________________
અને સમતા જેવા ગુણો એમના વ્યક્તિત્વને દીપાવતા હતા. ભાઈ નંદીવર્ધન, બહેન સુદર્શના, પત્ની યશોદા, પુત્રી પ્રિયદર્શના સર્વસ્વનો ત્યાગ કરીને એમણે આત્મમાંગલ્યનો માર્ગ સ્વીકાર્યો હતો. શરીર ઉપરનાં વસ્ત્રોનો પણ મોહ એમને રહ્યો નહોતો.
અઠ્યાવીસ વર્ષની યુવાનવયે સંયમ સ્વીકાર્યા પછી અનેક પરિષદો અને અવરોધો પાર કરીને મહાવીર સમતાભાવે સાધનામગ્ન રહ્યા. અનેક આત્માઓને એમણે ઉગાર્યા. એમની ખૂબી એ હતી કે તેઓ ચમત્કારના પુરસ્કર્તા નહોતા. કેટલાક લોકોએ વધુ પડતા ભક્તિભાવથી ભગવાન મહાવીરના જીવનની અમુક ઘટનાઓને ચમત્કારરૂપે વર્ણવી છે, પરંતુ હકીકતમાં મહાવીર ચમત્કારના નહિ, સંયમના સાધક હતા. મૈત્રી, ક્ષમા અને વાત્સલ્ય વડે કોઈ પણ માનવી આજે પણ ભગવાન મહાવીરની જેમ જીવી શકે છે. ખરેખર તો એક સામાન્ય માનવીની જેમ જન્મીને સંયમ અને સાધનાનાં સોપાનો સર કરતા રહીને તેઓ પરમ પદને પામ્યા હતા, એ જ એકમાત્ર તેમનો ચમત્કાર હતો !
ભગવાન મહાવીરના જીવનની કેટલીક ઘટનાઓ આજના યુગસંદર્ભમાં પણ પ્રેરક નીવડે તેમ છે.
રાજગૃહી નગરીમાં કાલસૌરિક નામનો એક કસાઈ દરરોજ પાડાઓની હત્યા કરતો હતો. નગરના રાજા શ્રેણિકે તેને અંધારા કૂવામાં નાખી દીધો. પછી ભગવાન મહાવીર પાસે આવીને કહ્યું, “ભગવાન ! મેં કાલસૌરિકને અંધારા કૂવામાં નાખી દીધો છે. હવે એ નિર્દોષ પાડાની હત્યા નહિ કરી શકે. કૂવામાં પાડા હોય તો એની હત્યા કરે ને? મેં કાલસૌરિકને હિંસાના માર્ગેથી પાછો વાળી દીધો છે.'
તરત જ ભગવાન મહાવીરે કહ્યું, “અસંભવ ! કાલસૌરિકને અંધારા કૂવામાં નાખવો એ તેની હિંસાનો ઉપાય નથી. એના મનની ભાવનાઓમાં પરિવર્તન આણવું પડે. વૃત્તિઓનું પરિમાર્જન થયા વિના વર્તનમાં પરિવર્તન સંભવિત નથી. માટે કાલસૌરિકને કૂવામાંથી બહાર કાઢો.”
જ્યારે સિપાઈઓ કાલસૌરિકને લેવા ગયા ત્યારે તે કૂવામાં બેઠો બેઠો માટીમાંથી પાડા બનાવીને તેની હિંસા કરી રહ્યો હતો !
આ વાત જાણીને શ્રેણિક રાજાને લાગ્યું કે સાચી વાત તો માનવીના 38ા મારા મહ્મવીર, તારા, મહાવીર સમાવા ખાવાના છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org