________________
ભગવાન મહાવીરનો અનુયાયી
શાસ્ત્રનો ઓશિયાળો ન હોય
એક જૈન મુનિએ એક વખત પોતાના પ્રવચન દરમિયાન કહ્યું હતું કે, “આજ મહાવીર કો માનને વાલે તો બહુત હૈ, લેકિન મહાવીર કો જાનને વાલે બહુત કમ હૈ.'
અઢી હજાર વર્ષથી જૈનો ભગવાન મહાવીરને જાણવા-સમજવાનો પુરુષાર્થ કરતા રહ્યા છે, પરંતુ પોતાની અંગત માન્યતાઓ, મિથ્યા ખ્યાલો, સંકુચિત દષ્ટિ વગેરેનો સંપૂર્ણ ત્યાગ કર્યા વગર ભગવાન મહાવીરને કોઈ સમજી શકે ખરું ?
ભગવાન મહાવીર તો એક જ હતા, તો પછી તેમના અનુયાયીઓમાં અનેક ફાંટા કઈ રીતે પડ્યા? તથાકથિત જ્ઞાનીઓએ અને કહેવાતા ધર્માત્માઓએ પોતાની સ્વાર્થી-સંકુચિત દૃષ્ટિથી ભગવાન મહાવીરને મૂલવીને પોતપોતાના અલગ વાડાઓ ઊભા કર્યા. જૈન સંઘનું નેતૃત્વ મહદ્અંશે જૈન સાધુઓના હાથમાં રહ્યું છે, છતાં તેમણે આ વિસંવાદિતાઓને ટાળવાને બદલે વધુ સંગીન બનાવવાનું જ કામ કર્યું હોય તેમ લાગે છે. માન્યતાઓની ખોટી માપપટ્ટી લઈને મહાવીરને મૂલવનારાઓએ જ જૈન સંઘને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાન મહાવીરે “અનેકાન્ત” (સ્યાદ્વાદ)ને ધર્મનું પ્રથમ ચરણ કહ્યું હતું.
- મારા મહાવીર, તાસ મહાવીર ST
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org