________________
આ મોટાભાગે સાધુઓ જ છે. ભવિષ્યનો શાણો જૈનસમાજ આવા
વાડાબંધીવાળા સાધુઓની ઉપેક્ષા કરતો થશે તો એ માટે સાધુઓ પોતે તે જ જવાબદાર હશે.
જૈનોની એકતાની વાતો કરવી અને એકતા માટે નિષ્ઠાપૂર્વક સમર્પિત થવું આ બે વચ્ચે આભ-અવનિનું અંતર છે. “સામેની વ્યક્તિ સાચી હોઈ શકે એવા અનેકાંતના ઉજાસમાં મહાવીરને પામવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. મહાવીર જો મળે તો સંવાદમાં જ મળે વિવાદમાં નહિ, મૈત્રીમાં જ મળે વૈમનસ્યમાં નહિ, સાધનામાં જ મળે આડંબરમાં નહિ, દિલમાં જ મળે દેરાસરમાં નહિ. મહાવીરને પામવાની સાચી મથામણનો પ્રારંભ જૈનોની એકતા દ્વારા જ થઈ શકશે. આપણે “મારા મહાવીર', “તારા, મહાવીર' એવા વિભાજનમાં મહાવીરને શોધવાના ઉધામા કરીએ તો, મહાવીરથી વધારે વેગળા જ થઈ જઈએ...
કોણ સાચું અને કોણ ખોટું એવો વિવાદ જે મૂરખાઓને કરવો હોય તે ભલે કરે, આપણે મારા મહાવીર- તારા મહાવીરનો વિવાદ મૂકી દઈને “સૌના મહાવીર' એ સત્યનું સ્વાગત કરીએ...
જૈનોની એકતા ન સાધી શકાય તો હજારો નવાં જિનાલયોનું નિર્માણ અને હજારો આવાં પુસ્તકોનું પ્રકાશન અને હજારો સાધુઓનાં હજારો વ્યાખ્યાનો તથા અગણિત તપસ્યાઓ, વરઘોડા બધું જ સાવ ફોગટ છે, મિથ્યા છે એવું હું નમ્ર છતાં દઢપણે માનું છું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org