SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરનો બીજો મહત્ત્વનો સિદ્ધાંત અપરિગ્રહનો છે. સંગ્રહ ના કરો. જરૂરિયાત કરતાં વધારાનું કશું પણ રાખવું એ પાપ છે. પરિગ્રહ વૃત્તિ આપણી જરૂરિયાતો વધારે છે, આપણી અંદર લોભ અને લાલચ વધારે છે. એક વ્યક્તિ પરિગ્રહ કરશે એટલે બીજી વ્યક્તિએ અભાવ સહન કરવો પડશે. સામાજિક અસંતુલન પેદા થશે. એમાંથી હિંસા પ્રગટશે. સુખેથી જીવવું હોય તો સંગ્રહ ના કરો. મહાવીરે, પહેરેલાં વસ્ત્રોનો પણ ત્યાગ કરી દીધો હતો. જે વ્યક્તિ સર્વસ્વ છોડી દેવા ઇચ્છતી હોય, તેને જગતની કોઈ તાકાત દુઃખી કરી શકતી નથી. આપણને તો આપણી પરિગ્રહ વૃત્તિ જ દુઃખી કરી રહી છે. જેટલું છે તેમાં સંતોષ નથી. “હજી વધારે મળે તો સારું' એ વૃત્તિ “જે મળેલું છે તેનું સુખ પણ આપણને ભોગવવા દેતી નથી ! જગતમાં એક પણ અપરિગ્રહી વ્યક્તિ તમને દુઃખી દેખાય છે ખરી? એ જ રીતે એક પણ પરિગ્રહી માણસ તમને ખરેખરો સુખી દેખાય છે ખરો ? હવે જાતે જ નિર્ણય કરો કે આપણે કેવા બનવું ? મહાવીરે ત્રીજો સિદ્ધાંત આપ્યો અનેકાંત. મહાવીરે બીજો કોઈ સિદ્ધાંત ન આપ્યો હોત અને માત્ર અનેકાંતનો જ સિદ્ધાંત આપ્યો હોત તોપણ તેઓ આટલા જ આદરણીય બની રહ્યા હોત ! સામેની વ્યક્તિ પણ સાચી હોઈ શકે, હુંય કદાચ ખોટો હોઈ શકું – આટલી વિનમ્રતા દ્વારા જ સત્યને પામી શકાય છે. તમામ આગ્રહો ઓગળી જાય ત્યારે અનેકાંત પ્રગટે છે. સત્યને પામવાના અનેક માર્ગો હોઈ શકે, આપણો જ માર્ગ સાચો છે અને બીજા લોકોનો માર્ગ ખોટો છે એવા જડ ખ્યાલમાંથી મુક્ત થવું એ જ અનેકાંત છે. આટલી ઉદાર સમજણ આવી જાય તો જગતના તમામ સંઘર્ષો એક જ ક્ષણમાં સમાપ્ત થઈ જાય ! આ ત્રણ સિદ્ધાંતો મહાવીરને કદીય અતીત નહિ થવા દે, કદીય વાસી નહિ થવા દે. માણસ વાર્યો નહિ વરે તો હાર્યો વરશે એ નક્કી. કારણ કે સુખ અને શાંતિ પામવા માટે આ ત્રણ સિદ્ધાંતોનો અન્ય કોઈ જ વિકલ્પ નથી ! sen મારી મહાવીર, તારા મહાવીર ક , ક૬૮ ખાવા જ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy