SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ માત્ર ભાષણો કરવા થનગની ઊઠીએ કે પછી માત્ર વરઘોડા કાઢીને જ ઇતિશ્રી સમજી લઈએ તો એમાં મહાવીરનું કશું ગૌરવ થતું નથી. સાચી વાત તો એ છે કે આ ધન્ય દિવસે આપણા જીવનમાં સાત્વિક પરિવર્તન આવવું જોઈએ. શત્રુ પ્રત્યે સ્નેહ દાખવવાની વાત તો ઘણી દૂરની છે. આપણે તો સ્વજનો પ્રત્યે પણ દ્વેષ ધરાવીએ છીએ ! મિત્ર માટે પણ સ્વાર્થનાં પલાખા દાખવીએ છીએ ત્યાં નિખાલસ અને વિશુદ્ધ સંબંધની વાત ક્યાંથી થઈ શકે ? ભગવાન મહાવીરનો સાચો અનુયાયી વરઘોડામાં બરાડા પાડીને નારા લગાવવા કરતાં પોતાના ભીતરના દોષોને દૂર કરવાનું જ પસંદ કરે. મનની દુવૃત્તિઓ અને લાલસાઓ અને વાસનાઓને ઢાંકવાના દંભ માટેનું આ કોઈ લૌકિક પર્વ નથી. જૈન એટલે ઈન્દ્રિયો ઉપર વિજય મેળવનાર. જૈન એટલે તીર્થકરની આજ્ઞાનું પાલન કરનાર. ભગવાન મહાવીર માટે એક ઉત્તમ અને ઉચિત વિશેષણ પ્રયોજાયું : નિગ્રંથ મહાવીર. ગ્રંથિ એટલે ગાંઠ. જેના મનમાંથી રાગ-દ્વેષ, મોહ-માયા, આસક્તિ, વગેરેની ગાંઠો છૂટી જાય તેને નિગ્રંથ કહેવાય. એવા નિગ્રંથ મહાવીરના જન્મકલ્યાણક દિન નિમિત્તે આપણે સૌ નિગ્રંથ બનીને આત્મશ્રેયના સાધક બની રહીએ. હા પાન ખાવા મારા મહાવીર, તાસ મહાવીર પ ક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy