SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ કુટિર બનાવી આપી હતી. એ કુટિરનું ઘાસ પશુઓ ખાઈ જતાં હતાં. મહાવીરને એ કુટિરની પણ સગવડ જોઈતી નહોતી. તેમના અનુયાયી સાધુઓને આરાધના માટે આરસપહાણના ઉપાશ્રયોની ગરજ ક્યાંથી હોય ? જે મહાવીરે પોતાના શરીરની પણ પરવા ન કરી હોય તેવા મહાવીરના માર્ગે ચારિત્ર્યમય જીવન જીવતાં સાધુ-સાધ્વીજીને ગુરુમંદિરો, પોતાનાં અલગ તીર્થધામો બનાવવાનું ક્યાંથી ગમે ? આપણે સંસારીઓ જ પેલા સંયમી આત્માઓના સંયમમાર્ગને લપસણો બનાવીને દોષમાં પડીએ છીએ. આપણે શ્રાવકો આપણો શ્રાવકધર્મ સમજીએ તથા યાદ રાખીએ તે આજના યુગમાં અનિવાર્ય બાબત છે. આપણે પવિત્ર જીવન ના જીવી શકીએ તો ઠીક છે, પણ જે વ્યક્તિ પવિત્ર જીવન જીવવા ઝંખે છે તેને શા માટે અપવિત્રતા તરફ દોરી જવી ? Jain Educationa International મારા મહાવીર, તાસ મહાર For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy