________________
પતન પામે છે. પ્રત્યેક પળનો સદુપયોગ કરવાથી એ પળ ઊજળી તક બની જાય છે. મહાવીરે જીવનની પ્રત્યેક પળને “તક' બનાવવા કહ્યું છે.
દુક્કરે કરેઉ તારુષ્ણ સમણત્તર્ણ” અર્થાત યૌવન અવસ્થામાં સાધુપણાનું પાલન અઘરું છે. આપણે ત્યાં નાનાં બાળકોને સંસાર પ્રત્યે વૈરાગ્ય જગાડવા માટે ભ્રામક વાતો કરીને, તેને સાધુ બનાવી દેવાના ખૂબ પ્રયત્નો થાય છે. બાળદીક્ષાને હું તો વ્યક્તિગત રીતે પાપ અને અપરાધ સમજું છું. બાળક જ્યારે યુવાન થાય ત્યારે એના માટે સાધુપણું અસહ્ય બની રહે તે શક્ય છે. અલબત્ત, ઉદાહરણ રૂપે બે-પાંચ સાધુઓ યૌવનમાં ય સાધુપણાને વફાદાર રહ્યા હોય તે શક્ય છે. પણ એની સામે યુવાવસ્થામાં સાધુપણામાંથી સ્થૂળ રીતે નહિ તો, સૂક્ષ્મ રૂપે ચલિત થયેલા સાધુઓનાં અસંખ્ય ઉદાહરણો મળશે. મહાવીરે આ પ્રકૃતિસહજ બાબતનો કેવો ભાવભર્યો આદર કર્યો છે ! યૌવનની વસંત વીતી ગયા પછી જ સાધુત્વ ગ્રહણ કરવું જોઈએ.
જં છન્ન તં ન વત્તવ્ય'અર્થાત્ જે વાત ગુપ્ત રાખવા યોગ્ય હોય તે વાત કોઈને કહેવી નહિ. મહાવીર અહીં કોઈને મીંઢા થવાનો ઉપદેશ નથી આપતા, પણ ખાનદાની નિભાવવાની ભલામણ કરે છે. કોઈ વાત ગુપ્ત રાખવા યોગ્ય હોય તો એને જાહેર કરવી એ અપરાધ છે. દા.ત., કોઈક વ્યક્તિની અંગત વાત બીજાઓ સમક્ષ કરી દેવાથી સમાજમાં તે વ્યક્તિની પ્રતિષ્ઠા જોખમાતી હોય તો એ વાત કહેવાનું ટાળવું જોઈએ. કોઈએ અંગત લાગણીથી, વિશ્વાસથી કોઈ વાત કહી હોય તો એ પણ ખાનગી રાખવી જોઈએ. હા, કોઈક વાત જાહેર કરવામાં અનેક લોકોનું કલ્યાણ થવાનું હોય તો એવી શુદ્ધ અને શુભ પ્રેરણાથી એ ગુપ્ત વાત જાહેર કરી જ દેવી જોઈએ. મહાવીરે તેનો ક્યાંય વિરોધ કર્યો નથી.
પરિગ્નેહ નિવિટાણં વેરં તેસિં પવડુઢઈ એટલે કે, પરિગ્રહ વધારનાર વ્યક્તિ શત્રુતા (વર) વધારે છે. પરિગ્રહ પાપનું મૂળ છે, અન્યાયનું આરંભબિંદુ છે. એક જગાએ પરિગ્રહ (સંગ્રહ) થાય એટલે બીજી જગ્યાએ અછતતંગી ઊભી થાય જ. એમાંથી જ હિંસા, ચોરી, લૂંટફાટ વગેરે અનિષ્ટો પાંગરતાં હોય છે. તેથી જ તો ભગવાન મહાવીર પરિગ્રહ નહિ કરવાનો બોધ આપે છે. અલબત્ત, મહાવીરે કદીય એમ નથી કહ્યું કે અમુકથી વધારે આવક - કમાણી
32 આજ મારા મઢવીર, તાસ પાવીર કાળા ના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org