________________
સૌના મહાવીર |
ભગવાન મહાવીરના નામે ક્યારેક અજાણતાં, ક્યારેક ઇરાદાપૂર્વક આપણે ઘણું ખોટું-ખરાબ કરી નાખ્યું અને હજી કરી રહ્યા છીએ.
એમાં સૌથી વધારે ખોટું જે થયું તે પંથસમુદાય/ફિરકાભેદ. મતભેદનું તો સ્વાગત જ થાય પણ લાગણીભેદ કદીય ના પોસાય. સમગ્ર જીવસૃષ્ટિ આ માટે મૈત્રીનો મંત્ર આપનાર મહાવીરના ભક્તો અંદર-અંદર જ લડે ?
મહાવીરે આપેલા “અનેકાંત'ના સિદ્ધાંતનો, એમના જ ભક્તો ઉલાળિયો ન કરે તો મહાવીરનું દિલ દુભાય.
નવાં નવાં તીર્થો બનાવવા માટે ભવ્યાતિભવ્ય ધમપછાડા કરતા જૈન સાધુઓ, જૈનોની એકતા માટે જીવન સમર્પિત કરવા બિલકુલ તૈયાર નથી. મહાત્મા ગાંધીજીએ દેશની આઝાદીને જીવનનું ધ્યેય બનાવ્યું હતું એટલી પરાકાષ્ઠાએ કોઈ જૈન સાધુ “જૈન એકતાને પોતાનું ધ્યેય બનાવવા સંકલ્પબદ્ધ છે ખરા ? જૈન ગૃહસ્થોના મનમાં તો કદાચ કોઈ વૈમનસ્ય ) નથી. દરેક ફિરકાના જૈનો સાથે મળીને ધંધા-નોકરી કરે છે, આડોશપાડોશમાં સારા સંબંધો રાખીને જીવે છે, લગ્ન-વ્યવહાર પણ કરે છે અને નભાવે છે. ગૃહસ્થોમાં કદીય શ્વેતાંબર – દિગંબર વચ્ચે વિવાદ નથી. ગૃહસ્થોમાં ક્યાંય દેરાવાસી અને સ્થાનકવાસી વચ્ચે ધાર્મિક મતભેદોના ઝઘડા નથી. આવા ઝઘડા અને સિદ્ધાંતના નામે સંઘર્ષ પેદા કરનારા તો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org