SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરે દીક્ષા લેવાની ઉતાવળ પણ કરી નહોતી. માતા-પિતાની હયાતીમાં સંસાર છોડવાથી માતા-પિતાને દુઃખ લાગશે એટલો સમજણભર્યો વિવેક એમણે કર્યો હતો. કારણ કે મહાવીરે વટ પાડવા માટે દીક્ષા નહોતી લીધી. મોટાભાઈ નંદીવર્ધનના આગ્રહનો પણ એમણે આદર કર્યો હતો. મોટાભાઈના આગ્રહથી બે વર્ષ મોડી દીક્ષા એમણે સ્વીકારી હતી. સંસારમાં રહીને પણ વિવેકપૂર્ણ સંયમધર્મની વાટ એ સંકોરતા રહ્યા હતા. દીક્ષા પછી (ગૃહત્યાગ પછી) પણ વ્રત, ઉપવાસ, વસ્રત્યાગ વગેરે બાબતો તરફ તેમણે ધ્યાન આપ્યું નહોતું. તેમનું લક્ષ્ય આત્મસાધનાનું હતું. આત્મામાં ઓળઘોળ થયા પછી શરીરની પળોજણ છૂટતી ગઈ... છૂટતી ગઈ... ભોજનનું ભાન ન રહ્યું એટલે ઉપવાસ થઈ ગયા અને વસ્ત્રનું મમત્ત્વ ન રહ્યું એટલે દિગંબરત્વ સિદ્ધ થઈ ગયું. આજે મહાવીરના નામે આપણે જે કરીએ છીએ તેમાં વિવેક કરતાં વટ પાડવાની વૃત્તિ વિશેષ હોય છે. એટલે બને છે એવું કે આપણે ઉપવાસ ઘણા કરીએ છીએ, ત્યાગનો આડંબર પણ ઘણો કરીએ છીએ; છતાં સાચા અર્થમાં મહાવીરના અનુયાયી બનવાનું દૂર રહી જાય છે. આત્મસાધના વગર માત્ર શરીરને કષ્ટ આપવાથી કોઈ મહાવીર બની શકે ખરું ? આપણા પાડોશીને રૂપાળી પત્ની હોય એ ય આપણા માટે સુખદ ઘટના છે. ભલે એ રૂપાળી પત્ની ઉપર આપણો નૈતિક કોઈ અધિકાર ન હોય છતાં એ પાડોશમાં રહેતી હોવાને કારણે વારંવાર એને જોયાનો સંતોષ મેળવી શકીએ છીએ. ક્યારેક એમ લાગે છે કે મહાવીરને પામવામાં પણ આપણે એવો જ સ્થૂળ સંતોષ લઈ રહ્યા છીએ. મહાવીરને જરા પણ અનુસર્યા વગર, મહાવીરને જરા પણ સમજ્યા વગર અમથા-અમથા જ આપણે વટ મારતા રહીએ છીએ કે મહાવીર અમારા છે ! મહાવીરના જન્મકલ્યાણક દિવસે ઝાક-ઝમાળવાળા હોબાળા કરનારા લોકોને મહાવીર સાથે ભાગ્યે જ કશી લેવા-દેવા હોય છે ! આપણા પાખંડ આગળ તો મહાવીર પણ લાચાર છે ! મહાવીરને ઝાકઝમાળ સાથે દૂરનોય કોઈ સંબંધ હોઈ શકે ખરો ? મોટા મોટા ફંડફાળા, ભવ્યાતિભવ્ય વરઘોડા, ગળાં ફાડી ફાડીને થતાં ભાષણો વગેરે આપણે મહાવીરના નામે કરતા રહીએ હું મારા મહાવીર, તારા મહાવીર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy