________________
૧૯
મતભેદ ભલે રહે,
હૃદયભેદ ન થવા દઈએ ! બે મુદા સમજવામાં મને ભારે મુસીબત પડે છે. એક તો ભગવાન મહાવીર માત્ર જૈનોના જ હોય એમ હું સમજી કે સ્વીકારી શકતો નથી અને બીજો મુદ્દો એ કે આજના તમામ જૈનો મહાવીરના અનુયાયી હોય તેવું પણ હું જોઈ કે માની શકતો નથી.
ભગવાન મહાવીરે એક પણ વાત માત્ર જૈનોને જ લાગુ પડે એવી કરી નથી. એમના ચિંતનમાં સમગ્ર ચેતનસૃષ્ટિ હતી. સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવ માટે પણ એમના દિલમાં સહજ આદર હતો. જ્યાં તમામ વિરોધો શાંત થઈ જાય, જ્યાં તમામ આવેગો શમી જાય એવા એક નિર્મળ અને સહજ વ્યક્તિત્વને આપણે ભગવાન મહાવીરના નામે ઓળખીએ છીએ. પવન, અગ્નિ વગેરેને કોઈ સંપ્રદાય સાથે જોડી દઈ શકાય તો જ મહાવીરને માત્ર જૈન ધર્મ સાથે જોડી શકાય.
મહાવીરે એવી એક પણ વાત નથી કરી કે જૈનોએ આમ કરવું જોઈએ અને જૈનેતરોએ આમ કરવું જોઈએ ! મહાવીરે કોઈ જગાએ જૈન અને જૈનેતરના ભેદ કર્યા નથી. એમણે માત્ર જીવની વાત કરી છે. એમણે જીવમાત્રની વાત કરી છે. જીવને ક્યો ધર્મ હોય ? આત્માના ઊધ્વરોહણની વાત મહાવીરે કરી. ભીતરમાં છલોછલ ચેતના છે એનો સાક્ષાત્કાર કરવાની વાત એમણે કરી. બીજા ધર્માત્માઓ એમ કહેતા હતા કે ઈશ્વરનું અસ્તિત્વ ઉપર છે... ઉપર જુઓ, 74 મારા મહાવીર, તા. મહાવીર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org