SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પધારો છો. મૌન છોડી ઉપદેશ પણ આપો છો...' “એક રીતે તારી વાત સાચી છે, વત્સ ! પરંતુ અનેકાન્ત દૃષ્ટિએ વાત જોઈશ તો તને તેમાં વિરોધાભાસ નહિ લાગે.” “એ શી રીતે ?” “જો વત્સ ! હું સાધના કરવા માટે બહારના એકાંત સ્થળે હતો ત્યારે અંદરથી સભર હતો. સંસ્કારોની પરિષદ મારી ભીતર હતી. આજે હું બહારની પરિષદની વચ્ચે હોવા છતાં ભીતરથી એકલો છું. રાગ-દ્વેષ, આસક્તિથી મુક્ત છું. વળી અગાઉ હું સત્યના સાક્ષાત્કારની સાધનામાં મગ્ન હતો ત્યારે મારી વાણી મૌન હતી. આજે વાણીમાં મને લાધેલું સત્ય પ્રગટ થઈ રહ્યું છે.’ જ્યારે વ્યક્તિ અંતર્યાત્રા કરે છે ત્યારે બાહ્યજગત એને માટે કોઈ અર્થ ધરાવતું નથી. ભગવાન મહાવીર સતત અંતર્યાત્રા કરતા હતા. એમની વાણી એમની સાધનાનો નીચોડ છે. એમને મન ધર્મ અને સંપ્રદાયના વાડાઓ કરતાં ‘જીવ' વધુ મહત્ત્વનો હતો. જીવમાત્ર પ્રત્યે અનુકંપા અને ક્ષમાસભર મૈત્રી કેળવવાનો મહામૂલો મહામંત્ર ભગવાન મહાવીરે આપ્યો. ભગવાન મહાવી૨ સાચા અર્થમાં વીર હતા. દુશ્મન ઉપર વિજય મેળવે તે વીર, પણ દુશ્મનને મિત્ર બનાવી તેનો ઉદ્ધાર કરે તે મહાવી૨. ભગવાન મહાવીર કહેતા કે તમારા બાહ્ય શત્રુઓને વહાલથી જીતો અને તમારા ભીતરના શત્રુઓ (એટલે કે દુવૃત્તિઓ અને દોષો અને અવગુણો)ને સંયમ વડે જીતો. વહાલ અને સંયમના ચમત્કાર જેવો જગતમાં અન્ય કોઈ ચમત્કાર નથી. ભગવાન મહાવીરે સાધનાપથે જતી વખતે પોતાનાં વસ્ત્રોને પણ અનિવાર્ય માન્યાં નહોતાં. દેહની આસક્તિથી પણ પોતે દૂર નીકળી ગયા હતા. આજે જો આપણે ભગવાન મહાવીરની મૂર્તિને સોના-ચાંદીની આંગીથી સજાવી દઈએ કે ફૂલોના ઢગલાથી પ્રભુની મૂર્તિને ઢાંકી દઈએ, પણ પ્રભુએ બતાવેલા માર્ગે એક ડગલું ય જો ન ભરીએ તો એ દંભ જ કર્યો કહેવાય. જેને વસ્ત્ર પણ અનિવાર્ય ન લાગ્યાં હોય તેને સોના-ચાંદીના ઠઠારા કેમ ગમે ? જેણે જગતને અપરિગ્રહનો મહિમા સમજાવ્યો હોય તેને ચડાવા અને બોલીઓની શી આવશ્યકતા ? માનવી પોતાની રીતે શાસ્ત્રાર્થો કરતો રહે છે. પોતાની રીતે ધર્મના અર્થ કરતો રહે છે. મારા માટે તામ મહાર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy