SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ કરે... ગરીબ માનવી પરિગ્રહ કરી શકે ખરો ?’ ‘હા...’ ‘શી રીતે, પ્રભુ ?’ ‘મનથી...’ ‘એટલે ?’ ‘વત્સ ! ભૌતિક અર્થમાં તો ગરીબ માનવી અપરિગ્રહી જ દેખાય છે, પરંતુ વૈચારિક રીતે તે પરિગ્રહી હોઈ શકે છે. તેના મનમાં ‘કંઈક મેળવવાની ઝંખના’ હોય, કશુંક પ્રાપ્ત કરવાની લાલસા હોય ત્યાં સુધી તે અપરિગ્રહી ન ગણાય. અપરિગ્રહ એ અનાસક્તિનો પર્યાય છે. વસ્તુ હોય પણ તેની વાસના, તેની આસક્તિ ન હોય તો તે અપરિગ્રહ છે. ભગવાન મહાવીર અહિંસાના આરાધક હતા એમ કહેવા કરતાં મૈત્રીના ઉપાસક હતા એમ કહેવું વિશેષ ન્યાયપૂર્ણ છે. ભગવાન મહાવીર ક્ષમાના પુરસ્કર્તા હતા એમ કહેવા કરતાં અભયના પુરસ્કર્તા હતા એમ કહેવું અધિક યોગ્ય છે. મૈત્રીનો મંગલમંત્ર ભગવાન મહાવીરે જગતને આપ્યો. જ્યાં પૂર્ણ મૈત્રી હોય, શુદ્ધ મૈત્રી હોય ત્યાં હિંસા શક્ય જ નથી. જ્યાં અભય હોય ત્યાં વૈર ક્યાંથી હોય ? જે બીજા જીવોને અભયદાન આપે છે તે જ અભય રહી શકે છે. બીજાને ભય પમાડનાર પોતે પણ ભયભીત રહે છે. ઉંદરને ભય પમાડનાર બિલાડીને કૂતરાનો ભય લાગે છે. કૂતરાને વાઘનો ભય લાગે છે. અભય આપો, અભય પામો. ખૂન કરનાર બીજાને અભયદાન નથી આપતો, તેથી તે કાયદાથી અને પોલીસથી તેણે સતત ડરતા રહેવું પડેછે. સાચી વ્યક્તિને ભય નથી હોતો. ભગવાન મહાવીર સ્વયં એક ચમત્કાર હતા. તેઓ કદીય કોઈ ચમત્કાર નહોતા કરતા. હા, એમણે એક ચમત્કાર કર્યો છે ખરો. તેમણે કોઈ અવતારી પરમાત્માની જેમ અવતાર નથી લીધો. એક સામાન્ય બાળકની જેમ ત્રિશલા માતાની કૂખે જન્મ લીધો છે અને ત્રીસ વરસ સુધી સંસારમાં રહ્યા. લગ્ન કર્યાં. પુત્રી પણ થઈ. આ બધું હોવા- થવા છતાં એમનું ચિત્ત અનાસક્ત હતું. સંયમ લઈને સાડા બાર વર્ષ સાધનામાં વીતાવ્યાં, તપ અને કાઉસગ્ગ કર્યા. દેહની દરકાર માર માર્યા, તાર મહાર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy