________________
h
ભગવાન મહાવીર
આપણી રાહ જુએ છે
મારો આ લેખ વાંચીને જૈનોની કહેવાતી ધાર્મિક લાગણીને જરાક ધક્કો લાગશે, તો મારું લખ્યું સાર્થક સમજીશ હું.
ભગવાન મહાવીરના નામે આપણે જે હોબાળા કરીએ છીએ, એમાં આપણી મહાવીર પ્રત્યેની નિષ્ઠા કેટલા કેરેટની હોય છે એનો કદી વિચાર કરીએ છીએ ખરા ? મહાવીર જે માર્ગે ચાલ્યા તે માર્ગે ચાલવાની આપણી સો ટચની નિષ્ઠા છે ખરી ? મહાવીરે જે કહ્યું તેનું અણિશુદ્ધ પાલન કરવાની આપણી દાનત છે ખરી ? મહાવીરના જે જે ગુણોની આપણે ગાથાઓ ગાતા રહીએ છીએ, એ ગુણોને આપણા જીવનમાં ચરિતાર્થ કરવાની પારદર્શક ઉત્સુકતા આપણે ધરાવીએ છીએ ખરા ?
Jain Educationa International
ભગવાન મહાવીરનો જન્મકલ્યાણક દિવસ આવે એટલે જાતજાતના કાર્યક્રમો યોજવા માટે કેટલાક ધંધાદારી આયોજકો હડીએ ચઢી જાય છે. કેટલાક ધંધાદારી વક્તાઓ શ્રોતાઓને મુગ્ધ કરી મૂકવા મેદાને પડે છે. અમુક સાધુ-સાધ્વીજી મહારાજો આ નિમિત્તે, આડકતરી રીતે પોતાની પ્રતિષ્ઠા
મા મહાવીર તાણ મીર
For Personal and Private Use Only
www.jainelibrary.org