________________
વારસામાં વિવાદ આપવો છે કે સંવાદ ? નવી પેઢી મહાવીરને ઓળખે તેવું કરવું છે કે તેના નામે ઝઘડનારાઓને ઓળખે તેવું કરવું છે ?
ભગવાન મહાવીર ક્રાન્તિકારી સાધક હતા. તેઓ મહાન વૈજ્ઞાનિક હતા. તેમની અહિંસા માત્ર ધાર્મિક ખ્યાલ નહોતો. તેમાં પર્યાવરણ અંગેના પ્રદૂષણનું સમાધાન હતું. અનેકાન્ત-સ્યાદ્વાદ દ્વારા તેમણે સત્ય સુધી જવાનો માર્ગ ઉપલબ્ધ-પ્રશસ્ત કરી આપ્યો. શાસ્ત્રોમાં ગોથાં ખાઈને કે ક્રિયાકાંડમાં અટવાઈને સત્ય સુધી પહોંચી ન શકાય. કોરું જ્ઞાન અને જડ ક્રિયા બન્ને નકામાં છે.
આજે જૈન ધર્મના તમામ ફિરકામાં ઉત્તમ ગુણવાન-ચારિત્ર્યવાન સાધુ સાધ્વીજીઓ છે. ભગવાન મહાવીરના જન્મકલ્યાણક દિવસ નિમિત્તે સૌ તમામ વિવાદ અને વિખવાદથી ૫૨ થઈને એક થઈ જાય તો એમનું સાધુત્વ ગૌરવથી ઝળકી ઊઠે. હા, એમની એકતા છીછરી કે માત્ર દેખાવ પૂરતી ન હોવી જોઈએ. આધ્યાત્મિકતાને આડંબર સાથે કોઈ નાતો ન હોય. પોતાની સસ્તી વાહવાહ માટે એકતાની માત્ર વાતો કરીને ભગવાન મહાવીરનું નામ વટાવનારાઓનો તોટો નથી, પણ જૈનોની એકતા માટે કુરબાન થવા કોણ તૈયાર છે ?
ભગવાન મહાવીરને નિગ્રંથ કહીએ છીએ. જેમના મનમાં કોઈના પ્રત્યે રાગ-દ્વેષની કોઈ ગ્રંથિ ન હોય તે નિગ્રંથ. આજે આપણે વિવાદમુક્ત અને નિગ્રંથ થવાની સાધના કરવાની છે. તપ, ત્યાગ, સંયમ અને સાદગી જૈન ધર્મના પાયામાં છે. અહિંસા અને કરુણા તથા ક્ષમા અને મૈત્રી જૈન ધર્મનાં મૂળભૂત લક્ષણો છે. આ બધાથી વિમુખ થઈને આપણે જૈન બની શકીએ નહિ.
ભગવાન મહાવીર ક્રાન્તિકારી સાધક હતા. તેઓ મહાન વૈજ્ઞાનિક હતા. એમના વિચારોનો મર્મ સમજીએ તો વિવાદ ટળી જાય. એમના સિદ્ધાંતોની સાક્ષીએ સંવાદ સ્થાપવાનું અશક્ય નથી. એ માટે સાધુસમાજ સૌથી વધુ સહયોગ આપી શકે. તીર્થો સ્થાપવા કરતાં જૈનોની એકતા સ્થાપવાનું મહત્ત્વનું છે એવું જૈન સાધુઓએ સૌને સમજાવવાની જરૂર છે.
Jain Educationa International
માત્ર મહાધાર, તાન મહાવીર
For Personal and Private Use Only
www.jainelibrary.org