________________
સ્વાભાવિક પ્રયત્નો કરવા એ વાત વાજબી છે, પણ અસ્વાભાવિક પ્રયત્નોની જે પરંપરા શરૂ થઈ છે તેના કારણે અગણિત પ્રશ્નો પેદા થયા છે, માણસ બુદ્ધિશાળી પ્રાણી છે એ ખરું, પરંતુ શું તે સર્વશ્રેષ્ઠ છે ખરો ?
બુદ્ધિશાળી હોવું એ અલગ વાત છે, અને સર્વશ્રેષ્ઠ હોવું એ અલગ વાત છે. જેવી રીતે સ્વચ્છતા અને પવિત્રતા બે અલગ બાબતો છે, તેવી જ રીતે બુદ્ધિશાળી હોવું અને સર્વશ્રેષ્ઠ હોવું એ પણ અલગ જ વાતો છે. બુદ્ધિશાળી વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે બીજાનું અહિત કરતાં કે બીજાની હિંસા કરતાં અચકાતો નથી. સર્વશ્રેષ્ઠ માણસ બીજાઓના હિત અને બીજાના રક્ષણ માટે પોતાનું સર્વસ્વ દાવ ઉપર લગાવી દઈને ધન્યતા અનુભવે છે. સ્વચ્છતા અને પવિત્રતા અંગેની ગેરસમજ પણ અનેક અનર્થો પેદા કરે છે. પવિત્ર ગણાતાં અનેક મંદિરોમાં આપણે એઠવાડ, કચરો, ધૂળ, વગેરેની પારાવાર ગંદકી ઘણી વખત સગી નજરે જોઈ છે. જે મંદિર સ્વચ્છતાનો આગ્રહ ના રાખે, તેને પવિત્ર માની લેવાની ઉતાવળ કરવા જેવી નથી. હિંસાની ગંદકીવાળો કોઈ વિચાર ધર્મનો પુરસ્કર્તા ના હોય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org