SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર અને મોહન (કૃષ્ણ)ના જીવનની સમાંતર ઘટનાઓ શું સૂચવે છે ? ભગવાન મહાવીરને સમજવામાં ગોથું ખાઈ જવું એ પણ ગૌરવપ્રદ ઘટના છે. તળેટીમાં બેઠેલો માણસ શિખર ઉપરની ચીજને ન જોઈ શકે તો ભલે, પરંતુ તળેટીમાં બેઠેલા માણસની નજર શિખર તરફ મંડાયેલી હોય એટલું ય ક્યાં ઓછું છે? મહાવીર વિશે આપણે કોઈ ગેરસમજ ન કરીએ તો આપણે માણસ શાના ? અને મહાવીર વિશે આપણને બધું જ સમજાઈ જાય તો પછી એ મહાવીર શાના ? મહાવીરને માનનારા સૌ કોઈ મહાવીરને જાણનારા છે એવો ભ્રમ ગમેતેટલો પ્રિય હોય તોપણ, એને પંપાળ્યા કરવાથી કોઈ જ લાભ ન થઈ શકે. જ્ઞાનના દંભ કરતાં અજ્ઞાનની નિખાલસતા ચઢિયાતી હોય છે. કારણ કે જ્ઞાનનો દંભ માણસની જિજ્ઞાસાને ખતમ કરી નાખે છે, જ્યારે અજ્ઞાનની નિખાલસતા ભીતરની જિજ્ઞાસાને સતત સંકોરતી રહે છે. અજ્ઞાની વ્યક્તિ જિજ્ઞાસાની કેડીએ ચાલીને-ચઢીને જ્ઞાનના શિખરે પહોંચે છે. મહાવીર વિશેનું આપણું અજ્ઞાન જેમ જેમ ઘટતું જશે તેમ તેમ આપણે સ્વયં સાચા અર્થમાં “મહાવીર' બનતા જઈશું. હા 70 મારા મહાવીર, તારા મહાવીર માં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy