________________
ભગવાન મહાવીર માત્ર જેનોના નહિ
સમગ્ર જનસમુદાયના હતા !
સમય ઘડિયાળને અનુસરતો નથી, ઘડિયાળ સમયને અનુસરે છે. ઘડિયાળ આગળ કે પાછળ થઈ શકે છે, સમય તેની નિશ્ચિત ગતિએ અવિરત વહ્યા કરે છે.
જે નિશ્ચલ છે તે સત્ય છે અને જે સત્ય છે તે શાશ્વત છે. સત્યને સદીઓની અવધિ પણ ભૂંસી શકતી નથી. - ભગવાન મહાવીરરૂપી પરમ સત્ય અઢી હજારથી પણ વધુ વર્ષોથી જગતના જીવોને ઝળાંહળાં ઓજસનો અનુભવ કરાવે છે. આમ તો જૈન સંપ્રદાયના ચોવીસમા તીર્થકર તરીકે સૌ એમને ઓળખે છે. પણ, વાસ્તવમાં ભગવાન મહાવીર જૈન ધર્મના જ નહિ, જનસમુદાયના હતા એમ કહેવું વિશેષ યથાર્થ છે.
સત્ય, અહિંસા, અપરિગ્રહ, અસ્તેય અને બ્રહ્મચર્ય જેવાં પાંચ મહાવ્રતો ઉપરાંત ભગવાન મહાવીર અપ્રમાદ અને જાગ્રતતાના ખાસ પુરસ્કર્તા હતા. આત્મા પ્રત્યેની જાગ્રતતા એ જ પરમાત્માનો સાક્ષાત્કાર છે એવું તે માનતા હતા. આત્માની વિસ્મૃતિ એટલે પ્રમાદ અને આત્માની સ્મૃતિ એટલે અપ્રમાદ એવા સૂક્ષ્માથે તેમને અભિપ્રેત હતા.
જ હા માસ મહાવીર, તાસ મહાતીર 43
છે
જ
છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org