________________
૧૪
મહાવીરનો અધ્યાત્મ-પ્રભાવ યુગો પર્યત ઓજસવંતો બની રહેશે
ક્ષણના ગર્ભમાં યુગ સમાયેલો હોય છે.
કેટલીક ક્ષણોનો યુગ-પ્રભાવ સદીઓની કાલાવધિને અવિરત લાભાન્વિત કરતો રહે છે.
ભગવાન મહાવીરની અધ્યાત્મદષ્ટિ શાશ્વત હતી. એમનાં વિચાર અને વાણી, એમના યુગ માટે જ નહિ, આજે પણ એટલો જ ક્રાન્તિકારી લાગે છે.
સામાન્ય માનવીની જેમ માતાની કૂખે નવ માસ ગર્ભમાં રહીને તેમનો જન્મ થયો હતો, એટલે તેઓ કોઈ અવતારી આત્મા નહોતા તેમણે સાધનામય જીવનના શિખર સુધીની પુનિત યાત્રા કરીને એ સિદ્ધ કરી બતાવ્યું કે કોઈ પણ આત્મા પરમ પદ સુધી પહોંચી શકે છે. એ માટે જરૂર છે જાગૃતિની, આવશ્યકતા છે અપ્રમાદની અને જીવમાત્ર પ્રત્યેના વહાલની.
ભગવાન મહાવીરના જન્મદિવસને જૈન પરિભાષામાં “જન્મકલ્યાણક” કહેવાય છે. જેનો જન્મ જગતના કલ્યાણ માટેનું નિમિત્ત બન્યો તેનું જન્મકલ્યાણક.
ભગવાન મહાવીરે વેશ કરતાં ચારિત્ર્યનું ગૌરવ વિશેષ કર્યું છે. તેમણે કહ્યું છે કે માથું મૂંડાવાથી સાધુત્વ નથી મળતું. સાધના અને ચારિત્ર્ય વડે જ
" માં મારા મહાવીર, તારા મહાવીર 57
જો
,
સરકાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org