SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ઘર જોઈએ છે. ગુરુને ચેલાઓ જોઈએ છે તો ગૃહસ્થને સંતાનો જોઈએ છે. ફરક માત્ર એટલો જ છે કે ગુરુ પોતાની જરૂરિયાતો બીજાઓ દ્વારા પૂરી કરે છે અને ગૃહસ્થો પોતાની જરૂરિયાતો માટે પોતે પુરુષાર્થ કરે છે. જે સ્વયં પુરુષાર્થ કરે છે - સ્વાવલંબી છે તેને પાપી કહીને તિરસ્કૃત કરવામાં આવે છે અને જે લોકો બીજાઓ ઉપર નભનારા છે – પરાવલંબી છે તેમને મહાત્મા કહીને તેમનો આદર કરવામાં આવે છે. આવું તો માત્ર આપણા દેશમાં જ ચાલે હોં ! - ત્યાગનો જેટલો મહિમા થયો છે તેટલો તેનો મર્મ સમજાયો નથી. ત્યાગ સહજ હોય. ત્યાગ આડંબરમુક્ત હોય. ત્યાગ ઉજવણીથી વેગળો હોય. નદી સાગરને મળવા જાય છે ત્યારે સહજ રીતે પર્વતને છોડે છે, એ વખતે નદી વરઘોડા કાઢતી નથી અને પોતે કેટકેટલું છોડ્યું તેનો હિસાબ બતાવતી નથી, છોડ્યું એટલે છોડ્યું ! સાચી વાત તો એ છે કે કશું ય છોડવાની જરૂર નથી, સહજ રીતે કાંઈક છૂટી જાય તો ઉત્તમ છે. જીવનમાં મનગમતું સુખ મેળવવું એ કોઈ પાપ નથી, પરંતુ બીજાના સુખને છીનવી લેવું એ પાપ છે. બીજા કોઈના સુખમાં અંતરાય પેદા કર્યા વગર જો હું મારું મનગમતું સુખ મેળવતો હોઉ તો એમાં કોઈ અધર્મ નથી. દુઃખી થવું, કષ્ટ વેઠવું એ જ બધું જો પુણ્ય કહેવાતું હોય તો ઘાંચીનો બળદ અને કુંભારનો ગધેડો સૌથી વધારે પુણ્ય કરે છે એમ માનવું પડે. પ્રસન્નતા અકબંધ રહે એ જ સૌથી મોટી સિદ્ધિ છે, આટલી વાત આપણને સમજાઈ જાય તો જગતના સઘળા ધર્મોનો સરવાળો આપણને ઉપલબ્ધ થઈ જાય. આસક્તિ વગર તમામ સુખો ભોગવવાં એને જ હું તો મોક્ષ માનું છું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy