SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ તો ભવ્યાતિભવ્ય આડંબર કરનારા પાખંડીઓને જ સૌ પૂજે છે...!' ‘તું વાતોમાં ટાઇમ બહુ વેસ્ટ કરે છે... મારી વાત સાંભળ... સૌને તારે જણાવી દેવાનું છે. કે હવેથી એક પણ જૈન નોકરી વગરનો હોય ત્યાં સુધી અમારા માટે કોઈએ મંદિર બનાવવાનું નથી... સાધર્મિક ભક્તિ એ પર્યુષણનું એક કર્તવ્ય છે... હવેથી દિગંબર, દેરાવાસી, સ્થાનકવાસી, તેરાપંથી તમામ જૈનોએ પર્યુષણ પર્વ વખતે જૉબલેસ જૈનોને નોકરી અપાવવાનું તપ કરવાનું છે. એ માટે પચ્ચખાણ લેવાનું રહેશે...' ‘પ્રભુ ! આપની વાત મને ગમી તો છે, પણ...' ny ‘હજી મારી વાત પૂરી નથી થઈ... તારે તમામ જૈનોને કહેવાનું છે, કે તમારા ફિરકાભેદ અને મતભેદ અંગે નિખાલસ ચર્ચા ભલે ચાલ્યા કરે... પણ હવે જૉબલેસ જૈનોને નોકરી આપવાનો યુગધર્મ નિભાવવાનો છે. એમાં બેદ૨કા૨ી કરવાનું હવે પરવડે એમ નથી... સ્વામીવાત્સલ્યના જમણવારોમાં લાખો રૂપિયા ખરચીને એક વખતનું ભોજન તમે ક૨ાવો છો... એ ઠીક છે ... પણ વધારે સારું અને તાકિદનું કરવા જેવું કામ આ છે... એક જ વખત કોઈકનું પેટ ભરવું એવી સાધર્મિક ભક્તિ ક૨વા કરતાં સામેની વ્યક્તિને પેટ ભરવાનો પ્રશ્ન કાયમીરૂપે ઉકેલી આપવો એ ચઢિયાતી સાધર્મિક ભક્તિ છે......! હવેથી પર્યુષણ પર્વનું આ નવું તપ ઉમેરી લેજો... પાખંડી ધર્મગુરુઓ તારી વાત નથી માનતા... એમના પેટમાં ચૂંક આવે છે એની મને ખબર છે. . . છતાં એમને પણ સમજાવજે. કે. કયા ગુરુએ ભવ્ય વરઘોડા કાઢ્યા અને કયા પાખંડીનાં ભવ્ય સામૈયાં થયાં એના આધારે નહિ, પણ હવે પછી કયા ગુરુએ કેટલા જૉબલેસ જૈનોને જૉબ મેળવી આપવાની પ્રેરણા આપી તેના આધારે જ તેની મહત્તા પુરવાર થશે...’ ‘પ્રભુ ! હું તો આપની ‘‘જૈન જૉબ બ્યૂરો’’ની મોડર્ન, લેટેસ્ટ તપસ્યાની વાતથી રોમાંચિત થઈ ઊઠ્યો છું... પણ અમારે ત્યાં લોકોને ગુરુનાં ચરણ પકડીને બેસી જવાની આદત છે, ગુરુના આચરણને કોઇ સમજતું જ નથી. .!' ‘હવે નવી પેઢી જાગૃતિ રાખનારી આવી રહી છે. વેવલી અંધશ્રદ્ધા કરતાં નક્કર વાસ્તવિકતાનો આદર કરવાનું એ જાણે છે... ક્રિયાકાંડોના ચક્રવ્યૂહમાં અટવાઇ જવાને બદલે નવી પેઢી પ્રેક્ટિકલ વાતોનો સ્વીકાર મારા મહાવાર, તારા મણીર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy