________________
શ્વેતાંબરો સ્થૂળ દષ્ટિએ સાચા લાગે છે. ઇતિહાસમાં આપની પુત્રી તેમજ જમાઈના ઉલ્લેખો મળે છે... આપના જમાઈ એક વખત આપના વિરોધી બન્યા હતા એવી પણ કથા મળે છે.. પછી પાછળથી તે આપના અનુયાયી બની ગયા હતા. દિગંબરો સૂક્ષ્મ દૃષ્ટિએ સાચા લાગે છે. આપનાં લગ્ન થવા છતાં આપને કોઈ વળગણ નહોતું. પત્નીપ્રેમ, પુત્રી પ્રેમ વગેરે આસક્તિઓથી આપ અળગા રહ્યા હતા. મોહ-માયા આપને સ્પર્શી શક્યાં નહોતાં... અનાસક્ત ભાવે કરેલી ક્રિયા, ન કર્યા સમાન જ ગણાય... એ દૃષ્ટિએ દિગંબરો પણ ખોટા તો નથી જ.”
અચ્છા, રોહિત ! હવે એક બીજો પ્રશ્ન પૂછું ?” મહાવીર બોલ્યા. હું ધન્ય થઈશ, પ્રભુ !'
‘તમે દેરાસરે જઈને મારી મૂર્તિ ઉપર સોના-ચાંદી, હીરા-માણેકની આંગીઓ ચઢાવો છો તેનો શો અર્થ? શું તમને ખબર નથી કે મેં તો વસ્ત્રોનો મોહ પણ છોડ્યો હતો ?'
“એ તો ખબર છે, પ્રભુ ! પણ આપને સોના-ચાંદીની આંગીઓ ચઢાવવા નિમિત્તે અમે અમારી ત્યાગવૃત્તિ પોષીએ છીએ. એ નિમિત્તે અમારામાં પણ ત્યાગ અને અનાસક્તિના ભાવ જાગે એવો હેતુ છે...'
એ સારી વાત છે, પણ તમે એ ઠઠારા મારા ઉપર ઠાલવો એ કઈ રીતે વાજબી ગણાય? તમારી ત્યાગવૃત્તિને જગાડવા માટે કે પોષવા માટે તમે મારા ત્યાગને અભડાવો એ કેમ ચાલે ? સામાન્ય લોકો તો મને સોના-ચાંદીના મોહવાળો જ સમજે ને? વળી, મેં તો કહેલું કે વનસ્પતિમાં પણ જીવ છે... છતાં તમે મારી મૂર્તિ ઉપર ફૂલોના ઢગલા કરો છો... મને કેટલું દુઃખ થાય એનો તમે વિચાર જ કરતા નથી ?'
સૉરી, ભંતે !'
ઠીક, હવે મને એ કહે કે તમે મારા નામે વરઘોડા કેમ કાઢો છો? શું તમે એમ માનો છો કે મને એવું બધું ખૂબ પસંદ છે ?'
ભંતે ! વરઘોડા કાઢવાથી તો ધર્મનો પ્રચાર થાય... જૈનેતરોને પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org