________________
આ પુસ્તકમાં પ્રગટ થયેલા લેખો પૈકી મોટાભાગના લેખો અગાઉ વિવિધ દૈનિકપત્રો તથા સામયિકોમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. એ તમામના તંત્રીશ્રીઓનો ઋણસ્વીકાર કરું છું. સાથે સાથે આ પુસ્તક સુંદર રીતે અને સમયસર તૈયાર કરવામાં ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયના શ્રી મનુભાઈ શાહ અને શારદા મુદ્રણાલયના શ્રી રોહિત કોઠારીનો પ્રેમાળ સહયોગ મળ્યો છે તેની સાભાર નોંધ લઉં છું. આ પુસ્તકના કેટલાક લેખો જૈન સમાચાર'માં મારા તંત્રીલેખ રૂપે પ્રગટ થયેલા છે એ બદલ જૈન સમાચાર'ના પ્રકાશક શ્રી ભદ્રેશ શાહનો પણ આ તબક્કે આભાર માનું છું. જુદી જુદી ફાઈલોમાંથી લેખો અલગ તારવીને પુસ્તક માટે પ્રેસ કોપી તૈયાર કરવામાં સુપુત્રી ચિ. દૃષ્ટિએ લાગણીપૂર્વક પુરષાર્થ કર્યો છે. આ લેખો જ્યારે જ્યારે અખબારોમાં પ્રગટ થતા ત્યારે અગણિત અજાણ્યા વાચકો તરફથી પ્રતિભાવ મળતા રહ્યા હતા. કેટલાક વાચકો પ્રોત્સાહક | શબ્દો વડે અભિનંદન પાઠવતા હતા, તો કેટલાક વાચકો રોષ પણ વ્યક્ત કરતા હતા. એ સૌનો પણ હું ઋણી છું.
આપના પ્રતિભાવની પ્રતીક્ષા કરવાનું મને ગમશે. તા. ૧૫ માર્ચ, ૨૦૦૪
- રોહિત શાહ અનેકાન્ત’ ડી-૧૧, રમણકલા એપાર્ટમેન્ટ, સંઘવી હાઈસ્કૂલ રેલવે ક્રોસિંગ પાસે, નારણપુરા, અમદાવાદ-૩૮૦ ૦૧૩. ફોન : ૨૭૪૭૩૨૦૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org