________________
પાછળ ન આવશો, કદાચ હું તમને સાચી દિશામાં નહિ દોરું. તમે મારી સાથે સાથે ચાલજો. આપણી યાત્રા સહયાત્રા બની રહે, વિચારયાત્રા બની રહે તેમ થવું જોઈએ. ‘આપણો સંગાથ’ વિચારમય અને ખુલ્લા મનનો હોય એ જ બહેતર ગણાય.
એક વાત વારંવાર કહેવાની લાલચ હું રોકી શકતો નથી. આડંબર અને પાખંડ ગમે તેટલા ભવ્યાતિભવ્ય હોય તોય એ ધર્મ નથી અને ધર્મ ગમે તેટલો સાદગીપૂર્ણ, શાંત અને સૌમ્ય હોય તોય એનો પ્રભાવ ઓછો હોતો નથી. સાચી વાત તો એ છે કે ધર્મ સદાય સાદગીપૂર્ણ જ હોય.
એક ભવ્યાતિભવ્ય વરઘોડો કેટલાનો પડે ? કોઈ વરઘોડા-પ્રભાવક મહારાજશ્રીને પૂછવું પડે. એ વરઘોડાના ખર્ચ જેટલી બે નંબરની કમાણી કરવા કેટલું પાપ કરવું પડે ? કોઈ નિખાલસ, શ્રીમંત શ્રાવકને પૂછવું પડે. એ કમાણી માટે કરેલું પાપ કોના માથે ? આગમ ગ્રંથોમાં શોધવું પડે.
ચંપા શ્રાવિકાના વરઘોડાનો કહેવાતો પ્રભાવ અપવાદ ગણીએ તો ત્યારપછીના લાખો વરઘોડાઓનો શો પ્રભાવ પડ્યો ? કેટલા લોકો ધર્મબોધ પામ્યા ? જેનું પરિણામ ૦૦.૦૦૦૦૦૧ આવવાની માત્ર સંભાવના હોય તેના માટે ૧,૦૦,૦૦૦.૦૦ રૂપિયા વેડફવાનું શાણા શ્રાવકોને કેમ પોસાય ? અને પાછું તેય ભગવાન મહાવીરના નામે ?
Jain Educationa International
મારા મહર, તારા માટ
For Personal and Private Use Only
87
000000000
www.jainelibrary.org