ? ઉત્તર : વિદેશમાં લોકો જૈનધર્મની જેમ ભારતના અન્ય ધર્મો માટે પણ જિજ્ઞાસા ધરાવે છે. પરંતુ એ લોકો માત્ર શ્રદ્ધાથી નહિ - સમજણ પામ્યા પછી જ ધર્મની વાત સ્વીકારે છે. માત્ર આસ્થા નહિ, પરંતુ જ્ઞાન કેન્દ્રમાં હોય છે. ધર્મની પ્રત્યેક વાતને નવી પેઢી તર્ક દ્વારા સમજીને જ અપનાવવા ઉત્સુક છે. પ્રશ્ન : આપની સંસ્થાનું નામ ‘વીરાયતન’ કેમ રાખ્યું ? તેના સ્થાપના ક્યારે થઈ ? ઉત્તર ઃ ભગવાન મહાવીરની એટલે કે ‘વીર’ની ભૂમિ ઉપર આ સંસ્થાની સ્થાપના થઈ તેથી તેનું નામ ‘વીરાયતન’ રાખ્યું. તેની સ્થાપના ઈ.સ. ૧૯૭૧માં થઈ હતી. આજે તો વિવિધ અનેક દેશોમાં પણ તેનાં કાર્યાલયો છે. સાધ્વી શિલાપીજી આ સંસ્થાનું ઉત્કૃષ્ટ સંચાલન કરી રહ્યાં છે. મને એક વાતનું આશ્ચર્ય છે. આજે ઠેરઠેર સ્થૂળ દેખાદેખી અને ફાલતું સ્પર્ધાઓ ખૂબ થાય છે. વેપારમાં, રમત-ગમતમાં, ધર્મમાં સર્વત્ર સ્પર્ધાઓ જોવા મળે છે. ત્યારે અમારી ‘વીરાયતન’ જેવી સંસ્થા સાથે હરીફાઈ કે સ્પર્ધા ફરી શકે તેવી માતબર અને નિષ્ઠાવાન સંસ્થાઓ અન્યત્ર કેટલી ઊભી કરી છે ? આવી વ્યાપક જનહિતની સંસ્થાઓ દ્વારા લોકસેવા તેમજ જૈનધર્મના પ્રચારનું ઉત્તમ કાર્ય થઈ શકે છે, પરંતુ એ દિશામાં ભાગ્યે જ કંઈક પ્રયત્નો થયા હશે... આમ કેમ ? મારા મહાવાર, તારા માવી Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ મારા મહાવીર, તારા મહાવીર