SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ જેને જગત ભગવાન મહાવીરના નામે ઓળખે છે. સદીઓથી એ ફૂલની સુગંધ પ્રસરી રહી છે અને યુગો યુગો સુધી એ સુગંધ પ્રસરતી રહેશે. મહાવીર નામના એ માનવપુષ્પ જગતને અહિંસાનો માત્ર ઉપદેશ જ નથી આપ્યો, એમણે અહિંસાની નવી વ્યાખ્યા પણ આપી છે. - સૌ પ્રથમ તો મહાવીરે કહ્યું કે અહિંસા એટલે અર્વર. કોઈ પણ જીવ પ્રત્યે વૈરભાવ ન રહે એ જ ખરી અહિંસા. “શત્રને માફ કરવો જોઈએ.” એવું તો અનેક મહાત્માઓએ કહ્યું, પરંતુ મહાવીરની વાત નિરાળી છે. એ એમ કહે છે કે જગતના સર્વ જીવો મારા મિત્ર છે. મારે કોઈની સાથે શત્રુતા નથી. કોઈને શત્રુ માનવો અને પછી તેને માફ કરવો એ વાત બરાબર નથી, સુસંગત નથી. કોઈને શત્રુ માનવો જ નહિ એ વાત સાચી છે ! મહાવીરે બીજી મહત્ત્વની વાત એ કરી કે અહિંસા એટલે અભય. ભય એને જ લાગે છે જે હિંસા આચરે છે, જે બીજા લોકોને ભય પમાડે છે, બીજા લોકોને ત્રાસ આપે છે એને જ ભય હોય છે. જો આપણે અભય બનવું હોય તો આપણા દ્વારા કોઈને કોઈ પણ પ્રકારનો ભય ના લાગવો જોઈએ. પોતાના કરતાં જે દુર્બળ કે નબળા હોય એમને ભયભીત કરનાર વ્યક્તિ, પોતાના કરતાં સમર્થ અને બળવાન વ્યક્તિથી હંમેશાં ડર્યા જ કરે છે. મહાવીરે કહ્યું કે જગતના સર્વ જીવોને અભયદાન આપો અને સ્વયં અભય બનો. મહાવીરે અહિંસાનો ત્રીજો અર્થ આપ્યો : કરણા. કરણા એટલે દયા. તમામ જીવો પ્રત્યે કરુણાભાવ જાગી જાય તો પછી હિંસા ટકી જ ના શકે ! સંગમ નામના એક વ્યંતર દેવે ભગવાન મહાવીરને અનેક કષ્ટ આપ્યાં. મહાવીર તપ કરતા હોય કે સાધનામાં લીન હોય ત્યારે સંગમ એમને ખૂબ પજવતો. પણ મહાવીર સ્વસ્થ હતા. શાંત હતા. મહાવીર ન તો ગુસ્સે થયા કે ન તો ડરીને પાછા વળ્યા. છેવટે સંગમ થાક્યો અને એણે ભગવાન મહાવીર સામે રડતી આંખે ક્ષમા માગી. એ બોલ્યો, “પ્રભુ ! મને ક્ષમા કરો ! મેં આપને અનેક ઉપસર્ગો આપ્યા. આપને વારંવાર પજવ્યા. હું આપને ડરાવવા માટે પ્રયત્ન કરતો રહ્યો પણ આપ ના ડર્યા કે ના ડગ્યા !' એ જ ક્ષણે મહાવીરની આંખો ભીની થઈ. મહાવીરની આંખમાં આંસુ જોઈને સંગમ બોલ્યો, “પ્રભુ ! આ શું? મેં આપને અનેક યાતનાઓ આપી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy